Monday, 27 February 2017

💐રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ💐

💐રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ💐

February 28

                      🌷ભારતના સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડૉ.સી.વી.રામને “ રામન પ્રભાવ “ એટલે કે રામન ઈફેક્ટની શોધ તા. ૨૮ ફેબ્રુઆરી ૧૯૨૮ના રોજ કરી હતી અને પરિણામો મેળવ્યા હતા.

આ તેમણે ઈ.સ. ૧૯૩૦માં નોબલ પારિતોષિક એનાયત થયું. ભારતમાં સૌપ્રથમ વિજ્ઞાનક્ષેત્રે ૧૯૬૪માં નોબલ પારિતોષિક મેળવનાર પ્રથમ વિજ્ઞાની હતા. ડૉ.સી. વી. રામનનું જીવન સાદગીપૂર્ણ અને સરળ હતું.

સર સી.વી.રામને શોધી કાઢ્યું કે પ્રકાશનું કિરણ સાત રંગનું બનેલું છે. આ સંશોધનને એમણે ‘ રામન પ્રભાવ’  નામ આપ્યું.

તેમના કહેવાનુસાર “ પ્રકાશના કિરણોનું નિયમિત પરાવર્તન થઈ તો પ્રકાશની તરંગલંબાઈમાં ફેરફાર થતો નથી. પરંતુ જો એનું અનિયમિત પરાવર્તન થાય તો પ્રકાશની તરંગલંબાઈમાં ફેરફાર માલૂમ પડે છે.”નો શોધ માટે તેમણે બનાવેલ સાધનનો ખર્ચ માત્ર રૂપિયા ૨૦૦/- થયો હતો.

પરંતુ તેના દ્વારા વિજ્ઞાનની એક નવી દિશા ખુલી. આ રમણ પ્રભાવનો ઉપયોગ વિવિધ પદાર્થોના આતરિક બંધારણ જાણવામાં થાય છે. સમગ્ર વિશ્વમાં આ શોધ દ્વારા ગૌરવ પ્રાપ્ત થયું હતું. અને તેની જાહેરાત સૌપ્રથમ ૨૮ ફેબ્રુઆરી ૧૯૨૮નાં રોજ થઇ હતી.

તેથી આ શોધને દેશમાં ઈ.સ. ૧૯૮૬થી પ્રતિ વર્ષ ૨૮ ફેબ્રુઆરી “ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ ઉજવવામાં આવે છે. છે.

સાથોસાથ આ દિવસ સમગ્ર સમાજમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અભિગમ કેળવાય તેમ જ અંધશ્રદ્ધા દૂર કરવા જાગૃતિ માટેની દિવસ છે.

                     🌷🌷 ડૉ.સી.વી..રામનને બાળકો પ્રત્યે ખૂબ જ લગાવ અને પ્રેમ હતો. તેઓ વૈજ્ઞાનિક હોવા છતાં જ્યારે જ્યારે સમય મળતો ત્યારે વિદ્યાર્થીઓને મળવા સ્કૂલમાં પહોંચી જતા અને વિજ્ઞાનની વાતો કરતા હતા.

તેઓ મોટા સેમિનારોમાં જવા કરતાં શાળામાં જવાનું વધારે પસંદ કરતા હતા. પ્રાથમિક શાળાથી જ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ તેમ જ અભિગમ કેળવાય તે જરૂરી છે.

તેમની લાગણીને કારણે ૨૮ ફેબ્રુઆરી સમગ્ર દેશમાં ‘ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

આ દિવસે દરેક શાળામાં વિજ્ઞાનના વિષયનેઅનુલક્ષીને સેમિનાર, પ્રદર્શન, વિજ્ઞાન વિષયક વિવિધ સ્પર્ધાઓ, વકતૃત્વ સ્પર્ધા, વિજ્ઞાનના મ્યુઝીયમમાં જઈ વિજ્ઞાનની કૃતિઓનો અભ્યાસ તેમ જ શાળામાં વિજ્ઞાન વર્તુળ અથવા વિજ્ઞાન ક્લબ બનાવવાનું આયોજન કરી વિજ્ઞાનને લગતી પ્રવૃતિઓ કરવામાં આવે છે.

 આ રીતે ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ની ઉજવણી કરવી જોઈએ જેથી અંધ શ્રધ્ધા સમાજમાં નાબૂદ થાય એ જ આપણી આપણા દેશના મહાન વૈજ્ઞાનિકને સાચી શ્રધ્ધાંજલિ હોઈ શકે

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐                    .                                                       .    

No comments:

Post a Comment