Friday 14 April 2017

๐Ÿ’๐Ÿ’ เชฒિเชฏોเชจાเชฐ્เชฆો เชฆ เชตિเชจ્เชšી๐Ÿ’๐Ÿ’

👉 આજનો દિવસ :-

    લિયોનાર્દો દ વિન્ચી

જગતના મહાન ચિત્રકાર અને ‘મોનાલીસા’ ચિત્રના સર્જક જીનીયસ લિઓનાર્દો દ વિન્ચીનો જન્મ 15/4/1452 ના રોજ ઇટાલીમાં થયો હતો. બાળપણથી જ ચિત્રકારીમાં એમણે સારી સિદ્ધિ મેળવી હતી. તે મહાન પેઇન્ટર તો બન્યા પરંતુ તે એથી પણ મહાન વિજ્ઞાની પણ હતા. તેણે જે જે કલ્પનાઓ કરી હતી તે બધી જ સાકાર થઇ ચૂકી છે. મશીનગન, સબમરીન તેમ જ બે માળવાળું વહાણ પણ બનાવ્યું હતું. એક ફિઝિશિયનની સાથે  રહીને તેણે શરીર રચનાઓ ગહન અભ્યાસ શરૂ કર્યો હતો. ઉગ્ર કલાસાધનાના અંતે તેમણે ‘મોનાલિસા’ ચિત્રનું સર્જન કર્યું. મોનાલિસાના ચહેરા પરના ભાવ, તેની આંખો, તેનું હાસ્ય આ બધાને કારણે આ ચિત્રનો જાદુ આજેય એવો જ છે. દુનિયાની સૌ પ્રથમ મોટી ઘડિયાળના સંશોધક તરીકે બહુમાન તેમને ફાળે જાય છે. એ  પછી તો તેમની શોધોની વણથંભી વણજાર ચાલુ રહી. અંતે તેમણે હેલિકોપ્ટરની ડિઝાઇન પણ બનાવેલી. બાદમાં લિઓનાર્દો કામની શોધમાં રોમ ગયા. પરંતુ તેને કોઇ કામ આપવા રાજી જ હતું. તેનું એક કારણ એ હતું કે તે શરીરશાસ્ત્રના અભ્યાસ માટે મૃતદેહને ચીરીને, તેના ચિત્રાંકનો કરતા હતા. છેવટે તેમણે સદાને માટે ઇટાલીનો ત્યાગ કરી દીધો. ત્યારબાદ જિંદગીના બાકીના વર્ષો તેણે ફ્રાન્સના રાજાની સેવામાં પસાર કર્યા હતા. પોતાનું વસિયતનામું બનાવી ઇ.સ. 1519 ના એક દિવસે એમણે નશ્વર દેહ છોડ્યો. રાજા ફ્રાન્સિસે કહ્યું હતું કે, ‘લીઓનાર્દો જેટલું જ્ઞાન ઘરાવનારો અન્ય કોઇ આખી પૃથ્વી પર પાક્યો નથી’.

🌷🌷🌷🌷🌷🌷🌷🌷

No comments:

Post a Comment