Monday, 24 July 2017

💐 ૧૯મી વખત ગ્રાન્ડસ્લેમ વિજેતા🍫*

*🍫વિમ્બલ્ડન :સિલિકનનેહાર આપી રોજર ફેડરર વિજેતા રેકોર્ડ ૧૯મી વખત ગ્રાન્ડસ્લેમ વિજેતા🍫*

🦋રોજર ફેડરર આઠમી વખત વિમ્બલ્ડન જીતવામાં સફળ

🦋રોજર ફેડરર ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે રમાઇ રહેલી વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપની ફાઇનલમાં આજે સેન્ટ્રલ કોર્ટ ઉપર સિલિક ઉપર ૬-૩, ૬-૧, ૬-૪થી જીત મેળવી હતી.

🦋આની સાથે જ તે આઠમી વખત વિમ્બલ્ડન જીતી ગયો હતો. ૩૫ વર્ષીય ફેડરરની આ ૧૬મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી હતી. ફેડરર ૨૦૧૨માં છેલ્લે વિમ્બલ્ડનમાં જીત્યો હતો.

🦋સિલિક ૨૦૧૪માં યુએસ ઓપનમાં વિજેતા બન્યો હતો.

🦋ફેડરર કુલ ૨૯ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં પહોંચી ગયો છે.

🦋જે પૈકી ૧૯ ગ્રાન્ડ સ્લેમમાં તે વિજેતા બન્યો છે.

🦋રસપ્રદ બાબત એ છે કે આ વખત તે વિમ્બલ્ડનમાં કોઇ પણ સેટ ગુમાવ્યા વિના ફાઇનલમાં પહોંચી ગયો હતો. આ મુકાબલો તેના માટે આ વર્ષનો સૌથી મુશ્કેલ મુકાબલો રહ્યો હતો. ચેક ખેલાડીએ ફેડરરને જોરદાર ટક્કર આપી હતી. પહેલા બે સેટ ટાઇબ્રેકરમાં ગયા અને ત્યારબાદ નિર્ણય થયા હતા. જો કે બન્ને ટાઇ બ્રેકરમાં ફેડરર વિજેતા રહ્યો હતો.

   *🌺મેર ઘનશ્યામ*

*🍫ભુચર મોરી🍫*

*🍫ભુચર મોરી🍫*

🦋ભુચર મોરી ગુજરાત રાજ્ય ના રાજકોટ શહેર થી ૫૦ કિમી દૂર વાયવ્યમાં આવેલા ધ્રોલ શહેરથી બે કિમી દૂર આવેલ ઉચ્ચપ્રદેશ અને ઐતહાસિક સ્થળ છે.

🦋આ જગ્યા ભુચર મોરીના યુદ્ધ અને તેને સમર્પિત સ્મારક માટે જાણીતી છે.

🦋 દર વર્ષે અહીં ભુચર મોરીના યુદ્ધની યાદમાં જુલાઇ-ઓગસ્ટ મહિના દરમિયાન મેળો ભરાય છે.

🦋ભુચર મોરી માલધારી કોમનો ગોવાળ હતો અને ગાયો ચરાવતી વખતે અહીં ટેકરી પર બેસતો હતો.

🦋તેના પરથી આ જગ્યા ભુચર મોરી નો ટીંબો તરીકે ઓળખાતી હતી.

🦋એવું કહેવાય છે કે આ જગ્યા પર પક્ષીઓના અવાજો જેવા અપશુકનો સંભળાયા હતા, જે ભવિષ્યમાં થનારા યુદ્ધના સૂચક હતા.

    *🌺મેર ઘનશ્યામ*

*🍫દરબારગઢ પેલેસ🍫*

*🍫દરબારગઢ પેલેસ🍫*

🦋દરબારગઢ (મહારાજાનો મહેલ), જામ સાહેબનો જૂનો રાજનિવાસ અને જામનગરનું સૌથી મહત્વપૂર્ણ ઐતિહાસિક સંકુલ છે.

🦋તેનું સ્થાપત્ય રાજપૂત અને યુરોપિયન શૈલીઓનું મિશ્રણ છે.

🦋અર્ધ-પરિપત્ર મહેલ સંકુલમાં ખૂબ જ સુંદર સ્થાપત્ય સુવિધાઓ અને વિગતો સાથે સંખ્યાબંધ ઇમારતો નો સમાવેશ થાય છે.

🦋તેમાં પથ્થરની કોતરણી, ભીંતચિત્રો, ફરેટવર્ક કોતરણી કરેલી જાળીઓ, સુશોભન અરીસો, કોતરેલા થાંભલાઓ અને શિલ્પના કેટલાક સુંદર ઉદાહરણો છે.

🦋બહારની તરફ ભારતીય પરંપરામાં ઝરુખાઓ કોતરવામાં આવેલા છે અને વેનેશ્યન-ગોથિક કમાનો છે. ૨૦૦૧માં ધરતીકંપથી દરબારગઢને નોંધપાત્ર નુકસાન થયું હતું.

    *🌺મેર ઘનશ્યામ*

📚 *ભારતીય પુરાવા અધિનિયમ, ૧૮૭૨* 📚

📚 *ભારતીય પુરાવા અધિનિયમ, ૧૮૭૨* 📚
*( THE INDIAN EVIDENCE ACT, 1872)*

🌹 *'Evidence'* શબ્દ લેટીન શબ્દ *'evidera'* માંથી ઉતરી આવેલ છે.

🌹 તેનો અર્થ સ્પષ્ટ રીતે દર્શાવવું નજર સમક્ષ સ્પષ્ટ કરવું *" ખૂબ જ સ્પષ્ટ કરવું "* પુરવાર કરવું એવું થાય છે.

🌹 આ અધિનિયમ કાયદા પંચના ગવર્નર જનરલ *સર એફ સ્ટેફન* દ્વારા મુસદ્દો ઘડવામાં આવ્યો.

🌹 *જમ્મુ કાશ્મીર* સિવાય સમગ્ર ભારતને લાગુ પડે છે.

🌹 ભારતીય પુરાવાના અધિનિયમ - ૧૮૭૨નો કહેવાય છે. તે *૧૮૭૨ના સપ્ટેમ્બર મહિનાની પહેલી તારીખે* અમલમાં આવ્યો.. તેમાં વખતોવખત અનેક સુધારા કરવામાં આવ્યા.

🌹 છેલ્લો સુધારો *સન- ૨૦૧૩ના અધિનિયમ ક્રમાંક ૧૩ મુજબ કરવામાં આવેલ*.

🌹 સન ૨૦૧૩ના અધિનિયમ ક્રમાંક ૧૩મુજબ ભારતીય પુરાવા અધિનિયમ ૧૮૭૨ માં નવી કલમો
👇🏿

*👉🏿કલમ - ૫૩-એ*
*👉🏿કલમ - ૧૧૪-એ*

👆🏿ઉમેરવામાં આવેલ.

👉🏿 *કલમ - ૧૧૯*
👉🏿 *કલમ - ૧૪૬*

👆🏿સુધારવામાં આવેલ.

⚓રોહિત.....

💐આંતરરાષ્ટ્રીય ન્યાય દિન,*💐

🦋➖ *જુલાઇ ૧૭, આંતરરાષ્ટ્રીય ન્યાય દિન,*

➖  આંતરરાષ્ટ્રીય અપરાધીક ન્યાય પ્રણાલીની અમલમાં આવતી પ્રક્રિયાની લોકોમાં ઓળખ કરાવવાનાં પ્રયાસરૂપે, સંપૂર્ણ વિશ્વમાં ઉજવવામાં આવે છે. 

➖જુલાઇ ૧૭ એ "આંતરરાષ્ટ્રીય અપરાધીક ન્યાયાલય" ને માન્યતા આપતી "રોમ સંધી"ની (Rome Statute) વર્ષગાંઠ છે.

➖ આથી આ દિવસની ઉજવણી માટે તે તારીખ પસંદ કરાયેલી છે. દર વર્ષે, ખાસ તો આંતરરાષ્ટ્રીય અપરાધીક ન્યાયાલયને પ્રોત્સાહન આપવા માટે, વિશ્વભરનાં લોકો આ દિવસની વિવિધ ઘટનાઓ દ્વારા ઉજવણી કરે છે.

➖ આ દિવસ વિશ્વમાં બનતી ખાસ અપરાધીક ઘટનાઓ, જેવીકે 'જાતિસંહાર નરસંહાર, મહિલા અત્યાચારનાં ગંભીર ગુનાઓ વગેરે તરફ સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય સમાચાર માધ્યમો અને જુથોનું ધ્યાન આકર્ષે છે.

👨🏻‍🎓 *જ્ઞાન કી દુનિયા* 👨🏻‍🎓

💐 gk gk

1. *ઓલમ્પિકમાં મેડલ જીતનાર  ભારતની પ્રથમ મહિલા કોણ..*
✔કર્ણમ મહેશ્વરી
(વર્ષ 2000 મા સીડનીમા- વેઈટ લિફ્ટીંગમાં બ્રોન્ઝ મેડલ જીતેલ)

2. *ભારતની પ્રથમ મહિલા વિદેશ સચિવ કોણ હતા?*
✔ચોકીલા ઐયર (2001)

3. *અકબરના વિખ્યાત નાણાકીય સલાહકાર કોણ હતા?*
✔તોદાર મલ્લ
(તે અકબરના દરબારમાં નવરત્નમાંના એક હતા.તેમનો જન્મ હિંદુ પરિવારમાં લહરપુર, ઉત્તર પ્રદેશમાં થયો હતો, જેને ઇતિહાસકારો દ્વારા અગ્રવાલ, ખત્રી અથવા કાયસ્થ તરીકે ગણવામાં આવે છે.)

4. *મંડળ પંચાયતની ભલામણ કઈ સમિતિ દ્વારા કરવામાં આવી હતી?*
✔અશોક મહેતા સમિતિ
(આ સમિતિ દ્વારા મુખ્ય ભલામણ કરવામાં આવી હતી: પંચાયતી રાજની 3-તંત્રની પદ્ધતિને 2-ટાયર પ્રણાલી દ્વારા બદલવાની જરૂર છે: જીલ્લા કક્ષાએ જિલ્લા પરિષદ, અને તે નીચે મંડળ પંચાયત, જેમાં 15000 થી 20000 વસતીને આવરી લેતા ગામોનો સમૂહ છે.

5. *નીચેનામાંથી કયો ગ્રામ પંચાયતોના આવકનો સ્ત્રોત નથી?*
✔ સંપત્તિ કર

6. *ભારતમાં પ્રથમ બોલતું 🏧એટીએમ ક્યાં લગાવવામાં આવ્યું છે?*
✔અમદાવાદ (યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા)
(6 ઠ્ઠી જૂન, 2012 ના રોજ,  અંધજન મંડળ વસ્ત્રાપુર , અમદાવાદ ખાતે "ટ્રુલી એક્સેસેબલ ટોકીંગ એટીએમ" લોન્ચ કર્યું. નબળી દ્રષ્ટિ ધરાવતા અને અંધ લોકો માટે )

7. 💎 *ડાયમંડ (હીરો) એ કોનુ બહુરૂપી સ્વરૂપ છે?*
✔કાર્બન

8. 🔹 *MLA -* Member of the Legislative Assembly
🔸 *MLC-* Member of Legislative Council

9. 👪 *"માણસ એક સામાજિક પ્રાણી છે" આ વાક્ય કોણે કહેલું?*
✔એરીસ્ટોટલ

10.*ભારતની મુલાકાત લેનાર પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ કોણ હતા?*
✔ડ્વાઇટ ડી. આઈઝનહોવર

11. ⚜ *સિંધુ ઘાટીના લોકો વ્યાપકપણે કઈ ધાતુનો ઉપયોગ કરતા હતા?*
✔તાંબુ

12. 👑 *કયા મુઘલ સમ્રાટને "ઝિંદા પીર" તરીકે પણ ઓળખવામાં આવે છે?*
✔ઔરગેઝેબ

13. 📘 *કયા વેદમાં લગ્નની સ્તુતિઓ(ગીતો) જોવા મળે છે?*
✔ઋગવેદ

14. 📘 *ઋગવેદમાં પ્રસિદ્ધ 'દેડકા સ્તુતિ' કયા વિષય પર પ્રકાશ પાડે છે ?*
✔વૈદિક શિક્ષણ (educational system)

15. ⚔ *અંતિમ મૌર્ય શાસક બૃહદરથને કોણે હરાવ્યો હતો?*
✔પુષ્યમિત્ર શુંગ
 (તેઓ બૃહદરથના સેનાપતિ હતા, જે તેમને મારીને શુંગ સામ્રાજ્ય ઊભું કરવા માગતા હતા. )

16. 📘 *'નેક્ડ ટ્રાયેન્ગલ' (Naked Triangle) પુસ્તકનાં લેખક કોણ છે?*
✔બળવંત ગર્ગી
(બલવંત ગાર્ગી જાણીતા પંજાબી ભાષી નાટકકાર , થિયેટર દિગ્દર્શક, નવલકથાકાર અને ટૂંકી વાર્તા લેખક અને શૈક્ષણિક હતા.)


17. 👪 *'સમાજ વિના માણસ કાં તો પશુ અથવા ભગવાન' છે. આ કોણે કહ્યું હતું ?*
✔એરીસ્ટોટલ

18. 🔱 *મહાભારતનું મૂળ નામ શું છે?*
✔જય સંહિતા

19. 🔹 *સદાબહાર ક્રાંતિ માટે કોણે કૉલ (માંગ) આપેલી?*
✔એમ. સ્વામિનાથન
 સદાબહાર ક્રાંતિ દેશમાં વાર્ષિક ખાદ્ય ઉત્પાદનનાં 210 મિલિયન ટન વર્તમાન કક્ષાની સરખામણીએ બમણું કરવા  માટે થયેલ

20. 👑 *મુઘલ સમ્રાટ અકબરે તેના સામ્રાજ્યને કેટલા પ્રાંતોમાં વિભાજિત કરેલ*
✔12

21. 👑 *જ્યારે એલેક્ઝાંડરે ભારત પર આક્રમણ કર્યું, તે સમયે સમગ્ર ઉત્તર ભારત પર કોનું શાસન હતું?*
✔મગધ સામ્રાજ્યના નંદ રાજવંશ

🦋 *જ્ઞાન કી દુનિયા* 🦋

💐💐 સમાસો 💐💐

😘: 💁🏻‍♂ * દ્વંદ્વ સમાસ*

➖ બંને પદોનું સરખું મહત્વ હોય છે.

➖ વિગ્રહ કરતી વખતે *અને*  *તથા* , *યા* , *અથવા* , *કે* જેવા સંયોજનો આવે છે.

➖ દ્વંદ્વ સમાસ જોડકું જ હોય છે.

🦋➖ *ઉદાહરણો* ➖

➖ધનુષબાણ
➖માબાપ
➖દંપતી
➖ગુરૂશિષ્ય
➖અંજળ
➖તેજીમંદી      
➖હાથપગ
➖ઊંચનીચ
➖ખેંચતાણ
➖રાગદ્વેષ
➖સોયદોરો
➖તારટપાલ
➖સોનુરૂપું
➖વેશટેક
➖વેરઝેર
➖હષ્ટપુષ્ટ
➖નરનારી
➖દવાદારૂ

🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋

👨🏻‍🎓👩‍🎓 *જ્ઞાન કી દુનિયા* 👨🏻‍🎓👩‍🎓

🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
😘: 💁🏻‍♂ *કર્મધારય*

➖ પૂર્વપદ ઉત્તરપદના વિશેષણ તરીકે કાર્ય કરે છે.

➖ દા.ત.- શ્યામવર્ણ ( શ્યામ એવો વર્ણ)મહાથી શરૂ અને રૂપીથી વિગ્રહ થાય છે.

➖ રૂપી,એવા,તેવું,જેવું,એવી જેવા શબ્દોમાંથી ગમે તે એક શબ્દ આવે ત્યારે કર્મધારય સમાસ બને છે.

🦋➖ *ઉદાહરણો* ➖🦋

➖મહાસિદ્ધિ
➖ભૂતકાળ
➖ઉપવસ્ત્ર
➖હરિવર
➖લંબગોળ
➖દુકાળ
➖પાણીપોચું
➖મધ્યરાત્રી
➖ભરપેટ
➖વરદાન
➖એકમાત્ર
➖મહાપુરૂષ
➖તીર્થોત્તમ
➖જ્ઞાનબોધ
➖અમરવેલ
➖દીર્ઘદ્રષ્ટ્રી
➖મહોત્સવ

🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋

👩‍🎓 *જ્ઞાન કી દુનિયા* 👨🏻‍🎓

🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋

😘: 💁🏻‍♂ *દ્વિગુ સમાસ*

➖ પૂર્વપદ ચોક્કસ સંખ્યાદર્શાવતું હોય છે.

➖જેમ કે પંચવટી – પાંચ વડનો સમૂહ.

➖ઉત્તરપદ સંજ્ઞા હોય` છે.

➖જેમ કે પંચવટી – પાંચ વડનો સમૂહ.

🦋➖ *ઉદાહરણો* ➖🦋

➖નવરાત્રી
➖ત્રિકોણ
➖ત્રિલોક
➖પંચામૃત
➖પ્રાક્ષિક
➖ચોમાસું
➖પંચવટી
➖પંચદેવ
➖ત્રિદેવ
➖ત્રિશૂલ
➖ચતુર્ભુજ
➖દશેરા
➖સપ્તાહ
➖નવરંગ
➖સપ્તપદી
➖ચોખંડ
➖ચોધાર  

🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋

👩‍🎓 *જ્ઞાન કી દુનિયા* 👩‍🎓

🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋   

😘: 💁🏻‍♂ *મધ્યમપદલોપી સમાસ*

➖ પૂર્વ પદ અને ઉત્તરપદ વિભક્તિના પ્રત્યયોથી જોડાયેલ હોય છે.

➖ વચ્ચેનું પદ લુપ્ત થયેલું હોય છે., વિગ્રહ વખતે તે પદ મુકાય છે.

➖ પૂર્વ પદ અને ઉત્તરપદ વચ્ચે વધારાના પડો ઉમેરાય છે.

➖ દા.ત.- મરણપોક = મરણ વખતે મુકાતી પોક , દીવાદાંડી = દીવો બતાવતી દાંડી

🦋➖➖ *ઉદાહરણો* ➖➖🦋

➖ધારાસભા
➖ગણવેશ
➖મૂર્ખવિદ્યા
➖તપશ્વર્યા
➖વિજયધ્વજ 
➖દવાખાનું
➖ઘોડાગાડી
➖વર્તમાનપત્ર
➖શિષ્યવૃત્તિ
➖આગગાડી

🦋 *જ્ઞાન કી દુનિયા* 🦋

😘: 🦋➖ *ઉપપદ સમાસ* ➖🦋

💁🏻‍♂ પૂર્વપદ નામના અર્થનું સૂચન કરતુ હોય અને ઉત્તરપદ કામના અર્થનું સૂચન કરે છે.

💁🏻‍♂  ઉત્તરપદ ક્રિયાધાતુ હોય છે. વિગ્રહ કરતી વખતે નાર, નારી, વાળી શબ્દ આવે છે.

💁🏻‍♂ ઉત્તરપદમાં જ,દ,સ્થ,ઘર,કર,હર,કાર,રાખું

➖દા.ત.-ગૃહસ્થ –ગૃહમાં રહેનાર ,

🦋➖➖ *ઉદાહરણો* ➖➖🦋

➖મનોહર
➖અમલદાર
➖પંકજ
➖પગરખું
➖જશોદા
➖ગ્રંથકાર

🦋 *જ્ઞાન કી દુનિયા* 🦋

😘: 💁🏻‍♂ *બહુવ્રિહી સમાસ*

➖ સમાસમાં આખું પદ વિશેષણ તરીકે વપરાય છે. અને જેનો વિગ્રહ કરતી વખતે જેમનામાં તેમનામાં ,જેમને તેમને,જેવું તેવું માંથી ગમે તે એક સર્વનામ મૂકવામાં આવે છે.

➖ બહુવ્રિહી સમાસ હંમેશા વિશેષણ તરીકે ઓળખાય છે.

➖ દા.ત. શ્વેતાંબર – શ્વેત ( સફેદ) છે જેના અંબર (વસ્ત્ર) તે.

➖🦋🦋 *ઉદાહરણો* 🦋🦋➖

➖ચતુર્ભુજ
➖નિસ્પૃહ
➖નિરક્ષર
➖નાખુશ
➖રસિક
➖નિરાધાર
➖સૂર્યમુખી
➖ધૂમકેતુ
➖ચક્ષુ:શ્રવા
➖અણખૂટ
➖હરખઘેલા    

🦋🦋 *જ્ઞાન કી દુનિયા* 🦋🦋

😘: 🦋➖ *તત્પુરૂષ સમાસ* ➖🦋

➖ જે સમાસમાં પૂર્વપદઅને ઉત્તરપદ વિભક્તિના પ્રત્યયથી જોડાયેલાં હોય છે.

➖ પ્રત્યય ;- ને,થી, થકી, વડે, માટે, નો, ની, નું,માં, પર

➖ વિગ્રહ કરતા ‘ ને’ આવે તો કર્મ તત્પુરૂષ

➖ વિગ્રહ કરતા ‘ થી, વડે ’ આવે તો કરણ તત્પુરૂષ

➖ વિગ્રહ કરતા ‘ માટે ’ આવે તો સંપ્રદાન તત્પુરૂષ

➖ વિગ્રહ કરતા ‘ નો, ની,નું, ના’ આવે તો સંબંધ તત્પુરૂષ

➖ વિગ્રહ કરતા ‘ માં પ્રત્યે ’ આવે તો અધિકરણ તત્પુરૂષ

➖ દા.ત. ગર્ભશ્રીમંત – ગર્ભથી શ્રીમંત

🦋➖ *ઉદાહરણો* ➖🦋

➖નંદકુંવર
➖મતભેદ
➖રાજમહેલ
➖વિધાર્થી
➖શિવાલય
➖પત્રવ્યવહાર

👩‍🎓 *જ્ઞાન કી દુનિયા* 👩‍🎓