Tuesday, 2 May 2017

👩🏻‍💻 શ્રી કુમારપાળ દેસાઇ 👩🏻‍💻

🍀👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🍀

👩🏻‍💻 શ્રી કુમારપાળ દેસાઇ 👩🏻‍💻

🔵જન્મ
✔30/8/1942

🔵જન્મસ્થળ
✔બોટાદ જિલ્લાના રાણપુરા ગામમાં

🔵પિતા
✔ભીખાલાલ ( બાલાભાઇ) દેસાઇ

🔵માતા
✔જયાબહેન

🔵દાદા
✔વીરચંદ દેસાઇ

🔵પત્ની
✔પ્રતિમાબહેન

🔵સંતાન
✔ કૌશલ અને નીરવ

🔵અભ્યાસ
✔બી.એ (1963) (ગુજરાત યુનિવસિર્ટી) માંથી
✔એમ.એ (1965)માં) (ગુજરાત યુનિવસિર્ટી) માંથી
✔પી.એચડી (1977) (ગુજરાત યુનિવસિર્ટી) માંથી ( વિષય: આનંદઘન-એક અધ્યયન ) પર

🔵વ્યવસાય
▪અધ્યાપક▪
➖નવગુજરાત કોલેજ,અમદાવાદ
➖ગુજરાત યુનિવસિર્ટી ભાષા સાહિત્ય ભવનમાં, 
➖ગુજરાત યુનિવસિર્ટી પત્રકારત્વ વિભાગમાં,
➖ગુજરાત યુનિવસિર્ટી વિનયન વિદ્યાશાખામાં સેવા આપી.

▪અધ્યક્ષ & નિયામક ▪
➖ગુજરાત યુનિવસિર્ટી ભાષાસાહિત્યમાં સેવા આપી.

🏆સન્માનિત પારિતોષિક 🏆

➖સંસ્કૃતિ ગૌરવ પુરસ્કાર,
➖મિલેનિયમ એવોડૅ,
➖હરિ આશ્રમ એવોડૅ,
➖સંસ્કૃતિ સંવર્ધન એવોડૅ,
➖લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોડૅ,
➖જૈન ગૌરવ એવોડૅ,
➖કાલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સુવર્ણચંદ્રક,
➖પદ્મશ્રી એવોડૅ,
➖સાહિત્ય ગૌરવ પુરસ્કાર,  

🍃🍂સમીર પટેલ 🍂🍃
🌾📝 જ્ઞાન કી દુનિયા 📝 🌾

🍀👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🍀

📝 જગદીશ ભટ્ટ 📝

🔵👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🔵

🌾૨ મે જન્મદિન 🌾
📝 જગદીશ ભટ્ટ 📝
                     
▪➖ગુજરાતી બાળ સાહિત્યકાર જગદીશભાઈ ભટ્ટનો જન્મ તા.૨/૫/૧૯૩૭ ના રોજ મહેસાણા જિલ્લાના સાંથલ ગામમાં થયો હતો.

▪➖પિતાનું નામ ધનેશ્વર ભટ્ટ હતું.

▪➖પ્રાથમિક શિક્ષણ સ્થાનિકમાં લઇ તેઓ અમદાવાદ સ્થાયી થયા.

▪➖ તેમણે બી.એસ.સી. તથા હિન્દી વિનીત સુધીનો અભ્યાસ કર્યો હતો.

▪➖તેમણે ગુજરાત રાજ્યના ઉદ્યોગ ખાતામાં અધિકારી તરીકે સેવા આપી હતી.

▪➖તેઓ મુખ્યત્વે કવિ છે.

▪➖ઈ.સ. ૧૯૯૧માં તેમણે ‘ લીલીછમ વેદના’ કાવ્યસંગ્રહ પ્રગટ કરેલો.

▪➖ત્યારપછી તેઓ બાલસાહિત્ય ક્ષેત્રે પોતાની કલમ ચલાવી.

▪➖તેમણે ઈ.સ.૨૦૦૧ થી આજ દિન સુધી અગિયાર જેટલા બાળ કાવ્યસંગ્રહો આપ્યા છે.

▪➖ કવિ બાળકોને જીવનબાગના ફૂલડાં ગણે છે.

▪➖તેમના મોટાભાગના બાળકાવ્ય સંગ્રહોના શીર્ષકોમાં ફૂલડાં શબ્દ કોઈને કોઈ રીતે સંકળાયેલ હોય છે.

▪➖જેમ કે ‘ ફૂલડાં લ્યો, ‘ ફોરમ લ્યો’, ફૂલવાડી , ફૂલડાં વ્હાલા લાગે  અને ફૂલડાં મહેંકે વગેરે.

▪➖તેમના બાળકાવ્યો માં લય પ્રાસની જાળવણી તેમ જ ભાવાનુકૂળ પ્રાસાદિક શબ્દરચના હોવાથી બાળકોને એ ગાવા ગમે છે.

▪➖ ચિત્રાત્મકતા અને ભાવપ્રધાનતા તેમના કાવ્યોને બાળપ્રિય બનાવે છે.

▪➖તેમને ગુજરાત સાહિત્ય અકાદમી , બાળસાહિત્ય અકાદમી તથા અન્ય સંસ્થાઓ તરફથી પુરસ્કાર એનાયત થયેલ છે.

👁સમીર પટેલ
🍀👩🏻‍💻જ્ઞાન કી દુનિયા 👩🏻‍💻🍀

📝ચુનીલાલ વર્ધમાન શાહ📝

🔵👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🔵

🌾૨ મે જન્મદિન 🌾
📝ચુનીલાલ વર્ધમાન શાહ📝

▪જન્મ
➖૨/૫/૧૮૮૭

▪જન્મસ્થળ
➖વઢવાણ

▪અભ્યાસ
➖મેટ્રીક

▪સંપાદક
➖ “રાજસ્થાન” અને “જૈનોદય” સામાયિકોના.
➖અખંડઆનંદનું સંપાદન

▪સહતંત્રી
➖ “પ્રજાબંધુ “ સાપ્તાહિકના

🏆પારિતોષિક
➖ રણજિતરામ સુવર્ણચંદ્રક(૧૯૩૭)માં

▪તખલ્લુસ
➖ સાહિત્યપ્રિય

🍀સાહિત્ય પ્રદાન🍀

👩🏻‍💻નવલકથા
➖પ્રમોદા અથવા દિલેર દિલારામ(૧૯૦૭)
➖ધારાનગરીનો મુંજ(૧૯૧૧)
➖ચાણક્ય અને ચંદ્રગુપ્ત
➖નોકરીનો ઉમેદવાર (૧૯૧૪)
➖કર્તવ્ય કૌમુદી(૧૯૧૫)
➖પાટણની પડતીનો પારંભ(૧૯૧૫)
➖ન્યાયના મૂળમાં નીતિ (૧૯૧૬)
➖મૂળરાજ સોલંકી(૧૯૨૦)
➖રૂપમતી(૧૯૪૧)
➖વિષચક્ર(૧૯૪૬)

👩🏻‍💻 બૃહદ નવલકથા
➖ કંટક છયો પંથ(૧૯૬૩)

👩🏻‍💻સામાજિક નવલકથા
➖જિગર અને અમી (૧૯૪૪)

👩🏻‍💻નાટકો
➖ચાંપરાજ હાંડો(૧૯૦૬)
દેવકીનંદન(૧૮૫૮)
➖સાક્ષર મહાશય(૧૯૬૪)

👩🏻‍💻નવલિકા સંગ્રોહ
➖વર્ષા અને બીજી વાતો (૧૯૫૪)

👩🏻‍💻ચરિત્ર સંગ્રહ
➖ ધરતીને ખોળે(૧૯૪૪)

👩🏻‍💻બાળસાહિત્ય
➖ હૈયાનું ધામ (૧૯૬૩)

👩🏻‍💻સમીક્ષા
➖ ૧૯૩૦-૩૧ના ગ્રંથસ્થ વાડ્મય

👩🏻‍💻અનુવાદ
➖હૈયાની થાપણ (૧૯૫૬)
➖ ભોળો ખેડૂત(૧૯૫૬)

🙏🏻💐અવસાન
➖ ૧૨ /૫/૧૯૬૬ના રોજ

🌾🍃સમીર પટેલ 🍃🌾
👁🍂જ્ઞાન કી દુનિયા 🍂👁

Monday, 1 May 2017

📝 ભૂગોળ 📝

📝 ભૂગોળ 📝

➖ગુજરાત ભારતના પશ્ચિમ તટે આવેલું રાજ્ય છે.

➖ તે પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તર અને ઈશાને રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર થી ઘેરાયેલું છે.

➖ગુજરાતનું વાતાવરણ મોટે ભાગે શુષ્ક છે.

➖ગુજરાત ના કચ્છ જિલ્લામાં બે રણ પ્રદેશ આવેલા છે, કચ્છનું નાનું રણ અને કચ્છનું મોટું રણ.

➖ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગીરનું જંગલ આવેલું છે જે એશીયાઇ સિંહો માટે પ્રખ્યાત છે.

➖ગુજરાત પાસે ૧,૬૦૦ કિ.મી.નો દરિયા કિનારો છે, જે ભારતના બધા રાજ્યોમાં પ્રથમ ક્રમાંકનો લાંબો દરિયા કિનારો છે.

➖આ દરિયા કિનારો કચ્છના અખાત અને ખંભાતના અખાત તથા અન્ય દરિયા કિનારાથી બનેલો છે.

➖સાપુતારા એ ગુજરાત નું એક માત્ર હિલ સ્ટેશન છે.

➖ગુજરાતના ઉત્તર ભાગમાં અરવલ્લીની પર્વતમાળા આવેલી છે.

➖આ અરવલ્લીની પર્વતમાળા ગુજરાતમાં આબુ પાસેથી પ્રવેશે છે અને પાવાગઢ પાસે વિંધ્યાચલ પર્વતમાળામાં સમાઈ જાય છે.

➖તારંગા પર્વતમાળા મહેસાણાથી વિસનગર સુધી ફેલાયેલી છે.

➖અરવલ્લી પર્વતમાળાની આરાસુર શાખા દાંતા, ખેડબ્રહ્મા, ઇડર અને શામળાજી થઈને વિંધ્યાચલમાં સમાઈ જાય છે.

➖તાપી જિલ્લામાંથી પસાર થતી સહ્યાદ્રી પર્વતમાળા એ રાજ્યનો સૌથી વધુ વરસાદ પડતો વિસ્તાર ધરાવે છે અને તદુપરાંત સૌથી વધુ ગાઢ જંગલો ધરાવે છે.

➖ગીરનાર પર્વત એ ગુજરાતનો સૌથી ઊંચામાં ઉંચો પર્વત છે જે, બરડા પર્વતમાળાનો એક હિસ્સો છે જેની ઉંચાઈ ૧૧૪૫ મીટર અને લંબાઈ ૧૬૦ કિમી છે.

➖તેની ઊંચામાં ઉંચી ટોચ ગોરખનાખ તરીકે ઓળખાય છે.

➖પાલીતાણા નજીક આવેલી શેત્રુંજય પર્વતમાળા એ જૈનોની પવિત્ર પર્વતમાળામાંની એક છે.

➖તળાજાની પર્વતમાળા બૌદ્ધ ગુફાઓ માટે જાણીતી છે.

➖કચ્છમાં ૩ પર્વતમાળા આવેલી છે. કચ્છનો પ્રખ્યાત કાળો ડુંગર એ કચ્છ અને સિંધ વચ્ચે આવેલી પર્વતમાળાનો હિસ્સો છે.

➖ જયારે ઉત્તર તરફની પર્વતમાળા ખડીર અને પ્રાંજલ સુધી જાય છે અને દક્ષિણ તરફની પર્વતમાળા માધથી શરુ થઈને રોહા આગળ સમાપ્ત થાય છે.

⚫🎈 જ્ઞાન કી દુનિયા 🎈⚫

📝ભારતની આઝાદી પછીનું ગુજરાત📝

📝પશ્ચિમી શાસન📝

➖યુરોપની વિવિધ સત્તાઓનું આગમન ગુજરાતમાં પોર્ટુગલ સાથે થયું, જેણે ઇ.સ. ૧૬૦૦ ગુજરાતના દરીયાકિનારે દમણ અને દીવ, દાદરા અને નગરહવેલી જેવા અલગ અલગ કેન્દ્રોમાં સત્તા સ્થાપી.

➖૧૬૧૪ માં બ્રિટને સુરતમાં એક ફેક્ટરી નાખી જે તેમનું ભારતમાં પહેલું મથક હતું,

➖૧૬૬૮માં મુંબઇ મેળવ્યા બાદ સુરતનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

➖૧૮મી સદીમાં દ્વિતિય અંગ્રેજ-મરાઠા યુદ્ધ દરમ્યાન મોટાભાગના ગુજરાતમાં બ્રિટીશ સત્તા સ્થાપિત થઇ ચુકી હતી.

➖ આ રીતે ગુજરાત બ્રિટિશ ભારત નો ભાગ બન્યું.

➖ગુજરાતના કેટલાક ભાગોનો વહીવટ બ્રિટન મુંબઇ રાજ્ય દ્વારા કરતું હતું.

➖ગુજરાતની શાસન વ્‍યવસ્‍થા તત્કાલિન બોમ્‍બેના શાસક દ્વારા કરવામાં આવતી હતી. જેમાં વડોદરા સામેલ ન હતું, જે સીધા જ ભારતના ગર્વનર જનરલના તાબા હેઠળ હતું.

➖ઇ.સ. ૧૮૧૮થી ઇ.સ. ૧૯૪૭ દરમિયાન આજનું ગુજરાત અનેક નાના-નાના વિસ્‍તારો જેવાકે કાઠિયાવાડ, કચ્‍છ અને ઉત્તર પશ્ચિમ ગુજરાતમાં વહેંચાયેલું હતું.

➖ પણ ઘણા મધ્‍યના જિલ્‍લા જેવા કે અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ અને સુરત પ્રાંતો સીધા જ બ્રિટિશ સરકારના તાબા હતાં.

⚫🎈જ્ઞાન કી દુનિયા 🎈⚫

📝ભારતની આઝાદી પછીનું ગુજરાત📝

➖૧૯૪૭માં ભારતને આઝાદી મળી અને ભારતના ભાગલા પછી ભારત સરકારે ગુજરાતના રજવાડાંઓનું ત્રણ ભાગમાં વિભાજન કર્યું.

➖ કચ્છ, સૌરાષ્ટ્ર અને બૃહદ મુંબઇ રાજ્ય. સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ દ્વીપકલ્પના તમામ રજવાડાંઓને ભેગા કરવામાં આવ્યા હતાં, જ્યારે મુંબઇ રાજમાં મોટાભાગના પશ્ચિમી અને મધ્ય ભારતનો સમાવેશ થયો હતો.

➖ સ્‍વતંત્રતા પછી ઇ.સ. ૧૯૪૮માં મહાગુજરાત સંમેલન થયું જેમાં ગુજરાતી બોલનાર વસ્‍તી ધરાવતા વિસ્‍તારે પોતાના અલગ રાજ્યની માંગ કરી.

➖૧૯૫૬ માં મુંબઇ રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્ર નો, તથા હૈદરાબાદ અને મધ્ય પ્રદેશ રાજ્યોના કેટલાક ભાગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

➖ નવા મુંબઇ રાજ્યના ઉત્તર ભાગમાં લોકો ગુજરાતી બોલતા હતા, જ્યારે બાકીના ભાગની ભાષા મરાઠી હતી.

➖ઇ.સ. ૧૯૬૦, ૧લી મેના મરાઠી અલગતાવાદી પરીબળોના આંદોલનોથી મુંબઇ રાજ્યનું ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી.

➖ગુજરાતી ભાષા બોલનાર વિસ્‍તારમાં ગુજરાત, સૌરાષ્‍ટ્ર અને કચ્‍છનો સમાવેશ કરાયો.

➖આમ પહેલીવાર ગુજરાતે સ્વાયત રાજ્યનો દરજ્જો મેળવી લીધો.

➖ગુજરાતની પહેલી રાજધાની અમદાવાદ હતી.

➖ ૧૯૭૦માં નવા બનાવેલા શહેર ગાંધીનગરમાં રાજધાની ખસેડવામાં આવી હતી.

➖૨૬ જાન્યુઆરી ૨૦૦૧ને દિવસે ગુજરાતમાં એક અત્યંત વિનાશકારી ધરતીકંપ આવ્યો હતો જેમાં ૨૦,૦૦૦થી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

➖ઇ.સ. ૨૦૦૨ની ૨૭ ફેબ્રુઆરીએ ગુજરાતનાં ગોધરા રેલ્વે સ્ટેશને અયોધ્યાથી કાર સેવા કરી પરત ફરી રહેલા ૫૭ હિન્દુ રામ ભક્તોને સાબરમતી એક્સપ્રેસ ટ્રેનનાં એક ડબ્બામાં જીવતા સળગાવી દેવાતા કોમી તોફાનો થયાં. જે પછીના રમખાણોમાં ૨,૦૦૦થી વધુ માનવીઓનાં મોત નિપજ્યા હતાં.

⚫🎈જ્ઞાન કી દુનિયા 🎈⚫

📝 પૌરાણિક ગુજરાત 📝

📝 પૌરાણિક ગુજરાત 📝

➖વૈદિક કાળમાં ગુજરાતને આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતો હતો.

➖ સોમનાથ મંદિર, ગિરનાર પર્વતનો પૌરાણિક વાર્તાઓમાં ઘણો ઉલ્લેખ જોવા મળે છે.

➖ તે સમયે સરસ્વતી નદી પણ કદાચ ગુજરાત સુધી વહેતી હશે.

➖મહાભારત દરિમયાન શ્રી કૃષ્ણએ ગુજરાતના પશ્ચિમ કિનારા પર દ્વારિકા નગરી વસાવી હતી.

➖પાંડવો જે વિરાટ નગરીમાં અજ્ઞાતવાસમાં રહેલા તે વિરાટ નગરી પણ આજના કચ્છ પ્રદેશમાં આવી હશે તેવું મનાય છે.

➖ યાજ્ઞવલ્કય ઋષિ નર્મદાના કિનારાના પ્રદેશમાં રહેતા હતા.

⚫🎈જ્ઞાન કી દુનિયા 🎈⚫

📝ઐતિહાસિક ગુજરાત 📝

➖લોથલ તથા ધોળાવીરા માંથી સીંધુ ખીણની સંસ્કૃતિના સમૃદ્ધ અવશેષો મળી આવ્યા છે.

➖ પુરાતન કાળથી ગુજરાત હંમેશા તેના દરિયાકિનારા માટે જાણીતુ રહ્યું છે.

➖અહીંના નગરો મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યમાં બંદરો અને વ્યાપારનાં કેન્દ્રો રહેલા છે.

➖ત્યારબાદ ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર, પાટણ અને લાટ (દક્ષિણ ગુજરાત) એમ ચાર અલગ રાજ્યો એક સાથે અસ્તિત્વમાં રહેલા છે.

➖ગુજરાતની સલ્તનતની સ્થાપના ૧૩મી સદી દરમ્યાન થઇ હતી જે ૧૫૭૬ સુધી સત્તામાં રહી, જે સમયે અકબરે ગુજરાત પર વિજય મેળવી તેને મુઘલ સામ્રાજ્યમાં સમાવી લીધું હતું.

➖૧૮મી સદીમાં મરાઠાઓએ તેના પર વિજય મેળવ્યો હતો.

➖અંગ્રેજ શાસન કાળમાં અને આઝાદી પછી પણ છેક ૧૯૬૦ની ૩૦મી એપ્રિલ સુધી તે બૃહદ મુંબઈ રાજ્યનો ભાગ હતું.

⚫🎈જ્ઞાન કી દુનિયા 🎈⚫

🌾ગુજરાત દિન🌾

🌾ગુજરાત દિન🌾

➖ભારત દેશની સ્વતંત્રતા અને ભાગલા પછી ઇ.સ. ૧૯૪૭ના વર્ષમાં ભારત સરકારે પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગાં કરી ત્રણ રાજ્યોની રચના કરી.

➖આ રાજ્યો સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ હતાં.

➖ ઇ.સ. ૧૯૫૬ના વર્ષમાં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો એમાં ઉમેરવામાં આવ્યા.

➖ આ નવા રાજ્યમાં ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ ભાગમાં મરાઠી બોલતા લોકો હતા.

➖કેટલાક દેખાવો અને મરાઠી રાજ્યની માંગ પછી ૧લી મે, ૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા મહારાષ્ટ્ર અને ગુજરાત તરીકે કરવામાં આવ્યા.

➖ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે અને દર વર્ષે વિવિધ જિલ્લાઓમાં તેની ઊજવણી કરવામાં આવે છે.

➖સામાન્ય રીતે તેમાં વિવિધ વિકાસ અને લોકોપયોગી કાર્યોની શરૂઆત કે લોકાર્પણ વિધિ કરવામાં આવે છે.

📝 ગુજરાત 📝

➖ગુજરાત (Gujarat) ભારત દેશનું ઔદ્યોગીકૃત રાજ્ય છે.

➖ ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ (પાકિસ્તાન), ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલી ના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે.

➖ ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જયારે તેનું સૌથી મોટું શહેર અમદાવાદ છે. અમદાવાદ ગુજરાતનું એકમાત્ર મેટ્રોપોલિટન શહેર છે.

➖ ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન અહીં રાજ કર્યું હતું.

➖ગુજરાત રાજ્યની સ્થાપના મે ૧, ૧૯૬૦ ના રોજ બૃહદ મુંબઇ રાજ્યમાંથી ગુજરાતી બોલતા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી.

➖આ રાજ્ય સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષો ની પ્રમુખ જગ્યાઓ ધરાવે છે, જેમકે લોથલ અને ધોળાવીરા. લોથલ દુનિયાનું સૌ પ્રથમ બંદર હતું એવું માનવામાં આવે છે.

➖ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળ ના બે મોટા નેતાઓ ભેટ આપેલ છે - મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ.

➖ગુજરાતે વિશ્વના બે દેશોને રાષ્ટ્રપિતા આપ્યા છે - ભારતને મહાત્મા ગાંધી અને પકિસ્તાનને મહમદ અલી ઝીણા.

➖ આ ઉપરાંત ગુજરાતે ભારતને મોરારજી દેસાઈ જેવા સિધ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન પણ આપ્યા છે.

➖ આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી હતા કે જેમણે ૬૦૦ કરતા પણ વધારે રજવાડાઓને એકઠા કરીને બૃહદ ભારતની રચના કરી હતી.

➖સમગ્ર ભારતના ઇતિહાસમાં ગુજરાતે ભારતનાં આર્થિક વિકાસમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે.

➖ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો ઔદ્યોગિક વિકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે અને ભારતના સરેરાશ વિકાસદર કરતા પણ ઘણો વધારે છે.

⚫🎈જ્ઞાન કી દુનિયા 🎈⚫