Monday, 1 May 2017

📝 āŠŠૌāŠ°ાāŠĢિāŠ• āŠ—ુāŠœāŠ°ાāŠĪ 📝

📝 પૌરાણિક ગુજરાત 📝

➖વૈદિક કાળમાં ગુજરાતને આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતો હતો.

➖ સોમનાથ મંદિર, ગિરનાર પર્વતનો પૌરાણિક વાર્તાઓમાં ઘણો ઉલ્લેખ જોવા મળે છે.

➖ તે સમયે સરસ્વતી નદી પણ કદાચ ગુજરાત સુધી વહેતી હશે.

➖મહાભારત દરિમયાન શ્રી કૃષ્ણએ ગુજરાતના પશ્ચિમ કિનારા પર દ્વારિકા નગરી વસાવી હતી.

➖પાંડવો જે વિરાટ નગરીમાં અજ્ઞાતવાસમાં રહેલા તે વિરાટ નગરી પણ આજના કચ્છ પ્રદેશમાં આવી હશે તેવું મનાય છે.

➖ યાજ્ઞવલ્કય ઋષિ નર્મદાના કિનારાના પ્રદેશમાં રહેતા હતા.

⚫🎈જ્ઞાન કી દુનિયા 🎈⚫

📝ઐતિહાસિક ગુજરાત 📝

➖લોથલ તથા ધોળાવીરા માંથી સીંધુ ખીણની સંસ્કૃતિના સમૃદ્ધ અવશેષો મળી આવ્યા છે.

➖ પુરાતન કાળથી ગુજરાત હંમેશા તેના દરિયાકિનારા માટે જાણીતુ રહ્યું છે.

➖અહીંના નગરો મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યમાં બંદરો અને વ્યાપારનાં કેન્દ્રો રહેલા છે.

➖ત્યારબાદ ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર, પાટણ અને લાટ (દક્ષિણ ગુજરાત) એમ ચાર અલગ રાજ્યો એક સાથે અસ્તિત્વમાં રહેલા છે.

➖ગુજરાતની સલ્તનતની સ્થાપના ૧૩મી સદી દરમ્યાન થઇ હતી જે ૧૫૭૬ સુધી સત્તામાં રહી, જે સમયે અકબરે ગુજરાત પર વિજય મેળવી તેને મુઘલ સામ્રાજ્યમાં સમાવી લીધું હતું.

➖૧૮મી સદીમાં મરાઠાઓએ તેના પર વિજય મેળવ્યો હતો.

➖અંગ્રેજ શાસન કાળમાં અને આઝાદી પછી પણ છેક ૧૯૬૦ની ૩૦મી એપ્રિલ સુધી તે બૃહદ મુંબઈ રાજ્યનો ભાગ હતું.

⚫🎈જ્ઞાન કી દુનિયા 🎈⚫

ðŸŒūāŠ—ુāŠœāŠ°ાāŠĪ āŠĶિāŠĻðŸŒū

🌾ગુજરાત દિન🌾

➖ભારત દેશની સ્વતંત્રતા અને ભાગલા પછી ઇ.સ. ૧૯૪૭ના વર્ષમાં ભારત સરકારે પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગાં કરી ત્રણ રાજ્યોની રચના કરી.

➖આ રાજ્યો સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ હતાં.

➖ ઇ.સ. ૧૯૫૬ના વર્ષમાં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો એમાં ઉમેરવામાં આવ્યા.

➖ આ નવા રાજ્યમાં ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ ભાગમાં મરાઠી બોલતા લોકો હતા.

➖કેટલાક દેખાવો અને મરાઠી રાજ્યની માંગ પછી ૧લી મે, ૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા મહારાષ્ટ્ર અને ગુજરાત તરીકે કરવામાં આવ્યા.

➖ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે અને દર વર્ષે વિવિધ જિલ્લાઓમાં તેની ઊજવણી કરવામાં આવે છે.

➖સામાન્ય રીતે તેમાં વિવિધ વિકાસ અને લોકોપયોગી કાર્યોની શરૂઆત કે લોકાર્પણ વિધિ કરવામાં આવે છે.

📝 ગુજરાત 📝

➖ગુજરાત (Gujarat) ભારત દેશનું ઔદ્યોગીકૃત રાજ્ય છે.

➖ ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ (પાકિસ્તાન), ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલી ના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે.

➖ ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જયારે તેનું સૌથી મોટું શહેર અમદાવાદ છે. અમદાવાદ ગુજરાતનું એકમાત્ર મેટ્રોપોલિટન શહેર છે.

➖ ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન અહીં રાજ કર્યું હતું.

➖ગુજરાત રાજ્યની સ્થાપના મે ૧, ૧૯૬૦ ના રોજ બૃહદ મુંબઇ રાજ્યમાંથી ગુજરાતી બોલતા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી.

➖આ રાજ્ય સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષો ની પ્રમુખ જગ્યાઓ ધરાવે છે, જેમકે લોથલ અને ધોળાવીરા. લોથલ દુનિયાનું સૌ પ્રથમ બંદર હતું એવું માનવામાં આવે છે.

➖ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળ ના બે મોટા નેતાઓ ભેટ આપેલ છે - મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ.

➖ગુજરાતે વિશ્વના બે દેશોને રાષ્ટ્રપિતા આપ્યા છે - ભારતને મહાત્મા ગાંધી અને પકિસ્તાનને મહમદ અલી ઝીણા.

➖ આ ઉપરાંત ગુજરાતે ભારતને મોરારજી દેસાઈ જેવા સિધ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન પણ આપ્યા છે.

➖ આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી હતા કે જેમણે ૬૦૦ કરતા પણ વધારે રજવાડાઓને એકઠા કરીને બૃહદ ભારતની રચના કરી હતી.

➖સમગ્ર ભારતના ઇતિહાસમાં ગુજરાતે ભારતનાં આર્થિક વિકાસમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે.

➖ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો ઔદ્યોગિક વિકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે અને ભારતના સરેરાશ વિકાસદર કરતા પણ ઘણો વધારે છે.

⚫🎈જ્ઞાન કી દુનિયા 🎈⚫

Sunday, 30 April 2017

ðŸŽđāŠ—ુāŠœāŠ°ાāŠĪ āŠ°ાāŠœ્āŠŊāŠĻો āŠļ્āŠĨાāŠŠāŠĻા āŠĶિāŠĻðŸŽđ

🎹ગુજરાત રાજ્યનો સ્થાપના દિન🎹

     🍄➖આજે ગુજરાતનો ૫૭મો સ્થાપના દિન  

🍄➖પહેલી મે ૧૯૬૦ના  રોજ મુંબઈ રાજ્યમાંથી વિભાજન કરીને અલગ ગુજરાત રાજ્યની રચના થઇ. તે પહેલાં ગુજરાત પ્રદેશ ઉપર અનેક શાસકોનું પ્રભુત્વ રહ્યું હતું.

🍄➖ગુજરાત રાજ્યનો શુભારંભ મૂકસેવક રવિશંકર મહારાજના શુભહસ્તે થયો હતો. અને ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શ્રી જીવરાજ મહેતા અને રાજ્યના પ્રથમ રાજ્યપાલ તરીકે મહેંદી નવાઝ જંગની પસંદગી થઇ.

🍄➖ગુજરાતને પોતાની આગવી સંસ્કૃતિનો અનોખો ઈતિહાસ છે. અંગ્રેજોનાં ગુલામીના શાસન દરમિયાન મોટાભાગના પ્રદેશમાં ગાયકવાડી શાસન હોવાથી ગુજરાતની પ્રજાનું ખમીર ટકી રહ્યું હતું. અને આપણા પ્રદેશમાં પ્રમાણમાં ગુલામીની ખાસ અસર પડી નહોતી.

🍄➖હજારો વર્ષ પૂર્વ મથુરાની રાજધાની છોડીને ભગવાન કૃષ્ણે ગુજરાતની સાગરકાંઠે આવેલ દ્વારકાને પોતાની રાજધાની બનાવી હતી. અને વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિના અવશેષો ધોળાવીરા અને લોથલમાંથી મળી આવ્યા છે. એ બતાવે છે કે જેમ દુનિયામાં ભારતનું સ્થાન અનન્ય છે તેમ ભારતમાં ગુજરાતનું સ્થાન પણ અનન્ય છે. મહાકવિ નરસિંહ મહેતા, વીર નર્મદથી લઈને ગોવર્ધનરામ ત્રિપાઠી અને કનૈયાલાલ મુનશી જેવા સારસ્વતો તેમ જ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ , પૂજ્ય રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિક તેમજ મહાજનોની ભવ્ય પરંપરાને કારણે ગુજરાત તેના ભવ્ય સાંસ્કૃતિક વારસામાં ઉત્તર ગુજરાત, મધ્ય,અને દક્ષિણ ગુજરાત તેમ જ સૌરાષ્ટ્ર અને કચ્છની આગવી પરંપરાઓ છતાં ગુજરાત એક બનીને આજે વિશ્વના દેશો સાથે હરીફાઈ કરી રહ્યું છે.

🍄➖દુલા ભાયા કાગ અને ઝવેરચંદ મેઘાણી જેવા સંસ્કૃતિના પ્રેરક સંસ્કારોએ આપણને ભવ્ય વારસાની ભેટ આપી છે.

🍄➖ગુજરાતની અસ્મિતાને વધુ દૈદીપ્યમાન બનાવવા શુઈ સંકલ્પબદ્ધ રહેવું જોઈએ.

🍄➖જય જય  ગરવી ગુજરાત

🍁➖➖➖dv➖➖➖➖🍁

*ðŸ€„āŠ•āŠ°ંāŠŸ āŠ…āŠŦ્āŠ°ેāŠ°્ *āŠĪા.30/4

*🀄કરંટ અફ્રેર્સ*

            *તા.30/4/2017*

⭕⭕⭕⭕⭕⭕⭕
                        *જીબી*

⚜આજે પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલી "મનકી બાત" જે કેટલામી મનકી બાત હતી.?
➖31 મી

⚜વડાપ્રધાને હાલમાં બાસવા જયંતિ પર કયા કન્નડ ભાષાના પુસ્તકનુ ભારતની 23 ભાષામાં અનુવાદ કરવાની મંજૂરી આપી?
➖વચના

⚜ભારતમાં દિવ્યાંગોની પ્રથમ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ મા કઈ ટીમ વિજેતા બની?
➖ગુજરાત

⚜દેશની પ્રથમ ઈલેક્ટ્રીક ટેક્સીની ટ્રાયલ કયા શહેરમાં શરૂ કરાઈ?
➖નાગપુર

⚜ગુજરાત મા કયા ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનશે?
➖રાજકોટ

⚜વડાપ્રધાન દ્વારા ઉડાન સ્કીમ કયાંથી લોન્ચ કરવામાં આવી?
➖શિમલા થી

⚜હરિયાણા ના નવા ડીજીપી તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?
➖બી.એસ.સંધુ

       *♨મેર ઘનશ્યામ*

⚫āŠŪāŠĢિāŠŠુāŠ°ી āŠĻૃāŠĪ્āŠŊ⚫

👯👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👯

⚫મણિપુરી નૃત્ય⚫

📝➖મણિપુરી નૃત્ય એ ભારતીય શાસ્ત્રીય નૃત્યમાંનું એક મુખ્ય નૃત્ય છે.

📝➖આ નૃત્યનો ઉદ્ગમ ઈશાન ભારતના રાજ્ય મણિપુરમાં થયો હતો જે બર્મા ને અડે છે.

📝➖ ચારે તરફ પહાડીઓથી ઘેરાયેલ મણિપુર રાજ્ય ભારત મુખ્ય ભૂમિ અને પૂર્વી ભારતના સંગમ સ્થળ પર આવેલ છે અને આ ક્ષેતએ પોતાની એક આગવી સઁસ્કૃતિ વિકસાવી છે.

📝➖ મણિપુરી નૃત્ય એ આ સંસ્કૃતિનો એક આગવો ભાગ છે.

📝➖આ નૃત્ય રાધા અને કૃષ્ણની રાસલીલા ની આસપાસ ગૂંથાયેલા હોય છે.
📝➖આ નૃત્ય મંજિરા કે કરતાલ અને પંગ કે મણિપુરી મૃદંગ શાંકિર્તન ના સંગીત સાથે કરવામાં આવે છે.

📝➖મણિપુરી નર્તકો અન્ય નૃત્ય શૈલિની જે તાલ વાદ્ય સાથે તાલ મેળવતા પગે ઘુંધરુ નથી બાંધતા.

📝➖મણિપુરી નૃત્યમાં અન્ય નૃત્યોની જેમ નર્તકના પગ ક્યારે પણ જમીન પર ઠોકવામાં નથી આવતાં.

📝➖શરીરનું હલન ચલન અને હાવભાવ એકદમ મૃદુ અને લાલિત્ય પૂર્ણ હોય છે..

🍀💃જ્ઞાન કી દુનિયા 🕺🍀
👯👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👯

👯👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👯

📝➖રવિંન્દ્રનાથ ટાગોરના પ્રયત્નોથી આ નૃત્ય બહારની દુનિયામાં વધુ પ્રચલિત બન્યો.

📝➖૧૯૧૯માં સિલહટ (આત્યારના બાંગ્લાદેશમાં)માં આ નૃત્યનો ગોષ્ઠ લીલા પ્રકાર જોઈને તેઓ એટલા પ્રભાવિત થયા કે તેમણે ગુરુ બુદ્ધિમંત્ર સિંહને શાંતિનીકેતનમાં બોલાવ્યાં.

📝➖૧૯૨૬માં ગુરુ નભ કુમાર રાસ લીલા શીખવવા અહીં જોડાયા. અન્ય જાણીતા ગુરુઓ છ્હે છે સેનારિક સિંહ રાજકુમાર, નિલેશ્વર મુખર્જી અને અતોમ્બા સિંહઓને પણ આ નૃત્ય શીખવવા ત્યાં બોલાવેલા હતા.

📝➖તેમણે ટાગોરને ઘણાં નૃત્ય બેસાડવામાં સહાયતા કરી હતી.

📝➖ગુરુ નભ કુમાર ૧૯૨૮માં અમદાવાદ ગયાં ત્યાં તેમણે મણિપુરી નૃત્ય શીખવાડ્યું.

📝➖ ગુરુ બિપીન સિંહે આને મુંબઈમાં પ્રચલિત બનાવ્યો.

📝➖ તેમના પ્રસિદ્ધિ પામેલા વિદ્યાર્થીઓમાં હતાં ઝવેરી બહેનો, નયના, સુવર્ણા, દર્શના ઝવેરી અને રંજના.

🍀💃જ્ઞાન કી દુનિયા 🕺🍀
👯👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👯

⚫āŠ•ુāŠšિāŠŠુāŠĄી⚫

👯👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👯

⚫કુચિપુડી⚫

📝➖કુચિપુડી  એ આંધ્ર પ્રદેશનો એક શાસ્ત્રીય નૃત્ય છે.

📝➖તે સમગ્ર દક્ષિણ ભારતમાં પ્રચલિત છે.

📝➖આ સિવાય આંધ્રપ્રદેશમાં આવેલ કૃષ્ણા જિલ્લામાં કુચિપુડી નામે એક ગામ પણ છે, ત્યાંના બ્રાહ્મણો દ્વારા આ કળા વિકસીત થઈ આથી આકળા કુચિપુડી નૃત્ય કહેવાઈ.

📝➖આ નૃત્યની શરુઆત મોટે ભાગે એક રંગમંચની અમુક વિધી થી થાય છે, ત્યાર બાદ દરેક કલાકાર મંચ પર આવી તે નાટકના પાત્રને સુસંગત એવા નાનકડા ગીત સંગીત અને નૃત્યની રચના માં પોતાનો પરિચય આપે છે જેને દારુ કહે છે. ત્યાર બાદ નાટિકાની શરુઆત થાય છે.

📝➖આ નૃત્ય મોટેભાગે ગીત સાથે કરાય છે જે કર્ણાટક સંગીતમાં મઢાયેલ હોય છે.

📝➖ સંગીત મૃંદગમ્, વાયોલીન, વાંસળી અને તંબૂરાથી અપાય છે.

📝➖ નર્તકના આભૂષણો એક હલકા વજનના લાકડા બૂરુગુ માંથી બનેલા હોય છે.

🍀💃જ્ઞાન કી દુનિયા 🍀🕺
👯👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👯

👯👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👯

📝➖આ નૃત્યની ચાલ એકદમ ચળકતી, ચપળ , વર્તુળાકારે અને ઝડપી પગલે થતી હોય છે.

📝➖ કર્ણાટક સંગીત સાથે કરાતું આનૃત્ય ભારતનાટ્યમ સાથે ઘણું સામ્ય ધરાવે છે.

📝➖એકાકી પ્રદર્શમાં કુચિપુડીમાં 'જાતિસ્વરમ્' અને 'તિલ્લના'નો સમાવેશ થાય છે જ્યારે નૃત્ય માં ઘની રચનઓ છે જેમામ્ નર્તક ભગવાન માં વિલિન થઈ જવાની ઈચ્છા ચ્યક્ત કરે છે, અર્થાત આત્માનું પરમાત્મા સાથે મિલન.

📝➖ભરતનાટ્યમ અને કુચિપુડી નૃત્યમાં નૃત્ય શૈલિના ફેરફાર ઉપરાંત અમુક પ્રકારના નૃત્યો એવા છે જે માત્ર કુચિપુડીમાં જ કરવામાં આવે છે.

📝➖ લ્હાસ કરીને તરંગમ તરીકે ઓળખાતો નૃત્યનો એક પ્રકાર જેમાં નર્તક કાંસાના ત્રાંસની કિનાર પર ઉભો રહી નૃત્ય કરે છે.

📝➖ ઘણી વખત નર્તક માથે કુંડી તરીકે ઓળખાતુ પાણી ભરેલું પાત્ર અને હાથમાં દીવા લઈને ત્રાંસ પર નૃત્ય કરે છે.

📝➖ નૃત્યના અંતે નર્તક દીવા ઓલવી દે છે અને તે પાત્રના પાણી વડે હાથ ધોય છે.

📝➖ભરત નાટ્યમ અને કુચિપુડીના વસ્ત્રોમાં પણ ખૂબ ભિન્નતા છે.
▪ભરત નાટ્યમના વસ્ત્રોમાં અલગ અલગ લંબાઈના ત્રણ પાંખ હોય છે જે સાડીના ફેલાતા પાલવ જેવા લાગે છે.
▪કુછિપુડી નૃત્યના વસ્ત્રોમાં ભરત નાટ્યમના વસ્ત્રોની સૈથી લાંબી પાંખ જેટલો એક જ પાંખ હોય છે.

📝➖કુછિપુડી નૃત્યમાં ૨૦મો કરણ નૃત્ય પ્રાય: કરવામાં આવે છે.

📝➖છ્ પદભેદ સિવાયકુચિપુડી બર્તક અમુક અડુગુલુ કે અડવુ ની પારંપારિક શૈલિ પણ વાપરે છે જેમ કે છૌકમ્, કટ્ટેરનટુ, કુપ્પી આદુગુ, ઓન્તાદુવુ, જારાદુવુ, પક્કાનાટુ.

👩🏻‍💻સમીર પટેલ 👩🏻‍💻
💃🍀જ્ઞાન કી દુનિયા 🍀🕺

⚫āŠ•āŠĨāŠ•āŠēી⚫

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕺

⚫કથકલી⚫

📝➖કથકલી એ એક અત્યંત લાલિત્ય પૂર્ણ ભારતીય શાસ્ત્રીય નૃત્ય-નાટિકાનો પ્રકાર છે.

📝➖આ નૃત્ય તેના નર્તકોના આકર્ષક શૃંગાર, વિસ્તૃત વેશભૂષા, સૂક્ષ્મ હાવભાવ અને સંગીત સાથે તાલ મેલ મેળવતી ખાસ વ્યાખ્યાયિત શારીરિક મુદ્રાઓ માટે પ્રસિદ્ધ છે.

📝➖આ નૃત્યની શરુઆત ૧૭મી સદી દરમિયાન આજના કેરળ ક્ષેત્રમાં થયો.

📝➖ અને તે પછીના કાળમાં નવા દેખાવ, વધુ સૂક્ષ્મ હાવભાવ અને નૂતન વિષયો, નવા સંગીત અને વધુ ચોક્કસ તાલ આદિ સાથે વિકસતો રહ્યો..

📝➖કથકલીની શરુઆત પ્રાચીન કાળની રામનટ્ટમ અને કૃષ્ણનટ્ટમ નામના પરંપારિક નૃત્ય નાટિકામાંથી થઈ.

📝➖આટ્ટમનો અર્થ છે પાત્ર ભજવવું. ટૂંકમાં, કથકલી એ બે પ્રધાન હિંદુ દેવ રામ અને કૃષ્ણના જીવનની કથાને નૃત્ય નાટિકામાં પ્રદર્શિત કરતી કળા છે.

📝➖મોટ્ટાકારઓ એ કૃષ્ણાટ્ટમનો પૂરક છે, જેના મૂળ કોળીકોડના ઝામોરી રાજા સુધી જાય છે.

📝➖કથકલી નૃત્ય વિકાસનો પ્રથમ ચરણ એવા રામનાટ્ટમને બાદ કરીએ, તો કથકલીનું પારણું એ વેટ્ટનાડ કહી શકાય.

💃🍀જ્ઞાન કી દુનિયા 🍀🕺
👯👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👯