Friday 6 January 2017

💐💐રાષ્ટ્રપતિને 10 સત્તાઓ💐💐

😘: 🔊⭕⭕⭕⭕⭕⭕⭕⭕🔊

◼(૧) કારોબારી (એકઝિક્યુટિવ) સત્તાઓ◼
    
➖ભારતના રાષ્ટ્રપતિને આ સત્તાઓ બંધારણના આર્ટિકલ ૫૩ અન્વયે મળ્યા છે.
➖કેન્દ્રની તમામ કારોબારીની નિમણુક જ નહીં પણ તેમના તમામ નિર્ણયોને રાષ્ટ્રપતિએ આખરી મંજૂરી આપવાની હોય છે.

➖માત્ર નિમણુક જ નહીં અયોગ્ય હોદ્દેદાર કે તેના નિર્ણયને તાત્કાલિક અસરથી રદબાદલ પણ ઠેરવી શકે છે.

➖ આ સત્તાઓની રૂએ જ દેશના વડાપ્રધાન, પ્રધાનો, ખાતાની વહેંચણી પર પણ આખરી મહોર તેની જ હોય છે.

➖કોઈ શાસક પક્ષ કે યુતિ તેમના મંત્રીમંડળમાં જેને સામેલ કરવાનો નિર્ણય કરે તો રાષ્ટ્રપતિ તેની યોગ્યતા અંગે પ્રશ્નાર્થ કરીને તેને રદ કરી શકે.

➖ઈવન તે નિષ્ક્રીય વડાપ્રધાનને બદલવા સુધીનો અસાધારણ નિર્ણયની પ્રક્રિયા પ્રારંભી શકે.

➖ ક્યા નેતાએ ક્યું ખાતું સંભાળવું તેમાં તે નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.

➖સુપ્રિમ કોર્ટના અને હાઈકોર્ટના જજની નિમણુક પણ તે જ કરે છે.
    
➖તેવી જ રીતે રાજ્યના ગવર્નર, એટર્ની જર્નલ, કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, ચૂંટણી પંચના ચીફ કમિશનરથી માંડી તેના સભ્યો, યુપીએસસીના ચેરમેન અને સભ્યો, આયોજન અને નાણા કમિશન તેમજ અન્ય તમામ કમિશનો તેને આધીન છે.

👁‍🗨સમીર પટેલ 👁‍🗨

😘: 🔊⭕⭕⭕⭕⭕⭕⭕⭕🔊

◼(૨) (લેજીસ્લેટિવ) સત્તાઓ◼
     
➖સાંસદની કાર્યવાહીનો નિષ્કર્ષ, નિર્ણય કે ઠરાવ આખરે તો રાષ્ટ્રપતિ સમક્ષ જ મંજૂરી માટે મુકાય છે.

➖રાષ્ટ્રપતિનો આખરી નિર્ણય જ આખરી અમલી ઠરાવ તરીકે સ્વીકૃત બને છે.

➖રાષ્ટ્રપતિ ધારે તો સંસદને બોલાવી પણ શકે અને વિખેરી પણ શકે.

➖જે લોકસભા અને રાજ્યસભા વચ્ચે કોઈ પ્રશ્ને સ્થગિતતા હોય તો રાષ્ટ્રપતિ સંયુક્ત સાંસદ બોલાવવાનો હુકમ કરી શકે.
➖ચૂંટાયેલી તમામ સરકારના સાંસદોને સૌ પ્રથમ રાષ્ટ્રપતિ સંબોધન કરે છે અને સરકારનો એજન્ડા શું હોવો જોઈએ તે જણાવે છે.
      
➖કોઈ રાજ્યની હદ વધારવાની કે બે ભાગ કરવાનો હોય, રાજ્યનું નવું નામ આપવાનું હોય તો તે રાષ્ટ્રપતિ નિર્ણય લે છે.
➖નાગરિકોના પાયાના અધિકારો જળવાતા ના હોય તો રાષ્ટ્રપતિ અંતિમવાદી પગલું પણ લઈ શકે છે.

➖કોઈ બિલ કાયદો રાષ્ટ્રપતિની મંજૂરી બાદ જ બને છે.

➖ સાંસદનું સત્ર ના હોય અને કોઈ ઠરાવ પસાર કરવાની નોબત આવે તો રાષ્ટ્રપતિ તેમ કરી શકે છે કે પછી પ્રવર્તમાન ઠરાવ પરત ખેંચી શકે છે.

➖ દેશના જુદી જુદી ટેલેન્ટ ધરાવનાર કે સામાજિક ક્ષેત્રના રત્નો સમાન ૧૨ હસ્તીઓની નિમણુક રાષ્ટ્રપતિ રાજ્યસભા કરી શકે.

➖સંસદમાં મુકાતા તમામ અહેવાલો રાષ્ટ્રપતિને સંબોધીને હોય છે.

👁‍🗨સમીર પટેલ 👁‍🗨

😘: 🔊⭕⭕⭕⭕⭕⭕⭕⭕🔊

◼(૩) લશ્કરી (મિલિટરી) સત્તાઓ◼
     

➖લશ્કરની ત્રણેય પાંખના વડા રાષ્ટ્રપતિ છે.

➖ સરંક્ષણ અંગેના તમામ હોદ્દેદારો તેમના વડાની નિમણુક રાષ્ટ્રપતિ કરે છે.

➖રાષ્ટ્રપતિ અન્ય દેશ સામે યુદ્ધ જાહેર કરી શકે કે સંધીની પ્રક્રિયાને આખરી રૂપ આપી શકે.

➖જોકે અમુક આવી સત્તા માટે સંસદની સંમતિની આવશ્યકતા હોય છે.

👁‍🗨સમીર પટેલ 👁‍🗨

😘: 💐💐💐💐💐💐

◼(૫) ન્યાયતંત્ર (જ્યુડિસિયલ) સત્તાઓ◼
     
➖ન્યાયતંત્રની કોઈપણ શાખા કે ન્યાયાધીશ આખરે તો માનવોથી બનેલી છે. તેમાં ભૂલ થઈ શકે.

➖રાષ્ટ્રપતિ કોઈપણ જાહેર થયેલ કસુરવારને માફી બક્ષી શકે છે.

➖સજા ઘટાડી શકે છે.

➖મૃત્યુદંડની સજાને રદ કરી શકે છે.

➖રાષ્ટ્રપતિ એક આખરી જજ તરીકે કોઈની સજાને મહોર પણ લગાવી શકે છે.

➖સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટના જજની નિમણુક તો ખરી જ પણ બદલી અને સસ્પેન્શનની સત્તા પણ તેમની પાસે છે.

➖જો કોઈ રાજ્ય કે વ્યક્તિ સમૂહ પાયાના હક્કોની જાળવણી ના થતી હોય કે અન્યાય થતો હોય તો રાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટ કે અને ન્યાયપંચનો અભિપ્રાય લઈને અસાધારણ નિર્ણય લઈ શકે છે.

👁‍🗨સમીર પટેલ 👁‍🗨

😘: 🔊⭕⭕⭕⭕⭕⭕⭕⭕🔊

◼(૬) નાણાકિય (ફીનાન્સીયલ) સત્તા◼
     
➖કેન્દ્રના અંદાજપત્રની તમામ દરખાસ્તો માટે રાષ્ટ્રપતિની મંજૂરી અનિવાર્ય છે. તેવી જ રીતે ઓડિટર જનરલનો રીપોર્ટ, તમામ નાણા બિલ, ફાઈનાન્સ કમિશનનો અહેવાલ રાષ્ટ્રપતિને સબમીટ કરવાનો હોય છે.

➖કેન્દ્રનું આકસ્મીક ભંડોળ સંજોગો પ્રમાણે તેઓ છુટું કરી શકે છે.

📇સમીર પટેલ 📇

😘: 💐💐💐💐💐💐

◼(૭) કટોકટી વખતની (ઈમરજન્સી) સત્તાઓ◼
     
➖ભારતના બંધારણના ઘડવૈયાઓ તત્કાલિન ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, ૧૯૩૫થી પ્રભાવિત થયા હતા.

➖આ ઉપરાંત જર્મનીના વેઈમરના બંધારણની જોગવાઈઓ તો પણ તે વખતે અભ્યાસ થયો હતો.

➖ તેના આધારે ભારતના રાષ્ટ્રપતિને ત્રણ પ્રકારની કટોકટી વખતે અસાધારણ સત્તા આપવામાં આવી છે.

➖જેમકે રાષ્ટ્રીય કટોકટી, રાજ્યની કટોકટી અને આર્થિક કટોકટી.

📇સમીર પટેલ 📇

😘: 💐💐💐💐💐💐💐

◼(૮) રાષ્ટ્રીય (નેશનલ) કટોકટી◼
     
➖બંધારણના ૧૮મા પાર્ટમાં રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિનું જે નિરૂપણ થયું છે તેમાં આગળ જતા ૪૨મા સુધારા (૧૯૭૬) અને ત્યારબાદ ૪૪મા સુધારા (૧૯૭૮) અન્વયે ઘણા ફેરફારો કરાયા છે.

➖આર્ટિકલ ૩૫૨ અન્વયે રાષ્ટ્રપતિ દેશમાં કટોકટી જાહેર કરી શકે છે.

➖જો રાષ્ટ્રપતિને દેશની સલામતિ અને વ્યવસ્થા સદંતર ખોરવાઈ ગયેલી લાગે, યુદ્ધ, બાહ્ય આક્રમણ, લશ્કરી બળવો કે કોઈ કુદરતી-માનવ સર્જીત અસાધારણ ઘટના બને તો કટોકટી જાહેર કરી શકે છે.

➖આવું કંઈ બનવાની પૂર્વ માહિતી કે અહેવાલના આધારે પણ સાવચેતીરૂપે રાષ્ટ્રપતિ કટોકટી જાહેર કરી શકે.

➖રાષ્ટ્રપતિ જાહેરાત કરે તેના એક મહિનાની અંદર બંને ગૃહોની મંજૂરી આ માટે જરૂરી છે.
    
➖જો લોકસભાનું કટોકટી અંતર્ગત વિસર્જન થાય તો રાજ્યસભા રાષ્ટ્રપતિના કટોકટીના નિર્ણયને મંજૂર કરે તે જરૂરી છે.

➖જો બંને ગૃહો કટોકટીને મંજૂર કરે તો તે કટોકટીનો સમયગાળો વઘુમાં વઘુ છ મહિના રહી શકે.

➖આમ છતાં પરિસ્થિતિનું વિશ્વ્લેષણ કરીને છ-છ મહિના તેને લંબાવી શકાય.

➖આવા પ્રત્યેક ઠરાવને બંને ગૃહોની બે તૃતિયાંશ બહુમતિ જોઈએ.
    
➖કટોકટીના સમયે રાષ્ટ્રપતિ તમામ રાજ્યોની સરકાર પછી તે ગમે તે પક્ષની હોય તેનો વહિવટ તેના હસ્તક લઈને કોઈની પણ મંજૂરીની પરવા કર્યા વગર ઈચ્છે તે નિર્ણય દેશના હિતમાં લઈ શકે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચેની આર્થિક વહેંચણી કે પ્રવર્તતા ઠરાવોને સ્થગિત કરી શકે.

➖દેશની પ્રજાના મૂળભૂત અધિકારોની દેશના હિતમાં જાળવણી ના થાય તો તેને પડકારી શકાતા નથી.

➖સંસદના ગૃહોની મુદ્દત એક વર્ષ માટે લંબાવી શકાય.
    
➖આર્ટિકલ ૩૫૨ અંતર્ગત સૌ પ્રથમ રાષ્ટ્રીય કટોકટી ચીને ૧૯૬૨માં આપણા પર આક્રમણ કર્યું ત્યારે લાદવામાં આવી હતી. જે જાન્યુઆરી, ૧૯૬૮ સુધી જારી રખાઈ હતી.
    
➖બીજી કટોકટી ૧૯૭૧માં ભારત અને પાકિસ્તાન યુદ્ધ વચ્ચે જાહેર થઈ હતી.

➖જૂન ૧૯૭૫માં આઝાદ ભારતની સૌથી કલંકિત ઘટના સમાન કટોકટી દેશની આંતરિક રાજકિય સીસ્ટમ પડી ભાંગી છે તેવા કારણ સાથે લાદવામાં આવી હતી. આ કટોકટી માર્ચ, ૧૯૭૭ સુધી રહી હતી.

📇સમીર પટેલ 📇

😘: 💐💐💐💐💐💐

◼(૯) રાજ્યની (સ્ટેટ) કટોકટી◼
     
➖સ્ટેટ ઈમરજન્સી પણ આમ તો રાજ્યની રાજકિય વહિવટ વ્યવસ્થા ઠપ્પ થઈ જાય કે વ્યાપક જનહિતમાં શાસન ના હોય તો રાષ્ટ્રપતિ લાગુ પાડી શકે છે.

➖આવા સંજોગોમાં રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના હસ્તક શાસનની દોર આવી જાય છે. આર્ટિકલ ૩૫૬માં જણાવાયું છે કે જો રાષ્ટ્રપતિને જે તે રાજ્યના રાજ્યપાલ કે અધિકૃત એજન્સીનો એવો રીપોર્ટ મળે કે રાજ્ય સરકાર દેશના બંધારણ પ્રમાણે વહિવટ નથી કરતી કે પછી પ્રજાના મૂળભૂત હક્કો પર જોહૂકમી કે ભય પ્રવર્તે છે. રક્ષણ નથી થતું અને રાષ્ટ્રપતિ તેની રીતે યોગ્યતાની ખરાઈ કરીને નિર્ણય લે તો તત્કાલ અસરથી રાજ્યની ચૂંટાયેલી સરકારની જગાએ રાષ્ટ્રપતિ વહિવટી સર્વસત્તા અને નિર્ણયો લે. અલબત્ત રાજ્યની હાઈકોર્ટની સત્તા જારી રહે. રાષ્ટ્રપતિ તેના વતી ગવર્નરને રાજ્યનું શાસન સંભાળવા આદેશ કરે.

➖આવી કટોકટીને બંને ગૃહોએ બે મહિનામાં મંજૂર કરવી પડે.

➖દર છ મહિને છ મહિના સુધી આવી કટોકટી વઘુમાં વઘુ પછી વર્ષ લંબાવી શકાય.
    
➖રાજ્યનું મંત્રીમંડળ આવી રાજ્ય કટોકટી વખતે કાં તો વિખેરી નંખાય છે કે સસ્પેન્ડેડ સ્થિતિમાં મુકી દેવાય છે.
     
➖૧૯૫૧થી ઘણા રાજ્યોમાં આ રીતે રાષ્ટ્રપતિ શાસનની જાહેરાત થઈ ચૂકી છે.

➖બંધારણમાં ૪૪માં સુધારાના ભાગરૂપે રાજ્ય સરકાર રાષ્ટ્રપતિ શાસનની આવી જાહેરાતને કોર્ટમાં પડકારી શકે છે.

📇સમીર પટેલ 📇

😘: 💐💐💐💐💐💐💐

◼(૧૦) નાણાકીય (ફીનાન્સીયલ) કટોકટી◼
     

➖આર્ટિકલ ૩૬૦ અન્વયે દેશ કે કોઈ હિસ્સાની આર્થિક સ્થિરતા ભયજનક છે તો રાષ્ટ્રપતિ નાણાકિય કટોકટી જાહેર કરી શકે.

➖જો મહિના સુધી આવી કટોકટી રહી શકે. તે દરમિયાન બંને ગૃહોની મંજૂરી અનિવાર્ય છે.

➖ જો રાષ્ટ્રપતિની ઈચ્છાને આધીન બંને ગૃહો અનિશ્ચિત સમયગાળા માટે પણ આ કટોકટી જાહેર કરી શકે છે.
     
➖રાષ્ટ્રપતિ રાજ્ય સરકારોને જાહેર ખર્ચાઓ પર તત્કાલ અસરથી કાપ મુકવા જણાવી શકે.

➖ કર્મચારીઓના પગાર પર કાપ મુકી શકે.

➖ ખાનગી કંપનીઓ, વિદેશી આર્થિક જોડાણો, કરારને મોકૂફ કે સ્થગિત કરી શકે.

➖કોર્ટના જજ તમામ વહિવટી સ્ટાફ, ઉચ્ચ હોદ્દેદારોના ભથ્થા, પ્રવાસ અન્ય સુવિધાઓ પર કાપ કે સદંતર બંધ કરી દેવાય, કેન્દ્રની કેટલી રકમ ક્યા રાજ્યને આપવી કે ના આપવી તે રાષ્ટ્રપતિ સત્તા ભોગવે છે.

➖બીજી રીતે કહી શકાય કે દેશની તિજોરી અને આર્થિક વહિવટ તેમને હસ્તગત આવી જાય છે.
    
➖ આઝાદ ભારતના ઈતિહાસમાં નાણાકીય કટોકટી હજુ સુધી જાહેર થઈ નથી.

➖ છેલ્લાં વર્ષોમાં ઘણા યુરોપીય અને સાઉથ અમેરિકન દેશોમાં આર્થિક કટોકટી સરકાર જાહેર કરી ચુક્યા છે.

➖ભારત જેવા લોકશાહી દેશમાં રાષ્ટ્રપતિની આ તમામ સત્તાઓ માટે બંને ગૃહોની બહાલીની આવશ્યકતા છે.

➖આમ છતાં રાષ્ટ્રપતિ તેના ઈરાદા, સંકલ્પ અને ફાઈલને મંજૂર કે રીજેક્ટ કરીને સાંસદોને તેમના હોદ્દા અને ફરજોનું ભાન કરાવીને ખુલ્લા તો પાડી જ શકે છે.

📇સમીર પટેલ 📇

No comments:

Post a Comment