Tuesday 2 May 2017

⚫શહેરો ⚫📝 કુદરતી વિસ્તારો 📝

⚫શહેરો ⚫

➖ગુજરાતનાં મુખ્ય શહેરોમાં અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, નડીઆદ, પોરબંદર, જૂનાગઢ, પાટણ, ભુજ, ભરૂચ, નવસારી અને મહેસાણા, વગેરેનો સમાવેશ થાય છે.

➖અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું અને વિકસિત શહેર છે.

➖અમદાવાદ નો સમાવેશ મેટ્રોપોલીટીન સીટી માં થાય છે.

📝 કુદરતી વિસ્તારો 📝

➖ગુજરાતમાં ઘણાં અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે, જેમાં જૂનાગઢ નજીકનો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ભાવનગર જિલ્લાનો વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, નવસારી જિલ્લામાં આવેલો વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન અને કચ્છના અખાત સ્થીત જામનગર જિલ્લાનાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને ૨૨ અભયારણ્યોનો સમાવેશ થાય છે.

➖આ ઉપરાંત કેટલાંય વન્ય તથા નૈસર્ગીક જોવાલાયક સ્થળો છે જેમકે - બાલારામ અંબાજી, બરડા, જાંબુઘોડા, જેસ્સોર, કચ્છનું નાનું રણ,કચ્છનું મોટું રણ, નળ સરોવર, નારાયણ સરોવર, પાણીયા, પૂર્ણા, રામપુરા, રતનમહાલ, શૂરપાણેશ્વર, અને કચ્છનાં રણમાં જોવા મળતા જંગલી ઘુડખરો.

➖એશીયાઇ સિંહ વંશના છેલ્લા પ્રાણીઓ ફક્ત ગુજરાતમાં અસ્તિત્વ બચાવવામાં સફળ રહ્યા છે. જે જુનાગઢ જિલ્લાનાં સાસણ-ગીર અભયારણ્યમાં જોવા મળે છે.

🎈▪જ્ઞાન કી દુનિયા ▪🎈

📝નદીઓ📝

➖નર્મદા નદી ગુજરાત ની સૌથી મોટી નદી છે, તેના પછી તાપી અને સાબરમતી નદી કે જે ગુજરાતમાં લાંબો વિસ્તાર આવરી લે છે.

➖ જ્યારે સાબરમતી ગુજરાતની સૌથી લાંબી નદી છે.

➖સરદાર સરોવર યોજના નર્મદા નદી પર બનાવામાં આવી છે.

➖નર્મદા નદી કે જે ૧૩૧૨ કિમી લાંબી છે તે ભારત ના મધ્ય માંથી બે ભાગલા પાડે છે.
➖નર્મદા, તાપી, મહી માત્ર આ ત્રણ નદીઓ ભારતમાં પૂર્વથી પશ્ચિમમાં વહે છે.

➖સાબરમતી નદી પર રીવરફ્રન્ટ યોજના બની છે.

⚫ગુજરાતની નદીઓની યાદી નીચે આપેલ છે.
▪અંબિકા નદી
▪આજી નદી
▪ઊંડ નદી
▪ઓઝત નદી
▪ઓરસંગ નદી
▪ઔરંગા નદી
▪કંકાવટી નદી
▪કરજણ નદી
▪કાળુભાર નદી
▪કીમ નદી
▪ખારી નદી
▪ઘી નદી
▪ઘેલો નદી
▪ઢાઢર નદી
▪તાપી નદી
▪દમણગંગા નદી
▪ધાતરવડી નદી
▪ધોળીયો નદી
▪નર્મદા નદી
▪નાગમતી નદી
▪પાનમ નદી
▪પાર નદી
▪પુર્ણા નદી
▪પુષ્પાવતી નદી
▪ફાલ્કુ નદી
▪ફુલઝર નદી
▪બનાસ નદી
▪બ્રાહ્મણી નદી
▪ભાદર નદી
▪ભુખી નદી
▪ભોગાવો નદી
▪મચ્છુ નદી
▪મછુન્દ્રી નદી
▪મહી નદી
▪મહોર નદી
▪માઝમ નદી
▪માલણ નદી
▪મીંઢોળા નદી
▪મેશ્વો નદી
▪રંઘોળી નદી
▪રાવલ નદી
▪રુક્માવતી નદી
▪રૂપેણ નદી
▪વાત્રક નદી
▪વિશ્વામિત્રી નદી
▪શિંગવડો નદી
▪શેઢી નદી
▪શેત્રુંજી નદી
▪સની નદી
▪સરસ્વતી નદી
▪સાબરમતી નદી
▪સાસોઇ નદી
▪સુકભાદર નદી
▪હાથમતી નદી
▪હીરણ નદી
▪બનાસ નદી

⚫🎈જ્ઞાન કી દુનિયા 🎈⚫

No comments:

Post a Comment