Monday, 20 March 2017

🏵🌿ગુજરાતમાં સર્વ પ્રથમ🌿🏵

😘: 🏵🌿ગુજરાતમાં સર્વ પ્રથમ🌿🏵

🌺ગુજરાત રાજ્યની સ્થાપના – તા.૧/૫/૧૯૬૦

🌺ગુજરાતમાં સર્વ પ્રથમ પંચાયત રાજ્યની સ્થાપના : તા.૧/૪/૧૯૬૩

🌺ગુજરાત રાજ્યનાં સર્વ પ્રથમ પ્રથમ મુખ્યમંત્રી : ડૉ. જીવરાજ મહેતા (તા.૧/૫/૧૯૬૦)

🌺ગુજરાત રાજ્યનું સર્વ પ્રથમ પાટનગર :-અમદાવાદ

🌺ગુજરાતના સર્વ પ્રથમ રાજ્યપાલ: મહેદી નવાબ જંગ (તા.૧/૫/૧૯૬૦)

🌺ગુજરાતના સર્વ પ્રથમ સ્ત્રી રાજ્યપાલ: શ્રીમતી શારદા મુખરજી (તા. ૧૪/૮/૧૯૭૮)

🌺ગુજરાતમાં સર્વ પ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત – ૧૮૭૨માં

🌺ગુજરાતનો સર્વ પ્રથમ મુસ્લિમ વહીવટકર્તા – તાતરખાન

🌺ગુજરાતમાં ઇલાહી સંવતની શરૂઆત- અકબરે કરી.

🌺ગુજરાતીમાં સર્વપ્રથમ ગુજરાતી પંચાગની શરૂઆત- ૧૮૫૪માં

🌺ગુજરાત વિધાનસભાના સર્વ પ્રથમ અધ્યક્ષ – કલ્યાણજી વિ મહેતા (૧૯૬૦માં)

🌺ગુજરાતમાં સર્વ પ્રથમ રાષ્ટ્રપતિશાસનની શરૂઆત- તા.૩૧/૫/૧૯૭૧

🌺ગુજરાતમાં સર્વ પ્રથમ કાપડની મિલના સ્થાપક –રણછોડભાઈ શેઠ (૧૯૬૦માં,અમદાવાદ)

🌺ગુજરાતમાં સર્વ પ્રથમ અંગ્રેજી શાળાની શરૂઆત- ૧૮૮૬માં, અમદાવાદ

🌺ગુજરાતમાં રાષ્ટ્રપતિશાસનનો અમલ કરનાર રાજ્યપાલ- શ્રી મન્નારાયણ ( તા.૩૧/૫/૧૯૭૧)

🌺ગુજરાતમાં સર્વ પ્રથમ ટેલિવિઝનનું પીજકેન્દ્રની શરૂઆત – ૧૯૭૫માં

🌺ગુજરાતી સાહિત્યનું પ્રગટ થનાર સર્વ પ્રથમ સામયિક- બુદ્ધિપ્રકાશ (૧૮૫૦માં)

🌺ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક સર્વ પ્રથમ ગુજરાતી- રણજીતરામ મહેતા (૧૯૦૫માં)

🌺ભારતના વડાપ્રધાન બનનાર સર્વ પ્રથમ ગુજરાતી- મોરારજીભાઈ દેસાઈ (૧૯૭૭માં)

🌺ગુજરાતના સર્વ પ્રથમ મહિલા મુખ્યમંત્રી – શ્રીમતી આનંદીબેન પટેલ (તા. ૨૨/૫/૨૦૧૪)

🌺મેગ્સેસ એવોર્ડ મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી મહિલા – ઇલાબેન ભટ્ટ (૧૯૭૭માં)

🎯આગળ વાંચો.....
🥀🥀સમીર પટેલ 🥀🥀
🐝👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🐝

😘: 🐝👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🐝

🌺ગુજરાતમાં સર્વ પ્રથમ દવાનું કારખાનાની શરૂઆત- ૧૯૦૫માં-એલેમ્બીક , વડોદરા

🌺ગુજરાતમાં અનાથાશ્રમની શરૂઆત કરનાર સર્વ પ્રથમ ગુજરાતી- મહીપતરામ રૂપરામ (૧૮૦૨માં)

🌺ગુજરાતમાં કોલેજ કક્ષાનું શિક્ષણ શરૂઆત- ૧૮૬૦માં

🌺ગુજરાત યુનિવર્સિટીનાં સર્વ પ્રથમ વાઈસ ચાન્સેલર- હરસિદ્ધ દિવેટિયા

🌺ગુજરાતના સર્વ પ્રથમ મુખ્ય સચિવ- વી.ઇશ્વરન (૧૯૬૦-૬૩)

🌺ગુજરાતમાં સર્વ પ્રથમ ભારતીય રાષ્ટ્રીય કોંગેસ અધિવેશન – ૧૯૦૨માં,અમદાવાદમાં

🌺સાહિત્ય અકાદમી એવોર્ડ મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી- મહાદેવભાઇ દેસાઈ (૧૯૫૫માં)

🌺ધનજી કાનજી એવોર્ડ મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી- ચીમનલાલ ત્રિવેદી અને બાલમુકુંદ દવે

🌺ભારતરત્ન મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી- મોરારજીભાઈ દેસાઈ (૧૯૯૧માં)

🌺ગુજરાત વિધાનસભામાં સર્વ પ્રથમ અધ્યક્ષ બનનાર– અંબાલાલ શાહ (૧૯૩૦માં)

🌺ગૌરવ પુરસ્કાર મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી- ઉમાશંકર જોશી (૧૯૮૫માં-અસ્વીકાર)

🌺નર્મદ સુવર્ણ ચંદ્રક મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી સાહિત્યકાર- સુન્દરમ (૧૯૫૫માં-યાત્રા)

🌺રણજીતરામ સુવર્ણ ચંદ્રક મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી સાહિત્યકાર –ઝવેરચંદમેઘાણી(૧૯૨૮માં)

🌺લોકમાન્ય તિલક એવોર્ડ મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી- પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (૧૯૫૮માં)

🌺ગુજરાતમાં સર્વ પ્રથમ કન્યાકેળવણી શાળાની શરૂઆત – સુરતમાં

🌺ગુજરાતી ભાષાનું સર્વ પ્રથમ સ્ત્રી સામયિક- સ્ત્રીબોધ (૧૮૫૭ના-અમદાવાદમાં)

🌺ગુજરાતી સાહિત્યની સર્વ પ્રથમ આત્મકથા- મારી હકીકત ( નર્મદ)

🌺ગુજરાતનો સર્વ પ્રથમ મુઘલ સુબેદાર તરીકે – મિર્ઝા અઝીઝ ડોડા

🌺ગુજરાતી સાહિત્યનો કુમાર ચંદ્રક મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી- હરીભાઈ દેસાઈ (૧૯૪૪માં)

🥀🥀સમીર પટેલ 🥀🥀
🐝👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🐝

😘: 🐝👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🐝

🌺ગુજરાતમાં રાઈટ ટુ રીજેક્ટનો સર્વ પ્રથમ ઉપયોગ- સુરતમાં

🌺ગુજરાતમાં સર્વ પ્રથમ લોકયુંક્તનો કાયદો- ૧૯૮૬માં

🌺ગુજરાતમાં સર્વ પ્રથમ લોકાયત અધકારી – શ્રી ડી.એમ.શુક્લા, ગાંધીનગર (૧૯૯૮)

🌺ગુજરાત વિધાનસભાની સર્વ પ્રથમ ચૂંટણી યોજાઈ- ૧૯૬૨માં

🌺ગુજરાતી સર્વ પ્રથમ એન્સાઇક્લોપીડિયા બહાર પાડનાર- રતનજી ફરમાજી શેઠ

🌺ગુજરાતી ભાષાનું સર્વ પ્રથમ જીવનચરિત્ર કોલંબસનો વૃતાંત- પ્રાણલાલ મથુરાદાસ

🌺ગુજરાતી ભાષાનું સર્વ પ્રથમ નાટક- લક્ષ્મી ( દલપતરામ)

🌺ગુજરાતના સર્વપ્રથમ ભૂમિસેનાપતિ- રાજેન્દ્રસિંહજી

🌺ગુજરાતમાં સર્વ પ્રથમ ગોકુળિયું ગામ યોજનાની શરૂઆત કરનાર મુખ્યમંત્રી-શ્રી કેશુભાઈ પટેલ

🌺ગુજરાતનું સર્વ પ્રથમ ગોકુળિયું ગામ- રાયસણ (જી-ગાંધીનગર)

🌺ગુજરાતી સર્વ પ્રથમ બોલતી ફિલ્મ- નરસિંહ મહેતા

🌺ગુજરાતની સર્વ પ્રથમ રંગીન ફિલ્મ- લીલૂડી ધરતી

🌺ગુજરાતના સર્વ પ્રથમ મહિલા શિક્ષણમંત્રી – ઇન્દુમતીબેન  શેઠ

🌺ગુજરાતમાં સર્વ પ્રથમ ‘ સફાઈ વિદ્યાલય’ની શરૂઆત કરનાર- સાબરમતી આશ્રમ,અમદાવાદ

🌺ગુજરાતમાં સર્વ પ્રથમ બેન્કની સ્થાપના – બેંક ઓફ બોમ્બે

🌺ગુજરાતની અસ્મિતા શબ્દનો સર્વ પ્રથમ ઉપયોગ કરનાર- રણજીતરામ મહેતા

🌺ગુજરાતી ભાષાનું સર્વ પ્રથમ સામયિક – ડાંડિયો

🌺સર્વ પ્રથમ ગુજરાતી ભાષાનો શબ્દકોશ આપનાર- નર્મદાશંકર દવે (૧૮૭૩માં)

🥀🥀સમીર પટેલ 🥀🥀
🐝👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🐝

😘: 🐝👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🐝

🌺ગુજરાતમાં સર્વ પ્રથમ મહિલા સ્નાતક- વિદ્યાગૌરી નીલકંઠ

🌺વિદેશમાં સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવનાર સર્વ પ્રથમ ગુજરાતી – મેડમ ભીખાઈજી કામા

🌺ગુજરાતી સાહિત્ય પરિષદના સર્વ પ્રથમ અધ્યક્ષ – ગોવર્ધનરામ ત્રિપાઠી

🌺ગુજરાતનું એકમાત્ર વર્લ્ડ હેરીટેજ સાઈડ- ચાંપાનેર

🌺ગુજરાત રાજ્યના સર્વપ્રથમ બિન કોન્ગેસી મુખ્યમંત્રી- બાબુભાઈ પટેલ

🌺રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવનાર સર્વપ્રથમ ગુજરાતી સાહિત્યકાર- હીરાબેન પાઠક

🌺ગુજરાતી ભાષામાં કરૂણપ્રશસ્તિપત્ર કાવ્યના સર્વપ્રથમ રચયિતા- દલપતરામ

🌺સર્વ પ્રથમ ગુજરાતી સમાચારપત્ર – મુંબઈ સમાચારપત્ર

🌺ગુજરાતમાં સર્વપ્રથમ સાંજની અદાલત (ઇવનિંગ કોર્ટ)ની શરૂઆત- તા.૧૪/૧૧/૨૦૦૬, મિરઝાપુર

🌺ગુજરતમાં સર્વપ્રથમ ટેલિવીઝનની શરૂઆત – ૧૯૭૫માં

🌺ગુજરાતી સાહિત્યની સર્વપ્રથમ ગુજરાતી નવલકથા- કરણઘેલો (૧૮૬૬માં, નંદશંકર મહેતા)

🌺ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ નિબંધ – ભૂત નિબંધ ( દલપતરામ)

🌺ગુજરાતી સાહિત્યની સર્વપ્રથમ સામાજિક ગુજરાતી નવલકથા – સાસુ વહુની લડાઈ ( મહીપતરામ નીલકંઠ )

🌺ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ ગુજરાતી જીવનચરિત્ર – ઉત્તમ કપોળ( કરસનદાસ )

🌺ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ પ્રવાસ પુસ્તક – ભવાઈ  ( મહીપતરામ નીલકંઠ )

🌺લોકસભાના અધ્યક્ષ બનનાર સર્વ પ્રથમ ગુજરાતી- વાસુદેવ ગણેશ માવલંકર

🌺રાજ્યપાલ બનનાર સર્વપ્રથમ ગુજરાતી- મંગળભાઈ પકવાસા (૧૯૪૭માં, મધ્યપ્રદેશ)

🥀🥀સમીર પટેલ 🥀🥀
🐝👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🐝

😘: 🐝👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🐝

🌺ગુજરાતની સર્વપ્રથમ કાપડ મિલ( અંગ્રેજોની)- ભરૂચ કોટન મિલ, ભરૂચ (૧૮૫૩માં)

🌺ગુજરાતની સર્વપ્રથમ કૃષિ યુનિવર્સિટી- દાંતીવાડા (૧૯૭૩માં)

🌺ગુજરાતમાં સર્વપ્રથમ કૃષિ વિદ્યાલય- આણંદ (૧૯૪૭માં)

🌺ગુજરાતમાં સર્વપ્રથમ ખાંડનું સહકારી કારખાનું- બારડોલી (૧૯૫૫માં)

🌺ગુજરાતી કમ્પ્યુટર – તેજ-સિક્લેર, મુંબઈ (૧૯૮૩માં)

🌺ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ દૈનિક પેપર- સમાચાર દર્પણ (૧૮૪૮માં)

🌺ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ વર્તમાનપત્ર – ખેડા વર્તમાનપત્ર (૧૮૨૨માં)

🌺ગુજરાતની સર્વપ્રથમ ગ્લાઈડીંગ ક્લબ- અમદાવાદ (૧૯૬૨માં)

🌺ગુજરાતની સર્વપ્રથમ તેલશુદ્ધિ રીફાઈનરી –કોયલી

🌺ગુજરાતમાં પાઈપલાઈન દ્વારા રાંધણગેસ પૂરો પડવાની યોજના સર્વપ્રથમ અમલ – વડોદરા શહેર

🌺ગુજરાતના સર્વપ્રથમ મહિલા મુખ્ય સચિવ – મંજુલા સુબ્રમણ્યમ

🌺ગુજરાતમાં સયાજીરાવ ગાયકવાડે સર્વપ્રથમ મફત અને ફરજીયાત શિક્ષણમાં અમલ- અમરેલી

🌺ગુજરાતમાં સર્વપ્રથમ રેલ્વે- ઉતરાણ અને અંકલેશ્વર વચ્ચે ૧૮૫૧માં

🌺ગુજરાતી સાહિત્યની સર્વપ્રથમ જાનપદી નવલકથા- સોરઠ તારા વહેતા પાણી (ઝવેરચંદ મેઘાણી)

🌺ગુજરાતમાં સર્વપ્રથમ રેડીયો કેન્દ્રની સ્થાપના- ૧૯૨૦માં વડોદરા

🌺ગુજરાતમાં સર્વપ્રથમ વિધાનસભાની બેઠકો- ૧૩૨

🥀🥀સમીર પટેલ 🥀🥀
🐝👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🐝

😘: 🐝👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🐝

🌺ગુજરાતી સાહિત્યની સર્વપ્રથમ નાટક લખનાર- દલપતરામ (લક્ષ્મી)

🌺ગુજરાતનો સર્વપ્રથમ ટેસ્ટ ક્રિકેટ ખેલાડી- રણજીતસિંહજી (૧૮૯૫માં)

🌺ગુજરાતનાટકમાં સર્વપ્રથમ નટી- રાધા અને સોના (૧૮૭૫માં)

🌺ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ નવલકથાકાર – નંદશંકર મહેતા (૧૮૬૮માં)

🌺ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ નાટ્યલેખક – પ્રેમાનંદ ભટ્ટ

🌺ગુજરાતી ભાષાના સર્વપ્રથમ કવિ – દલપતરામ

🌺ભારતના નાયબ વડાપ્રધાન બનનાર સર્વપ્રથમ ગુજરાતી- સરદાર વલ્લભભાઈ પટેલ (૧૯૪૭માં)

🌺સર્વોચ્ચ ન્યાયમૂર્તિ, મુંબઈ હાઈકોર્ટના સર્વપ્રથમ ગુજરાતી- નાનાભાઈ હરિદાસ કણીયા

🌺ગુજરાતના સર્વપ્રથમ કોસ્ટ એકાઉન્ટન્ટ- દર્શના પટેલ

🌺હિમાચલ કારયાત્રાનાં સર્વપ્રથમ વિજેતા- જયંતભાઈ શાહ

🌺ગુજરાતના સર્વપ્રથમ મહિલા શેરદલાલ – હીના વોરા, અમદાવાદ

🌺ગુજરાતના સર્વપ્રથમ મહિલા પાયલોટ- રોશન પઠાણ

🌺ગુજરાતનું સર્વપ્રથમ મુદ્રણ- ભીમજી પારેખ, સુરત

🌺ગુજરાતના સર્વપ્રથમ પ્રાધ્યાપક- સુનીલભાઈ કોઠારી (૧૯૮૫માં)

🌺જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ ગુજરાતી સાહિત્યકાર- ઉમાશંકર જોશી (૧૯૬૭માં)

🌺ગુજરાતમાં સર્વપ્રથમ અનાથાશ્રમ – અમદાવાદ (૧૮૯૨માં)

🌺ગુજરાતનું સર્વપ્રથમ અંગ્રેજી વેપાર કેન્દ્ર – સુરત

🌺ગુજરાતમાં સર્વપ્રથમ અંગ્રેજી શાળાની શરૂઆત- અમદાવાદ (૧૮૪૬માં)

🌺ગુજરાતમાં સર્વપ્રથમ ઉપગ્રહ સંપર્ક કેન્દ્ર – અમદાવાદ (૧૯૬૭માં

🌺ગુજરાતની સર્વપ્રથમ ઔદ્યોગિક વસાહત – રાજકોટ (૧૯૬૦માં)

🌺ગુજરાતની સર્વપ્રથમ કન્યા પોલીટેકનીક સંસ્થા- અમદાવાદ (૧૯૬૪માં)

🌺ગુજરાતની સર્વપ્રથમ કન્યાશાળા – મગનભાઈ કરમચંદ , અમદાવાદ

🌺ગુજરાતની સર્વપ્રથમ કોમર્સ કોલેજ-એચ.એલ.કોમર્સ કોલેજ, અમદાવાદ ( ૧૯૭૯માં)

🌺ગુજરાતની સર્વપ્રથમ કોલેજ – ગુજરાત કોલેજ , અમદાવાદ (૧૮૮૭માં )

🌺ગુજરાતમાં સર્વપ્રથમ ખનીજતેલ પ્રાપ્તિ- લૂણેજ (૧૯૫૯માં)

🌺ગુજરાતની સર્વપ્રથમ કાપડ મિલ- કોટન મિલ.અમદાવાદ (૧૮૬૦માં)

🥀🥀સમીર પટેલ 🥀🥀
🐝👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🐝

😘: 🐝👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🐝

🌺ગુજરાતી સાહિત્યનું સર્વપ્રથમ હાસ્ય નાટક – મિથ્યાભિમાન (જીવરામ ભટ્ટ )

🌺ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ કાવ્યસંગ્રહ – કાવ્ય દોહન( દલપતરામ)

🌺ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ બારમાસી કાવ્ય ની રચના- નેમિનાથ ચતુંષ્પ્દીકા

🌺ગુજરાતના નાની વયે સર્વપ્રથમ મુખ્યમંત્રી બનનાર – ચીમનભાઈ પટેલ

🌺ગુજરાતમાં સર્વપ્રથમ અનાથાશ્રમની શરૂઆત કરનાર- ૧૮૯૨માં (મહીપતરામ)

🌺ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ ગુજરાતી જીવનચરિત્ર- ઉત્તમ કપોળ (કરસનદાસ મુલજી )

🌺ગુજરાતમાં સર્વપ્રથમ સૈનિકશાળા – બાલાછડી ( જામનગર)

🌺ગુજરતમાં સર્વપ્રથમ પુસ્તકાલયની શરૂઆત- ૧૮૨૪માં, (સુરત)

🌺ગુજરાતનું સર્વપ્રથમ સૌરઉર્જા ગામ- ૧૯૮૪માં ખાંડીયા ( વડોદરા)

🌺ગુજતાની સર્વપ્રથમ લો કોલેજ -૧૯૨૭માં,લલ્લુભાઈ શાહ, અમદાવાદ

🌺ગુજરાતનું સર્વપ્રથમ વનસ્પતિ ઉદ્યાન – ૧૯૬૪માં વઘઈ , ડાંગ

🌺ગુજરાતની સર્વપ્રથમ મહિલા સરકારી બેંક-૧૯૭૪માં, અમદાવાદ

🌺ગુજરાતમાં સર્વપ્રથમ મધ્યાહન ભોજનની શરૂઆત- ૧૯૮૪માં. શાળામાં

🌺ગુજરાતમાં સર્વપ્રથમ સંગીત નાટક અકાદમીની શરૂઆત- ૧૯૬૧માં, રાજકોટ

🌺ગુજરાતમાં સર્વપ્રથમ વિરોધપક્ષના નેતા- નગીનદાસ ગાંધી (તા. ૨૯/૮/૧૯૬૦)

🌺ગુજરાતની સર્વપ્રથમ હાઈટેક અને ટેબલેટવાળી શાળા- શ્રી સાંગણવા પ્રાથમિક શાળા(જી.રાજકોટ)

🌺ગુર્જર રંગભૂમિના પિતા- રણછોડલાલ ઉદયરામ

🌺ગુજરાતની સર્વપ્રથમ રીફાઈનરી- કોયલી

🥀🥀સમીર પટેલ 🥀🥀
🐝👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🐝

😘: 🐝👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🐝

🌺ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ સર્વપ્રથમ શરૂ થયો- ચંદ્ર્ગૃપ્ત મૌર્ય

🌺ગુજરાતમાં સર્વપ્રથમ પ્લેનેટોરિયમની સ્થાપના- સુરત

🌺ગુજરાતમાં અમદાવાદ-મુંબઈને જોડતી ટેલીફોન લાઈન સર્વપ્રથમ શરૂ થઇ – ૧૮૫૦માં

🌺ગુજરાતી મૂળની સર્વપ્રથમ મહિલા અવકાશયાત્રી- સુનીતા વિલિયમ્સ

🌺બ્રિટીશ ન્યાયતંત્રમાં જોડાનાર સર્વપ્રથમ ગુજરાતી- ભોળાનાથ સારાભાઈ (૧૮૪૪માં)

🌺વર્લ્ડ ચિલ્ડ્રન ચેસ ચેમ્પિયનશીપ જીતનાર સર્વપ્રથમ ગુજરાતી- રિદ્ધિ શાહ

🌺ગુજરાતનું સર્વપ્રથમ થ્રી-ડી થિયેટર – સાયન્સ સિટી-અમદાવાદ

🌺સ્કેટીંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર સર્વપ્રથમ ગુજરાતી- નયન પારેખ

🌺ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ બાલ પાક્ષિક – ગાંડીવ

🌺સર્વપ્રથમગુજરાતી વ્યાકરણ- સિદ્ધહેમશબ્દાનુશાસન (હેમચંદ્રાચાર્ય)

🌺ગુજરાતી ભાષામાં ખંડકાવ્યો સર્વપ્રથમ શરૂઆત કરનાર- કવિ કાન્ત

🌺ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત – કારતક સુદ એકમથી

🌺ગુજરાતનું સર્વપ્રથમ બાળ સંગ્રહાલય- ગીરધરભાઈ બાળ સંગ્રહાલય,અમરેલી

🌺ગુજરાતનો સર્વપ્રથમ ફિલ્મ સ્ટુડીયો – લક્ષ્મી ફિલ્મ લેબોરેટરી અને સ્ટુડીયો, વડોદરા

🌺સ્વતંત્ર ભારતની બંધારણ સભાના અધ્યક્ષ તરીકે સર્વપ્રથમ ગુજરાતી – ગણેશ વાસુદેવ માવળંકર

🌺ગુજરાતમાં સર્વપ્રથમ એમ.એ ની પદવી મેળવનાર – અંબાલાલ સાંકરલાલ દેસાઈ

🌺અર્વાચીન ગુજરાતી કવિતાનું પહેલું કાવ્ય – ‘બાપાની પીંપર’ (૧૮૪૫-દલપતરામ)

🥀🥀સમીર પટેલ 🥀🥀
💐🌿જ્ઞાન કી દુનિયા 🌿💐

🐣20 માર્ચ વિશ્વ_ચકલી_દિવસ 🐥

🐣20 માર્ચ વિશ્વ_ચકલી_દિવસ 🐥
(સંપૂર્ણ માહિતી PDFમા)

👌🏻🐥ઘરેલૂ ગોરૈયા (ચકલી)
વર્ષ ૨૦૧૩ની ૧૫ ઓગષ્ટે ગોરૈયા ચકલીને દિલ્હીનું રાજય પક્ષી ઘોષિત કરીને બચાવવા માટે અભિયાન ચલાવાયુ હતુ.

👌🏻🐥20 માર્ચ 2010 દિવસ થી વિશ્વભરની ‘ચકલીઓ’ ને અર્પણ કરાયો હતો ! આ 20 માર્ચ ને સહુ પ્રથમ વખત ‘વર્લ્ડ હાઉસ સ્પેરો ડે’ તરીકે ઉજવવામાં આવી.

👉🏻જે નેચર ફૉરેવર સોસાયટી ઑફ ઇન્ડિયા સાથે ઇકો-સિસ એકશન ફાઉન્ડેશન (ફ્રાંસ) અને કેટલાયે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના સહયોગથી શરૂ થયેલી આંતરરાષ્ટ્રીય પહેલ છે.

👌🏻🐥ચકલીનું વૈજ્ઞાનિક નામ ‘પૈસર ડોમેસ્ટિકસ’ છે. અંગ્રેજીમાં તેને ‘સ્પેરો’ કહે છે. ભારતની જુદી જુદી ભાષાઓમાં તેને અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. જેમ કે, ગુજરાતમાં ચકલી, મરાઠી-ચિમાની, પંજાબી-ચિરી, તમિલનાડૂ અને કેરળમાં કુરૂવી, ઓડિસામાં પરઘતિયા, તેલુગૂમાં પિછુકા, કન્નડમાં ગુબ્બાચી.

👌🏻👉🏻🐥🐥ભારતીય 👦🏻સંરક્ષણવાદી મોહમ્મહ દિલાવર દ્વારા નેચર ફાર એવર સોસાયટીની શરૂઆત થઇ હતી.

🤘🏻👏🏻👏🏻તેમણે નાસિક ખાતેના પોતાના ઘરમાં રહેલી ચકલીને મદદ કરવા સાથે કાર્ય શરૂ કર્યુ હતુ. તેમને તેમના કાર્ય બદલ ટાઇમ દ્વારા વર્ષ ૨૦૦૮માં ‘પર્યાવરણ હિરો’ નામ અપાયુ હતુ. આ સોસાયટી વર્ષ ૨૦૦૫થી શહેરી આવાસોમાં ચકલી અને અન્ય સામાન્ય વનસ્પતિ તથા જીવોના સંરક્ષણ માટે કાર્યરત છે.

👦🏻👧🏻બાળક સમજણુ થાય અટલે પેલી વાર્તા તો,
🐥“એક હતો ચકો અને એક હતી ચકી. ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો મગનો દાણો. ચકલીએ તો એની ખીચડી રાંધી. ચૂલે ખીચડી મૂકી ચકીબાઈ પાણી ભરવા ગઈ……….”

અને

પેલ્લુ જોડકણુ પણ..
“ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહિ આવશો કે નહિ”

અરે હા,

‘ચકલી ઉડે ફર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ …’ આ રમતની શરુઆત જ ‘ચકલી’થી થાય.

✍🏻યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻

⚾⚾⚜Khel jagat⚜⚾⚾

⚜Khel jagat⚜
🔺🏇🏻Ghodesavarina medan ne *Arina* Kahevay 6.
🔺🚴🏻 Cycleingna medan ne *Velodram* kahevay  6.
🔺🏉Baseballna medan ne *Daimond* kahevay 6.
⚜Kai ramatma ktla kheladi 2y team ma hoy 6?
🔺Footballma -11
🔺Kho-kho -9
🔺Kabddi-7
🔺Vallyball-6
🔺Handball-12
⚜Kya deshni rashtriy ramat kai 6?
🔺America➖Baseball
🔺Spane➖Bull fight
🔺Brazil➖Football
🔺Australia➖Cricket
🔺Japan➖Judo
🔺India➖Hocky
🔺Chine➖Table Tanis

Sunday, 19 March 2017

🌸🌸*તાના રીરી* 🌸🌸

*તાના રીરી*
🦋🦋🦋🦋🦋

🦋સોળમી સદીમાં ભકત કવિ નરસિંહ મહેતાની દિકરી કુંવરબાઇએ પોતાની પુત્રી શર્મિષ્ઠાને વડનગર પરણાવી હતી.

🦋શર્મિષ્ઠાને બે દિકરી હતી જેના નામ તાના અને રીરી હતાં.

✌તાના-રીરીએ સંગીતની આકરી સાધના કરીને રાગ-રાગિણીઓને આત્મસાત કર્યા હતા.

🙌બન્ને બહેનો

➖ભૈરવ,
➖વસંત,
➖ દિપક, અને 🤝➖મલ્હાર જેવા રાગોને એકદમ ચોક્કસાઇપૂર્વક ગાઇ શકતી હતી.

: 🙌🙌🙌🙌🙌🙌🙌

🦋સોળમી સદીના એ સમયમાં દિલ્હીના બાદશાહ અકબરના દરબારમાં નવ રત્નો હતા.

🦋 એ નવ રત્નોમાં એક તાનસેન હતા.

🦋તાનસેન સંગીતના પ્રખર જ્ઞાની હતા, પણ તાના-રીરી જેટલા નહી.

🦋એક વખત અકબર બાદશાહે તાનસેનને દિપક રાગ ગાઇને દિવડાઓ સળગાવવાનું કહ્યું.

🦋તાનસેન જાણતાં હતા કે દિપક રાગ ગાવવાથી દિવડાઓ સળગી ઉઠે પણ એ સાથે એ રાગ ગાનારાના શરીરમાં પણ દાહ ઉપડે છે.

🦋શરીરમાં ઉપડેલો એ દાહને શાંત કરવાનો એક જ ઉપાય હતો, મલ્હાર રાગ ગાઇને વરસાદ વરસાવવો!!!

🦋તાનસેન મલ્હાર રાગ ચોક્કસાઇપૂર્વક ગાઇ શકતા ન હતા એટલે પહેલા તો તેમણે અકબર બાદશાહને દિપક રાગ ગાવાની સવિનય ના પાડી,

🦋પણ અકબર બાદશાહે જીદ કરી એટલે એમણે દિપક રાગ ગાયો અને દિવડાઓ એ રાગ થકી પ્રગટી ઉઠયા.

🦋એ સાથે જ તાનસેનના શરીરમાં પણ અગન ઉપડયો.

🦋તાનસેન પોતાના શરીરમાં ઉપડેલા એ અગનઝાળને શાંત કરવા મલ્હાર રાગ ચોક્કસાઇપૂર્વક ગાઇ શકતી વ્યકિતની શોધમાં નીકળ્યા.

🦋 યોગ્ય વ્યકિતની શોધ કરતાં-કરતાં તાનસેન વડનગર પહોચ્યા અને રાત થઇ હોવાથી શર્મિષ્ઠા તળાવે મુકામ કર્યો.

🦋વહેલી સવારે ગામની બહેનો શર્મિષ્ઠા તળાવમાં પાણી ભરવા માટે આવવા લાગી.

🦋તાના-રીરી પણ આવી.

🦋રીરીએ પાણીનો એક ઘડો ભર્યો જયારે તાના પાણીનો ઘડો ભરતી હતી અને ફરી પાછી ઘડાનું પાણી તળાવમાં પાછું ઠાલવતી હતી.

🦋'તાના બહેન આ તું શું કરે છે?"કુતુહલવશ રીરીએ તાનાને પુછયું.

🦋'રીરી, હું ઘડામાં પાણી ભરૂં છું ત્યારે પાણી ભરવાનો અવાજ આવે છે, એ અવાજ મલ્હાર રાગ જેવો નીકળશે ત્યારે જ હું ઘડો પાણીથી ભરીને ઘરે લઇ જઇશ."તાનાએ પોતાની બહેનને જવાબ આપ્યો.

🦋તાનાએ અલગ-અલગ રીતે ઘડામાં પાણી ભર્યુ અને જયારે મલ્હાર રાગ જેવો પાણી ભરવાનો અવાજ આવ્યો ત્યારે તે ખુશ થઇ અને ઘડો માથા ઉપર મુકયો.

🦋શર્મિષ્ઠા તળાવના કિનારે તાનસેન એ બન્ને બહેનોને નિહાળી રહ્યા હતા.

🦋 તાનાની વાત સાંભળીને તેને હાશકારો થયો.

🦋'હું જે વ્યકિતની શોધમાં છું એ તો આ બે બહેનો જ છે.

🙏🙏🙏🙏🙏✌

*■ મોદી ચિનુ ચંદુલાલ ■*

*■ મોદી ચિનુ ચંદુલાલ ■*

મોદી ચિનુ ચંદુલાલ,ઉપનામ: ઇર્શાદ (૩૦ સપ્ટેમ્બર, ૧૯૩૯) જાણીતાં ગુજરાતી કવિ, નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક છે. તેમનો જન્મ ઉત્તર ગુજરાતના વિજાપુરમાં થયો હતો અને પ્રાથમિક શિક્ષણ વિજાપુરમાં થયું. માધ્યમિક શિક્ષણ તેમણે ધોળકા, અમદાવાદમાં પૂર્ણ કર્યું. ૧૯૫૪માં મૅટ્રિક. ૧૯૫૮માં ગુજરાતી-ઇતિહાસ વિષયો સાથે બી.એ. ૧૯૬૦માં એલએલ.બી. ૧૯૬૧માં ગુજરાતી હિન્દી વિષયોમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. ૧૯૬૮માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિદ્યાવાચસ્પતિની ઉપાધિ. ૧૯૬૧ થી ૧૯૬૪ સુધી કપડવંજ અને તલોદની કૉલેજોમાં અધ્યાપન. ૧૯૬૫ થી ૧૯૭૫ સુધી અમદાવાદની સ્વામીનારાયણ આર્ટસ કૉલેજમાં અધ્યાપક. ૧૯૭૫ થી ૧૯૭૭ સુધી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનમાં સ્ક્રિપ્ટ-રાઈટર. ૧૯૭૭ થી જાહેરાત ક્ષેત્રે ફ્રી લાન્સર, ‘રે’, ‘કૃતિ’, ‘ઉન્મૂલન’ અને હોટેલ પોએટ્સ ગ્રુપ ઍસોસિએશનના તંત્રી.

■ અભ્યાસ ■

પ્રાથમિક શિક્ષણ - વિજાપુર;

માધ્યમિક- ધોળકા, અમદાવાદ

૧૯૫૪ - મેટ્રિક

૧૯૫૮ - બી.એ. ( ગુજરાતી/ ઇતિહાસ) , ગુ.યુનિ.

૧૯૬૦ - એલ.એલ.બી., ગુ.યુનિ.

૧૯૬૧ - એમ.એ. ( ગુજરાતી/ હિન્દી) , ગુ.યુનિ.

૧૯૬૮ - ગુજરાત વિદ્યાપીઠ, વિદ્યાવાચસ્પતિ ( પી.એચ.ડી.)

■ વ્યવસાય ■

1961-64 - કપડવંજ અને તલોદની કોલેજોમાં અધ્યાપન

1965 - 75 - અમદાવાદમાં સ્વામીનારાયણ આર્ટ્સ કોલેજમાં અધ્યાપક

1975- 77 - અમદાવાદમાં ઇસ્રો(ISRO)માં સ્ક્રીપ્ટરાઇટર

1977 થી - જાહેરાત ક્ષેત્રે ફ્રીલાન્સર

■ જીવન ■

પિતાના આઇ.એ.એસ. કરવાના આગ્રહને ઠુકરાવી ગુજરાતી શિક્ષક બનવાની હિમ્મત.

પુત્રનો કવિતાપ્રેમ પસંદ ન હોવા છતાં ચંડીપાઠી અને અનુવાદક પિતાએ પોતાના ખર્ચે તેમનો ’વસંત વિલાસ’ - સમશ્લોકી અનુવાદ છપાવી આપ્યો હતો.

જ્ઞાતિ બહાર લગ્ન કરવા માટે માતાનો પ્રકોપ વહોર્યો.

‘રે’ મઠના મુખ્ય કવિ, રાજેન્દ્ર શુકલ, લાભશંકર ઠાકર, રાવજી પટેલ વિ. સહ મિત્રો

‘રે’ , કૃતિ, ઉન્મૂલન, ઓમિસિયસ ( હોટેલ પોએટ્સ ગ્રુપ) સામાયિકોના તંત્રી

‘આકંઠ સાબરમતી’ માં લાભશંકર ઠાકર સાથે નાટ્યપ્રયોગની વર્કશોપ અંગે સંકળાયેલા હતા.

તસ્બી અને ક્ષણિકા કાવ્યપ્રકારો ના સર્જક

અકાશવાણી અને ટી.વી. પર ઘણા કાર્યક્રમો આપ્યા છે

વિદેશમાં અનેક પ્રવાસો અને કવિતા સર્જન માટેની વર્કશોપો કરી છે.

માતા-શશિકાન્તા; પિતા- ચંદુલાલ

પત્ની: ૧. લગ્ન – ૧૯૫૮ (કડી), ૨. હંસા – ૧૯૭૭ (અમદાવાદ)

સંતાનો: ત્રણ

■ સર્જન ■

*ચિનુ મોદીએ કુલ ૫૨ પુસ્તકોનું સર્જન કર્યું છે.*

કવિતા- વાતાયન, ઊર્ણનાભ, શપિત વનમાં, દેશવટો, ક્ષણોના મહેલમાં, દર્પણની ગલીમાં, ઈર્શાદગઢ , બાહુક ( નળાખ્યાન આધારિત ખંડકાવ્ય), અફવા , ઈનાયત, પર્વતને નામે પથ્થર

નાટક - ડાયલનાં પંખી ( પદ્યમાં એબ્સર્ડ એકાંકી), કોલબેલ, હુકમ માલિક, જાલકા, અશ્વમેઘ

નવલકથા- શૈલા મજમુદાર ( આત્મકથાનક) , ભાવચક્ર, લીલા નાગ, હેંગ ઓવર, ભાવ અભાવ ( વિશેષ જાણીતી કથા), પહેલા વરસાદનો છાંટો

વાર્તાસંગ્રહ - ડાબી મૂઠી, જમણી મૂઠી( પદ્ય-સભર વાર્તાઓ)

વિવેચન - મારા સમકાલીન કવિઓ, બે દાયકા ચાર કવિઓ, ખંડકાવ્ય સ્વરૂપ અને વિકાસ

ચરિત્ર - કૃષ્ણલાલ શ્રીધરાણી

સંપાદન - ગુજરાતી પ્રતિનિધી ગઝલો, ચઢો રે શિખર રાજા રામના, ગમી તે ગઝલ

અનુવાદ - વસંતવિલાસ ( મધ્યકાલીન ફાગુકાવ્યોનો અનુવાદ)

એમની પ્રારંભકાળની ‘વાતાયન’ (૧૯૬૩)ની કવિતા સંવેદન અને છંદઆયોજન પરત્વે અનુગાંધીયુગીન સૌંદર્યલક્ષી કવિઓની કવિતાને અનુસરે છે; પરંતુ ‘રે મઠ’ના કવિમિત્રોના સંપર્કમાં આવ્યા પછી તરત એમની કવિતામાં આધુનિક કવિતાનો મિજાજ પ્રગટ થાય છે. ‘વાતાયન’ની રચનાઓને સમાવી એમાં બીજી રચનાઓ ઉમેરીને પ્રગટ કરેલા સંગ્રહ ‘ઊર્ણનાભ’ (૧૯૭૪)ની કવિતામાં છાંદસની સાથે અછાંદસ કવિતા રચવાનું વલણ દેખાય છે. ત્યારપછી પ્રગટ થયેલા ‘શાપિત વનમાં’ (૧૯૭૬) અને ‘દેશવટો’ (૧૯૭૮)ની રચનાઓમાં એ વલણ વિશેષ પ્રભાવક બને છે. જીવન પ્રત્યેની નિર્ભ્રાન્તિ, એકવિધ જીવન પ્રત્યેની ઉબક, માનવસમાજે ઊભાં કરેલાં મૂલ્યોની મજાક વગેરે આધુનિક સંવેદન એમાં વ્યક્ત થાય છે. અછાંદસ રચનાઓની સાથે ગઝલ પણ ‘રે મઠ’ના કેટલાક કવિમિત્રો દ્વારા આધુનિક મિજાજની વાહક બની પોતાનું નૂતન રૂપ સિદ્ધ કરે છે. ગઝલનું આ નૂતન રૂપ સિદ્ધ કરવામાં આ કવિનો પણ અગત્યનો ફાળો છે તે ‘ક્ષણોના મહેલમાં’ (૧૯૭૨), ‘દર્પણની ગલીમાં’ (૧૯૭૫) અને ‘ઇર્શાદગઢ’ (૧૯૭૯)ની ગઝલોમાં જોઈ શકાય છે. ‘તસ્બી’ પ્રકારની નવા સ્વરૂપવાળી ગઝલ કવિનો પોતીકો ઉન્મેષ છે. ‘બાહુક’ (૧૯૮૨) ‘નળાખ્યાન’ના પૌરાણિક પાત્ર બાહુકને વિષય બનાવી સંસ્કૃતાઢય શૈલી અને અલંકારવૈભવથી ખંડકાવ્યના નૂતન રૂપને સિદ્ધ કરવા મથતું, નગરવિયોગને વાચા આપતું પરલક્ષી કાવ્ય છે.

‘રે મઠ’ના કવિમિત્રો સાથે રહી કવિતાની સાથે નાટ્યરચનામાં પણ પ્રયોગશીલ વલણ એમનાં નાટકોએ દાખવ્યું છે તે ‘ડાયલનાં પંખી’ (૧૯૬૭)નાં પદ્યમાં રચાયેલાં ઍબ્સર્ડ એકાંકીઓ બતાવે છે. આ અને પછીનાં ‘કૉલબેલ’ (૧૯૭૩)નાં એકાંકીઓમાં નાટ્યસિદ્ધિ કરતાં પ્રયોગપ્રિયતા વિશેષ છે. પરંતુ ‘આકંઠ સાબરમતી’ના નાટ્યપ્રયોગની વર્કશોપ શરૂ થઈ ત્યારપછી રચાયેલાં ‘હુકમ, માલિક’ (૧૯૮૪)નાં એકાંકીઓમાં નાટ્યતત્વ વિશેષ સિદ્ધિ થયું છે. એમાંની શીર્ષકદા ‘હુકમ, માલિક’ કૃતિમાં ચૈતન્યવિહીન યંત્રસંસ્કૃતિએ માનવજીવનને કેવો ભરડો લીધો છે એ વિચારને અરબી કથાના જીનની વાત દ્વારા સુંદર અભિવ્યક્તિ મળી છે. ‘જાલકા’ (૧૯૮૫) એ ‘રાઈનો પર્વત’ નાટકના જાલકાના પાત્રને કેન્દ્રમાં મૂકી રચાયેલું, સ્ત્રીમાં રહેલાં મહત્વાકાંક્ષા અને પુત્રપ્રેમને વ્યક્ત કરતું નવપ્રવેશી ત્રિઅંકી નાટક છે. ‘અશ્વમેઘ’ (૧૯૮૬) એ યજ્ઞના અશ્વ અને અશ્વમેઘ કરનાર રાજાની રાણી વચ્ચેના જાતીય સંભોગની શાસ્ત્રોક્ત વિધિને વિષય બનાવીને રચાયેલું, સ્ત્રીમાં રહેલી કામાવેગની ઉત્કટતા અને એમાંથી સર્જાતી પરિસ્થિતિને આલેખતું ધ્યાનપાત્ર ત્રિઅંકી નાટક છે. આમ, એકાંકી પરથી અનેકાંકી નાટ્યરચના તરફની લેખકની ગતિ જોઈ શકાય છે.

*કવિતા અને નાટકના સર્જનની સાથે સાથે એમનું નવલકથાસર્જન પણ સમાંતરે ચાલતું રહ્યું છે ખરું, પણ એમાં સિદ્ધિ ઓછી છે.* ‘શૈલા મજમુદાર’ (૧૯૬૬) આત્મકથાત્મક રીતિમાં રચાયેલી, બે પુરુષોના સંપર્કમાં આવતી, દરેક પુરુષ પોતાને સ્ત્રી તરીકે નહીં પરંતુ એક વ્યક્તિ તરીકે જુએ એમ ઝંખતી અને એમાં નિરાશ થતી નાયિકાની કથા છે. ‘ભાવચક્ર’ (૧૯૭૫)ના એક ખંડમાં ‘શૈલા મજમુદાર’ની કથાનું જ પુનરાવર્તન છે. બીજા ખંડમાં પૂર્ણેન્દુ શર્માના પરિપ્રેક્ષ્યથી બનેલી ઘટનાને જોઈ છે ખરી, પણ એનાથી કૃતિને કોઈ વિશેષ પરિમાણ પ્રાપ્ત થતું નથી. ગ્રામપરિવેશવાળી ‘લીલા નાગ’ (૧૯૭૧) મનુષ્યમાં રહેલા જાતીય આવેગ અને તેની વિકૃતિની કથા છે. ‘હેંગ ઓવર’ (૧૯૮૫) કામના ઉત્કટ આવેગવાળી સ્ત્રીમાં જન્મતી ઉદ્દંડ પ્રગલ્ભતાને આલેખે છે. એમની વિશેષ જાણીતી બનેલી નવલકથા ‘ભાવ-અભાવ’ (૧૯૬૯) પોતાના અસ્તિત્વથી સભાન બનેલા એક માનવીની જીવનકથા છે. વિચારતત્વનું ભારણ આ લઘુકૃતિની કલાત્મકતાને જોખમાવે છે. ‘પહેલાં વરસાદનો છાંટો’ (૧૯૮૭) એમની ધારાવાહી નવલકથા છે. ‘ડાબી મૂઠી જમણી મૂઠી’ (૧૯૮૬) એમનો ઠેરઠેર પદ્યપંક્તિઓતી મંડિત પ્રયોગલક્ષી વાર્તાસંગ્રહ છે.

‘મારા સમકાલીન કવિઓ’ (૧૯૭૩) અને પછી એ ગ્રંથના લેખોમાં બીજા લેખ ઉમેરી પ્રગટ કરેલા ગ્રંથ ‘બે દાયકા ચાર કવિઓ’ (૧૯૭૪)માં ચાર આધુનિક કવિઓ મણિલાલ દેસાઈ, રાવજી પટેલ, લાભશંકર ઠાકર અને મનહર મોદીની કવિતાની સૂઝભરી સહૃદયી તપાસ છે. ‘ખંડકાવ્ય-સ્વરૂપ અને વિકાસ’ (૧૯૭૪) એ મહાનિબંધ તથા ‘કૃષ્ણલાલ શ્રીધરાણી’ (૧૯૭૯) એ ગુજરાતી ગ્રંથકાર શ્રેણીની પુસ્તિકા લેખકની કાવ્યવિષયક સૂઝની પ્રતીતિ કરાવે છે. ‘ચઢો રે શિખર રાજા રામના’ (૧૯૭૫) અને ‘ગમી તે ગઝલ’ (૧૯૭૬) પૈકી પહેલું ચંદ્રવદન મહેતાની પ્રતિનિધિ કવિતાનું, તો બીજું આધુનિક ગઝલકારોની નીવડેલી ગઝલોનું સંપાદન છે. ‘વસંતવિલાસ’ (૧૯૫૭) એ જ નામના મધ્યકાલીન ગુજરાતી ફાગુકાવ્યનો અનુવાદ છે.

*ઇર્શાદગઢ:* ચિનુ મોદીનો, ગઝલો અને દશ તસ્બીઓ સમાવતો કાવ્યસંગ્રહ. ‘તસ્બી’ ‘ક્ષણિકા’ પછીનો કવિનો બીજો પ્રયોગ છે. આ બંને દ્વારા ગઝલના સ્વરૂપને એકત્વ આપવાનો પ્રયત્ન થયો છે. ‘ક્ષણિકા’માં પહેલા શેરના કાફિયા રદીફને છેલ્લા શેરમાં પુનરાવર્તિત કરવામાં આવે છે, ત્યારે ‘તસ્બી’માં મત્લા અને મકતાને લગભગ એકાકાર કરી તખલ્લુસને દોહરાવી પ્રારંભના અને અંતના છેડાને એક કરવાથી રચનાનું વર્તુળ પૂરું થાય છે. ‘પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી’ એ જાણીતી તસ્બી અહીં છે; તો ગઝલોમાં અંગત વેદના ભાષા-સંવેદનનું પ્રેરક બળ બની છે.

*બાહુક (૧૯૮૨):* ચિનુ મોદીની, સંવિધાન અને શૈલીથી નોખી તરી આવતી દીર્ઘ કાવ્યરચના. ત્રણ સર્ગમાં વિસ્તરેલી આ રચના અરણ્યમાં જવા પૂર્વે નળ દમયંતી સાથે નગરની બહાર ત્રણ રાત્રિ ગાળે છે એને લક્ષ્ય કરી, નગરવિચ્છેદ અને એથી થતી વેદનાનું એક વિશેષ પરિમાણ મૂળના ‘નલોપાખ્યાન’માં ઉમેરે છે. ઘટનાહા્સ, વર્ણન, સંવાદ અને કવિતાના મિશ્રણથી બંધાયેલા કલેવરે અછાંદસ, વૃત્તબંધ અને માત્રાબંધમાં અભિવ્યક્તિ સાધી છે, નળ, વૈદર્ભી અને બૃહદશ્વ-આ દીર્ઘરચનાનાં ત્રણ ઘટકપાત્રો છે.