Wednesday 8 March 2017

*💭💭તિર્થગામ / પાવનગામ યોજના💭💭*

*💭💭તિર્થગામ / પાવનગામ યોજના💭💭*

*➖⚪ઉદેશો:-*

*➖🌷રાજ્યના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં રહેતા લોકો વચ્‍ચે પરસ્‍પર સદ;ભાવના વધુ પ્રબળ બને, ગામમાં એકતા જળવાય, ટંટો ફરિયાદ ન રહે અને ગામનો સર્વાંગી વિકાસ થાય તેવા ગામલોકોના પ્રયાસોને ઉત્તેજન આપતી યોજના એટલે તીર્થગામ યોજના.*

*➖🌷આ અંગે તિર્થગામ તરીકે જાહેર થનાર ગામને ૨.૦૦ લાખનું પ્રોત્સાહક અનુદાન અને પાવનગામ તરીકે જાહેર થનાર ગામને એક લાખનું પ્રોત્સાહક અનુદાન .*

*➖🌷સને : ૨૦૦૪-૦૫ થી યોજનાનું અમલીકરણ શરૂ થયું. તીર્થગામ/ પાવનગામ માટે નું પ્રોત્સાહક અનુદાન મેળવવાના ધોરણો નીચે પ્રમાણે છે.*

*➖🌷છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોય તેને તીર્થગામ અને છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોય તો તેને પાવનગામ જાહેર કરવાની મુખ્ય જોગવાઇ છે.*

*➖🌷તે ઉપરાંત સમરસગામ, સ્વચ્છતા, કન્યાકેળવણી નો ઉંચો દર, ગામમાં દલિત અને આદિજાતિ વિસ્તારમાં ગામમાં અન્ય વિસ્તારો, જેવી જ પ્રાથમિક સુવિધાઓ, જળસંચય ની જાગૃતતા, જેવી મહત્વની બાબતોમાં ગામની સ્થિતિ આધારિત માર્ક ના આધારે પસંદગી સમિતિ દ્વારા જાહેર કરવાની જોગવાઇ છે. યોજનાના ઝડપી અને અસરકારક અમલ માટે તાલુકા કક્ષાએ પ્રાંત અધિકારી ની અધ્યક્ષતા માં પસંદગી સમિતિ દ્વારા નિર્ણય કરવામાં આવે છે.*

No comments:

Post a Comment