Tuesday 2 May 2017

📝પરિવહનો💐💐

👁👆🏿👆🏿

📝હવાઈ પરિવહન

➖ગુજરાતમાં ૧૭ એરપોર્ટ છે.

➖ ગુજરાત નાગરિક વિમાન ઉડ્ડયન બોર્ડ (GUJCAB) એ ગુજરાતમાં વિમાન ઉડ્ડયન માટે જરૂરી આધારરૂપ વ્યવસ્થાના નિર્માણ માટે પ્રોત્સાહન આપે છે.

➖બોર્ડના ચેરમેન પદે મુખ્યમંત્રી બિરાજે છે.

📝આંતરરાષ્ટ્રીય હવાઈમથક📝

➖સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક (અમદાવાદ) - અનેક પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય ઉડાનોનું અહીંથી સંચાલન થાય છે.

👁👇🏿👇🏿

👁👆🏿👆🏿

📝રેલ્વે પરિવહન📝

➖ભારતીય રેલવેના પશ્ચિમ રેલ્વે ઝોનમાં ગુજરાતનો સમાવેશ થાય છે.

➖વડોદરા રેલ્વે સ્ટેશન ગુજરાતનું સૌથી વધુ વ્યસ્ત અને ભારતનું ૪થા ક્રમનું સૌથી વધુ વ્યસ્ત રેલ્વે સ્ટેશન છે. તે મુંબઈ -દિલ્હી પશ્ચિમી રેલવેની મુખ્ય લાઈન પર આવેલ છે.

➖અન્ય અગત્યના રેલ્વે સ્ટેશનોમાં અમદાવાદ રેલ્વે સ્ટેશન, સુરત રેલ્વે સ્ટેશન અને રાજકોટ રેલ્વે સ્ટેશનનો સમાવેશ થાય છે.

➖ભારતીય રેલ્વે ગુજરાતમાંથી પસાર થતો દિલ્હી-મુંબઈ માર્ગ પર માલગાડી માટે સમર્પિત અલગ રેલ્વે માર્ગ બનાવવા માટે આયોજન કરી રહી છે.

➖અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલ સેવા માટે ૧,૧૦૦ કરોડ રૂપિયાના મુલ્યની પરિયોજનાનો પ્રથમ તબક્કાનું કામ ચાલુ છે.

➖ પ્રથમ તબક્કો અમદાવાદ - ગાંધીનગર વચ્ચે ઉત્તર દક્ષિણ દિશામાં ૩૨.૬૫ કિમીનું અંતર આવરી લેશે.

👁👇🏿👇🏿

👁👆🏿👆🏿

📝દરિયાઈ પરિવહન📝

➖ગુજરાત રાજ્ય ભારતમાં ૧૬૦૦ કિમીનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે.

➖કંડલા બંદર પશ્ચિમી ભારતના સૌથી મોટા બંદરોમાનું એક છે.

➖આ સિવાય ગુજરાતમાં નવલખી બંદર, મગદલ્લા બંદર, પીપાવાવ બંદર, પોરબંદર બંદર અને ખાનગી માલિકીના મુદ્રા બંદર જેવા અગત્યના બંદરો આવેલા છે.

👁👇🏿👇🏿

👁👆🏿👆🏿

📝પ્રાદેશિક હવાઈમથક📝

▪સુરત હવાઈમથક ➖ મગદલ્લા રોડ પર આવેલ છે.

▪ભાવનગર હવાઈમથક ➖ ભાવનગર શહેરથી ૯ કિમી દૂર આવેલ છે.

▪ડીસા હવાઇ મથક ➖ ડીસાથી ૫ કિમી દૂર આવેલ છે.

▪કંડલા હવાઈમથક (ગાંધીગ્રામ) ➖ કચ્છ જિલ્લામાં ગાંધીગ્રામની નજીક કંડલામાં આવેલ છે.

▪કેશોદ હવાઈમથક (જુનાગઢ) ➖ જુનાગઢ જિલ્લામાં કેશોદ શહેરથી ૩ કિમી દૂર આવેલ છે.

▪પોરબંદર હવાઈમથક ➖ પોરબંદર શહેરથી ૫ કિમી દૂર આવેલ છે.

▪રાજકોટ હવાઈમથક ➖ રાજકોટ શહેરથી ૪ કિમી દૂર આવેલ છે.

▪વડોદરા હવાઈમથક ➖ સંકલિત ટર્મિનલ હવાઈમથક (વડોદરા).

📝ભારતીય હવાઈદળ હેઠળના હવાઈમથક📝

▪ભુજ હવાઈમથક ➖ આ હવાઈમથકનું તાજેતરમાં નામ બદલીને શ્યામજી કૃષ્ણ વર્મા કરવામાં આવ્યું છે.

▪જામનગર હવાઈમથક ➖જામનગર શહેરથી ૧૦ કિમી દૂર આવેલ છે.

▪નલિયા હવાઈદળ મથક ➖ આ હવાઈમથક માત્ર સૈન્ય ઉપયોગ માટે જ છે.

📝રાજ્ય સરકાર હેઠળના હવાઈમથક📝

▪મહેસાણા હવાઈમથક ➖ મહેસાણા શહેરથી ૨ કિમી દૂર આવેલ છે.

▪માંડવી હવાઈમથક

▪અમરેલી હવાઈમથક ➖ તાલીમ માટેની હવાઈ પટ્ટી

📝ભવિષ્યના હવાઈમથક📝

▪ઝાલાવાડ હવાઈમથક ➖ સુરેન્દ્રનગર વિસ્તાર માટે ભવિષ્યનું હવાઈમથક

▪ફેદરા (અમદાવાદ) ➖ ભાલ વિસ્તારના ફેદરા ગામ નજીક સુચિત હવાઈમથક

▪અંબાજી (દાંતા), પાલનપુર, બનાસકાંઠા નજીક

▪પાલીતાણા

▪દ્વારકા

👁👇🏿👇🏿

👁👆🏿👆🏿

📝રોડ પરિવહન📝

➖સ્થાનિક પરિવહન ગુજરાત રાજ્ય રોડ પરિવહન કોર્પોરેશન (GSRTC) એ ગુજરાત રાજ્યમાં તથા ગુજરાત અને પડોશી રાજ્યો વચ્ચે બસસેવા પૂરી પાડવા માટેની મુખ્ય જવાબદાર સંસ્થા છે.

➖આ ઉપરાંત તે ગુજરાતના ગામડાઓને જોડતી બસસેવા, ગુજરાતના મોટા શહેરોને સીધી જોડતી ઇન્ટરસીટી બસસેવા, આંતરરાજ્યોને જોડતી બસસેવા, પાર્સલ સેવા તેમજ સુરત, બરોડા, ગાંધીનગર, અમદાવાદ અને વાપી જેવા શહેરોમાં સિટી બસસેવા પૂરી પાડે છે.

➖શાળા, મહાવિદ્યાલયો, ઔધાગિક વિસ્તારો તથા તહેવારો માટે ખાસ બસોની સુવિધા પૂરી પાડે છે.

➖અમદાવાદ, વડોદરા, ગાંધીનગર જેવા શહેરોમાં સિટી બસસેવાની વ્યવસ્થા પણ છે.

➖ઓટોરિક્ષા ગુજરાતનું અગત્યનું અને વારંવાર વપરાતું પરિવહન સાધન છે.

➖ગુજરાત સરકાર પ્રદુષણ ઘટાડવા સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે..

👁👇🏿👇🏿

No comments:

Post a Comment