Thursday 27 April 2017

🌺ગગનવિહારી મહેતા 🌺

💐🙏🏻👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🙏🏻💐

🌺ગગનવિહારી મહેતા 🌺
🍁 28 એપ્રિલ

📮➖પ્રખર અર્થશાસ્ત્રી અને તેજસ્વી પત્રકાર શ્રી ગગનવિહારી મહેતાનો જન્મ ઇ.સ.1900 માં ભાવનગરના કુલીન નાગર કુટુંબમાં થયો હતો.

📮➖એમના પિતામહ શામળદાસ ભાવનગર રાજયના દીવાન હતા. મુંબઇમાં શિક્ષણ લઇ સ્નાતક થયા.

📮➖રાજકારણ તેમનો  પ્રિય વિષય હતો.

📮➖ મુંબઇના વિખ્યાત રાષ્ટ્રીય દૈનિક ‘બોમ્બે ક્રોનિકલ’ ના સહાયક તંત્રી બન્યા.

📮➖તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા.

📮➖જાહેર સેવાની એમના કુટુંબની પ્રણાલિકાને અનુરૂપ એમણે પ્રામાણિકતા અને દેશપ્રેમના ગુણો દાખવ્યા હતા.

📮➖એમનું મોહક વ્યક્તિત્વ, ચારુતા અને વિનોદવૃતિને લીધે ટેરિફ કમિશન અને પ્લાનીંગ કમિશનમાં સૌથી લાયક વિશિષ્ટ વ્યક્તિ તરીકે તેમની પસંદગી થઇ હતી.

📮➖તેનનો ગુજરાતી હાસ્યસંગ્રહ ‘આકાશના પુષ્પો’ પ્રગત થયેલો.

📮➖ અનેક સંસ્થાઓના પ્રતિનિધિ તરીકે તેઓ વિદેશયાત્રા કરી ચૂક્યા હતા.

📮➖ત્યારબાદ અમેરિકા ખાતે હિંદના રાજદૂત તરીકે એમની નિમણૂક થઇ અને પછી તો પંડિત જવાહરલાલના અત્યંત વિશ્વાસુ મિત્ર તરીકે એમણે અભૂતપૂર્વ કામગીરી બજાવી જાહેર જીવનમાં અનેક મહિમાવંત પદો તેમણે શોભાવ્યા.

📮➖પોતાનો પ્રામાણિક અભિપ્રાય નિર્ભયપણે જાહેર કરવામાં એમને કદી સંકોચ થતો નહોતો.

📮➖લેખનકળા અને વકતૃત્વકળાના તો તેઓ ‘બેતાજ બાદશાહ’ હતા.

🌺🙏🏻28/4/1974 ના રોજ તેમનું અવસાન થતા સમકાલીન ભારતીય સમાજમાંથી એક સમૃદ્ધ વ્યક્તિત્વ અદ્દશ્ય થયું.

👨‍🌾👩‍🌾જ્ઞાન કી દુનિયા 👩‍🌾👨‍🌾

No comments:

Post a Comment