Tuesday, 16 May 2017

📚 *D10Q* 📚

📚 *D10Q* 📚

📮➖માનવી ની જોવાની મહત્તમ ક્ષમતા ૧૦૦૦૦ N.M છે.

📮➖માનવશરીર નુ સામાન્ય ઉષ્ણતામાન ૯૮.૪ ફેરનહીટ હોય છે

📮➖RDX એટલે - રીસર્ચ ડેવલપમેન્ટ એક્સપ્લોઝિવ.

📮➖આંખ નો નેત્રમણિ ઘટક બહિર્ગોળ લેન્સ જેવો છે.

📮➖ સૌથી વધુ પ્રોટિન સોયાબીન માંથી મળે છે.

📮➖હોમિયોપેથી ના પિતા- હાનેમાન

📮➖હેલી નો ધુમકેતુ ૨૦૬૨ મા દેખાશે.

📮➖ પવન ચક્કી ની શોધ પર્શિયા દેશ મા થઈ હોવાનુ મનાય છે.

📮➖કોપર સલ્ફેટ નુ બીજુ નામ મોરથુથુ છે.

📮➖નખ કેરોટિન ના બનેલા હોય છે.

      📜     *વારિશ*         📜
🌍📜  *જ્ઞાન કી દુનિયા* 📜🌍

✔ *રોગ અને અસરગ્રસ્ત અંગ*

✔  *રોગ અને અસરગ્રસ્ત અંગ*

👉🏿ડિપ્થેરિયા ➖ ગળુ

👉🏿ઍક્ઝિમા ➖ ચામડી

👉🏿કમળો ➖ યકૃત

👉🏿ઓટિસ ➖ કાન

👉🏿પાયોરિયા ➖ દાંત

👉🏿પ્લુરસી ➖ ફેફસા

👉🏿ન્યુમોનિયા ➖ ફેફસા

👉🏿ક્ષય ➖ ફેફસા

👉🏿ગ્લાઉકોમા ➖ આંખ

👉🏿પેરેલિસિસ ➖ જ્ઞાનતંતુ

👉🏿ટાઇફોઈડ ➖ આંતરડા

👉🏿ગોઇટર ➖ થાઇરોઇડ ગ્રંથી

👉🏿મધુપ્રમેહ ➖સ્વાદુપિંડ,લોહી

📮 *વારિશ* 📮

📮દેશમાં ચાર પ્રકારની રેલવે લાઇન છે.📮

📮દેશમાં ચાર પ્રકારની રેલવે લાઇન છે.📮

🌱રેલલાઇન     🌱પાટાની પહોળાઈ

➖ બ્રોડગેજ.       ૧.૬૭૬.મી

➖ મોટરગેજ.      ૧.૦૦.મી

➖ નેરોગેજ.        ૦.૭૬૨.મી

➖ લીફગેજ.       ૦.૬૧૦.મી

⚓રોહિત.....

📮 *રાજકોટ* 📮

👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿

  📮 *રાજકોટ* 📮

✔ *ગુજરાત રાજ્ય માં આવેલું શહેર*

👉🏿રાજકોટએ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્ય માં આવેલું શહેર છે તથા રાજકોટ જિલ્લાનું પાટનગર છે.

👉🏿 આ ઉપરાંત રાજકોટ તાલુકાનું મુખ્ય મથક પણ છે.

👉🏿આ શહેર આજી નદી નાં કાંઠે વસેલું છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ તેમના જીવનકાળ ના પ્રારંભિક વર્ષો રાજકોટમાં ગાળ્યા હતાં, કે જ્યાં તેમના પિતા દિવાન તરીકે ફરજ બજાવતા હતા.

👉🏿રાજકોટ એ સૌરાષ્ટ્રનું મહત્વનું શહેર તેમજ પાટનગર માનવામાં આવે છે.

👉🏿રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮બી થી ગુજરાત નાં અન્ય શહેરો સાથે જોડાયેલ છે...

📜 *ઇતિહાસ* 📜

👉🏿રાજકોટ શહેર આજે તેનો સાંસ્કૃતિક અને ઐતિહાસીક વારસો સાચવીને એક આધુનિક, વિકસીત અને સમૃદ્ધ શહેર તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી ચુકયું છે.

👉🏿 આ શહેરનાં ઇતિહાસની શરૂઆત *ઈ.સ. ૧૬૧૨*માં ઠાકોર સાહેબશ્રી વિભાજી અજોજી જાડેજાથી થઈ હતી.

👉🏿 ઠાકોર સાહેબ વિભાજીએ પોતાના મિત્ર રાજુ સંધિની મૈત્રી જીવંત રાખવા માટે રાજકોટની સ્થાપના અને નામકરણ કરેલાં.

👉🏿 *ઈ.સ. ૧૭૨૦*માં રાજકોટ ઉપર તે સમયનાં જૂનાગઢ નવાબના સુબેદાર માસુમ ખાને ચડાઈ કરીને ઠાકોર સાહેબશ્રી મહેરામણજી બીજાને હરાવીને રાજકોટને જીતી લીધુ હતું.

👉🏿જેથી માસુમ ખાને રાજકોટનું નામ બદલીને માસુમાબાદ કરી નાખ્યુ હતું. ત્યાર બાદ ૧૨ વર્ષ પછી એટલે કે

👉🏿 *ઈ.સ.૧૭૩૨* માં મહેરામણજીનાં પુત્ર રણમલજીએ પોતાનું સૈન્ય એકઠું કરીને માસુમખાન ઉપર ચડાઈ કરીને તેને ઠાર માર્યો અને ફરીવાર પોતાનાં પિતાની ગાદી પાછી મેળવી હતી. જેથી ફરીથી તે સમયે ઠાકોર સાહેબશ્રી રણમલજી જાડેજાએ આ શહેરનું નામ બદલીને મુળનામ રાજકોટ રાખ્યું.

👉🏿આમ રાજકોટનાં ઇતિહાસમાં ફકત ૧૨ વર્ષ નામ બીજુ રહ્યુ હતું..

👁 *જોવાલાયક સ્થળો*👁

👉🏿રેસકોર્સ મેદાન 

👉🏿જ્યુબિલી બાગ

👉🏿આજી ડેમ 

👉🏿ઈશ્વરીયા પાર્ક

👉🏿ન્યારી ડેમ

👉🏿વોટસન મ્યુઝીયમ (જ્યુબિલી બાગ)

👉🏿લાલપરી તળાવ

👉🏿પ્રદ્યુમન પાર્ક

👉🏿અવધ ક્લબ

👉🏿ખીરસરા પેલેસ

👉🏿ઢીંગલી સંગ્રહાલય.

📜 *વારિશ* 📜

📜 *સુંદર પિચાઈ* 📜

👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿

✔ *SUCCESS STORY*

    📜 *સુંદર પિચાઈ*  📜

    *CEO OF GOOGLE*
➖➖➖➖➖➖➖➖

📮➖સુંદર પિચાઈ ચેન્નાઈમાં 1972માં જન્મ થયો.

📮➖ તેમનું મૂળ નામ પિચાઈ સુંદરાજન છે, પરંતુ તેઓ સુંદર પિચાઈ નામથી ઓળખાય છે.

📮➖ પિચાઈએ પોતાની બેચરલ ડિગ્રી આઈઆઈટી, ખડગપુરથી લીધી છે. તેમણે પોતાની બેન્ચમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.

📮➖ યૂએસમાં સુંદરે એમએસનું અભ્યા સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી કરી અને વ્હાર્ટન યૂનિવર્સિટીથી એમબીએ કર્યું.

📮➖ સુંદર સીનિયર પ્રેસિડેન્ટ (એન્ડ્રોઈડ, ક્રોમ અને એપ્સ ડિવીઝન) રહી ચૂક્યા છે.

📮➖ પાછલા વર્ષે ઓક્ટોબરમાં ગૂગલના સીનિયર વીપી (પ્રોડક્ટ ચીફ) બનાવવામાં આવ્યા હતા.

📮➖ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમના ડેવલપમેન્ટ અને 2008માં લોન્ચ થયેલ ક્રોમમાં તેમની મોટી ભૂમિકા રહી છે.

✔ *પહેલી વાર 20 વર્ષ પહેલા જોયું હતું કોમ્પ્યુટર*

📮➖ દુનિયાની સૌથી મોટી ટેક્નિકલ ફર્મના સીઈઓ પિચાઈએ કહ્યું કે, તેમણે પહેલી વાર કોમ્પ્યૂટર 20 વર્ષ પહેલા IIT ખડગપુરના કેમ્પસમાં જ દેખ્યું હતું. તેમણે કહ્યું કે, આજે વિકાસ ઝડપી થઈ રહ્યો છે. અમારી પાસે સ્માર્ટફોન નહતા, અને જ્યારે અમે મોટા થઈ રહ્યાં ત્યારે અમને કોમ્પ્યૂટર વાપરવાની પણ તક મળી નહતી.

✔ *ગૂગલમાં ઈન્ટરવ્યુનું એક્સપીરિયન્સ*

📮➖ ગૂગલમાં જોબ માટે  ઈન્ટરવ્યું 2004માં 1 એપ્રિલે થયું હતું.

📮➖ ત્યારે જીમેલ લોન્ચ થયો હતો અને તેનો ઉપયોગ કરવાની તક મળી નહતી.

📮➖ જ્યારે જીમેલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમને લાગ્યું કે આ એપ્રિલ ફૂલનું જોક છે.

📮➖ પહેલા ત્રણ ઈન્ટરવ્યુંમાં તેઓ આ વિશે કોઈ જ જવાબ આપી શક્યો નહતો.

📮➖ ચોથા ઈન્ટરવ્યુમાં જ્યારે બીજી વાર પૂછવામાં આવ્યું તેઓ એ કહ્યું કે, હું જીમેલ વિશે જાણતો નથી.

📮➖ ત્યાર બાદ તેમને આ વિશે જણાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ ઈન્ટરવ્યુમાં જીમેલ વિશે બોલી શક્યા હતા...

📮 *વારિશ* 📮

🌴 *ભારતમાં સૌથી વધુ અને નાનું* 🌴

👆💐👆💐👆💐👆💐👆

📮સૌથી વધુ ગીત ગાનાર
➖લતા મંગેશકર

📮સૌથી મોટી વયે વડાપ્રધાન બનનાર
➖મોરારજી દેસાઇ

📮સૌથી નાની વયે રાષ્ટ્રપતિ બનનાર
➖નીલમ સંજીવ રેડ્ડી

📮સૌથી વધુ વખત લોકસભા ચુંટણી જીતનાર
➖ઇન્દ્રજીત ગુપ્તા

📮સૌથી નાની વયે વડાપ્રધાન બનનાર
➖રાજીવ ગાંધી

📮સૌથી જૂનો ગ્રંથ
➖ઋગ્વેદ

📮સૌથી વધુ જૈન લોકોની વસ્તીવાડું રાજ્ય
➖ગુજરાત

📮સોડાએસનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય
➖ગુજરાત

📮સૌથી વધુ મીઠું પકવતું રાજ્ય
➖ગુજરાત

📮હીરા ઉદ્યોગમાં સૌથી અગ્રેસર રાજ્ય
➖ગુજરાત

📮વન ડે ક્રિકેટમાં ૧૫૦૦૦ રન બનાવનાર પ્રથમ ભારતીય
➖સચિન તેંડુલકર

📮ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકટ લેનાર પ્રથમ ભારતીય ક્રિકેટર
➖અનીલકુંબલે

⚓રોહિત.....

🌴 *ભારતમાં સૌથી વધુ અને નાનું* 🌴

📮સૌથી વધુ જંગલો ધરાવતું રાજ્ય
➖મદ્યપ્રદેશ

📮સૌથી વધુ ઠંડુ સ્થળ
➖દ્રાસ - જમ્મુ અને કાશ્મીર

📮સૌથી વધુ વરસાદનું સ્થળ
➖ મોસીનરમ, સોહરા - ચેરાપુંજી(મેઘાલય)

📮સૌથી વિશાળ સ્ટેડિયમ
➖યુવા ભારતી (કોલકતામાં)

📮સૌથી વધુ શહેરી વિસ્તારવાળ રાજ્ય
➖મહારાષ્ટ્ર

📮સૌથી વધુ રસ્તા બદલનાર નદી
➖કોસી નદી

📮બે વખત કર્કવૃત્ત ઓળંગતી નદી
➖મહી નદી

📮દેશનુ સર્વોચ્ચ શોર્ય સન્માન
➖પરમવીર ચક્ર

📮સૌથી વધુ વસ્તી ધરાવનાર શહેર
➖મુંબઈ

📮સૌથી જડપી ટ્રેન
➖શતાબ્દી એક્ષપ્રેસ

📮સૌથી વધુ કોલસાની ખાણો ધરાવતું રાજ્ય
➖ઝારખંડ

📮દેશમાં સૌથી નાની ઉમર નો તરવૈયો
➖તેજસ્વી સિંદે

📮ભારતમાં સૌથી વધુ નોકરી આપનાર
➖ભારતીય રેલવે

📮સૌથી વધુ ગીત લખનાર
➖સમીર અંજાન

👇💐👇💐👇💐👇💐👇

*તલાક,હલાલા,નિકાહ*

*તલાક,હલાલા,નિકાહ*

📮➖મુસ્લિમોમાં અંગે ત્રણ બાબતો પ્રચલિત છે : તલાક ( છૂટાછેડા) વધુ, સંતાનોની સંખ્યા વધું, અને ઓછું શિક્ષણ .
આજે અહીં મુસ્લિમ તલાક અને હલાલાની,

📮➖તલ્લાકની આંકડાકીય માહિતી પ્રમાણે સાઉદી અર્બીયામાં છેલ્લા વર્ષમાં 70000 લગ્નો થયાં તેમાંથી ૧૩૦૦૦ના તલાક કોર્ટમાં નોધાયા.

📮➖અહીંની કોર્ટ રોજનાં 40 માંથી 20 નાં ડિવોર્સ કરી આપે છે. તાજેતરના આંકડા પ્રમાણે આ બાબતે મક્કા સૌથી ટોપ પર રહ્યું હતું. ક્તરમાં ૫૦ ટકા,ટુનીસિયામાં ૫૦ ટકા, કુવેતમાં 45 ટકા, ઈરાનમાં 80 ટકા યુગલો પ્રથમ પાંચ વર્ષમાં ડિવોર્સ લે છે.

📮➖ ઈજિપ્તમાં નવા પરણેલા યુગલો
માંથી ૩૦ ટકા તલાક લે છે. નાઈજીરિયામાં સૌથી વધુ બાળ નિકાહ થાય છે.

📮➖પાકિસ્તાનના માત્ર લાહોર શહેરમાં રોજના 100 કેઈસ કોર્ટમાં
આવે છે.

📮➖યુનાઇટેડ અરબ અમીરાતમાં 46 ટકા પ્રમાણ છે. દુનિયાના

📮➖મુસ્લિમોમાં સૌથી ઓછો તલાક રેટ ભારતીય મુસ્લિમોનો અને સૌથી

📮➖વધુ રેટ નોર્થ અમેરિકન મુસ્લિમોનો છે.

📮➖એક બેઠકે ત્રણ તલાક અને હલાલાની સમસ્યા

📮➖ઇસ્લામમાં પુરુષને તલાકનો અબાધિત અધિકાર આપવામાં આવ્યો છે પરિણામે જાહિલ અને ક્યારેક શિક્ષિત મુસ્લિમો પણ પત્નીઓને નાના –મોટા કારણોસર ધડો ધડ ત્રણ તલાક એક સાથે આપી દે છે..અને પછી પસ્તાવો કરે છે.

📮➖એક મત પ્રમાણે ગુસ્સામાં, મજાકમાં, નશાની અવસ્થામાં કે મનોમન પણ એક સાથે ત્રણવાર તલાક શબ્દ પત્ની માટે ઉચ્ચારી નાખે તો એ જ ક્ષણે સંબંધોનો અંત આવે છે.

📮➖અહી પત્ની વિના કારણે છૂટાછેડાનો ભોગ બની જાય છે. મુસ્લિમ સ્ત્રીઓને આ દેખીતો હળાહળ અન્યાય છે.

📮➖હવે આવા પતિ-પત્નીએ પૂનઃનિકાહ કરવા હોય તો હલાલા
નામની વિધિ કરવી પડે.

📮➖જેમાં પત્નીનો બીજા મુસ્લિમ પુરુષ સાથે નિકાહ કરવામાં
આવે છે ત્યાર બાદ આ નવો પતિ તેણી સાથે સૈયા સુખ માણે છે અને એની મરજી પડે ત્યારે તેણીને તલાક આપે છે.

📮➖ત્યાર બાદ પહેલો પતિ તેણી સાથે પુનઃનિકાહ કરે છે. અને આ રીતે હલાલા પછી પતિને પત્ની પાછી મળે છે.

📮➖આ હલાલા વિધિ કોઇપણ પત્ની માટે નર્ક સમાન અને અત્યંત આઘાતજનક –અપમાનજક હીન કૃત્ય છે.

📮➖ અને કોઇપણ સ્વમાની પતિ આવું ન કરે ….છતાં હકીકત છે કે આવા હલાલા ભારત ,પાકિસ્તાન બાંગ્લાદેશ વગેરે દેશોમાં થાય છે.

📮➖ કહેવાય છે કે જયારે આવા કેસ બને છે ત્યારે કેટલાંક મોલવીઓ આવા હલાલા કરાવી આપે છે તેઓ પાસે તેના શિષ્યો કે અન્યો લોકો હોય છે જે નિકાહ કરી ને બીજે –ત્રીજે દિવસે તલાકઆપી દે છે

📮➖એટલે કે હલાલાના દુલ્હા બની મજા કરી લે છે. કેટલીક જગ્યાએ તો ખુદ મોલ્વી સાહેબ જ દુલ્હામિયા બની જાય છે

📮➖..આ વિધિ માટે પૈસા અને દેહ બન્ને મળે છે ! પાકિસ્તાનમાં આવા હલાલા કરાવવા માટે મસ્જીદ ની આસપાસ ‘’હલાલા સેન્ટરો ‘’ ચાલે છે.

📮➖એક જાણકારી પ્રમાણે એક મોલ્વી સાહેબે ખુદ દુલ્હા બની આશરે 300 હલાલા કરાવ્યા !

✔તલાક અને હલાલાની સાચી હકીકત

📮➖ઇસ્લામમાં નિકાહને ઈબાદતનો દરજ્જો આપવામાં આવ્યો છે.

📮➖ અને તલાકને નિંદનીય કૃત્ય ગણવામાં આવ્યું છે.
મહંમદ પયગમ્બરનું ફરમાન છે કે – ‘’ *સંબંધોના ટુકડા કરનાર જન્નતમાં પ્રવેશ પામી નહી શકે ..તથા જે પતિ પત્ની સાથે વધું ભલો હશે તે પુરુષોમાં શ્રેષ્ઠ છ* .’’

📮➖ઇસ્લામમાં નિકાહની જેમ જ તલાક આપવાની નમૂનેદાર વિધિ કુરાન અને શરીયત –હદીસના ગ્રંથોમાં સ્પષ્ટ આપવામાં આવી છે.

📮➖ પરંતુ યોગ્ય માર્ગ દર્શન ,શિક્ષણ અને અજ્ઞાનને લીધે હલાલાની વ્યાખ્યા વિકૃત અને અમાનવીય બની ગઈ.

📮➖જયારે લગ્ન જીવન સાચે જ ઝેર બની ગયું હોય અથવા કોઈ કારણસર છૂટાછેડા અનિવાર્ય બની જાય ત્યારે મુસ્લિમ પતિ-પત્ની સરળતાથી લગ્ન સંબંધનો અંત લાવી શકે તે માટે કુરાન –શરીયત મુજબ તલાક આપી છુટા પડી શકે છે.

📮➖ કુરાનમાં દર્શાવેલી તલાકની વિધિ મુજબ તલાક ઇચ્છતા દંપતીએ પહેલા પરસ્પર સમજણપૂર્વકનો સંવાદ કરવો જોઈએ.

📮➖ એક બીજાને સમજવા અને સમજાવવાનો પૂર્ણ પ્રયાસો કરવા જોઈએ.

📮➖સગા –સ્નેહીઓએ પણ સમજાવવાના દિલથી પ્રયત્નો કરવા જોઈએ. જયારે સંવાદના બધાં જ પ્રયાસો નિષ્ફળ થાય અને સંબંધ વિચ્છેદ કરવો હોય તો પતિએ તલાક આપી શકે છે.

📮➖હવે અહી સમજવાની વાત એ છે કે આ તલાક આપ્યા પછી પતિને ત્રણ માસનો સમય (ઇદ્દ્ત ) સંબંધ ફરી રીન્યુ કરવાનો મળે છે. ત્રણ માસની અંદર પરસ્પર સંવાદ થાય ભૂલો સમજાય પ્રેમનો અહેસાસ થાય તો પતિ ફરી પત્નીને આવકારી અપનાવી લે છે

📮➖ત્યારે ફરી પતિ –પત્નીનો સંબંધ સ્થાપિત થાય છે.

📮➖હવે ફરી ભવિષ્યમાં જયારે લગ્ન વિચ્છેદની પરિસ્થિતિ નિર્માણ પામે ત્યારે ફરી ઉપરોક્ત દર્શાવેલ વિધિ કરવી પડે. આ બીજી તલાક ગણાશે.આ વખતે પણ જો બન્ને વચ્ચે જો સુલેહ થઈ જાય તો સબંધ બચી જાય છે.

📮➖પરંતુ જયારે પતિ ત્રીજીવાર તલાક આપે છે ત્યારે નિશ્ચિત જ સંબંધનો નો અંત આવે છે. હવે કોઈ પણ રીતે તેઓ ફરી એક બીજા સાથે સંબંધમાં આવી શકતા નથી. સંબંધની ત્રણેય લાઈફ લાઈન અહી પૂરી થાય છે.

📮➖પત્ની અન્ય લગ્ન કરી પોતાનું નવ જીવન શરુ કરે છે ..પતિ પણ એને જે કરવું હોય તે કરી શકે છે.પરંતુ જો પત્ની બીજા લગ્ન કરે અને ત્યાંથી સ્વભાવિક તલાક થાય અથવા તેણીનો પતિ મરી જાય ,એ સ્થિતમાં ફરી પતિ-પત્ની નિકાહ કરી શકે છે.

📮➖આ પ્રકારના નિકાહને *હલાલા* કહેવામાં આવે છે.

📮➖પરતું અજ્ઞાન અને આવેશમાં આવી ઘણાં લોકો પત્નીને એક સાથે ત્રણવાર તલાક તલાક તલાક બોલી તલાક આપી દે છે ..

📮➖આ સ્થિતિએ વિવાદનો જન્મ આપ્યો છે . હ્ન્ફી ફિરકા મુજબ આ પ્રકારની ત્રણ તલાકને ત્રણ તલાક ગણી સંબધનો કાયમી અંત માનવામાં આવે છે. ભારતમાં બહુમત લોકો હનફી સંપ્રદાયના છે તેથી આ શરીયત -કાયદો લાગુ કરવામાં આવેછે.

📮➖અન્ય ખાસ નોધવા જેવું એ છે કે ઇસ્લામમાં પત્નીને તલાક માંગવાનો (ખુલ્લા) નો અધિકાર આપવામાં આવ્યો છે.પત્ની પણ પતિ પાસેથી તલાક
લઈ છૂટાછેડા લઈ શકે છે.

📮➖મુસ્લિમોની મોટી સમસ્યા એ છે કે કુરાનનું સૂક્ષ્મ અદ્યયન કરતા નથી.કુરાનની ભાષા અરબી હોવાથી, –ભાષા અજ્ઞાન ને કારણે તથા માતૃભાષામાં કે ભાષાંતર વાંચનના અભાવને લીધે મઝહબી જ્ઞાનની વંચિતતાનો ભોગ બને છે..( ref- પ્રો.આઈ.જે.સય્યદ )


✍🏿✍🏿 *વારિશ* ✍🏿✍🏿..

આ લેખ કોઈ ધાર્મિક ઇરાદા થી મુકયો નથી..માત્ર માહિતી માટે મુકુ છુ...એક ગૃપ મેમ્બર ની વિનંતી થી.......