Wednesday 7 June 2017

👩🏻‍🌾 *ડિમ્પલ કાપડિયા* 👩🏻‍🌾

👩🏻‍🌾👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👩🏻‍🌾

📉 *૮ જૂન* 📈
👩🏻‍🌾 *ડિમ્પલ કાપડિયા* 👩🏻‍🌾
                 
💥➖હિન્દી ફિલ્મ અભિનેત્રી ડિમ્પલ કાપડીયા નો જન્મ તા. ૮/૬/૧૯૫૭ના રોજ પૂણેમાં થયો હતો.

💥➖પિતાનું નામ ચુનીલાલ અને માતાનું નામ રહેમત જે ખોજા મુસ્લિમ હતા.

💥➖તેમનું મૂળ વતન રાજકોટ પાસે આવેલા ચોટીલા હતું.

💥➖તેમના પિતા ચુનીલાલ એક મુસ્લિમ યુવતી રહેમત સાથે લગ્ન કરવાથી પરિવારમાં વિરોધ થવાને કારણે અલગ થઈને પોતાનો ધંધો શરૂ કર્યો હતો.

💥➖લગ્નના બીજા વર્ષે દીકરી ડિમ્પલ નો જન્મ થયો.

💥➖તેના જન્મ પછી ધંધો ખૂબ વિકસ્યો હતો.

💥➖તેઓ ફિલ્મસ્ટારો રહેતા તે વિસ્તારમાં રહેવા આવી ગયા આથી ફિલ્મસ્ટારો સાથે એ પરિચયમાં આવ્યા.

💥➖ ડિમ્પલ દેખાવે ખૂબ જ સુંદર હતી.

💥➖તે સાતમાં ધોરણમાં હતી ત્યારથી નૃત્ય સ્પર્ધામાં ભાગ લેતી થઇ અને ઇનામો જીતતી હતી.

💥➖એક નિર્માતા દિગ્દર્શકની પત્નીએ તેના પિતાને માહિતી આપી કે ઋષિકેશ મુખર્જી પોતાની એક ફિલ્મમાં (ગુડ્ડી) માટે એક નાની ઉંમરની હિરોઈનની શોધમાં છે પણ ચુનીલાલ પોતાની દીકરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં મોકલવાની ઈચ્છા નહોતી.

💥➖પણ તે નિયતિને મંજુર નહોતું આ સમયગાળા દરમ્યાન રાજકપૂર એક ફિલ્મ બનાવી રહ્યા હતા જેમાં પોતાનો પુત્ર રીશીક્પૂર હીરો તરીકે અને તેની સામે એક હિરોઈનની શોધ ચાલી રહી હતી.

💥➖એક લગ્ન સમારંભ દરમ્યાન રાજકપૂર સાથે ચુનીલાલ પરિવારને મળવાનું થયું. 

💥➖આ  દરમ્યાન ડિમ્પલનો ‘ કલ,આજ ઔર કલ’ નાં સેટ પર ડિમ્પલનો સ્ક્રીન-ટેસ્ટ લેવાયો અને પ્રથમ પ્રયત્ને જ પસંદ થઇ ગઈ.

💥➖ડિમ્પલ ત્યારે ચૌદ વર્ષની હતી. ઈ.સ. ૧૯૭૩માં ‘ બોબી’ ફિલ્મ પ્રીમિયર શોના પ્રથમ દિવસે ડિમ્પલ સ્ટારપદ સુધી પહોંચ ગઈ.

🎓🎙 *જ્ઞાન કી દુનિયા* 🎙🎓

No comments:

Post a Comment