Monday 24 September 2018

જયંત ખત્રી

🌐👆🏿 *આજે જન્મદિન* 👆🏿🌐

👩🏻‍🏫➖જયંત ખત્રીનો જન્મ ગુજરાતના કચ્છ જિલ્લાનાં મુન્દ્રા ખાતે ૨૪ સપ્ટેમ્બર, ૧૯૦૯ના રોજ થયો હતો.

👩🏻‍🏫➖ભૂજમાં તેમણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું અને માધ્યમિક શિક્ષણ તેઓએ મુંબઇની ન્યૂ ભરડા હાઈસ્કૂલમાંથી કર્યું.

👩🏻‍🏫➖૧૯૩૫માં મુંબઈ નેશનલ મેડિકલ કોલેજમાંથી એલ.સી.પી.એસ.ની ડિગ્રી મેળવી શરૂઆતનાં વર્ષોમાં ત્યાં જ અને પછી માંડવી (કચ્છ)માં દાકતરી વ્યવસાય કર્યો.

👩🏻‍🏫➖ભૂજ અને મુંબઇમાં શ્રમજીવીઓની વચ્ચેના વસવાટને કારણે તે વર્ગના જીવનની વિષમતાઓનો પ્રત્યક્ષ અનુભવ તેમને થયો હતો.

👩🏻‍🏫➖તેઓ નાવિક મંડળ, કચ્છ-માંડવી તથા માંડવી નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચુક્યાં હતાં.

👩🏻‍🏫➖૬ જૂન, ૧૯૬૮ને દિવસે કેન્સરથી તેમનું માંડવીમાં અવસાન થયું હતું.

💥👁‍🗨 *વાર્તાસંગ્રહ* 👁‍🗨💥
➖ફોરાં (૧૯૪૪)
➖વહેતાં ઝરણાં (૧૯૫૨)
➖ખરા બપોર (મરણોત્તર, ૧૯૬૮)

💥👁‍🗨 *પારિતોષિક* 👁‍🗨💥
🎬તેમણે સાહિત્ય ક્ષેત્રમાં કરેલા પ્રદાન બદલ તેમનું *ઉમાસ્નેહરશ્મિ પારિતોષિકથી* સન્માન કરવામાં આવ્યું હતું.

📩🗯 *સમીર પટેલ* 🗯📩
🌐🎼 *જ્ઞાન કિ દુનિયા* 🎼🌐

No comments:

Post a Comment