Tuesday 21 August 2018

*🙏ઈદ–ઉલ–અદા 🙏 બકરી ઈદ 🙏*

Yuvirajsinh Jadeja:
💐🙏💐🙏💐🙏💐🙏💐🙏
*🙏ઈદ–ઉલ–અદા 🙏 બકરી ઈદ 🙏*
💐🙏💐🙏💐🙏💐🙏💐🙏
*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ 9099409723🙏*
https://t.me/gyansarthi
*🙏મિત્રો પ્રસ્તુત લેખ દ્વારા મારો ઈરાદો કોઈ પણ ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો નથી, પણ એક વિચારને તરતો મૂકવાનો છે – શું આ બલિદાન ખરેખર યથાર્થ છે? શક્ય છે કે અમારૂં જ્ઞાન અલ્પ હોય અથવા તર્ક પાયાવિહોણા અથવા અવિચારી હોય, પરંતુ આ પ્રશ્નો એક સામાન્ય વિચારવંત નાગરીકના મનમાં ઉઠેલ છે, એનો યોગ્ય ઉત્તર મળે અથવા પ્રતિભાવ મળે તો ઘણું માર્ગદર્શન મળ્યું ગણાશે.🙏💐🙏💐🙏💐🙏*

*👉કુરાનના બીજા સુરાની ૧૯૬મી આયતમાં બકરી ઈદ માટે પ્રયોજવામાં આવેલ શબ્દ એટલે ઈદ–ઉલ–અદા જેને આપણે બકરી ઈદ તરીકે ઓળખીએ છીએ.*

*👉અબ્રાહમના જે દિકરાને જીવાડવા માટે અલ્લાહે પાણીનો સ્ત્રોત બનાવેલ તે ઝમઝમનો કે હાજીરનો કુવો, અને હાજીર જ્યાં મૃત્યુ પામેલ ત્યાં અલ્લાહની હાજરીની અને એની અનુપમ દયા આપણી પર છે જ તેની સતત પ્રતીતી કરવા અબ્રાહમ અને એના દિકરા ઇસ્માલએ બનાવેલ પવિત્ર કાબા – એ સતત દેખાડે છે કે અલ્લાહમાં વિશ્વાસ રાખનારને તે મદદ કરે જ છે.*

*👉આ દરમ્યાન અબ્રાહમની પત્નીને જ્યારે શેતાન અલ્લાહનો આદેશ ન માનવા સતત સમજાવે છે ત્યારે અબ્રાહમ તે શેતાનને પથ્થર મારીને દૂર કરે છે જેની યાદમાં આજે પણ ત્યા શેતાનને પથ્થર મારવાની પ્રથા છે.🎯👉 ખરેખરતો એ આપણામાં રહેલા શેતાનને સમજણનો પથ્થર મારી ને દૂર કરવા સમજાવે છે પણ લોકો ફકત દેખીતું કામ જ કરે છે.*

*👉આજ અબ્રાહમની ફરી એક વાર અલ્લાહ પરીક્ષા લે છે અને તે માટે એ સ્વપ્નમાં આવી પોતાની સૌથી પ્યારી ચીજ એટલે કે એનો દિકરો ઈસ્માઇલ પોતાને આપી દેવાનો આદેશ આપે છે. અલ્લાહનો આદેશ પાળવાની ઇચ્છા બાપ પુત્ર સામે મૂકે છે અને ત્યારે એક શબ્દનો જન્મ થાય છે 🙌“ઇન્શાહ અલ્લાહ”🙌.. દિકરો ઈસ્માઇલ જગતના દરેક ધર્મોના નિચોડ સમું આ વાક્ય બોલે છે કે ઉપરવાળાની ઈચ્છા માણસે સહ્રદય સ્વીકારવી જોઇએ.*

*👉અબ્રાહમ પોતાના દિકરાને સૌની સામે લાવી અલ્લાહની ઈચ્છાથી તેની પર તલવાર ચલાવે છે ત્યારે એક બાપ તરીકે પોતાના દિકરા પર તલવાર ચલાવતા અબ્રાહમ અનાયાસે જ આંખો બંધ કરી દે છે. જ્યારે અલ્લાહને તેનો આદેશ ફળીભૂત થયો છે એમ કહેવા તે આંખો ખોલે છે ત્યારે સામે એનો દિકરો જીવતો હોય છે. નીચેની તરફ એક ઘેટું મરેલ પડ્યું હોય છે.*

*👆👉અબ્રાહમના આ બલીદાનની યાદમાં  ઈદ-ઉલ-અદા ઉજવવામાં આવે છે પણ સાવ સાચો તર્ક છે 🎯👉‘ઉપરવાળાને પોતાના પ્રાણથી પ્રિય વસ્તુ ને કોઇપણ મોહ વગર સમર્પિત કરવી’. બાકી હજારો વર્ષોથી થતી જીવ હત્યાથીતો અલ્લાહ પણ ખુશ નહી થતા હોય ! એક મૂંગા પ્રાણીને મારીને તેની જયાફત ઉડાડવી એ ઉપરવાળાનો આદેશ તો ન જ હોઇ શકે !👏👏*

*🙏🎯🔰👉આવી જ પણ કંઇક જુદી વાત યાદ આવે છે કે જુનાગઢના રા’ ડિયાસના દીકરા રા’નવઘણને બચાવવા જતા દેવાયત નામના આહિરે પોતાના સગા દિકરાને રા’નવઘણ સાથે બદલીને તલવારના એક ઝાટકે મારી નાંખેલો અને એની મા આયરાણીને એ રા’નવઘણ છે એની ખાત્રી કરવા મૃત્યુ પામેલ દિકરાની આંખો પરથી ચાલીને નીકળી જવાનુ કહેવામાં આવેલું. 🇮🇳દેશદાઝ માટે પોતાના દિકરાનુ બલીદાન તેમણે આપેલ જેની યાદગીરીરૂપે આજેય આહિર કોમની બહેનો કાળા અને લાલ કપડાં જ પહેરે છે, એ છોકરાનો શોક પાળે છે, વીસ વર્ષ પછી રા’નવઘણ ગાદીએ આવે ત્યારે એનો શોક મનાવનાર એ આહીર માતાની વાતને – એ બલિદાનને સદાય યાદ રાખવા, કોમની મૂળ ભાવનાને જીવતી રાખવા આજે પણ એ શોક યથાતથ મનાવાય છે. પણ ક્યાંય એ બલીદાનને યાદ કરીને બીજા બલીદાન થતા હોય તેવુ જાણવામાં આવ્યું નથી.🙏👏🙏👏🙏*

*🙏🙏🙏ઈસ્લામ દયા, શ્રદ્ધા અને માણસાઇના પાયા પર ટકેલ એક અદભુત ધર્મ છે.👉 મુસ્લીમોની પોતાના ધર્મ પ્રત્યેની લાગણી બીજા કોઇપણ ધર્મ કરતા અનેક ગણી વધુ છે જે એક વખાણવા લાયક વાત છે.👉 સાચા મુસ્લીમ પોતાના નબી એટલે કે ઉપરવાળાના આદેશથી પોતાની કમાણીનો અમુક ભાગ ‘જકાત’ સ્વરૂપે ગરીબોમાં વહેંચે છે. 👉ગમે તેટલી વધુ કે ઓછી કમાણી કરતો મુસ્લીમ પણ આ રીતે પોતાની કમાણીનો ભાગ જરૂરીયાતમંદને પહોંચાડે છે જે સલામ કરવા જેવી વાત છે. 👉ફક્ત સર્વસ્વના બલીદાનની ભાવનામાં મૂંગા પ્રાણીનું બલીદાન કંઇક સમજમાં ન આવે તેવી વાત છે.*

*🙏👉ઈસ્લામ પ્રમાણે ‘માલીકે નસીબ” કે જે વ્યક્તિને પોસાય તે બલીદાનના ત્રણ ભાગ કરીને એક ભાગ કુટુંબ માટે, એક મિત્રો અને સગા-વ્હાલા માટે અને ત્રીજો ભાગ જરૂરીયાતમંદને આપે છે.*

*👉🔰અલ્લાહે તો પોતાનુ સૌથી વ્હાલી વસ્તુ કે વ્યક્તિના બલીદાનનું સ્વપ્ન અબ્રાહમને આપેલું જેના પરિણામે ઈસ્માઇલનુ બલીદાન આપવાનું નક્કી કર્યું પણ હાલમાં થતી મૂંગા પ્રાણીઓનુ બલીદાન આપવાની એક પ્રથા થઈ ગઈ છે. બલીદાન કરનાર ખરેખર એક વાત હૈયે પૂછી જુએ કે શું ખરેખર આ બકરી કે ઘેટું મારી વ્હાલી કે મારુ સર્વસ્વ છે? શું એના જવાથી મને દુઃખ થશે?*

આમ જુઓ તો હવે બલીદાન એ ઉત્સવ થઇ ગયો છે, ખરો મર્મ ક્યાંક ખોવાયો હોય તેમ નથી લાગતું?

*📌❓📌શું આ બકરી ઈદના દિવસે પોતાની સૌથી મનગમતી વસ્તુને કોઇ ગરીબ જરૂરીયાતવાળી વ્યક્તિને મનમાં સહેજ પણ દુઃખ રાખ

્યા વગર આપી દેવાથી બલીદાન નહી થાય? અલ્લાહ ખુશ નહીં થાય?❓❓*

*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏9099409723*

*🙏બકરી ઈદ કુરબાનીનો સંદેશ આપે છે.  બકરી ઈદથી જોડાયેલી એક કથા પણ પ્રચલિત છે, જે આ પ્રકારે છે – એવું માનવામાં આવે છે, કે પયગંબર હજરતને અલ્લાહે હુકમ કર્યો કે આપની સૌથી પ્યારી ચીજને મારા માટે કુરબાન કરી દો. પયગંબર સાહેબને પોતાનો એકનો એક દિકરો ઈસ્માઈલ, સૌથી વધારે પ્રિય હતો. ખુદાના હુકમ અનુસાર તેને પોતાના પ્રિય ઈસ્માઈલને કુરબાન કરવા મનાવી લીધો. આ વાતથી ઈસ્માઈલ પણ ખુશ હતો કે તે અલ્લાહની રાહ પર કુર્બાન થશે. બકરી ઈદના દિવસે જ જ્યારે કુર્બાનીનો સમય આવ્યો ત્યારે ઈસ્માઈલની જગ્યાએ એક દુમ્બા કુરબાન થઈ ગયો. અલ્લાહે ઈસ્માઈલને બચાવી લીધો અને પયગંબર સાહેબની કુર્બાની કબુલ કરી લીધી. ત્યારથી દરેક વર્ષે પયગંબર સાહેબ દ્વારા આપવામાં આવેલી કુર્બાનીની યાદમાં બકરી ઈદ મનવવામાં આવે છે.*

*ઈદ-ઉઝ-ઝુહા (બકરી ઈદ) પણ વિશેષ મહિમા ધરાવે છે. કારણ કે આ પર્વ પોતાની જાત સહિત સર્વસ્વ ધન, વૈભવ, સિદ્ધાંત, ન્યાય અને સત્ય માટે નિછાવર કરવાનું આહવાન આપે છે.*

*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ 9099409723🙏*
https://t.me/gyansarthi

1 comment: