Tuesday 4 April 2017

๐ŸŽ€เชงเชจเชธુเช–เชฒાเชฒ เชชાเชฐેเช–๐ŸŽ€

🍃 ૫ એપ્રિલ 🍂
🎀ધનસુખલાલ પારેખ🎀
                       
👁‍🗨🔜ગુજરાતી કવિ તથા બાળ સાહિત્યકાર ધનસુખલાલ પારેખનો જન્મ તા. ૫/૪/૧૯૩૪ના રોજ વલસાડમાં થયો હતો. પિતાનું નામ મગનલાલ હતું.

👁‍🗨🔜તેમને સોનીનો ધંધો હતો.

👁‍🗨🔜 તેમણે આઠ સુધીનો અભ્યાસ કરેલો. તેમનો   ‘ મારે પણ એક દીકરી હોય’ પ્રથમ  કાવ્યસંગ્રહ છે.

👁‍🗨🔜ત્યારપછી ‘ઝાકળભીનો ઉજાસ’ અને ‘ અયોધ્યાથી અરણ્ય’ જેવા હાઈકુસંગ્રહ આપ્યા છે.

👁‍🗨🔜‘ હાસ્યઝલક’ એ તેમનો નિબંધસંગ્રહ છે. તેમનું વિશેષ પ્રદાન સાહિત્યમાં બાળ કાવ્યમાં ક્ષેત્રે છે.

👁‍🗨🔜બાળકના મનને જાણનાર આ કવિએ બાળકોનું મનોરંજન અને મનોઘડતરનું કાર્ય બાળકાવ્યો દ્વારા ઉમદા રીત્તે કર્યું છે.

👁‍🗨🔜તેમના ‘ પાંદડે પોઢ્યા પતંગીયા’ને ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો છે.

👁‍🗨🔜આ ઉપરાંત ‘ તારી મારી દોસ્તી’, કેવી મજા ભૈ કેવી મજા’, ‘ડમ ડમ ડીગા ડીગા’ , ‘ નાચો કૂદો ગાઓ’, ‘ ગીત ગાતું ઝરણું’ ,’ સુરસુરિયા’, ‘ દૂધ પૌઆ’,, હીંચકે ઝૂલે ચકીબાઈ’, અને ચોકલેટનો ફાળ’ તેમના બાળ કાવ્યસંગ્રહો છે.

👁‍🗨🔜તેમનું બાળભોગ્ય ભાષા તેમ જ લયઢાળો પરનું પ્રભુત્વ પ્રશંસનીય છે. 

⏰સમીર પટેલ ⏰
🐾જ્ઞાન કી દુનિયા 🐾

No comments:

Post a Comment