Wednesday 22 March 2017

🌻🌻 રોબર્ટ સી.ગેલો 🌻🌻

🏵🏵🌿 માર્ચ 23 🌿🏵🏵
🌻🌻 રોબર્ટ સી.ગેલો 🌻🌻

🌺🐝એક્વાયર્ડ ઈમ્યુનો ડેફીયન્સી સિન્ડ્રોમ ( એઈડ્ઝ) માટે જવાબદાર વિષાણું એચ.આઈ.વી .(હ્યુમન ઈમ્યુનો ડેફીયન્સી વાયરસ) જે માણસને રોગ પ્રતિકારક શક્તિ નાશ કરે છે.

🌺🐝આ એઈડ્ઝનો શિકાર બંને છે. આ દર્દી છેવટે ટી.બી., મલેરિયા જેવા સામાન્ય રોગોનો શિકાર બની મોતને ભેટે છે.

🌺🐝 એચ.આઈ.વી. વાયરસના શોધક રોબર્ટ સી.ગેલોનો જન્મ તા. ૨૩/૩/૧૯૩૭ના રોજ થયો હતો.

🌺🐝 તેઓ બાયોમેડીકલ સંશોધક હતા. ઈ.સ. ૧૯૫૯ માં તેમણે બી.એસ.સી.ની બાયોલોજીના વિષય સાથે ડીગ્રી મેળવી હતી.

🌺🐝ત્યારપછી ઈ.સ. ૧૯૬૩માં જેફરસન મેડીકલ કોલેજમાંથી એમ.ડી. થયા. આ ઉપરાંત મેડીકલ રેસીડન્સી એન્ડ ઇન્ટરશીપ શિકાગો યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કર્યું હતું.

🌺🐝તેઓ ઇન્સ્ટીટયુટ ઓફ હ્યુમન વાઈરોલોજીના સંસ્થાપક અને નિયામક હતા.

🌺🐝એઈડ્ઝના ચેપ માટે જવાબદાર જીવાણું શોધ્યા પહેલા ગોલોએ માણસોને કેન્સર થવા માટે જવાબદાર હ્યુમન લ્યુકેમિયા વાયરસ ( એચટીએલવી)ને સૌપ્રથમ ઓળખી બતાવ્યો હતો.

🌺🐝ઈ.સ. ૧૯૭૬માં તેમણે સાથી  સંશોધકોના સહયોગથી ‘ ઇન્ટરલ્યુકીનર’ની શોધ કરી હતી.

🌺🐝 કેન્સર અને ક્યારેક એઈડ્ઝના રોગમાં આ થેરાપીનો ઉપયોગ થાય છે.ઈ.સ.૧૯૮૬માં ગેલોની ટીમે કેટલાક નવા હ્યુમન હર્પીસ વાઈરસ શોધ કાઢ્યા.

🌺🐝 છેલ્લા ૨૫ વર્ષ કરતાં વધુ સમયમાં એચએલવી-૩ની શોધ સર્વપ્રથમ થઇ. પાછળથી આ વાઈરસ થકી રોઝીઓલા તથા વ્યાપકપણે થતાં સોરાઈસીસ થતો હોવાનું જણાવ્યું હતું.

🌺🐝ઈ.સ.૧૯૮૭માં એઇડ્સ  માટે લોહીનો ટેસ્ટ કરવાની પધ્ધતીના પેટન્ટ અધિકારો મળતા ફ્રાંસના સંશોધકોએ કાગારોળ મચાવી પરંતુ સમગ્ર માનવજાત માટે ખતરારૂપ રોગ સામે લડવાના વિવાદમાં બધાને નુકસાન થવાનું છે.

🌺🐝 એટલે તે સમયના અમેરિકન પ્રમુખ રોનાલ્ડ એગન અને ફ્રાન્સના પ્રમુખ ચિરાકે આ વિવાદમાં દખલગીરી કરી. એક સમારંભમાં તેમણે એઈડ્સના વાયરસની શોધને સંયુક્ત ગણાવી. બંને દેશના વૈજ્ઞાનિકોને પ્રતિષ્ઠાના હકદાર બનાવ્યા. અને આ વિષાણુઓ એચઆઈવી નામે ઓળખવા લાગ્યા.

🌺🐝કિશોરવસ્થામાં  હતા ત્યારે તેમની ૬ વર્ષની બહેન લ્યુકેમિયા-કેન્સરમાં અવસાન પામી હતી. ત્યારથી વિજ્ઞાન અને તબીબીશાસ્ત્રમાં એમને પ્રથમ રસ જાગ્યો.

🌺🐝તેમની તેમની બહેનની સારવાર કરનાર ડોકટરોમાં તેમના પર ખૂબ જ પ્રભાવ પડ્યો. અને તેમણે આ ભયંકર રોગનો ઈલાજ શોધવાની દિશામાં વૈજ્ઞાનિક શોધકાર્ય માટે સમર્પિત કરી દીધું.

💐🎯જ્ઞાન કી દુનિયા 🎯💐

No comments:

Post a Comment