Tuesday 30 May 2017

👳🏼 *જ્હોન એફ. કેનેડી* 👳🏼

⏰👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿⏰

💫 *૨૯ મે જન્મ*  💫
👳🏼 *જ્હોન એફ. કેનેડી* 👳🏼
              
💥➖અમેરિકાના સૌથી યુવાન તથા લોકપ્રિય પ્રમુખ જ્હોન એફ. કેનેડીનો જન્મ તા. ૨૯/૫/૧૯૧૭ના રોજ બોસ્ટનમાં એક આયરીશ પરિવારમાં થયો હતો.

💥➖તેમના પિતા એક સુખી આયરીશ કુળના વ્યાપારી હતા.  પણ દુષ્કાળને લીધે તેઓ અમેરિકા આવીને વસેલા.

💥➖પિતાનું નામ જોસેફ હતું, તેઓ તેમના પિતાનું નવમું સંતાન હતા.

💥➖જ્હોન બોસ્ટનમાં અને પછી લંડન સ્કૂલ ઓવ ઇકોનોમિક્સમાં અભ્યાસ કરી ગ્રેજ્યુએટની પડવી મેળવી.

💥➖જ્હોન કેનેડી બચપણથી વિચક્ષણ બુદ્ધિપ્રતિભા ધરાવતા હતા.

💥➖ફૂટબોલ રમતા તેમની પીઠ પર ઈજા થયેલી અને તેથી ખોળ રહી ગઈ હતી. આને કારણે તેમને ઈ.સ. ૧૯૪૧માં લશ્કરમાં દાખલ ન કર્યા.

💥➖ત્યારબાદ તેમણે નૌકાદળમાં જગ્યા મેળવી.

💥➖બીજા વિશ્વ જાપાની યુદ્ધ જહાજના હુમલામાં સપડાયેલા તેમના સાથીદારોને જીવ સટોસટની બાજી લગાવી પરાક્રમ અને સાહસથી બચાવ્યા હતા.તેમની આવી બહાદૂરીનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

💥➖અમેરિકન રાજકારણમાં ઈ.સ.૧૯૪૬માં તેઓ સક્રિય થઇ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે તેઓ સર્વપ્રથમ વિજેતા બન્યા હતા.

💥➖ ઈ.સ. ૧૯૫૨માં અમેરિકન સેનેટમાં ચૂંટાઈ આવ્યા અને ઈ.સ. ૧૯૬૦માં અમેરિકન પ્રમુખના સર્વોચ્ય શિખર સુધી પહોચ્યા હતા.

💥➖જ્હોન કેનેડી એક કુશળ વક્તા હોવાની સાથે એક સારા લેખક પણ હતા.

💥➖તેમનુ ખૂબ જ લોકપ્રિય બનેલું પુસ્તક ‘ પ્રોફાઈલ ઇન કરેજ’ ને માટે સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રે મહત્વપૂર્ણ ગણાતો પુલિત્ઝર પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

💥➖કેનેડી ભારતના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂના તેઓ પરમ મિત્ર હતા.

💥➖ભારતની ઉગતીલોકશાહીના તેઓ હમદર્દ હતા.

💥➖ અમેરિકાના એક ન્યાયપ્રિય અને અશ્વેતો માટે સમાન હક્કોના તેઓ હિમાયતી હતા.

💥➖ આંતરિક વિવાદોના સમાધાન માટે ડગ્લાસ શહેરની મુલાકાતે ગયા હતા ત્યારે એમનો જાન જોખમમાં હતો પણ તે ધમકીની પરવા ન કરતાં તેવો ગયા હતા.

💥➖ખુલ્લી મોટરકારમાં લોકોનું અભિવાદન ઝીલતાં અચાનક બંદૂકની ગોળીઓ વાગતાં ૨૨ નવેમ્બર ૧૯૬૩ને શુક્રવારના રોજ તેમનું અવસાન થયું.

💥➖તેમના અકાળે અવસાનથી સમ્રગ વિશ્વ શાંતિનો દૂત એક માનવતાવાદી નેતાને ગુમાવ્યો હતો.

📝💭 *જ્ઞાન કી દુનિયા* 💭📝

No comments:

Post a Comment