Monday 24 September 2018

👩🏻‍🌾 *માદામ ભીખાઈજી કામા* 👩🏻‍🌾

🌐👆🏿 *આજે જન્મદિન* 👆🏿🌐

👩🏻‍🌾 *માદામ ભીખાઈજી કામા* 👩🏻‍🌾

🗯➖ભારતની સ્વતંત્રતા સંગ્રામમાં *પ્રથમ મહિલા ક્રાંતિકારી* તરીકેનું બહુમાન મેળવનાર માદામ ભીખાઈજી કામાનો *જન્મ તા. ૨૪/૯/૧૮૬૧* ના રોજ મુંબઈના એક શ્રીમંત પારસી પરિવારમાં થયો હતો.

🗯➖ પિતાનું નામ સોરાબજી ક્રામજી પટેલ અને માતાનું નામ જીજીબાઈ હતું.

🗯➖સોરાબજી મુંબઈના જાણીતા વેપારી હતા.

🗯➖ભીખાઈજી કામા એલેક્ઝાન્ડર પારસી ગર્લ્સ સ્કૂલમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.

🗯➖શાળાના અભ્યાસ દરમિયાન ભીખાઈજી તેજસ્વી વિદ્યાર્થીની તરીકે વર્ગમાં પ્રથમ આવતા હતા.

🗯➖નાની ઉન્બરથી જ દેશપ્રેમના બીજ તેના માનમાં રોપાઈ ચૂક્યા હતા.

🗯➖બ્રિટીશ જુલમસાળીનો તે પહેલેથી જ વિરોધ કરી હતી.

🗯➖ પોતાના દીન દુ:ખીયા ભાઈ બહેનોની સેવા કરવાનું તેને મનોમન નક્કી કરી દીધું હતું.

🗯➖સમાજસેવાની સેવા તેને પોતાના શાળા કોલેજના વર્ષો દરમિયાન જ શરૂ કરી દીધું હતું.

🗯➖ઈ.સ. ૧૮૯૭માં મુંબઈમાં પ્લેગની મહામારીનો રોગ ફેલાઈ ચૂક્યો હતો ત્યારે પોતાના જાનના જોખમે પણ લોકોની સેવામાં તેઓ લાગી ગયા હતા.

🗯➖ પ્લેગના ચેપી રોગમાં માદામ ભીખાઈજી પણ સપડાઈ ગયા હતા પરંતુ ભવિષ્યમાં બ્રિટીશરો સામે ટક્કર લેનાર આ વીરાંગનાપ્લેગના રોગનો હિંમતપૂર્વક પ્રતિકાર કર્યો.

🗯➖સમાજસેવાને મનોમન વારી ચૂકેલા માદામ ભીખાઈજી લગ્ન કરવાના વિરુદ્ધમાં હતા.

🗯➖પરંતુ પિતાના આગ્રહને વશ થઈને મોતી ઉંબરના કે.આર.કામા સાથે લગ્ન કર્યા હતા.

🗯➖લગ્ન કર્યા બાદ પણ તેમણે મન સમાજસેવા અને દેશપ્રેમ સર્વોપરી હતા.

🗯➖ એટલે તેમનું લગ્નજીવન લાંબુ સમય તાકી શક્યું નહિ.

🗯➖વારંવાર પતિ સાથે થતાં વિખવાદથી તેઓ બંને અલગ થઇ ગયા હતા.

🗯➖ આ રીતે પતિથી છૂટા પડ્યા બાદ પણ પોતાની તમામ શક્તિઓ અને પોતાનું સર્વસ્ય દેશની સમર્પિત કરી દીધું હતું.

🗯➖તેમણે *ઈ.સ. ૧૯૦૫માં ‘વંદે માતરમ’ નામનું ક્રાંતિકારી અખબાર* જીનીવાથી શરૂ કર્યું હતું. અને તેમાં તેમણે અંગ્રેજોની દમનનીતિનો ચિતાર રજૂ કર્યો.

🗯➖ તેમની તબિયત બગડતાં  મોટી બીમારીની શસ્ત્રક્રિયા કરાવવા માટે તેમને ઇંગ્લેન્ડ જવું પડ્યું ત્યાં તેમનો પરિચય શ્યામજી કૃષ્ણવર્મા સાથે થયો.

🗯➖ તે સમયે સર દોરાબજી તાતા અને વીરેન્દ્ર ચટ્ટોપાધ્યાય જેવા અન્ય ક્રાંતિકારીઓ *અભિનય ભારત*ના નામે એક મંડળી ચલાવતા હતા તેની સાથે માદામ ભીખાઈજી કામા સાથે જોડાઈ ગયા.

🗯➖ તેઓ લગભગ ૭૫ વર્ષની વયે તેઓ ભારત પાછા ફર્યા ત્યારે તેમના બંગ બીસ્તારામાંથી વંદે માતરમ લખેલા રાષ્ટ્રધ્વજો તથા આઝાદીની લડતને લગતી અન્ય સાહિત્ય પ્રાપ્ત થઇ અંગ્રેજી દ્વારા તે બધું જ સળગાવી દેવામાં આવ્યું હતું.

🗯➖પોતાના જીવનની અંતિમ ક્ષણો સુધી ભારતની આઝાદીમો મંત્ર જાપ કરતા રહેનાર આ મહાન ક્રાંતિકારી સ્ત્રીરત્ન ની ૧૩ ઓગસ્ટ ૧૯૩૮ના રોજ અવસાન થયું .

🗯➖ *“ જુલમશાહી નો પ્રતિકાર કરવો તે ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવા સમાન છે.”* તેમનો જીવનમંત્ર હતો.

🕺💃 *સમીર પટેલ* 💃🕺
👩🏻‍🏫☄ *જ્ઞાન કિ દુનિયા* ☄👩🏻‍🏫

No comments:

Post a Comment