Wednesday 11 January 2017

๐Ÿ“‡เชœાเชฃો เชˆเชกเชฐ เชถเชนેเชฐเชจો เชˆเชคિเชนાเชธ๐Ÿ“‡

📮👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📮

📇જાણો ઈડર શહેરનો ઈતિહાસ📇

👁‍🗨ગુજરાત દર્શન : ટેકરીઓના પેટાળમાં વસેલુ શહેર ઈડર👁‍🗨

💬〰અમદાવાદથી લગભગ ૮૦ કિ.મી,સંસ્થાન ના મધ્યભાગમાં,ચારે તરફ અરવલ્લી પર્વત ની ઊંચી ટેકરીઓ ના પેટાળમાં પ્રાચીન શહેર ઈડર વસેલુ છે.

💬〰પુરાણો માં મળી આવતા ઉલ્લેખો મુજબ અહી ઈલ્વન અને વાતાયી નામના બે અસુરો એ ત્રાસ વર્તાવ્યો હતો જેથી અગત્સ્થ ઋષીએ શાપ આપી બંને અસુરોનો નાશ કર્યો હતો.

💬〰 આ સમય દરમ્યાન આ ભૂમિ "ઈલ્વભૂમિ" તરીકે જાણીતી થઈ.

💬〰ત્યાર પછી અલગ અલગ રાજા ઓના રાજ્યકાળ દરમ્યાન અહીના ડુંગરો, ટેકરીઓ જે રાજ્યશાસન માટે કિલ્લા સમાન છે તેથી કદાચ આ પ્રદેશ પહેલા ઈલદુર્ગ નામથી જાણીતો બન્યો અને પછી ધીરે ધીરે ઈલદુર્ગ શબ્દ નું ટુંકા સ્વરૂપે આજે ઈડર નામથી જાણીતુ છે.

💬〰આજે તે રાજા રજવાડાઓ તો નથી રહ્યાં પણ હા તેમની યાદો જરૂર છે, જે આજે વર્ષો જુની હોવા છતાં પણ તેમની તેમ છે અને ખુબ જ સુંદર લાગે છે.

💬〰તેમનો ઇતિહાસ ખૂબ જ સુંદર છે.
💢ઇડરનો ઇતિહાસ 💢

💬〰વર્ષો પહેલાં આ પ્રદેશ માં વેણીવરછરાજ નામનો રાજા રાજ્ય કરતો હતો.

💬〰જેનો જન્મ ઈડર ના ડુંગરો માં થયેલો હતો.

💬〰આજે પણ ઈડરના ગઢ પર વેણીવરછરાજ કુંડ છે.

💬〰 વેણીવરછરાજ ની માતા હિમાલય ના ગઠવાલા તહેરી પ્રદેશમાં આવેલા શ્રીનગર ગામના રાજાની રાણી હતી.

💬〰જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે ગરજ નામનો યક્ષીરાજ તેને ઈડરના ડુંગરોમાં લાવ્યોં જ્યાં ઉચિત સમયે વેણીવરછરાજ નો જન્મ થયો.

💬〰વેણીવરછરાજે કેટલાક વર્ષ અહી રાજ કર્યુ એક દંતકથા પ્રમાણે વેણીવરછરાજ ના વિવાહ એક નાગ કન્યા સાથે થયા હતા.

💬〰ગુજરાતમાં સાબરકાંઠા જીલ્લામાં આવેલું ઇડર એક નાનકડું શહેર છે.

💬〰 આ શહેર 20 કિલોમીટરના એરીયામાં ફેલાયેલું છે.

💬〰જે રાજસ્થાનની અને સાબરકાંઠાની સરહદે આવેલું છે.

💬〰 આ શહેર ખાસ કરીને રમકડા બનાવવા માટે જાણીતું છે અને તેના મંદિરો માટે પણ.

💬〰ઇડરની અંદર રમકડાના બજારને ખરાડી બજાર કહેવામાં આવે છે.

💬〰 ઇડરની બહારની બાજુ રાણી તળાવ આવેલું છે.

💬〰એમ કહેવાય છે કે, આ તળાવમાં રાજા રજવાડાના સમયમાં રાણીઓ સ્નાન કરવા માટે આવતી હતી.

💬〰 તેની બાજુમાં જૈનોનું એક ખુબ જ સુંદ જે એવું દ્રશ્યમાન થાય છે કે જાણે કોઇ તળાવની વચ્ચે કોઇ મંદિર બનાવેલું હોય.

💬〰તેનું સૌદર્ય સાંજના સમયે ખુબ જ અલૌકિક લાગે છે.

💬〰આ શહેર અરવલ્લીની પર્વતમાળા વચ્ચે આવેલ છે.

💬〰તેથી આખા શહેરની આજુબાજું પથ્થરના ડુંગરો આવેલા છે અને તેની પર એક ડુંગર તો ખુબ જ પ્રખ્યાત છે જેનું નામ છે - ઇડરીયો ગઢ.

📇સમીર પટેલ 📇
📡જ્ઞાન કી દુનિયા📡

No comments:

Post a Comment