Saturday 25 February 2017

๐Ÿ’เชฐเชตિเชถંเช•เชฐ เชฎเชนાเชฐાเชœ๐Ÿ’

💐રવિશંકર મહારાજ💐

February 25

🎂“ બીજાને સુધારવા હોય તો પ્રથમ આપણે સુધારવું પડશે. આચરણ વગરના ઉપદેશ ફોગટ છે.”   .                       
     😊“ શુદ્ધ આહાર એટલે જાત મહેનતથી કોઈનેય નુકસાન કર્યા વિના પેદા કરેલું ને શુધ્ધ ભાવનાથી ભક્તિપૂર્વક અર્પણ કરેલું અન્ન.”😊“ઘસાઈને ઉજળા થઈએ.”

                 🐰       ગુજરાતના મૂકસેવક અને સમાજસુધારક શ્રી રવિશંકર મહારાજનો જન્મ વિ.સં. ૧૯૪૦ની મહા વદ ચૌદશને તા. ૨૫/૨/૧૮૮૪ના દિવસે ખેડા જિલ્લાનાં રઢૂ ગામમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.

😊પિતાનું નામ શિવરામભાઈ અને માતાનું નામ નાથીબા હતું. તેમના પિતા શિક્ષક હતા તેથી સાદી અને સંયમના ગુણો વારસામાં મળ્યા હતા. તેમણે માત્ર ધોરણ છ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેઓ આજીવન સમાજસેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું.

😊તેઓ સાચા સંત, મુઠ્ઠી ઉંચેરા માનવી, કરોડપતિ ભિખારી અને મૂક સેવક જેવા હુલામણા નામથી ઓળખાયા હતા. તેમણે ભૂદાન અને સર્વોદય યોજનામાં પાયાની કામગીરી કરી.  

😊તેમણે મહીકાંઠાની ગુનેગાર ગણાતી  પાટણવાડિયા, બારીયા કોમ અને બહારવટિયાઓને સુધારવાનું કામ જાનના જોખમે કર્યું હતું. દુષ્કાળ, જળસંકટ, અતિવૃષ્ટિ, વાવાઝોડું, મહામારી કે પછી કોમી રમખાણો, નેત્ર-દંતયજ્ઞ , જેવા કોઈપણ પ્રસંગે કર્મમય બનીને સમાજ સેવા કરતાં હતા.

                  😉    ‘ ઘસાઈને ઉજળા થઈએ’ એ તેમનો જીવનમંત્ર હતો. અને તે સાચા આચરણથી ચરિતાર્થ કરી બતાવ્યો. સ્વાની નિત્યાનંદ , મોહનલાલ પંડ્યા અને ગાંધીજીએ તેમના જીવનને નવી રાહ ચીંધી.

😉 ઈ.સ. પહેલી મે ૧૯૬૦નાં દિવસે ગુજરાત રાજ્યની સ્થાપના દિવસે ગુજરાત રાજ્યનું તેમના કરકમલથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઈ.સ.૧૯૫૫ થી ૧૯૫૮ દરમ્યાન ત્રણ વર્ષ ભૂદાન માટે ૬૦૦૦ કિલોમીટરનો પદ યાત્રા પ્રવાસ કર્યો હતો.

😉સેવાના અખંડ ભેખધારી મહાપુરૂષને સ્વામી આનંદે’  મુઠ્ઠી ઉંચેરા માનવી’ તરીકે ઓળખાવ્યા છે. માનવી માત્રને કોઈપણ પ્રકારનાં ભેદભાવ વગર એકસરખું વ્હાલ કરનાર તેઓ સૌના દાદા હતા.

😉કોઈ પ્રત્યે દ્વેષ નહી,તિરસ્કાર નહી,ધિક્કાર નહિ, માણસ માત્રની નબળાઈને હસી કાઢનાર લોકોની વાણી બોલતા હતા. ત્યાગ,તાપ, સેવા અને નિર્ભયતાની મૂર્તિ પરમ પૂજ્ય રવિશંકર મહારાજનું પહેલી જુલાઈ ૧૯૮૪ના રોજ બોરસદમાં અવસાન થયું.

😊વિકસિત જાતિ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ઠ યોગદાન કરનાર વ્યક્તિને એક લાખનો રવિશંકર મહારાજ એવોર્ડ આપવામાં આવે છે.

No comments:

Post a Comment