Saturday 11 March 2017

📚📚ગુણવંતશાહ📙📙

📚📚ગુણવંતશાહ📙📙

March 12
                                   
🍋ગુજરાતી સાહિત્ય નવલકથાકાર, લલિત નિબંધકાર અને કટાર લેખક ગુણવંત શાહનો જન્મ તા.૧૨/૩/૧૯૩૭ના રોજ સુરતના રાંદેરમાં થયો હતો. પિતાનું નામ ભૂષણલાલ અને માતાનું નામ પ્રેમીબહેન હતું.

🍋 પ્રાથમિક શિક્ષણ રાંદેરમાં લીધું. માધ્યમિક શિક્ષણ જૈન હાઇસ્કૂલસુરતમાં અને ઈ.સ. ૧૯૫૭માં રસાયણ વિષય સાથે બી.એસ.સી.પાસ થયા.

🍋ઈ.સ. ૧૯૫૯માં મ. સ. યુનિવર્સિટીમાંથી બી.ઍડ. અને  એમ.ઍડ. થયા. ઈ.સ. ૧૯૬૦થી ૧૯૭૨ સુધી મ. સ. યુનિવર્સિટીમાં રીડર તરીકેની કામગીરી કરી.

🍋 ઈ.સ. ૧૯૬૭-૬૮માં અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે અને ઈ.સ. ૧૯૭૨-૭૩માંટેકનિકલ રિસર્ચ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ, મદ્રાસમાં શિક્ષણ વિભાગના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.

🍋ઈ.સ. ૧૯૭૪થી દક્ષિણગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના અધ્યક્ષ તરીકે પણ કામગીરી કરી હતી.

🍋‘નૂતન શિક્ષણ’ના તંત્રી તરીકે કામગીરી કરી હતી. ઈ.સ. ૧૯૭૪થી ‘ ગુજરાતી મિત્ર’માં કાર્ડિયોગ્રામની અને સંદેશમાં ‘રણ તો લીલાછમ’ ના કટાર લેખક હતા.

🍋ઈ.સ. ૧૯૮૭ થી ૧૯૯૭ના દસ વર્ષ માટે યુવાનોમાં વિચારક્રાંતિ, જાગૃતિ અને સામાજિક ઉત્તરદાયિત્વ પ્રગટે એ માટે તેમણે પંચશીલ આંદોલન ચલાવ્યું. અનેકપદયાત્રા કરી જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો. તેમણે ૪૦થી વધારે પુસ્તકો લખ્યા છે જેમાં પ્રવાસ, નિબંધ, ચિંતન, ચરિત્ર અને એક કાવ્યસંગ્રહ પણ આપ્યો છે.

🍋તેમણે ‘કાર્ડિયોગ્રામ’ , ‘રણ તો લીલાંછમ’, ‘વગડાને તરસ ટહુકાની’ , ‘વિચારોના વૃંદાવનમાં’ , ‘મનનાં મેઘધનુષ’  વગેરે નિબંધોના સંગ્રહોના પુસ્તકો છે. ‘વિસ્મયનું પરોઢ’ એમનું ગદ્યકાવ્યનું પુસ્તક છે.

🍋‘રજકણ સૂરજ થવાને શમણે’  અને ‘મૉટેલ’  એમની નવલકથાઓ છે.

🍋 ‘કોલંબસના હિંદુસ્તાનમાં’  એમનું પ્રવાસ પુસ્તક છે.

🍋ઉપરાંતએમણે ‘ગાંધી-નવી પેઢીની નજરે’ , ‘મહામાનવ મહાવીર’  અને ‘કરુણામૂર્તિબદ્ધ’  જેવા ચરિત્રગ્રંથો પણ આપ્યા છે. ‘શિક્ષણની વર્તમાન ફિલસૂફીઓ’ , ‘સાવધાન, એકવીસમી સદી આવી રહી છે’ , ‘કૃષ્ણનું જીવનસંગીત’  ઇત્યાદિએમના પ્રકીર્ણ ગ્રંથો છે.

🍋તેમની વકતૃત્વની છટાને કારણે તેઓ યુવાનોમાં ખૂબ લોકપ્રિય છે. લલિત નિબંધો તેમની નોખી શૈલી અને મૌલિકતાને કારણે ખૂબ વંચાય છે.

🍋તેમને ઈ.સ. ૧૯૯૭માં રણજીતરામ સુવર્ણચંદ્રક અને ત્યારપછી ‘ નર્મદ ચંદ્રક પણ એનાયત થયેલ છે.

No comments:

Post a Comment