Tuesday 4 April 2017

๐Ÿ‘‰๐Ÿป *เชจเชฐ્เชฎเชฆા เชกેเชฎเชจી เช†เชœે 57เชฎી เชฌเชฐ્เชฅ เชกે:

*🕊નોલેઝ ગ્રુપ 🕊*

👉🏻 *નર્મદા ડેમની આજે 57મી બર્થ ડે: જમશેદજી વાચ્છાને આવ્યો હતો આ યોજનાનો વિચાર*

રાજપીપળા: ગુજરાતની જીવાદોરી ગણાતી સરદાર સરોવર નર્મદા યોજનાનું ભૂમિપૂજન તાત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના હસ્તે 5 એપ્રિલ 1961 ના રોજ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 47,000 કરોડ રૂપિયાનો ખર્ચ થઇ ચુકયો હોવા છતાં યોજના પૂર્ણ થઇ શકી નથી. 

ડેમના જળવિદ્યુત મથકોને કારણે ગુજરાતની વીજ માંગને પહોંચી શકાય

ભારે વિવાદોનો સામનો કરી ચુકેલી નર્મદા યોજના દુનિયાની એક માત્ર એવી યોજના છે કે, જે 56-57 વર્ષે હવે પૂર્ણતાને આરે છે. વર્ષ 1947થી નર્મદા યોજનાના સર્વે બાદ આજે વર્ષ 2017માં આ યોજનામાં હાલ આખરી કામકાજ ચાલી રહ્યુ છે. અને આગામી એક વર્ષમાં કામકાજ સંપુર્ણ થશે. કેનાલ નેટવર્કના કામો પણ પુરા થતાં જ સંપુર્ણ પણે તેનો લાભ મળતો થશે. ડેમના જળવિદ્યુત મથકોને કારણે ગુજરાતની વીજમાંગને પહોંચી શકાય તેમ છે.

*👉🏻મુંબઈના જમશેદજી વાચ્છા નામના ઇજનેરને યોજનાનો વિચાર આવ્યો હતો*

નર્મદા યોજનાનો વિચાર મૂળતો મુંબઈના જમશેદજી એમ.વાચ્છા નામના પારસી ઇજનેરને ફેબ્રુઆરી 1947માં આવ્યો હતો. ત્યારે તે સમયના વડાપ્રધાન સ્વ.પંડિત જવાહરલાલ નહેરુને મળી સરકારમાં આ પ્રોજેક્ટ રજુ કર્યો જે 14 વર્ષ બાદ એટલે કે પાંચમી એપ્રિલ 1961માં અમલમાં આવ્યો અને ખાતમુર્હત જવાહરલાલ નહેરુના વરદ હસ્તે થયું સેકડો ઇજનેર અને હજારો કારીગરોના પુરૂષાર્થથી ડેમ 31 ડીસેમ્બર 2006 સુધીમાં 121.92 મીટરે પહોચ્યો છે.

નર્મદા ડેમ યોજનાથી મળતા લાભ

- રાજયના 15 જીલ્લા 18.45 લાખ હેકટર જમીનને સિંચાઇનું પાણી મળશે.
- ડેમ સંપૂર્ણ ભરાઇ જતાં ગુજરાતની 6 વર્ષની પાણીની જરૂરિયાત સંતોષી શકાશે
- અત્યાર સુધીમાં 4,500  મીલીયન યુનીટ વિજળીનુ ઉત્પાદન થઇ રહ્યું છે
- યોજના પૂર્ણ થતાં 6,000  મેગાવોટ વિજળીનુ ઉત્પાદન કરી શકાશે
- ઓવરફ્લોથી થતા 427 કરોડ ઘનમીટર પાણીનો બગાડ અટકાવી શકાશે.
- ઉંચાઇ વધતા હાલની ક્ષમતા કરતા 4.73 મીલીયન એકર ફીટ પાણીનો સંગ્રહ થશે
*નોલેઝ ગ્રુપ*👍🏻

No comments:

Post a Comment