Wednesday 22 August 2018

🌊 *āŠ—ુāŠœāŠ°ાāŠĪ āŠĻા āŠŽંāŠĶāŠ°ો*

🌎 *જાણવા જેવું* 🌎

📖✍🏻 *શક્તિ*

🌊 *ગુજરાત ના બંદરો*

🚣🏻‍♀ 1. *🌳માંડવી*🌳

💁🏻‍♂ *કચ્છ નું આ મધ્યમ કક્ષા નું અરબી સમુદ્ર ઉપર દક્ષિણ કિનારે આવેલું બંદર છે*

💁🏻‍♂ *માંડવી નો અર્થ "જકાતનાકું" થાય છે*.

💁🏻‍♂ *જૈન પ્રબંધગ્રંથો માં તેનું નામ " રિયાણપતન" નામ મળે છે*.

💁🏻‍♂ *કચ્છ ના મહારાવ ખેગારજી 1 ના શાસન દરમિયાન ઇ.સ 1850 માં તેની સ્થાપના થઈ*

💁🏻‍♂ *બ્રેકવોટર દ્રારા અહીંના બારાનું રક્ષણ થાય છે.અહીંના જેટીનો વાહનો ઉપયોગ કરે છે*

🚣🏻‍♀ *2*. *🌳નવલખી*🌳

💁🏻‍♂ *આ બંદર કચ્છ ના અખાતના પૂર્વ કિનારે આવેલ છે*.

💁🏻‍♂ *ઇ.સ 1909 માં મોરબી ઠાકોર વાઘજીએ નવલખી બેટ નું પુરાણ કરી તળભૂમિ સાથે જોડી દીધું હતું."વરસામેડી અને સુઈ " ખાડી ના સગમસ્થાને આ બંદર આવેલું છે*

💁🏻‍♂ *આ બંદર બારમાસી છે*

💁🏻‍♂ *નવલખી અને કંડલા વચ્ચે મુસાફરો ની આવ જાવ માટે અહીં ફેરી સર્વિસ હતી*

💁🏻‍♂ *અહીં 15 થી 20 હજાર ટન ની સ્ટીમ્બર લંગરસ્થાને થોભે છે*

🚣🏻‍♀ *3* *🌳બેડી*🌳

💁🏻‍♂ *તે ભૂતપૂર્વ જામનગર રાજ્ય નું પ્રમુખ બંદર હતું*

💁🏻‍♂ *ઇ.સ 1926 થી 1935 દરમિયાન આ બારમાસી બંદરો રૂ.166 લાખ નો ખર્ચ કરી વિકાસ કર્યો હતો*

💁🏻‍♂ *ખજૂર,કાથી,ઇમારતી લાકડું ,ખનિજતેલ ,બોનમિલ વગેરે ની નિકાસ થાય છે*

🚣🏻‍♀ *4* *🌳ઓખા*🌳

💁🏻‍♂ *તે સૌરાષ્ટ્રના વાયવ્ય ખૂણા ઉપર છે.*

💁🏻‍♂ *આ બારમાસી બંદરે ધકકાને અડકીને બે સ્ટીમરો એકીસાથે થોભે છે.*

💁🏻‍♂ *સમિયાની અને શંખોદ્રાર બેટો દ્રારા બારું સુરક્ષિત છે*

💁🏻‍♂ *ઇસ 1926 માં આ બંદર ખુલ્લું મુકાયું હતું*

💁🏻‍♂ *પહેલી પંચવર્ષીય યોજના દરમિયાન 304.5 મી લાંબો વ્હાફૅ બંધાયેલ છે.*

💁🏻‍♂ *આ અર્ધકુદરતી બંદર કાપ ના જમવાથી મુક્ત છે*

💁🏻‍♂ *બેટદ્રારકા અને ઓખા વચ્ચે ફેરી સર્વિસ છે*

➡ *બીજા બંદરો next પોસ્ટ માં*

⭐⭐👮‍♂ *શક્તિ ગઢવી 9978664100*

No comments:

Post a Comment