Wednesday 8 March 2017

๐Ÿ’เชจเชตเชฒเชฐાเชฎ เชชંเชก્เชฏા๐Ÿ’

💐નવલરામ પંડ્યા💐

                   

🍎    ગુજરાતી સાહિત્યના આદ્ય વિવેચક,નાટ્યકાર, કવિ અને નિબંધકાર નવલરામ પંડ્યાનો જન્મ તા.૯/૩/૧૮૬૮ ના રોજ સુરતમાં થયો હતો.

🍎 પિતાનું નામ લક્ષ્મીરામ અને માતાનું નામ નંદકોર હતું. તેઓ જ્ઞાતિએ વિસનગરા નાગર બ્રાહ્મણ હતા. તેમણે ઈ.સ.૧૮૫૩માંમેટ્રીકની પરીક્ષા પાસ કરી. તેઓ ગણિતમાં ખૂબ જ હોંશિયાર હતા.

🍎ઈ.સ.૧૮૫૪ થી સુરતની અંગ્રેજી હાઈસ્કૂલમાં મદદનીશ શિક્ષકબન્યા ત્યારપછી ઈ.સ. ૧૮૬૧ થી ડીસાની એંગ્લો વર્નાક્યુલર સ્કૂલના મુખ્યશિક્ષક તરીકે સેવા આપી ઈ.સ.૧૮૭૦ થી અમદાવાદનીટ્રેનિંગ કૉલેજના વાઈસ-પ્રિન્સિપાલ અને ઈ.સ.૧૮૭૬ થી રાજકોટની ટ્રેનિંગ કૉલેજનાપ્રિન્સિપાલ તરીકે કામગીરી કરી. ‘ગુજરાત શાળા પત્ર’ના તંત્રી. બાળવિવાહનિષેધક મંડળીના મંત્રી તરીકે રહ્યા.વૈદ્ય ‘નિર્દભકર આનંદકર’ તેમના ઉપનામ હતા.

                 
🍎    ગુજરાતી સાહિત્યને પોતાની પૂરી શક્તિથી સમૃદ્ધ બનાવવા મથામણ કરી હતી. ‘ ભટ્ટનું ભોપાળું’ નામનું નાટક મૂળ ફ્રેંચ નાટકનું વેશાંતર હોવા છતાં મૂળ કૃતિ જેટલું જ લોકપ્રિય બન્યું છે.

🍎આ ઉપરાંત ‘ વીરમતી’ નાટક પણ તેમણે રચના કરી હતી. ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા ‘ કરણઘેલો’ ના વિવેચનથી ગ્રંથ વિવેચનનો પ્રારંભ કર્યો હતો. ‘ ગુજરાત શાળાપત્ર’ના તેઓ તંત્રી હતા.

🍎‘ બાળલગ્ન બત્રીસી  અને બાળ ગરબાવલી’માં સમાજ સુધારણાલક્ષી  કવિતા તેમણે આપી છે. ‘ મેઘદૂત’નું ભાષાંતર પણ તેમણે કર્યું છે.        

🍎અર્વાચીન સાહિત્યના આરંભકાળે સ્વસ્થ , કર્તવ્યનિષ્ઠ વિવેચના મારફતે તેમણે ગુજરાતી વિવેચનનો પાયો નાખ્યો. તેઓ પંડિત , કવિ, વિવેચક અને ચિંતક હતા એમ કહીને નરસિંહરાવ દિવેટીયાએ યોગ્ય જ મૂલ્યાંકન કર્યું છે.

🍎તેમની વિવેચનાને ‘ મધુકરનો ગુંજારવ’ તરીકે ઉચિત રીતે જ ઓળખાવાઈ છે. એમણેપ્રેમાનંદકૃત ‘કુંવરબાઈનું મામેરું’ (૧૮૭૧)નું સંપાદન પણ કર્યું છે.

🍎એમના સમગ્રસાહિત્યનું સંકલન કરીને  ગોવર્ધનરામે‘નવલગ્રંથાવલિ’ (૧૮૯૧) નામે સંપાદન કર્યું છે.

🍎નવલરામ પંડ્યા સાતમી ઓગસ્ટ ૧૮૮૮ના રોજ અવસાન થયું હતું.

No comments:

Post a Comment