Monday 20 August 2018

*▪અલંકાર▪*

*▪અલંકાર▪*
➖➖➖➖➖➖➖➖➖➖
*▪વર્ણાનુપ્રાસ*
➖એકનો એક વર્ણ ત્રણ કે ત્રણથી વધુ વાર આવે

*✔કા* મિની *કો* કિલા *કે* લિ *કૂ* જન *ક* રે.

*▪શબ્દાનુપ્રાસ/યમક*
➖એક સરખા ઉચ્ચારવાળા/ભિન્ન અર્થવાળા શબ્દો

✔મન *ગમયંતી* બોલ *દમયંતી* નળે પાડ્યો સાદ.

*▪અંત્યાનુપ્રાસ*
➖બંને પંક્તિના છેડે સરખા ઉચ્ચારવાળા (પ્રાસવાળા) શબ્દો

✔લાંબા જોડે ટૂંકો *જાય,*
     મરે નહિ તો માંદો *થાય.*

*▪પ્રાસસાંકળી*
➖પ્રથમ પંક્તિના છેલ્લા અને બીજી પંક્તિના પહેલા શબ્દ વચ્ચે પ્રાસ રચાય.

✔મહેતાજી નિશાને *આવ્યા*
    *લાવ્યા* પ્રસાદ ને કર્યો ઓચ્છવ.

*▪ઉપમા*
➖ઉપમેયને ઉપમાન સાથે સરખાવ્યું હોય છે.

✔રાધાજીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે.

*▪રૂપક*
➖ઉપમેય-ઉપમાન બંને એક જ એકરૂપ હોય.

✔મીરાંબાઈને સંસારસાગર ખારો લાગ્યો.

*▪ઉત્પ્રેક્ષા*
➖ઉપમેય જાણે ઉપમાન હોય એવી સંભાવના હોય.

✔મોનાલીસાનું મુખ જાણે ધરતી પરનો ચંદ્ર.

*▪વ્યતિરેક*
➖ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું બતાવ્યું હોય.

✔રાધાના મુખ પાસે શરદપૂનમનો ચંદ્ર પણ ઝાંખો લાગે.

*▪અનન્વય*
➖ઉપમેયને ઉપમાન તરીકે ગણ્યું હોય.

✔જોગનો ધોધ ઈ તો જોગનો ધોધ.

*▪દૃષ્ટાંત અલંકાર*
➖ઉપમેય-ઉપમાન વાક્યો વચ્ચે બિંબ-પ્રતિબિંબનો સંબંધ

✔સાપ કાંચળી ઉતારે તેમ નળે દમયંતીને ત્યજી.

*▪અતિશયોક્તિ*
➖ઉપમાનમાં જ ઉપમેય સમાઈ ગયેલું હોય.

➖જો ચંદ્રમાં કલંક ન હોત તો દમયંતીના મુખ જેવો હોત.

➖➖➖➖➖➖➖➖➖➖➖
💥ખાંટ💥

No comments:

Post a Comment