Tuesday 2 May 2017

📝સંસ્કૃતિ📝

👁👆🏿👆🏿

➖ગુજરાતી ભોજન
ગુજરાતી ભોજન મુખ્યત્વે શાકાહારી હોય છે.

➖એવું માનવામાં આવે છે કે તે ભારતમાં પિસાતું સૌથી વધુ તંદુરસ્ત ભોજન છે.

➖ઘણીવાર તે કેટલીક બોલિવુડ ફિલ્મોમાં દર્શાવામાં આવ્યું છે, જેમાં ૨૦૦૯ની ફિલ્મ ૩ idiotsનો પણ સમાવેશ થાય છે.

➖સામાન્ય ગુજરાતી ભોજન થાળીમાં રોટલી કે ભાખરી, દાળ કે કઢી, ભાત અને શાક હોય છે.

➖ ભારતીય અથાણું અને છુંદો પણ ભોજનમાં નિયમિતપણે લેવાય છે.

➖ઉત્તર ગુજરાત, કાઠીયાવાડ, કચ્છ અને સુરત - આ ચાર પ્રદેશોનાં ગુજરાતી ભોજનના પોતાના જ અલગ રૂપ છે.

➖ઘણી ગુજરાતી વાનગીઓ એક જ સમયે મિઠાસવાળી, નમકીન અને તીખાસવાળી વાળી હોય છે.

➖સૌરાષ્ટ્રમાં છાસનું ભોજનમાં અગત્યનું સ્થાન છે.

👁👇🏿👇🏿

📝સંસ્કૃતિ📝

➖ગુજરાતી લોકોની જન્મભૂમિ ગુજરાત છે.

➖અહીં નોંધપાત્ર મરાઠી અને મારવાડી વસ્તી પણ ગુજરાતમાં વસવાટ કરે છે.

➖અહીંની મુખ્ય ભાષા ગુજરાતી છે. અહીંની મુખ્ય વસ્તી હિંદુ ધર્મ પાળે છે અને ઇસ્લામ, જૈન, પારસી અને ખ્રિસ્તી જેવા અન્ય ધર્મ પાળતા લોકો પણ નોંધપાત્ર સંખ્યામાં વસે છે.

➖ ગુજરાત એક અત્યંત ઔદ્યોગિકરણ પામેલું રાજ્ય હોવાના કારણે અહીં અન્ય પ્રદેશો જેવાં કે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા અને દક્ષિણ ભારતમાંથી અનેક લોકો આવીને રોજગાર મેળવવા સ્થાયી થયેલા છે.

👁👇🏿👇🏿

👁👆🏿👆🏿

📝ગુજરાતી ભાષા📝

➖ગુજરાતી એ ભારતીય આર્ય કુટુંબની અને સંસ્કૃતમાંથી ઉદ્ભવેલી ભાષા છે, જે ગુજરાતમાં જ ઉદભવેલી અને ગુજરાત તથા દમણ અને દીવ , દાદરા અને નગર હવેલી જેવા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બોલાતી મુખ્ય ભાષા છે.

➖આખા વિશ્વમાં ૫ કરોડ ૯૦ લાખ લોકો ગુજરાતી બોલે છે, જે તેને વિશ્વમાં ૨૬માં ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા બનાવે છે.

➖ભારત દેશના રાષ્ટ્રપિતા શ્રી મોહનદાસ કરમચંદ ગાંધી તથા દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની માતૃભાષા છે.
➖ગુજરાતી લેખનપધ્ધતિ નાગરી લેખનપધ્ધતિને અનુસરે છે.

➖નાગરી પોતે દેવનાગરી હસ્તલિપિમાંથી પેદા થયેલી છે, આ બંને હસ્તલિપિ વચ્ચેનું મુખ્ય તફાવત એ છે કે નાગરી લિપિમાં મથાળું બાંધવામાં નથી આવતું.

👁👇🏿👇🏿

👁👆🏿👆🏿

📝હસ્તકળા📝

➖ગુજરાત વિવધ પ્રકારની હસ્તકળા માટે પ્રખ્યાત છે. નીચે કેટલીક હસ્તકળા નાં નામ દર્શાવેલ છે.

▪ભરતગુંથણ કામ
▪માટીકામ
▪બાંધણી
▪કાષ્ટકામ
▪પટોળા
▪જરીકામ
▪ઘરેણા
▪બીડ વર્ક

👁👇🏿👇🏿

👁👆🏿👆🏿

📝કળા📝

➖ગુજરાતે શિલ્પકળા, ચિત્રકળા , વણાટ, છાપકામ, કોતરણી, કાચકામ, ભરતકામ વગેરે કળાઓમાં પોતાની આગવી ઓળખ વૈશ્વિક ક્ષેત્રે ઉભી કરી છે અને આ ઉપરાંત ખાસ કરીને તેની હસ્તકળા કે જેમા રહેલી કલાત્મકતા, વૈવિધ્યતા અને સર્જનાત્‍મકતાને લીધે સમગ્ર વિશ્વમાં પોતાની આગવી છાપ ઉભી કરી છે અને સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બની છે.

➖ભવ્ય કળા અને કારીગરીનો વારસો ગુજરાતને મળેલો છે.

➖વર્તમાન સમયે તેના વૈવિધ્યસભર અને નવીન સ્વરૂપો જોવા મળે છે.

➖ભરતગુંથણ કળા, વાંસ - લાકડાકામ, પત્થરકામ, કાચકામ, ઘરેણાકામ વગેરે માં ગુજરાત આગવું તરી આવે છે. માટીકામ અને અનેક પ્રકારની હસ્તકળા દ્વારા બનાવતી સ્થાપત્યની બેનમુન કલાકૃતિ ગુજરાતનું અનેરું નજરાણું છે.

👁👇🏿👇🏿

👁👆🏿👆🏿

📝સિનેમા📝

➖ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ દેશના મુખ્ય પ્રાદેશિક ફિલ્મ ઉદ્યોગમાંનો એક છે.

➖ગુજરાતી સિનેમાની પ્રથમ ફિલ્મ નરસિંહ મહેતા ૧૯૩૨માં પ્રસ્તુત થયેલી.

➖ભવની ભવાઈ એ ગુજરાતી ફિલ્મોમાં સૌથી વખાયેલી ફિલ્મ છે, જે રાષ્ટ્રીય એકીકરણ પર આધારિત શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને શ્રેષ્ઠ કલા નિર્દેશન માટેનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીતેલી.

➖ અનેક સુપ્રસિદ્ધ કલાકારો જેવા કે સંજીવ કુમાર, બિંદુ, આશા પારેખ, કિરણ કુમાર, અરુણા ઈરાની, મલ્લિકા સારાભાઈ, અસરાની, નરેશ કનોડિયા, પરેશ રાવલ, દિલીપ જોશી, નીરજ વોરા એ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરેલું છે.

👁👇🏿👇🏿

📝મેળાઓ📝

➖ગુજરાતના પરંપરાગત મેળાઓ એ સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.

➖ વર્ષ દરમિયાન રાજ્યમાં ૩૫૦૦ જેટલા મેળા અને તહેવારો ઉજવવામાં આવે છે.

➖ગુજરાતના કેટલાક મુખ્ય મેળાની યાદી નીચે મુજબ છે.

▪ભવનાથ મહાદેવનો મેળો
▪વૌઠાનો મેળો
▪ચિત્ર-વિચિત્ર મેળો
▪મોઢેરા - નૃત્‍ય મહોત્‍સવ
▪ડાંગ - દરબાર મેળો
▪કચ્‍છ રણ ઉત્‍સવ
▪ધ્રાંગ મેળો
▪અંબાજી પૂનમનો મેળો
▪તરણેતરનો મેળો (ત્રીનેતેશ્વર મહાદેવનો મેળો)
▪શામળાજીનો મેળો

➖ગુજરાતના મેળાઓ સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાના પ્રતિક છે.

👁👇🏿👇🏿

No comments:

Post a Comment