Monday 27 August 2018

🌳 સમગ્ર ભારતમાં ક્યાં રક્ષાબંધન નથી ઉજવાતી ?

👮‍♂👮‍♂👮‍♂👮‍♂👮‍♂👮‍♂👮‍♂👮‍♂

📖✍🏻 *શક્તિ*

🌳 સમગ્ર ભારતમાં ક્યાં રક્ષાબંધન નથી ઉજવાતી ?

*પાટણ જિલ્લા નાસમી તાલુકાના ગોધાણા ગામમાં ઈસ1660- 65 ની સાલમાં એક ઐતિહાસિક ઘટના ઘટી જેમાં લોલાડા ના વંશજ ગોધાજી રાઠોડના લગ્ન ચાલુ હતા અને ખબર પડી કે કસાઈઓ ગામની ગાયો ને ચોરી કરી લઇ જઇ રહ્યા છે ત્યારે લગ્ન મંડપમાંથી ઉભા થઇ ગાયોની રક્ષા કાજે ધીંગાણે ચડયા લડતા-લડતા તેમનું મસ્તક દાદકા ગામના સીમાડામાં કપાય છે ને ધડ ગોધાણા ગામની સીમમાં આવીને પડે છે તે જગ્યાએ તેમની કાંભી મૂકવામાં આવે છે જ્યાં આજે ઞોધણશા દાદા નું ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે ત્યારબાદ ઞોધાજી ના નામ ઉપરથી ગોધાણા ગામની સ્થાપના થાય છે*

👮‍♂👮‍♂👮‍♂👮‍♂👮‍♂👮‍♂👮‍♂👮‍♂👮‍♂

*આ ઘટનાને થોડા દિવસો પછી ગામમાં રક્ષાબંધનના દિવસે એ સમયમાં બળેવીયા દોડાવવાની પ્રથા હતી ગામની બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે ઉત્સાહિત હતી સમગ્ર ગામ મા રક્ષાબંધનની ઉજવણી લઈને અનેરો આનંદ હતો ત્યારે બળેવીયા બનેલા ગામના ચાર યુવાનો તળાવમાં ડૂબી જાય છે ઘણી શોધખોળ કરવા છતાં તેમનો પત્તો મળતો નથી ગામ લોકો તેમને મૃત સમજી મરણવિધી ની ક્રિયાઓ પણ કરી દેવામાં આવે છે ત્યારે રક્ષાબંધનની ઉજવણીનો ઉત્સાહ ચાર  બહેનો એ પોતાના વીર ગુમાવતા રક્ષાબંધનની ઉજવણી અધૂરી જ રહી ગઈ  જેના કારણે સમગ્ર ગામે રક્ષાબંધનની ઉજવણી કરી નહીં બરાબર 28 દિવસ પછી ભાદરવા સુદ તેરસના દિવસે આ ગોધા દાદા  ગામના એક પટેલના સ્વપ્નમાં આવી અને તળાવ ઉપર હાજર રહેવા જણાવી એ તળાવમાંથી બળેવીયા યુવાનો જીવંત બહાર કાઢે છે ત્યારે ગામમાં આનંદની લાગણી વ્યાપી જાય છે અને બહેનો પોતાની અધુરી રક્ષાબંધન બળેવીયા યુવાનોને રાખડી બાંધી અને ઉજવે છે ત્યારથી આજદિન સુધી ગોધાણા  ગામ માં શ્રાવણ સુદ પૂનમ ના બદલે ભાદરવા સુદ અગિયારસના દિવસે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે ગામમાં દાદાના મંદિરે મેળો ભરાય સે જ્યાં હજારોની મેદની ઉમટી પડે છે*

👆🏻👆🏻👆🏻👆🏻 👆🏻👆🏻👆🏻

💁🏻‍♂ *ગોધાણા ના ગાડા ભાઈ બારોટ (ઇતિહાસકાર) ના જણાવ્યા પ્રમાણે અમારા ગામમાં આજથી પાંચસો વર્ષ પૂર્વે રક્ષાબંધનના દિવસે ચાર બળેવીયા યુવાનો તળાવમાં સ્નાન કરવા પડે છે અને ડૂબી જાય છે તેમને મૃત સમજી ગામલોકો મરણ વિધિ ની ક્રિયાઓ પણ કરી નાખે છેબરાબર 28 દિવસ પછી ગામના એક પટેલના સ્વપ્નમાં ગોધણસા દાદા આવી અને સવારે ચારેય યુવાનો ને તળાવમાંથી જીવીત બહાર કાઢે છે ત્યારથી અમારુ ગામ આજદિન સુધી રક્ષાબંધનની ઉજવણી ભાદરવા સુદ તેરસના દિવસે કરે છે*

*--------------------------------*

⭐⭐👮‍♂🚓👈🏻 *શક્તિ ગઢવી 9978664100*

No comments:

Post a Comment