Wednesday 28 December 2016

Std 7 $ci. ◼પ્રકરણ - 2 આહારના ઘટકો◼

⚫વિજ્ઞાન અને ટેક્નોલોજી⚫
⚫ધોરણ: 7⚫
⚫સત્ર: 1⚫

◼પ્રકરણ - 2 આહારના ઘટકો◼

🛍ખાદ્ય પદાર્થમાં કાર્બોદિત(સ્ટાર્ચ)ની હાજરી જાણવા કયા પદાર્થના દ્રાવણનો ઉપયોગ થાય છે ?
✔આયોડિન

🛍કયા આહારમાંથી કાર્બોદિત વધુ પ્રમાણમાં મળે છે ?
✔ભાત

🛍કયો ખાદ્ય પદાર્થ કાર્બોદિતનો સ્ત્રોત છે ?
✔ધાન્ય

🛍આહારનો કયો ઘટક શરીરમાં શક્તિદાતા તરીકે વર્તે છે ?
✔ કાર્બોદિત

🛍કોને આહારનો મુખ્ય ઘટક ગણવામાં આવે છે ?
✔ કાર્બોદિત

🛍આહારનો કયો ઘટક શરીરને શક્તિ અને ગરમી પૂરી પાડે છે ?
✔ચરબી

🛍ક્યા આહારમાંથી ચરબી મળે છે ?
✔ દૂધ

🛍આહારનો કયો ઘટક શરીરમાં શક્તિસંચય તરીકે ઉપયોગી છે ?
✔ચરબી

🛍કયા ખાદ્ય પદાર્થમાં ચરબી વિશેષ પ્રમાણમાં હોય છે ?
✔ઘી

🛍તૈલી પદાર્થોમાંથી આહારનો કયો ઘટક મળે છે ?
✔ચરબી

🛍દરેક દાળમાંથી આહારનો કયો ઘટક મળે છે ?
✔પ્રોટીન

🛍આપણા શરીરનો બંધારણીય ઘટક કયો છે ?
✔પ્રોટીન

🛍શામાંથી પ્રોટીન વધુ માત્રામાં મળી રહે છે ?
✔સોયાબીન

🛍આહારનો કયો ઘટક અંતસ્ત્રાવોના બંધારણ માટે જરૂરી છે ?
✔ પ્રોટીન

🛍આહારનો કયો ઘટક સ્નાયુઓના સંકોચન માટે જરૂરી છે ?
✔પ્રોટીન

🛍આહારનો કયો ઘટક ચેપ સામે રોગપ્રતિકારક શક્તિ આપે છે ?
✔પ્રોટીન

🛍વિટામિન Aની ઊણપથી કયો રોગ થાય છે ?
✔ રતાંધળાપણું

🛍વિટામિન Bની ઊણપથી કયો રોગ થાય છે ?
✔બેરીબેરી

🛍વિટામિન Cની ઊણપથી કયો રોગ થાય છે ?
✔સ્કર્વી

🛍વિટામિન Dની ઊણપથી કયો રોગ થાય છે ?
✔સુકતાન

🛍આમળાંમાં કયું વિટામિન વધુ પ્રમાણમાં હોય છે ?
✔ વિટામિન C

🛍સૂર્યનાં કિરણો શરીર પર પડવાથી શરીરમાં કયું વિટામિન સંશ્લેષિત થાય છે ?
✔વિટામિન D

🛍શરીરમાં થતી ચયાપચયની ક્રિયાઓના સંશ્લેષણ દ્વારા આપણને કયું વિટામિન પ્રાપ્ત થાય છે ?
✔વિટામિન K

🛍દૂધમાં કયું વિટામિન હોતું નથી ?
✔વિટામિન C

🛍નીચેના પૈકી કયો રોગ હાડકાંને લગતો છે ?
✔ સુકતાન

🛍કયું વિટામિન રક્તના સંવર્ધનમાં મદદ કરે છે ?
✔વિટામિન K

🛍કયું વિટામિન રુધિર જામી જવામાં મદદ કરે છે ?
✔વિટામિન K

🛍હાડકાંના બંધારણ માટે કયો ખનીજ ક્ષાર જરૂરી છે ?
✔કૅલ્શિયમ

🛍હિમોગ્લોબિનના બંધારણમાં કયો ખનીજ ક્ષાર જરૂરી છે ?
✔લોહતત્ત્વ

🛍કયા ખનીજ ક્ષારની ઊણપથી ગૉઈટર નામનો રોગ થાય છે ?
✔આયોડિન

🛍સલ્ફર (ખનીજ ક્ષાર) ક્યા ખાદ્ય પદાર્થમાંથી મળે છે ?
✔ ડુંગળી

🛍કયા ખાદ્ય પદાર્થમાં આહારના મોટા ભાગના ઘટકો સમાવિષ્ટ છે ?
✔ દૂધ

🛍શરીરમાં પ્રોટીનની ઊણપથી થતો ત્રુટિજન્ય રોગ કયો છે ?
✔ક્વોશિયોરકોર

🛍શરીરમાં આયર્ન (લોહતત્વ)ની ઊણપથી થતો ત્રુટિજન્ય રોગ કયો છે ?
✔એનિમિયા

🛍કયો ત્રુટિજન્ય રોગ વિટામિનની ઊણપથી થતો નથી ?
✔મરાસ્મસ

🛍પેલાગ્રા આહારના કયા ઘટકની ઊણપથી થતો રોગ છે ?
✔ વિટામિન

🛍દાંતમાંથી લોહી નીકળે તો કયા વિટામિનની ઊણપ હોય ?
✔વિટામિન C

🛍વંધ્યત્વ કયા વિટામિનની ઊણપથી થતો રોગ છે ?
✔વિટામિન E

🛍ખોરાક જરૂર કરતાં વધુ ખાવાથી કે ઓછો ખાવાથી સર્જાતી શારીરિક ખામીને શું કહે છે ?
✔કુપોષણ

💭સમીર પટેલ 💭
🎀📇🎀📇🎀📇🎀📇🎀📇

No comments:

Post a Comment