Friday 6 January 2017

๐Ÿ’เช…เชฌ્เชฆુเชฒ เชฐเชนેเชฎાเชจเชจો เชœเชจ્เชฎ๐Ÿ’

📮👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📮

⭕➖ભારતીય સિનેમા જગતના સંગીતજ્ઞ  અબ્દુલ રહેમાનનો જન્મ તા. ૬/૧/૧૯૬૬ના રોજ મદ્રાસમાં થયો હતો.

⭕➖તેમના પિતા આર.કે.શેખર  એક મ્યુઝીક કંપોઝર હતા.

⭕➖અને માતાનું નામ કસ્તુરી ઉર્ફે કરીમાબેગમ  હતું.

⭕➖તેમના પરિવારે તેમનું નામ દિલીપકુમાર પાડ્યું હતું.

⭕➖પરંતુ પાછળથી સૌએ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યા પછી તે એ,આર.રહેમાન તરીકે જાણીતા થયા.

⭕➖તેઓ નાની વયે પિતાની છત્રછાયા ગુમાવી હતી. આથી સમગ્ર પરિવારની જવાબદારી તેમના શિરે આવી પડી.

⭕➖૧૧ વર્ષની વયે ઈલ્લૈયા રાજાની સંગીત મંડળીમાં તે કી-બોર્ડ તરીકે શામિલ થયા. અને ભણતર પડતું મુકવું પડ્યું.

⭕➖એમ.એસ.વિશ્વનાથન, રમેશ નાયડુની ઓરકેસ્ટ્રામાં તેમણે કામ કર્યું.

⭕➖કુન્ન્કડી વિધનાથન  અને ઝાકીરહુસૈન સાથે પણ જુગલબંધી કરી હતી.

⭕➖અબ્દુલ રહેમાન ઈ.સ. ૧૯૮૭માં ઓલ્વીનની નવી બ્રાંડની ઘડિયાળોની જાહેર ખબર માટે એક નાની ગીત માટે ઝીગલ રચવાની તેમને તક મળી.

⭕➖તે પછી તેમને અનેક ઓફરો મળી અને અત્યારે તેઓ ૩૦૦ થી વધુ ઝીંગલો બનાવી ચૂક્યા છે.

⭕➖ઈ.સ. ૧૯૮૯માં તેમણે પોતાનો પંચાથન  રેકોર્ડ ઇન સ્ટુડિયો સ્થાપ્યો હતો.

⭕➖મણીરત્નની ફિલ્મ રોઝામાં તેમને તક મળી અને સંગીતની દુનિયામાં તે છવાઈ ગયા.

⭕➖અબ્દુલ રહેમાનને શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શકનો એવોર્ડ એનાયત થયેલ છે. આ સફળતા પછી તેમણે કદી પાછું વળી જોયું નથી.

⭕➖ દક્ષિની અને હિન્દી ફિલ્મોમાં તેઓ સંગીત પીરસી ચૂક્યા છે. ચલચિત્રના સંગીત રચવા ઉપરાંત અબ્દુલ રહેમાન ‘ વંદે માતરમ’ જેવા દેશભક્તિ ગીતોના આલ્બમ પણ બનાવ્યા છે.

⭕➖ તેમને ઈ.સ. ૨૦૦૦માં ભારત સરકાર તફથી તેમને પદ્મશ્રી ખિતાબ એનાયત થયેલ છે.

💢સમીર પટેલ 💢
📇👁‍🗨 ज्ञान की दुनिया 👁‍🗨📇

No comments:

Post a Comment