Wednesday 12 April 2017

👯👯💃ઈલાક્ષી ઠાકોર👯👯

🌺👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🌺

🍂૧૨ એપ્રિલ
💃ઈલાક્ષી ઠાકોર
                             
🍃〰ભરતનાટ્યમની રચનાઓની ગુજરાતી ભક્તિગીતોની સાથે સમન્વય કરી નૃત્યશૈલીને પોતીકી બનાવનાર ગુજરાતી વિખ્યાત નૃત્યાંગના ઈલાક્ષી ઠાકોરનો જન્મ તા. ૧૨/૪/૧૯૩૬ના રોજ પુણેમાં થયો હતો.

🍃〰પિતાનું નામ ઠાકોરદાસ અને માતાનું નામ ધનલક્ષ્મી હતું.

🍃〰 બાળપણમાં રંગા વિઠ્ઠલ નામના નૃત્યકાર પાસે નૃત્યની તાલીમ લીધી.

🍃〰ત્યારબાદ નૃત્યયાત્રાનો પ્રારંભ રોહિણીબેનપાસેથી કથક નૃત્યની તાલીમ દ્વારા થયો.

🍃〰ભરતનાટ્યમ નૃત્યમાં રસ પડતાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી મ્યુઝીક કોલેજમાં ઈ.સ. ૧૯૬૦માં તે M.Mus ની ડીગ્રી પ્રાપ્ત કરી.

🍃〰અરુણભાઈ ઠાકોર સાથે લગ્નથી જોડાયા પછી ઈ.સ. ૧૯૬૦માં ‘ નૃત્યભારતી’ સંસ્થાની સ્થાપના કરી.

🍃〰 તેની શાખાઓ માત્ર ભારતમાં જ નહી પણ અમેરિકા, ન્યુઝીલેન્ડ , કેનેડા અને જાપાનમાં વિસ્તરી ચૂકી છે.

🍃〰લગભગ ૧૧,૦૦૦ વિદ્યાર્થીઓ તેમની પાસેથી નૃત્યની તાલીમ લીધી છે.

🍃〰તેમણે ગુજરાતી ભાષામાં ભરતનાટ્યમ નૃત્યની રચનાઓ રજૂ કરી છે. કવિ નરસિંહ મહેતા , સરોજીની નાયડુ, મીરાંબાઈ, ન્હાનાલાલ, પ્રેમાનંદ વગેરે ભક્ત કવિઓના કાવ્યોમાં નૃત્યમાં ઉતારી, નૃત્ય તથા સાહિત્ય બંનેને લોકભોગ્ય બનાવ્યા છે.

🍃〰દક્ષિણ ભારતીય પરંપરાગત નૃત્ય શૈલીના માર્ગે ગુજરાતી તેન જ હિન્દી ભાષામાં અનુવાદિત કરી તેને સમજાવવામાં સરળ બનાવ્યું છે.

🍃〰આવા જ નવતર પ્રયોગ દ્વારા અંગ્રેજી, હિન્દી અને મરાઠી ભાષાઓની કવિતાઓ ઉપર પણ નૃત્ય સંયોજનો સફળતાપૂર્વક કરેલા છે.

🍃〰નૃત્યક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ તેમણે અનેક સંસ્થાઓ દ્વારા સન્માનવામાં આવ્યા છે.

🍃〰તેમણે ઈ.સ. ૧૯૭૨ થી ગુજરાત સંગીત નાટક અકાદમીના સક્રિય સભ્ય તરીકે સેવા આપી છે.

💃👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿💃

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿💃

🍃〰તેમણે ગુજરાતની અનેક કોલેજોમાં નૃત્યના વિષય માટે વીઝીટીંગ લેકચરર તરીકે પણ સેવાઓ આપી છે.

🍃〰નૃત્યક્ષેત્રે પીએચડી કરી રહેલ વિદ્યાર્થીઓને પણ તેમણે માર્ગદર્શન પૂરું પાડેલ છે.

🍃〰તેમના માર્ગદર્શન હેઠળ શ્રીલંકા, પૂર્વ આફ્રિકા, અમેરિકા જેવા અનેક દેશોમાં ઘણાં બધાં નૃત્યકાર્યક્રમો, વ્યાખ્યાનો તથા નૃત્યશિબિરનું આયોજન થયું છે.

🍃〰તેમણે દુરદર્શન, આકાશવાણી, યુનિવર્સિટીઓ, ગુજરાત ટુરીઝમ વગેરે જગ્યાઓએ વર્કશોપ તથા સેમિનારના સફળ આયોજન કરેલ છે.

🍃〰તેમણે ઈ.સ.૧૯૭૫માં નૃત્યભારતી પરફોમીંગ આટર્સ ની સ્થાપના કરી છે. 

🍃〰ટેનમાં વિશિષ્ટ પ્રદાન બદલ વડોદરાની નાટ્ય સંસ્થા તરફથી ઈ.સ. ૧૯૭૯માં ‘ ત્રિવેણી એવોર્ડ’ ગુજરાત સરકાર તરફથી ઈ.સ.૧૯૮૧માં ‘ ગૌરવ પુરસ્કાર’, મુંબઈની અમૃત સંસ્થા તરફથી ઈ.સ.૧૯૮૨માં’ અમૃતા એવોર્ડ’ અને યુએસએન ટેનીસી તફથી ઈ.સ. ૧૯૯૯માં ‘ પોટલુરી એવોર્ડ થી સન્માનિત કર્યા છે.

🏵સમીર પટેલ 🏵
🛍📮જ્ઞાન કી દુનિયા 📮🛍

No comments:

Post a Comment