Friday 19 May 2017

*સંસારની સૌથી લાંબી નદી નાઈલ*

*સંસારની સૌથી લાંબી નદી નાઈલ*

✔સંસારની સૌથી લાંબી નદી નાઈલ નદી છે, જે આફ્રિકા ખંડના સૌથી મોટા સરોવર વિક્ટોરિયામાંથી નીકળી વિસ્તૃત સહારા મરુસ્થલના પૂર્વીય ભાગમાંથી પસાર થઈ ઉત્તર દિશામાં ભૂમધ્યસાગરમાં મળી જાય છે.

✔આ નદી ભૂમધ્ય રેખાની નજીકમાં આવેલાં ભારે વર્ષા વાળાં ક્ષેત્રોમાંથી નિકળી દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશા તરફ ક્રમશઃ યુગાન્ડા, ઇથિયોપિયા, સૂદાન તેમ જ મિસ્ર વગેરે દેશોમાં થઇને વહેતાં વહેતાં લાંબી ખીણ બનાવે છે. જેની બંન્ને બાજુએ ભૂમિ પતલી પટ્ટી જેવા રુપમાં શસ્યશ્યામલા દેખાય છે.

✔આ પટ્ટી સંસારનું સૌથી વિશાળ મરૂદ્યાન છે. નાઈલ નદીનો ખીણ પ્રદેશ એક સાકડી પટ્ટી જેવા આકારનો છે, જેના મહત્તમ પહોળા ભાગની પહોળાઇ ૧૬ કિલોમીટર કરતાં અધિક નથી, કયાંક-કયાંક તો આ ખીણ પ્રદેશની પહોળાઇ ૨૦૦ મીટર કરતાં પણ ઓછી જોવા મળે છે.

✔ નાઈલ નદીની ઘણી સહાયક નદીઓ આવેલી છે, જેમાં શ્વેત નાઈલ નદી તેમ જ નીલી નાઈલ નદી મુખ્ય છે.

✔પોતાના મુખ પ્રદેશ પાસે આ નદી ૧૬૦ કિલોમીટર લાંબો તથા ૨૪૦ કિલોમીટર પહોળાઇ ધરાવતો વિશાળ ત્રિકોણ પ્રદેશ બનાવે છે. 

✔આ ખીણ પ્રદેશનો સામાન્ય ઢાળ દક્ષિણ દિશા તરફથી ઉત્તર દિશા તરફનો છે. મિસ્રની પ્રાચીન સભ્યતાનો વિકાસ આ નદીના ખીણ પ્રદેશમાં થયો હતો.

✔આ નદી પર મિસ્ર દેશનો પ્રસિદ્ધ અસ્વાન બંધ બનાવવામાં આવેલો છે.

🌍📚 *જ્ઞાન કી દુનિયા* 📚🌍

No comments:

Post a Comment