Tuesday 2 May 2017

📝 જગદીશ ભટ્ટ 📝

🔵👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🔵

🌾૨ મે જન્મદિન 🌾
📝 જગદીશ ભટ્ટ 📝
                     
▪➖ગુજરાતી બાળ સાહિત્યકાર જગદીશભાઈ ભટ્ટનો જન્મ તા.૨/૫/૧૯૩૭ ના રોજ મહેસાણા જિલ્લાના સાંથલ ગામમાં થયો હતો.

▪➖પિતાનું નામ ધનેશ્વર ભટ્ટ હતું.

▪➖પ્રાથમિક શિક્ષણ સ્થાનિકમાં લઇ તેઓ અમદાવાદ સ્થાયી થયા.

▪➖ તેમણે બી.એસ.સી. તથા હિન્દી વિનીત સુધીનો અભ્યાસ કર્યો હતો.

▪➖તેમણે ગુજરાત રાજ્યના ઉદ્યોગ ખાતામાં અધિકારી તરીકે સેવા આપી હતી.

▪➖તેઓ મુખ્યત્વે કવિ છે.

▪➖ઈ.સ. ૧૯૯૧માં તેમણે ‘ લીલીછમ વેદના’ કાવ્યસંગ્રહ પ્રગટ કરેલો.

▪➖ત્યારપછી તેઓ બાલસાહિત્ય ક્ષેત્રે પોતાની કલમ ચલાવી.

▪➖તેમણે ઈ.સ.૨૦૦૧ થી આજ દિન સુધી અગિયાર જેટલા બાળ કાવ્યસંગ્રહો આપ્યા છે.

▪➖ કવિ બાળકોને જીવનબાગના ફૂલડાં ગણે છે.

▪➖તેમના મોટાભાગના બાળકાવ્ય સંગ્રહોના શીર્ષકોમાં ફૂલડાં શબ્દ કોઈને કોઈ રીતે સંકળાયેલ હોય છે.

▪➖જેમ કે ‘ ફૂલડાં લ્યો, ‘ ફોરમ લ્યો’, ફૂલવાડી , ફૂલડાં વ્હાલા લાગે  અને ફૂલડાં મહેંકે વગેરે.

▪➖તેમના બાળકાવ્યો માં લય પ્રાસની જાળવણી તેમ જ ભાવાનુકૂળ પ્રાસાદિક શબ્દરચના હોવાથી બાળકોને એ ગાવા ગમે છે.

▪➖ ચિત્રાત્મકતા અને ભાવપ્રધાનતા તેમના કાવ્યોને બાળપ્રિય બનાવે છે.

▪➖તેમને ગુજરાત સાહિત્ય અકાદમી , બાળસાહિત્ય અકાદમી તથા અન્ય સંસ્થાઓ તરફથી પુરસ્કાર એનાયત થયેલ છે.

👁સમીર પટેલ
🍀👩🏻‍💻જ્ઞાન કી દુનિયા 👩🏻‍💻🍀

No comments:

Post a Comment