Friday, 17 March 2017

💥💥રુડોલ્ફ ડીઝલ💥💥

💥💥રુડોલ્ફ ડીઝલ💥💥

March 18

                               

🍋ડીઝલ એન્જીનની શોધ કરનાર રૂડોલ્ફ ડીઝલ નો જન્મ તા. ૧૮/૩/૧૮૫૮ના રોજ ફ્રાન્સના પેરિસમાં થયો હતો.

🍋 તેમના પિતા મોચી કામ કરતા હતા અને માતા સરકારી કચેરીમાં ભાષાંતરકાર તરીકે નોકરી કરતા હતા. રૂડોલ્ફ ભણવામાં ખૂબ જ હોંશિયાર હતા.

🍋માત્ર ૧૨ વર્ષની નાની વયે પેરીસની વિખ્યાત શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ ફેંકો પર્શિયન યુધ્ધમાં તેમણે શત્રુ માની ભગાડી દીધાં હતા. પણ તેમના એક નજીકના ભાઈ ભત્રીજાએ પોતાના વતનમાં પરત લાવવા માટે મદદ કરી હતી. ત્યારપછી રોયલ ફ્રન્ટી ટ્રેડ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો.

🍋સ્નાતકની પદવી મેળવ્યા પછી બે વર્ષ મશિનીષ્ટ વિન્ટરથુર સ્વિઝરલેન્ડમાં નોકરી કરી ત્યારપછી તેઓ પેરીસ પાછા ફર્યા. તેમણે રેફ્રીજરેશન એન્જીનિયરીંગ તરીકે નોકરી કરી હતી. તેમણે દાયકા સુધી સૌરઊર્જા પર ચાલતા એર એન્જીન સહિતના હિત અન્જીનો પર કામ કર્યું.

🍋સિલીન્ડમાં જવાળાથી સંચાલિત એન્જીન અંગેના ડીઝલના વિચારો ઈ.સ.૧૮૯૩માં પ્રકાશિત થયા એ પછીના વર્ષે તેમણે પ્રથમ પેટન્ટ માટે અરજી કરી હતી. અત્યારના ડીઝલ એન્જીનો રૂડોલ્ફના મૂળ વિચારમાં સુધારા વધારાને અંતે આકાર પામેલા છે.

🍋સબમરીન, જહાજ, રેલ્વે એન્જીનો, પેસેન્જર કાર, મોટા ટ્રક તેમ જ ઉર્જા ઉત્પાદક પ્રકલ્પોમાં એ વપરાશમાં લેવાય છે. તેમણે ઈ.સ.૧૮૮૩માં  લગ્ન કર્યા. અને તેમણે ત્રણ સંતાનો હતા.

🍋૧૦મી ઓગસ્ટ ૧૯૭૩ના રોજ રૂડોલ્ફ ડીઝલની નવું મોડલ તેમણે બનાવ્યું. ૧૦ ફૂટના આયર્ન સિલીન્ડર અને ફ્લાય વ્હીલના બેઝ્વાલા મોડલને સૌપ્રથમ સફળતા મળી હતી.

🍋આ ડીઝલ એન્જીન બનાવવામાં એડોલફૂસ બુશે તેમને આર્થિક મદદ કરી હતી.

🍋રૂડોલ્ફ ઈ.સ.૧૮૮૫માં પેરીસ ખાતે સૌપ્રથમ શોપ લેબોરેટરીની સ્થાપના કરી હતી. આખો દિવસ એન્જીન બનાવવાની  કામગીરી કરતા હતા. અથાગ પરિશ્રમના અંતે ઈ.સ.૧૮૯૭માં ડીઝલ એન્જીન બનાવવાની સફળતા પ્રાપ્ત થઇ.

🍋ઈ.સ.૧૮૯૬નાં અંતિમ દિવસ તેમણે એ વખતે પ્રવર્તમાન વરાળ એન્જીન કરતા ખૂબ જ વધુ કાર્યક્ષમતા ધરાવતા બીજા મોડેલનો પ્રયોગ કરી જોયો. તેની તાંત્રિક ક્ષમતા ૭૫.૬ ટકા હતી.

🍋વરાળ યંત્રની તો ૧૦ ટકા કે ઓછી હતી. જો કે તેનું વેપારી દ્રષ્ટીએ ઉત્પાદન વધુ  એક વર્ષ વાલાન્બમાં મૂકાયું. પણ ૧૮૯૮માં વિશ્વસ્તરે તેના ફ્રેન્ચાઈઝની ફી મેળવીને ડીઝલ લખપતિ બની ગયા.

🍋તેમનું અવસાન ૨૯ સપ્ટેમ્બર ૧૯૧૩ના રોજ થયું હતું.

Thursday, 16 March 2017

🍎🍎ન્હાનાલાલકવિ🍎🍎

🍎🍎ન્હાનાલાલકવિ🍎🍎

March 16

🍋ગુજરાતી  સાહિત્યના ઊર્મિ કવિ ન્હાનાલાલ નો જન્મ તા. ૧૬/૩/૧૮૭૭ને ગુડી પડવોના દિવસે અમદાવાદમાં થયો હતો.

🍋તેમના પિતા દલપતરામ ‘ અર્વાચીનમાં આદ્ય કવિ હતા. માતાનું નામ રેવાબેન અને પત્નીનું નામ માણેકબેન હતું.

🍋તેમણે ‘ પ્રેમભક્તિ’ તખલ્લુસથી કાવ્યસર્જન કર્યું છે. તેઓ કવિતા ઉપરાંત નાટ્યલેખક, વાર્તાકાર, નવલકથાકાર અને અનુવાદક તરીકે સાહિત્ય સર્જન કર્યું છે. તેમની મૂળ અટક ત્રિવેદી હતી.

🍋અગિયાર વર્ષની નાની વયે માતાની છત્રછાયા ગુમાવી હતી.નાનપણમાં તોફાની અને અલ્લડ સ્વભાવના આ કવિએ ઈ.સ.૧૮૯૩માં મેટ્રીકની પરીક્ષા પાસ કરી.ગુજરાત કોલેજ, મુંબઈ અને પુના કોલેજમાં શિક્ષણનો લાભ લીધો.

🍋તેઓ ઈ.સ. ૧૮૯૯માં તત્વજ્ઞાનના મુખ્ય વિષય  સાથે  બી.એ. અને ઈ.સ. ૧૯૦૧માં ઇતિહાસના વિષય સાથે એમ.એ. થયા હતા.

🍋તેમની બીજી ભાષા ફારસી હતી. ઈ.સ. ૧૯૦૨ થી ૧૯૦૪ દરમ્યાન સાદરાની સ્કોટ કોલેજમાં અને ત્યારપછી રાજકોટની કોલેજમાં અધ્યાપનની કામગીરી કરી. આ જ સમયગાળા એમને રાજકોટ રાજીના સર ન્યાયાધીશ તરીકે અને નાયબ દીવાન તરીકે કામગીરી કરી હતી.

🍋 ઈ.સ. ૧૯૧૮માં કાઠીયાવાડ એજન્સીના શિક્ષણાધિકારી તરીકે પસંદગી થઇ. ગાંધીજીના અસહકારની ચળવળથી તેઓ પ્રભાવિત  થયા અને નોકરીમાંથી રાજીનામું આપીદીધું.

🍋રાજકોટના બદલે અમદાવાદમાં પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવ્યું.   ઈ.સ.૧૯૧૯ માંગાંધીજીની પચાસમી જન્મજયંતી ને નિમિત્તે ‘ગુજરાતનો તપસ્વી’ રચનાથી તેમને સુંદર  અંજલિ આપનાર કવિએ રોલેટ ઍક્ટ અને જલિયાંવાલા બાગના હત્યાકાંડે જન્માવેલારાષ્ટ્રપ્રકોપ અને ગાંધીજીપ્રેરિત અસહકારની હવામાં ૧૯૨૧માં એ સરકારી નોકરીનું રાજીનામું મોકલી આપી અમદાવાદને પોતાનું કાયમી નિવાસ્થાનબનાવ્યું.

🍋તેમણે ‘કેટલાંક કાવ્યો’-ભા. ૧-૨-૩, ‘ન્હાના ન્હાનારાસ’-ભા.૧-૨-૩ , ‘ગીતમંજરી’-૧-૨ , ‘રાજસૂત્રોનીકાવ્યત્રિપુટી’ , ‘ચિત્રદર્શનો’ , ‘પ્રેમભક્તિ ભજનાવલિ’ , ‘દાંપત્યસ્તોત્રો’ , ‘બાળકાવ્યો’ , ‘મહેરામણનાં મોતી’ , ‘સોહાગણ’ , ‘પાનેતર’  તેમ જ ‘પ્રજ્ઞાચક્ષુનાં પ્રજ્ઞાબિંદુઓ’ કાવ્યસંગ્રહો આપ્યા છે.

🍋તેમના  કાવ્યો પ્રકૃતિ સૌદર્ય,પ્રણય અને પ્રભુ તેમના મુખ્ય વિષયો છે.તેમણે કાવ્યમાં પરંપરાગત અક્ષરમેળ અને માત્રામેળ છંદોનો તો અસરકારક ઉપયોગ કર્યો છે. તેમણે માત્ર છંદ નહી પરંતુ ભાવના અને તેને અનુવર્તતા વાણીના ડોલન એટલે કે લયને મહત્વ આપી કવિએ સૌપ્રથમ ‘ ઈન્દુકુમાર’ નાટકમાં આવી ડોલનશૈલીનો પ્રયોગ કર્યો.

🍋આ ઉપરાંત વસંતોત્સવ, અઓજ અને અગર જેવા કાવ્યોમાં ડોલન શૈલીનો ઉપયોગ કર્યો છે. તેમણે ‘ઈન્દુકુમાર’, ‘પ્રેમકુંજ’ , ‘ ગોપિકા’, ‘પુણ્યકથા’ ‘ જગતપ્રેરણા’ જેવા ૧૪ નાટકોલખ્યા છે. ‘ ઉષા અને સારથી’ તેમની નવલકથા છે. 

🍋 અને ‘ પાંખડીયો’ તેમનોતેમનું અવસાન તા. ૯/૧/૧૯૪૬ના રોજ અમદાવાદમાં થયું હતું

Tuesday, 14 March 2017

🎆અગનપંખ ( Wings of Fire)🎆

🔵👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🔵

🌿પુસ્તકનુંનામ     :-અગનપંખ ( Wings of Fire)     
🌿લેખકનુંનામ  :-  એ.પી.જે.અબ્દુલકલામ
🌿અનુવાદક    :-  હરેશ ધોળકિયા
🌿સાહિત્ય પ્રકાર  :-  આત્મકથા

🐝🎯ભારતના મિસાઈલના પિતામહ અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્પતિ ડૉ. અવુલ પાકીર  જૈનુલબ્દ્દીન  અબ્દુલ કલામ  ( એ.પી.જે.અબ્દુલકલામ ) વૈજ્ઞાનિક ઉપરાંત લેખક પણ હતા.

🐝🎯તેમને ‘ ઇન્ડિયા :એ. વિઝન ફોર ધ ન્યુ  મિલેનિયમ  અને ઇગ્નાઈટેડ માઈન્ડ નામના અંગેજીમાં લખેલાં પુસ્તકો છે. 

🐝🎯તેમણે અરુણ તિવારી સહકારથી પોતાની આત્મકથા વિન્ગ્ઝ ઓફ ફાયર લખી છે.

🐝🎯તેનો ગુજરાતી અનુવાદ અગનપંખ હરેશ ધોળકિયાએ કર્યો છે.

🐝🎯આ માત્ર તેમની આત્મકથા જ નથી;આધુનિક ભારતીય અવકાશ વિજ્ઞાનનો ઇતિહાસ છે.

🐝🎯 પુસ્તકની શરૂઆત તત્કાલીન મદ્રાસ રાજ્યના રામેશ્વરમ ગામના એક મધ્યમવર્ગીય તમિલ કુટુંબથી  થાય છે.

🐝🎯 ડૉ. કલામ તેમના પિતાની જન્મજાત સાહજિકતા, બુદ્ધિપ્રતિભા અને ઉદારતાનું વર્ણન કરતાં લખે છે કે ‘ તે દરરોજ કેટલા લોકોને ભોજન કરાવતાં તે હું ચોક્કસ કહી શકું તેમ નથી….’ રામેશ્વરમ મંદિરના મુખ્ય પૂજારી  શ્રી લક્ષ્મણ શાસ્ત્રીની તેમના  પિતાજી  સાથેના ગાઢ મિત્રતાનો ખાસ ઉલ્લેખ કરતાં ડૉ.કલામ જણાવે છે કે મારા પિતા અને શાસ્ત્રીજી ધાર્મિક અને આધ્યાત્મિક ચર્ચાઓમાં  મશગુલ રહેતા.

🐝🎯ડૉ.કલામના જીવનમાં તેમના પિતાની ઉંડી અસર વર્તાય છે.

🐝🎯 તેમણે સમગ્ર જીવન દરમિયાન તેમના વિજ્ઞાન અને ટેકનોલોજીના જગતમાં તેમના પિતાને અનુસરવાનો પ્રયાસ કર્યો હતો.

🐝🎯લગભગ છ વર્ષની વયે તેમને અહમદ જલાલુદીનનો પરિચય થાય છે.ઓછું  શિક્ષણ હોવા છતાં  જલાલુદીન હંમેશા તેમને અભ્યાસમાં પ્રોત્સાહિત કરતા હતા.

🐝🎯રામેશ્વરમ અને ધનુષકોડી વચ્ચે આવતાં રામેશ્વરમ રોડ પર ચાલતી ટ્રેનમાંથી છાપાના બંડલ ફેંકીને મેળવેલી પ્રથમ આવક માટેગૌરવની લાગણી તેમણે અનુભવી હતી.
🐝🎯પોતાને વારસામાં પિતા પાસેથી પ્રમાણિકતા અને આત્મશિસ્ત મળ્યા હોવાનો ગર્વ કરતાં ડૉ.કલામ કહે છે કે તેને પરિણામે જ તેમની જિંદગીમાં મોટું પરિવર્તન આવી શક્યું  હતું.

🐝🎯શાળા જીવન દરમિયાન વિજ્ઞાન શિક્ષક શિવસુબ્રમણ્ય ઐયર તેમની સાથે કલાકો ગાળતા અને કહેતા : કલામ , હું તને એટલો વિકસિત જોવા માંગું છું.

🐝🎯જેથી તું મોટા શહેરોમાં ખૂબ શિક્ષિત લોકોની સમકક્ષ ઊભો રહી શકે …’ શ્રી ઐયર  જેવા વૈદિક બ્રાહ્મણના ઘેર ભોજન કરવાના પ્રસંગે શિવસુબ્રમણ્ય ઐયરના સામાજિક  બંધનો તોડવાના પ્રયાસનો ખાસ ઉલ્લેખ તેમણે  કર્યો છે.

📿🔊આગળ વાંચો....
🔵👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🔵

🔵👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🔵

🐝🎯રામનાથપુરમની સ્વાર્ટજ  હાઇસ્કુલના શિક્ષક ઈમાદુરાઈ  સોલોમન  તેમના શ્રેષ્ઠ  માર્ગદર્શક બની રહ્યા.

🐝🎯ડૉ.કલામલખે છે ‘ બાળપણથી જ મને આકાશનાં રહસ્યો અને પક્ષીનાં ઉડ્ડયનો પ્રત્યે ખૂબ આકર્ષણ હતું…….

🐝🎯સ્વાર્ટજ હાઇસ્કુલથી ત્રીચિની સેન્ટ જોસેફ કોલેજ સુધીના વિદ્યાર્થીકાળમાં ડૉ.કલામ અંગ્રેજી સાહિત્યથી માંડીને તત્વજ્ઞાનના વાંચન તરફ વળે છે.

🐝🎯આ સમય દરમિયાન જ તેમણે ભૌતિકશાસ્ત્રમાં ખૂબ જ રસ પડવા લાગ્યો.
🐝🎯વિજ્ઞાન વિશે ડૉ. કલામ કહે છે, ‘’ વિજ્ઞાન હંમેશા આધ્યાત્મિક સમૃદ્ધિ અને આત્મસાક્ષાત્કારનો માર્ગ રહ્યું છે…….’’

🐝🎯દ.ભારતની મદ્રાસ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ મેળવતી વખતે પડેલી પૈસાની તંગી અને આ સ્થિતિમાં બહેન જોહરાની બંગડીઓં અને હાર ગીરવે મૂકીને ભરેલ ફી જેવી પરીસ્થિતિ પછી સખત અભ્યાસ કરીને શિષ્યવૃત્તિ મેળવવા પૂરા જોશથી ડૉ. કલામ મંડી પડ્યા. એરોનોટીકલ ઈજનેરી પસંદ કર્યા બાદ ડૉ. કલામનું વિમાનો ઉડાડવાનું ધ્યેય સ્પષ્ટ હતું.
🐝🎯પ્રો. સ્પેન્ડ , પ્રો. એ.કે.વી. અને પ્રો. નરસિંહરાવના માર્ગદર્શન હેઠળ તેમની વ્યાવસાયિક કારકિર્દીનું ઘડતર  થયું.

🐝🎯 ડૉ. કલામની વ્યાવસાયિક ગુણવત્તા ઘડવામાં ટએમનો સિંહફાળો હતો.

🐝🎯આત્મકથામાં ડૉ.કલામનો સ્વભાવ અને વ્યક્તિત્વનો ખાસ ઉલ્લેખ કરે છે.

🐝🎯પુસ્તકની રસપ્રદ બાબત એ છે કે તેમની શાળા કોલેજના શિક્ષકો અને સાથી વિજ્ઞાનીઓના સુંદર વ્યકિતચિત્રો દ્વારા ડૉ.કલામ કોઈ વ્યકિતગત ઘટનાથી વાચકને પર  કરીને તેમને એરફોર્સ પાયલોટ બનવાના નિષ્ફળ પ્રયાસો તેમજ કલેકટર બનવાની ઈચ્છા  છતાં પોતે રોકેટ ઇજનેર કેમ બન્યા તેની છણાવટ  પુસ્તકમાં ઉપસી આવી છે. ડૉ. કલામના મત પ્રમાણે તેમના માતા પિતા  તથા શિક્ષકો  અને માર્ગદર્શકો પ્રત્યે ઋણ અદા કરવાનો આ પુસ્તકમાં તેમનો પ્રયાસ છે.

🐝🎯ડૉ. કલામની સફળતા કે નિષ્ફળતાની જ અંગત કથા માત્ર નથી, પણ પ્રોધોગીકી  ક્ષેત્રે સંઘર્ષ કરતાં આધુનિક ભારતની કહાની છે.

🐝🎯ઈશ્વરના અનહદ આશીર્વાદની કામના સાથે ડૉ. કલામ ઈશ્વરની ભવ્યતાને વર્ણવે છે. અને વિન્રમતાપૂર્વક કહે છે કે કદી નાના કે અસહાય ન અનુભવવું , આપણે બધાં આપણામાં દિવ્ય અગ્નિ સાથે જન્મ્યા છીએ.

🐝🎯આ આત્મકથામાં પ્રો. સારાભાઈ , સતીશ ધવન , ડૉ.બ્રમપ્રકાશ , જર્મન રોકેટ વિજ્ઞાની વોનબરોન  જેવા મહાન વૈજ્ઞાનિકો સાથેના સંસ્મરણો  સાથે આ લેખની આ કથા માત્ર આત્મકથા બની ન રહેતા જીવનોપયોગી પુસ્તક હોવાનો ઉત્તમ નમૂનો પૂરો પાડે છે.

🐝🎯 શ્રી હરેશ ધોળકિયાએ આ પુસ્તકનો ખુબ જ સુંદર અનુવાદ કર્યો છે.

🏵🌺જ્ઞાન કી દુનિયા 🌺🏵

🎆🎆-મારી હકીકત🎆🎆

🔵👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🔵

🌺પુસ્તકનું નામ     :-મારી હકીકત(૧૮૬૬)
🌺લેખકનુંનામ    :-  કવિ નર્મદ
🌺સાહિત્ય પ્રકાર  :-  આત્મકથા
🌺ગુજરાતી ભાષાની સર્વપ્રથમ આત્મકથા- ‘ મારી હકીકત ‘

🥀🎯કવિ નર્મદની આત્મકથા ‘ મારી હકીકત ‘ ગુજરાતી ભાષાની સર્વપ્રથમ આત્મકથા છે.

🥀🎯નર્મદે આ આત્મકથા ઈ.સ. ૧૮૬૬માં લખી હતી.

🥀🎯નર્મદે ૧૮૩૩ થી ૧૮૬૬ સુધીનું પોતાના ૩૩ વર્ષના જીવનની કથા વ્યથા કહેતી જીવની લખી નાખી હતી.

🥀🎯 આત્મકથા શબ્દ પહેલા પ્રચલિત ન હતો માટે એ ગ્રંથને ‘ સ્વજીવન’ પ્રકારનો ગ્રંથ  ગણવામાં આવતો હતો.

🥀🎯 પરતું નર્મદ  પોતાની આ કૃતિને આત્મકથા  કરતાં ‘ ખરડો’ કહેવાનું પસંદ કરે છે.

🥀🎯 ‘મારી હકીકત’ મૂળ તો બે કોલમમાં વહેચાયેલ છે. આત્મકથામાં દસ વિરામ  એટલે કે દસ પ્રકરણો છે.

🥀🎯 વિરામ ૧માં લેખક પોતાના જન્મ, ગોત્ર અને જ્ઞાતિ વિશે લખ્યું છે.

🥀🎯 તેમનો જન્મ સંવત ૧૮૮૯ના પહેલા ભાદરવા સુદ દસમને શનિવારે એટલે કે સને ૧૮૩૩ના ઓગસ્ટ મહિનાની ૨૪મી તારીખે સવારે સુરતમાં થયો હતો.

🥀🎯ત્યારપછી તેમણે ગોત્ર અને જ્ઞાતિ વિશે વિસ્તૃત માહિતી આપી છે.

🥀🎯બીજા વિરામમાં વડીલો અને માબાપ, ત્રીજા વિરામમાં તેમનું બાળપણ અને પ્રાથમિક શિક્ષણ, ચોથા વિરામમાં અંગ્રજી સ્કુલ અને કોલેજ, પાંચમા વિરામમાં રાંદેરમાં શિક્ષક, છટ્ઠા વિરામમાં કવિપદની તૈયારી, સાતમાં વિરામમાં કલમને ખોળે, આઠમાં વિરામમાં જ્દુનાથજી સાથે પ્રસંગ, નવમા વિરામમાં કીર્તિનો મધ્યાહ્ન અને દસમાં વિરામમાં સરસ્વતીમંદિરમાં ખુબ જ વિસ્તૃત અને રસપ્રદ માહિતી આપી છે.

🥀🎯દસ વિરામ પછી ડાયરી, નર્મપત્રધારામાંથી, પોતાની કવિતા વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.

🥀🎯આત્મકથાને અંતે ધર્મ ધ્યાન વિષે આત્મકથનમાં ધર્મતંત્ર,ધ્યાન વિશે વાત કરી છે.

🥀🎯વિરામ ૧માંપોતાના જન્મ વિશે લખ્યું છે કે પ્રસવવેળાએ મારી માને ઘણું દુ:ખ થયું હતું.

🥀🎯હું જન્મ્યો ત્યારે મારું માથું ઘણું જ લાંબુ હતું. તેથી ચહેરો વિચિત્ર દેખાતો હતો. છ મહિનામાં હું ઘૂટણીયો તાણતો હતો. તો વિરામ ચારમાં પોતાના વાંચનરસ વિશે લખતા કહે છે કે કોલેજમાં દાખલ થયા પછી મરજી મુજબ લેસન કરવાનું  હોવાથી ( કેમ કે કોલેજમાં  કંઈ રોજ લેસન આપવાં પડતાં નહિ.

🥀🎯ફક્ત પ્રોફેસરો લેક્ચર આપતા તે સાંભળ્યા કરવાનું હતું ) હું મારો તે સમય અંગ્રેજી ચોપડીઓ વાંચવામાં ગાળતો હતો.
🥀🎯છટ્ઠા વિરામમાં કવિતા કેવી રીતે લખવાની શરૂઆત કરી તેની છણાવટ કરી છે.

🥀🎯આત્મકથા પ્રગટ થયા પછી વિવાદ થશે અને સગાંવ્હાલાઓને નહિ ગમે એ નર્મદને ખબર હતી.

🥀🎯માટે તેમણે પોતાના મૃત્યું પછી જ પ્રગટ થાય તેની તકેદારી રાખી હતી. શું લખવાનું છે અને લખ્યા પછી શું થશે એ અંગે નર્મદે બહુ સ્પષ્ટ હતા.

🥀🎯માટે તેમણે લખ્યું છે, ‘ આ હકીકતમાં જે લખવાનું ઘટતું નહિ જ વિચારું તે તો હું નહિ જ લખું.પણ જે જે હું લખીશ તે તો મારી જાણ પરમાણે સાચેસાચું જ લખીશ, પછી તે મારૂ સારું સારું હો કે નરસું હો લોકને પસંદ પડો કે ન પડો’.

🥀🎯‘ હું ભાંગ પીતો, પાક ખાતો અને બૈરાઓમાં મહાલતો’  લેખકની તટસ્થા અને નિર્ભીકતા આ શબ્દોમાં જોઈ શકાય.

🥀🎯આત્મકથા શા માટે લખી છે  તેનો ખુલાશો નર્મદે પ્રથમ વિરામમાં જ કરી દીધો છે.

🥀🎯અહી નર્મદના નિર્ભીક સત્ય કથનના દર્શન થાય છે. મારી હકીકત નર્મદની નિખાલસ  જીવનકથા છે.

🥀🎯તો બીજી તરફ તેના સમયની પ્રજાનાં આચારવિચાર અને વ્યવહારને રજૂ કરતી પૂરેપૂરી દસ્તાવેજી કથા છે.

🏵🌿 જ્ઞાન કી દુનિયા 🌿🏵

Monday, 13 March 2017

🎆🎆કરણઘેલો🎆🎆

🔵👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🔵

🥀પુસ્તકનું નામ    :- કરણઘેલો

🥀લેખકનુંનામ    :- નંદશંકર તુલજાશંકર મહેતા

🥀સાહિત્ય પ્રકાર  :- નવલકથા

🥀ગુજરાતી સાહિત્યની સર્વપ્રથમ નવલકથા- કરણઘેલો

🌿🎯કરણઘેલો એ ઈ.સ. ૧૮૬૬માં લખાયેલ ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા છે.

🌿🎯નંદશંકરે આ નવલકથા ૩૦ વર્ષની નાની વયે લખાયેલ છે.

🌿🎯 કરણઘેલો કઈ રીતે રચાઈ તેનો જવાબ નંદશંકરે પુસ્તકની પ્રસ્તાવનામાં જ આપે છે.

🌿🎯આ સમયમાં ઘણાખરા લોકોને ગુજરાતી કવિતામાં લખેલી વાર્તાઓ વાંચવાનો ઘણો શોખ છે.

🌿🎯 પણ હજી સુધી એવી વાર્તાઓ ગ્રંથમાં લખાયેલી ગુજરાતી ભાષામાં ઘણી જ ઓછી છે.

🌿🎯અને જે છે તે લોકમાં પ્રસિદ્ધ નથી, આ ખોટ પૂરી પાડવાને તૈયાર કરાવવાને આ પ્રાંતના માજી  એજ્યુકેશનલ  ઇન્સ્પેક્ટર મહેરબાન રસલ સાહેબ મારી આગળ પોતાની મરજી જણાવી તથા એક વાર્તા બનાવવાનું સાહેબે કહ્યું.

🌿🎯 તે પરથી આ પુસ્તક આશરે ત્રણ વર્ષ ઉપર રચ્યું પણ કેટલાક કારણોસર તે ઝડપથી છાપવાનું બન્યું નહી.

🌿🎯આ પરથી સ્પષ્ટ થાય કે અંગ્રેજીની પ્રેરણાથી નંદશંકરે આ નવલકથા લખી હતી.

🌿🎯આ નવલકથાની પ્રથમ આવૃત્તિ મુંબઈ સરકારે પોતાના ખર્ચો પ્રગટ કરી હતી.

🌿🎯માટે નિયમ પ્રમાણે નંદશંકરે તેના કોપીરાઈટ સરકારને આપી દેવા પડ્યા હતા.
🌿🎯તેના બદલામાં સરકારે તેમને બાંધી રકમ આપવાનું નક્કી થયું હતું.

🔊આગર વાંચો......
🔵👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🔵

🔵👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🔵

🌿🎯વાર્તાનું કેન્દ્રસ્થાન પુરાતન પાટણ શહેર છે.

🌿🎯ફાર્બસ સંપાદિત ‘ રાસમાળા’ માંથી ગુજરાતના અંતિમ રાજપૂત  રાજા કરણઘેલાને પાત્ર બનાવી નંદશંકરે તેની આસપાસ કલ્પનાસૃષ્ટિ રચી છે.

🌿🎯ઘણીખરી ઘટનાઓ  અને પાત્રો ઐતિહાસિક છે.

🌿🎯પાટણનો ઇતિહાસ જાણનારાઓને આ વાર્તા જાણીતી લાગશે.

🌿🎯 તે સમયના દિલ્લીના મુસલમાન પાદશાહોની રાજનીતિ, રાજપૂત સ્ત્રી પુરૂષોનું શૂરાતન , મુસલમાનોનો જુસ્સો,ધર્મચરણ, કુલાભિમાન, હિન્દુઓ પર દર્ભદ્વેષ વગેરે બાબતોનું સાચું ચિત્રણ રજુ કરવાનો આ કથાનો મૂળ ઉદેશ છે.

🌿🎯પાટણ, દિલ્લી અને બાગલાણ આ ત્રણ કથાના કેન્દ્રસ્થાન છે.

🌿🎯કેશવની પત્ની ગુણસુંદરીને સત્ ચડતાં તે રાજાના અને પાટણના વિનાશનો શાપ આપે છે.

🌿🎯 સતીનો આ શાપ નવલકથાનું કથાબીજ બને છે.

🌿🎯કરણઘેલો નામના રાજવીના જીવન કથન રજુ કરાય છે.

🌿🎯એક ભાટના કવિત રચિત ઉપરથી હણાય છે કે ગુજરાત એટલે ગુજ્જર દેશમાં સંવત ૮૦૨  એટલે ઈ.સ. ૭૪૬ના વર્ષમાં એક શહેર સ્થાપવામાં આવ્યું હતું.

🌿🎯મહા વદ સાતમને શનિવાર પાછલા પ્હોરમાં ત્રણ કલાકે વનરાજનો હૂકમ જાહેર થયો.

🌿🎯જયોતિષવિધામાં ઘણા પ્રવીણ એવા જૈનમાર્ગના જોષીઓંને બોલાવી પ્રશ્ન કરવામાં આવ્યો કે, તે વખતે તેઓને  શહેરના જન્માક્ષર તપાસીને ૧૨૯૭માં તે નગરનો નાશ થશે…

🌿🎯લેખક નવલકથાના મુખ્ય પાત્ર કરણઘેલાનું સરસ પાત્રાલેખન કરતાં લખ્યું છે કે કરણરાજાની ભરજુવાની હતી તેની ઉંમર ત્રીસ વર્ષની હતી.

🌿🎯તેનું શરીર પરમેશ્વરની કૃપાથી નાનપણથી અંગકસરત ખડતલ, પાતળું અને જોરાવર હતું.

🌿🎯તેની ચામડીનો રંગ ઘઉંવર્ણો, શરીરે લાંબો હતો. તેનું મોં લંબગોળ હતું. તેનું નાક સીધું તથા લાંબુ હતું. તેના હોઠ નાના તથા બીડાયેલ હતા.

🌿🎯જેથી હણાતું હતું કે  તે ઘણો આગ્રહી એટલે જ કામ મનમાં ધારે તે કર્યા વિના રહેતો નહિ એ એનો સ્વભાવ હતો.

🌿🎯આ નવલકથામાં ૧૮૩૭માં સુરતમાં લાગેલી આગ અને ત્યારપછી ઘર કરી ગયેલા વહેમો પણ નિરૂપાયા છે.

🌿🎯 વસ્તુની પસંદગી, તેની માવજત  અને નાયકનું પાત્રાલેખન  ત્રણેય બાબતમાં લેખકની સારી સફળતા મેળવી છે.

🌿🎯આ પુસ્તકમાં શરૂઆતથી જ ખબર પડી જાય છે કે લેખનમાં ઘણી ખામીઓ છે. વાક્યો ઘણા જ લાંબા અને ગુજરાતી પણ આજના કરતાં અલગ છે.

🌺🔊જ્ઞાન કી દુનિયા 🔊🌺

🎆🎆 ‘સરસ્વતીચંદ્ર’ ભા.૧ થી ૪ (૧૮૮૭)🎆🎆

🌿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🌿

🥀પુસ્તકનુંનામ   :-    ‘સરસ્વતીચંદ્ર’ ભા.૧ થી ૪ (૧૮૮૭)

🥀લેખકનુંનામ     :-     ગો.મા.ત્રિપાઠી

🥀સાહિત્ય પ્રકાર  :-    મહાનવલકથા

🥀ગુજરાતી ભાષાની પ્રથમ મહાનવલકથા- સરસસ્વતીચંદ્ર

💐આધુનિક ભારતની સૌથી મોટી અને લાંબી નવલકથા સરસ્વતીચંદ્ર ભાગ- ૧,૨,૩,૪ (૧૮૮૭, ૧૮૯૨, ૧૮૯૮, ૧૯૦૧) : ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની અમર ઐતિહાસિક મહાનવલકથા છે.

💐ગુજરાતી સાહિત્યની પ્રથમ મહાનવલકથા છે.

💐આશરે ૨૨૦૦ પૃષ્ઠમાં વિસ્તરેલી આ કથાને ‘પુરાણ’, ‘પંડિતયુગનું મહાકાવ્ય’, ‘મહાનવલ’ વગેરે રૂપે ઓળખાવવામાં આવી છે.

💐પ્રથમ ભાગમાં સુવર્ણપુરમાં બુદ્ધિધન અને શઠરાય વચ્ચે ચાલતી સત્તાની સ્પર્ધા, એ સ્પર્ધામાં બુદ્ધિધનનો શઠરાય પર-સદનો અસદ પર-વિજય આલેખી લેખકે તત્કાલીન દેશી રાજ્યોમાંનાં ખટપટ અને

💐કુટિલતાનું વાસ્તવિક ચિત્ર ઉપસાવ્યું છે.

💐કુમુદસુંદરીના શ્વસુર, સુવર્ણપુરના અમાત્ય બુદ્ધિધન સાથે સંકળાયેલી રાજખટપટનું અને બુદ્ધિધન તેમ જ શઠરાયના કૌટુંબિક જીવનનું ચિત્ર વિશેષ ધ્યાન ખેંચે છે.

💐એની સાથે સરસ્વતીચંદ્ર અને તેનાં કુટુંબજીવનની કથા નિમિત્તે મુંબઈના ધનાઢ્ય મનુષ્યોનો જીવનવ્યવહાર આલેખાયો છે.

💐બુદ્ધિધન-શઠરાય એ સદ્-અસદ્ બળો વચ્ચે ચાલતા સત્તાના સ્થૂળ સંઘર્ષના તથા બુદ્ધિધન અને શઠરાયનાં કુટુંબોના વિરોધી ચિત્રોના આલેખનથી કથારસ મળે છે. 

💐‘જવનિકાનું છેદન અને વિશુદ્ધિનું શોધન’ માં નિરૂપાયેલો કુમુદસુંદરીના ચિત્તમાં ચાલતો સંઘર્ષ એનો ઉત્તમ નમૂનો છે.

💐વિપુલ પાત્રો આ નવલકથાની બીજી વિશેષતા છે.

💐બીજા ભાગમાં કુમુદની માતા ગુણસુંદરીના સંયુક્ત કુટુંબની કથા છે.

💐સહિષ્ણુ અને ત્યાગશીલા ગુણસુંદરીની કુટુંબકથા નિમિત્તે સંયુક્ત કુટુંબનાં વિવિધ પાસાં ઊંડળમાં લીધાં છે.

💐 ગુણસુંદરીના ત્યાગશીલ વ્યક્તિત્વથી અને વિદ્યાચતુરનાં કુટુંબીજનોના સ્વાર્થપટુ માનસમાંથી જન્મતી પરિસ્થિતિથી કથા રસિક બની છે.

💐 ત્રીજા ભાગમાં રત્નનગરીના મલ્લરાજ-મણિરાજની કથા નિમિત્તે આદર્શ દેશીરાજ્યનું ચિત્ર ઉપસાવ્યું છે.

💐 કુમુદના પિતા વિદ્યાચતુર જે રત્નનગરીના અમાત્ય છે તે નગરીના રાજ્યતંત્રની કથા છે.

💐 ત્રીજા ભાગમાં સંઘર્ષ વિશેષતઃ વૈચારિક ભૂમિકાએ રહે છે.

💐 મહાભારતનાં પાત્રોને રૂપકાત્મક અર્થમાં નિરૂપીને દેશી રાજ્યની ચર્ચા થઈ છે તો ચોથા ભાગમાં સંઘર્ષનું તત્વ અલ્પ અને વિચારનું તત્વ વધુ હોઈ નવલકથા નિબંધાત્મક બનતી જાય છે.

💐સરસ્વતીચંદ્ર-કુમુદનું જયાં પુનર્મિલન થયું એ સુંદરગિરિ પર્વત પરના સાધુઓના જીવનની કથા અને એ દ્વારા મનુષ્યના જીવનકર્તવ્યની વિશદ મીમાંસા તેમ જ સરસ્વતીચંદ્ર-કુમુદનાં સહસ્વપ્નોની કથા દ્વારા ભવિષ્યના ભારતનું દર્શન છે.

💐 ચોથા ભાગમાં વિષ્ણુદાસ સાધુ અને ચંદ્રાવલી મૈયાના મઠનાં સાધુ-સાધ્વીઓની કથા દ્વારા મનુષ્યના આધ્યાત્મિક જીવનના પ્રશ્નો ચર્ચ્યા છે.

🏵👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🏵

🏵👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🏵

💐સરસ્વતીચંદ્ર ચારેય  ભાગમાં કથા સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરીના પ્રણયની છે.

💐મુંબઈના ધનવાન વેપારી લક્ષ્મીનંદનનો યુનિવર્સિટીની કેળવણી પામેલો, વિદ્યાવ્યાસંગી, વૈરાગ્યવૃત્તિવાળો અને ગુણવાન પુત્ર સરસ્વતીચંદ્ર અપરમા ગુમાનની કાનભંભેરણીથી પિતાએ કહેલાં કટુ વચનો અને કરેલા આક્ષેપોથી આવેશમાં આવી પિતાની સંપત્તિનો તથા પોતાની વાગ્દત્તા અને રત્નનગરીના અમાત્યની પુત્રી કુમુદસુંદરીનો ત્યાગ કરી ઘર છોડી ચાલ્યો જાય છે એ આ પ્રણયકથાનો ધરીરૂપ પ્રસંગ છે.

💐સરસ્વતીચંદ્રના ગૃહત્યાગથી કુમુદસુંદરીનાં લગ્ન સુવર્ણપુરના અમાત્ય બુદ્ધિધનના અલ્પશિક્ષિત અને દુરાચારી પુત્ર પ્રમાદધન સાથે થાય છે.

💐વિદ્યાચતુરના ઘરમાં મળેલાં કેળવણી ને સંસ્કારને લીધે વિધારસિક કુમુદસુંદરી મનોમન પ્રમાદધન અને સરસ્વતીચંદ્રની સરખામણી કરતી શ્વસુરગૃહે વ્યથિત રહે છે.

💐પતિવ્રતા ધર્મ પ્રમાણે સરસ્વતીચંદ્રને ભૂલવા યત્ન કરે છે, પણ ભૂલી નથી શકતી.
💐ગૃહત્યાગ કરીને નીકળેલા પણ કુમુદનું મન જાણવા તેને મળવાની અપેક્ષાએ રત્નનગરી જવા નીકળેલો સરસ્વતીચંદ્ર સમુદ્રના તોફાનને લીધે વહાણ સુવર્ણપુરના આરે આવી પહોંચતાં, અમાત્ય બુદ્ધિધન સાથેના પરિચયમાં પોતાનાં જ્ઞાન અને શીલથી બુદ્ધિધનને આકર્ષે છે અને નવીનચંદ્ર નામ ધારણ કરી અમાત્યના ઘરમાં એક વિશ્વાસપાત્ર સ્વજન બની રહે છે.

💐બુદ્ધિધન તેને રાજ્યમાં સારી નોકરી આપવાની વાત કરે છે, પરંતુ કંઈક બુદ્ધિધનના ઘરમાં કુમુદની દુઃખી હાલત જોઈ વ્યથિત બનેલો, કંઈક અનુભવાર્થી બનવાની ઈચ્છાથી, તો કંઈક કુમુદની લાગણી સમજીને દૂર થવા સારુ તે સુવર્ણપુર છોડી જાય છે.

💐 જંગલમાં બહારવટિયાઓને હાથે એનું ઘાયલ થવું અને સુંદરગિરિ પર્વત પરના વિષ્ણુદાસ તથા તેમના સાધુઓની અનુકંપાએ મઠમાં જવું; તો બીજી તરફ પિયર જવા નીકળેલી કુમુદસુંદરીનું એ જ જંગલમાં બહારવટિયાઓના ડરથી કે સ્વેચ્છાએ કે પગ લપસવાથી સુભદ્રા નદીમાં પડી તણાવું અને સંગમતટે ચંદ્રાવલી મૈયાની સહાયથી ઊગરી એના આશ્રમમાં મધુરીમૈયા નામે રહેવું અને પછી હૃદયસાંત્વન અર્થે સુંદરગિરિ પર્વત પર જતાં, ત્યાં સરસ્વતીચંદ્રનો પુનર્મેળાપ થવો; તો ત્રીજી તરફ પ્રમાદધનનું અપમૃત્યુ થવું-એ આ પ્રણયકથાની બીજી મહત્વની ઘટનાઓ છે.

💐સુંદરગિરિના સાધુઓ દ્વારા વિધવા કુમુદ અને સરસ્વતીચંદ્રનાં લગ્ન માટેના પ્રયત્નરૂપે વિષ્ણુદાસના આદેશથી બંનેને સૌમનસ્ય ગુફામાં પંચરાત્રિનો એકાંતવાસ આપવામાં આવે છે; પરંતુ લૌકિક દ્રષ્ટિએ બધી બાજુથી વિચારતાં સરસ્વતીચંદ્ર કુમુદની નાની બહેન કુસુમ સાથે લગ્ન કરે છે અને કલ્યાણગ્રામની પોતાની યોજના સાકાર કરવા તે સંસારમાં પાછો ફરે છે.

💐 આ નવલકથા પ્રણયકથા નિમિત્તે સંસ્કૃતિકથા છે; તેથી ચારે ભાગમાં લેખકે પ્રણયકથાની સાથે અન્ય કથાઓ પણ ગૂંથી છે અને તદર્થે એમનાં જુદાં જુદાં લક્ષ્ય રહ્યાં છે. ગોવર્ધનભાઈ ત્રિપાઠી સંસ્કૃત અને અંગ્રેજીના ઊંડા અભ્યાસી હતા પરિણામે નવલકથામાં સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના કોટેશન જોવા મળે છે.

💐 એકથી વધુ કથાઓ આ કૃતિમાં ભળેલી હોવાને કારણે કથાસાતત્ય એમાં તૂટે છે એ સાચું, પરંતુ કથાસંકલનાની, પોતાના કોઈ પણ પુરોગામી અને ઘણા અનુગામીઓએ ન બતાવેલી સૂઝ લેખકે અહીં બતાવી છે ચારે ભાગમાં સસ્વતીચંદ્ર-કુમુદના પ્રણયસંદર્ભમાં લાગણીના સૂક્ષ્મ સંઘર્ષનું જ્યાં આલેખન થયું છે.

💐 જીવનના વિવિધ સ્તરમાંથી આવતાં, ભૂત-વર્તમાન-ભવિષ્યનાં પ્રતિનિધિ, વાસ્તવદર્શી ને ભાવનાદર્શી આ પાત્રો દ્વારા ૧૯મી સદીના ગુજરાતના સમાજજીવનનું એક ભાતીગળ ને સંકુલ ચિત્ર અહીં ઊભું થાય છે. પોતાના અનુભવમાં આવેલી વ્યક્તિઓ પરથી ઘણાં મુખ્ય-ગૌણ પાત્રોનું સર્જન લેખકે કર્યું છે છતાં વિભિન્ન પરિસ્થિતિમાં દરેક પાત્રને પોતાના સ્થાન પ્રમાણે મૂલ્ય પ્રાપ્ત થાય છે.

💐 આ ઐતિહાસિક નવલકથા ઉપરથી સરસ્વતીચંદ્ર ગુજરાતી ફિલ્મ બની છે.

💐 આ નવલકથાને અત્યારે ૧૨૫ વર્ષો કરતાં પણ વધૂ વર્ષો થવા છતાં આજેય  એની તુલનામાં આવી શકે તેવી નવલકથા હજુ સુધી ગુજરાતી ભાષામાં લખાઈ નથી.

🔊જ્ઞાન કી દુનિયા 🔊