Thursday 16 August 2018

*અટલ બિહારી વાજપેયીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ...*

✡ *અટલ બિહારી વાજપેયીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ...*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
⭕ *જન્મ -* ૨૫ ડિસેમ્બર ૧૯૨૪
⭕ *મરણ -* ૧૬ ઓગસ્ટ ૨૦૧૮

⭕ *ભારતના રાજનેતા હતા. પ્રજાસત્તાક ભારતના ૧૦માં વડાપ્રધાન તરીકે અલગ અલગ કુલ ત્રણ ગાળાઓ (૧૯૯૬માં ૧૩ દિવસ, ૧૯૯૮-૧૯૯૯માં ૧૩ મહિના અને ૧૯૯૯-૨૦૦૪માં ૫ વર્ષ) દરમ્યાન સેવા આપી હતી.*

⭕ *વાજપેયી કુલ નવ વખત લોકસભાના સભ્ય અને બે વખત રાજ્ય સભાના સભ્ય રહ્યા હતા. અલગ અલગ સામાન્ય ચૂંટણીમાં અલગ અલગ ચાર રાજ્યો (ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને દિલ્હી)માંથી ચૂંટાનારા તેઓ એક્માત્ર સંસદ સભ્ય હતા.*

⭕ *ઇસવિસન ૧૯૬૯-૧૯૭૨ દરમ્યાન વાજપેયી ભારતીય જન સંઘ (હવે, ભારતીય જનતા પાર્ટી) નાં પ્રમુખ હતાં.*

✡ *પ્રારંભિક જીવન અને ભણતર...*

⭕ *અટલ બિહારી વાજપેયીનો જન્મ કૃષ્ણાદેવી અને કૃષ્ણ બિહારી વાજપેયીને ત્યાં સાધારણ બ્રાહ્મણ કુટુંબમાં ગ્વાલિયરમાં થયો હતો.*

⭕ તેમના પિતા કૃષ્ણ બિહારી એક કવિ અને શિક્ષક હતા. અટલ બિહારી વાજપેયીએ પ્રાથમિક શિક્ષણ બારા, ગ્વાલિયરની સરસ્વતી શિશુ મંદિર નામની શાળામાં લીધું હતું. તેમણે ગ્વાલિયરની વિક્ટોરીયા કોલેજ (હવે, લક્ષ્મીબાઇ કોલેજ)માંથી હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત  ભાષામાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે કાનપુરની DAV કોલેજમાંથી રાજકીય સિદ્ધાંત વિષય સાથે અનુસ્નાતકની પદવી પણ પ્રાપ્ત કરી હતી.

✡ *ખિતાબો...*

❇ ૧૯૯૨, પદ્મવિભૂષણ
❇ ૧૯૯૩, કાનપુર મહાવિધાલયમાંથી D. Lit.ની પદવી
❇ ૧૯૯૪, લોકમાન્ય તિલક ખિતાબ
❇ ૧૯૯૪, શ્રેષ્ઠ સંસદસભ્ય
❇ ૧૯૯૪, ભારતરત્ન પંડિત ગોવિંદ વલ્લભ પંત ખિતાબ
❇ ૨૦15 ભારત રત્ન

🌺🌺🌺🌺🌺🌺

No comments:

Post a Comment