Monday 10 April 2017

🌴🌴🌴 જાણવા જેવું 🌴🌴🌴

👆👆👆👆👆👆👆👆👆👆👆

🌴🌴🌴 જાણવા જેવું 🌴🌴🌴

👁‍🗨ઉમેદ ભવન મહેલએ રાજસ્થાનનાં જોધપુર શહેરમાં આવેલ એક વિશ્વનું એક સૌથી મોટા નિજી નિવાસોમાંનું એક છે, જેમનું નામ દાદા મહારાજા ઉમેદ સિંહ પરથી રખાયું હતું. આ ઈમારતમાં ૩૪૭ ઓરડા છે, જે જોધપુરનાં રાજ પરિવારનો શાહી નિવાસ છે.

👁‍🗨આ મહેલ બાંધકામ સમયે ચિત્તર મહેલ કહેવતો કારણ કે તે ચિત્તરનામની ટેકરી પર આવેલો છે. આ મહેલનું બાંધકામ ૫૦૦૦ કારીગરોએ ૧૫ વર્ષ માટે કર્યું, જેની વિશેષતાએ છે કે મહેલના બાંધકામમાં પથ્થરોને જકડી રાખવા કોલ કે સિમેન્ટ વપરાયા નથી; આ પથ્થરો કોતરેલા છે જેનો એક છેડો બીજા છેડાને જકડી રાખે છે. તેમજ તેને એવી રીતે બાંધવામાં આવ્યો હતો, જેમાં દરેક સમયે ૨૩ અંશ સે. જેટલું તાપમાન જળવાય રહે.

  👁‍🗨  ઉમેદ સિંહ જાણતા હતા કે આ મહેલ તેમનાં પૂર્વજો માટે એક યોગ્ય શ્રધાંજલિ બનશે, પરંતુ તે અર્વાચીન પુરાતન મુલ્યવાન ઈમારત બનવું જોઈતું ન હતું. આ રાજા ૧૯મી સદીની જીવન પદ્ધતિના આદિ તેમજ વિકાસપ્રિય હોવાં છતાંય તે આધુનિક વિચારસરણી ધરાવતાં રાજાની ઓળખ હતું. હાલનાં તેમનાં માલિક મહારાજા ગજસિંહ છે, જેમણે આ મહેલને ત્રણ વિભાગમાં વહેચ્યો છે, આરામદાયક વૈભવી હોટલ- તાજ, રાજ પરિવારનું આવાસ અને પ્રજા માટે ખુલ્લું નાનું સંગ્રહાલય.

⚓R.K.....

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

No comments:

Post a Comment