Wednesday 12 April 2017

🍂ભોગીલાલ સાંડેસરા🍂

🎁👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎁

🍃૧૩ એપ્રિલ
🍂ભોગીલાલ સાંડેસરા🍂
                      
🛍〰ગુજરાતી વિવેચક, સંપાદક ભોગીલાલ જયચંદભાઈ સાંડેસરાનો  જન્મ તા. ૧૩/૪/૧૯૧૭ના રોજ પાટણ તાલુકાના સંડેરમાં થયો હતો.

🛍〰 ઈ.સ.૧૯૩૫માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી.

🛍〰ઈ.સ.૧૯૩૫-૩૭ દરમિયાન ‘ગુજરાત સમાચાર’ અને ‘પ્રજાબંધુ’ના તંત્રીખાતામાં જોડાયા.

🛍〰 ઈ.સ.૧૯૪૧માં ગુજરાત કૉલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. પાસ કરી ઈ.સ.૧૯૪૩ માં ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક વર્ગમાંથી એ જ વિષયોમાં એમ.એ. ની ઉપાધી મેળવી હતી.

🛍〰ઈ.સ.૧૯૪૩ થી ૧૯૫૦ સુધી ભો. જે. વિદ્યાભવન, અમદાવાદમાં અર્ધમાગધીના અધ્યાપક-સંશોધક તરીકેની કામગીરી કરી..

🛍〰ઈ.સ. ૧૯૫૦માં પીએચ.ડી. થયા. ઈ.સ. ૧૯૫૦ થી ૧૯૭૫ સુધી મ. સ. યુનિવર્સિટી, વડોદરામાં ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે સેવા આપી.

🛍〰ઈ.સ.૧૯૫૮ થી ૧૯૭૫ સુધી પ્રાચ્યવિદ્યામંદિરના નિયામક. ‘સ્વાધ્યાય’ ત્રૈમાસિકના સંપાદક તરીકે કામગીરી કરી.

🛍〰ઈ.સ. ૧૯૫૫માં નડિયાદમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૫૯મા અધિવેશનમાં ઇતિહાસ-પુરાતત્વ વિભાગના પ્રમુખ ચૂંટાયા.

🛍〰ઈ.સ.૧૯૫૯માં ભુવનેશ્વરમાં મળેલ અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદમાં પ્રાકૃત ભાષાઓ તેમ જ જૈન ધર્મના વિભાગના પ્રમુખ અને ઈ.સ. ૧૯૬૨-૬૪ દરમિયાન ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ તરીકે સેવા આપી.

🎁👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🎁

🎁👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎁

🛍〰ઈ.સ.૧૯૫૬-૫૭માં પશ્ચિમ અને પૂર્વના દેશોનો પ્રવાસ કર્યો.

🛍〰તેમને અનેક પારિતોષિક તથા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ઈ.સ.૧૯૫૩માં રણજિતરામ સુવર્ણચન્દ્રક.

🛍〰ઈ.સ.૧૯૬૨માં નર્મદ સુવર્ણચન્દ્રક એનાયત થયેલ છે.

🛍〰તેમણે  ‘પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં
🍃વૃત્તરચના’ ,
🍃ઐતિહાસિક શબ્દાર્થશાસ્ત્ર પરનાં પાંચ વ્યાખ્યાનો આપતું ‘શબ્દ અને અર્થ’ ,
🍃શોધપ્રબંધ ‘મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ તથા
🍃 સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો’ , પશ્ચિમ અને પૂર્વની વિદ્યાયાત્રા વર્ણવતું ‘પ્રદક્ષિણા’ , ‘દયારામ’ ,
🍃લેખસંગ્રહ ‘સંશોધનની કેડી’ , ‘ઇતિહાસ અને સાહિત્ય’ ,
🍃ઇતિહાસ અને સાહિત્યવિષયક લેખસંગ્રહો ‘અન્વેષણા’  અને ‘અનુસ્મૃતિ’ , ‘મુનિ જિનવિજયજી : જીવન અને કાર્ય’  વગેરે એમનાં મૌલિક પુસ્તકો છે.

🛍〰‘વાઘેલાઓનું ગુજરાત’ , ‘ઇતિહાસની કેડી’ , ‘જયેષ્ઠીમલ્લ જ્ઞાતિ અને મલ્લપુરાણ’ , ‘જગન્નાથપુરી અને ઓરિસ્સાના પુરાતન અવશેષો’ , ‘જૈન આગમ સાહિત્યમાં ગુજરાત’  વગેરે એમનાં ઇતિહાસ-સંસ્કૃતિ-વિષયક પુસ્તકો છે.

🏵સમીર પટેલ 🏵
🌻🛡જ્ઞાન કી દુનિયા 🛡🌻

No comments:

Post a Comment