Wednesday, 12 April 2017

💐પોલિયોથી જગતને ઉગારનાર ☺ડો.જોનાસ સાલ્ક

👉 આજનો દિવસ :-

     પોલિયોથી જગતને ઉગારનાર રસીના પરિણામ જાહેર થયા

    પોલિયોથી જગતને ઉગારનાર ☺
            ડો.જોનાસ સાલ્ક

આજથી બરાબર ૬૦ વર્ષ પહેલા ૧૨ એપ્રિલ, ૧૯૫૫નો દિવસ આખી દુનિયા માટે બહુ જ ખાસ હતો કારણ કે આ પોલિયોથી જગતને ઉગારનાર રસીના પરિણામ જાહેર થયા હતા. તેના શોધક હતા જોનાસ સાલ્ક. તેમણે કોઈ પણ અંગત સ્વાર્થ વગર પોલિયો રસીની શોધ કરી હતી.

આખી દુનિયાની સુખાકારી માટે અબજો રૂપિયા બલિદાન કરી દેનારા ડોક્ટર સાલ્કનો જન્મ ૨૮ ઓક્ટોબર, ૧૯૧૪ના દિવસે થયો હતો અને આજે તેમનો જન્મદિવસ છે. તેમના ૧૦૦માં જન્મદિવસના માનમાં ગૂગલે પણ ખાસ ડૂડલ ડિઝાઇન કર્યું છે.

૧૯૬૧માં બીજી રસી ડૉ. આલ્બર્ટ સબીને વિકસાવી હતી
ડોક્ટર સાલ્કને જ્યારે પત્રકારોએ પૂછયું કે આની પેટન્ટ કોની પાસે રહેશે? સાલ્કે હસતાં હસતાં જવાબ આપ્યો કે “કોઈ પેટન્ટ નથી, શું સૂરજની કોઈ પેટન્ટ હોઈ શકે?” પોલિયોની પહેલી રસી (ઇંજેક્શન) ૧૯૫૫માં ડૉ. જોનાસ સાલ્કે વિકસાવી હતી. અને ત્યારબાદ  ૧૯૬૧માં બીજી રસી (ઓરલ ડ્રોપ) ડૉ. આલ્બર્ટ સબીને વિકસાવી હતી. આ પોલિયો નાબૂદીનું  સફળ હથિયાર સાબિત થયું.

ભારતે વર્ષ ૨૦૧૨માં પોલિયોથી મુક્તિ મેળવી
સાલ્કની રસીની ટ્રાયલમાં લગભગ ૧૩ લાખ બાળકોએ ભાગ લીધો હતો. ખાસ વાત એ છે કે ૧૯૫૫માં પરિણામો જાહેર થયાં તે અગાઉ સાલ્કે તેના પોતાનાં બાળકોને અને પરિવારજનોને પણ આ રસી આપી હતી. ભારતે વર્ષ ૨૦૧૨માં જેનાથી મુક્તિ મેળવી તે પોલિયો એક એવી મહામારી હતી કે જેનાથી આખી દુનિયાના હાંજા ગગડતા હતા. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન આ બીમારીથી પીડાઇ રહેલા દેશોની યાદીમાંથી ભારતનું નામ દૂર કર્યું છે. કેમકે, છેલ્લા એક વર્ષથી ભારતમાં પોલિયોનો એકેય નવો કેસ બહાર આવ્યો નથી.

ભારતમાં પોલિયો સામેની લડતમાં ૧૯૯૫-૯૬થી અભિયાન શરુ કર્યું હતું
દુનિયાની સૌથી મોટી લોકશાહી એવા ભારતે હજી માંડ ગયા વર્ષે પોલિયો સામે વિજય મેળવ્યો છે. ‘દો બુંદ જિંદગી કી’ ના નારાથી પ્રખ્યાત બનેલી પોલિયો સામેની લડત પહેલાં બુંદની નહીં પણ સોયની હતી. ભારતમાં પોલિયો સામેની લડતમાં ખરું જોમ ૧૯૯૫-૯૬થી શરૂ કરવામાં આવેલા દેશવ્યાપી પલ્સ પોલિયો અભિયાનથી આવ્યું. ભારતમાં પોલિયોનો છેલ્લો કેસ ૧૩ જાન્યુઆરી, ૨૦૧૧માં પશ્ચિમ બંગાળમાં નોંધાયો હતો.

વાઇરસનું અસ્તિત્વ નાબુદ કરવા રસીકરણનું અભિયાન ચાલુ રાખવું પડશે
ભારતે પોલિયોમુકત દેશનો દરજજો મેળવવા માટે આગામી બે વર્ષ સુધી પોલિયોમુક્ત રહેવું પડશે. દુનિયામાં પોલિયો સામેની લડત હજી ચાલુ હોય તેવા દેશોમાં હવે પાકિસ્તાન, નાઈજિરિયા અને અફઘાનિસ્તાન જ બચ્યા છે. વાઇરસનું અસ્તિત્વ નાબુદ કરવા રસીકરણનું અભિયાન ચાલુ રાખવું પડશે.

ઈન્જેક્શનની સોયમાંથી મુક્તિ અપાવી લોકોને બે ટીપાં દવાનો ઈલાજ આપ્યો
સાલ્કે પોલિયોના મૃત વાયરસ સાથે કામ પાર પાડીને અસરકારક શોધ કરી અને તેના પછી અન્ય સંશોધક સાબિને પોલિયોના જીવતા વાયરસને નાથીને ઈન્જેક્શનની સોયમાંથી મુક્તિ અપાવી લોકોને બે ટીપાં દવાનો ઈલાજ આપ્યો. જોકે, સાલ્ક અને સાબિન વચ્ચે સૌથી મોટો તફાવત એ પણ છે કે સાલ્કની રસી તે લેનારને જ સુરક્ષિતતા આપે છે જ્યારે સાબિનની રસી તેની આસપાસના લોકોને પણ ચેપ લાગવાથી બચાવે છે.

સાલ્કેરસી માટે કોઈ પેટન્ટ ન લીધા કેમકે વિશ્વમાં મહત્તમ બાળકો આ રસી લે
સાલ્કે પોતે તનતોડ મહેનત કરીને શોધેલી આ અકસીર રસી માટે કોઈ પેટન્ટ ન લીધા કે જેથી વિશ્વભરમાં કોઇપણ દવા બનાવનારી કંપની સરકારી નિયમોને આધીન રહીને એનું ઉત્પાદન છૂટથી કરી શકે. એમણે ઈચ્છયું હોત તો આ શોધમાંથી કરોડો ડોલર કમાઈ શક્યા હોત પરંતુ માનવતાવાદી અમેરિકન વૈજ્ઞાનિકે એની શોધમાંથી એક ડોલરની પણ કમાણીની આશા રાખી નહીં.એમને  તો માત્ર પોલીઓ થતો રોકવા માટે વિશ્વમાં મહત્તમ બાળકો આ રસી લે એમાં જ રસ હતો.

વિશ્વને પોલીયો રસીની ભેટ ધરીને માનવજાત પર એક મોટો ઉપકાર કર્યો
સાલ્કનું ૮૦ વર્ષની ઉંમરે ૨૩ જૂનના રોજ ૧૯૯૫માં અવસાન થયું હતું. શીતળા જેવા રોગને માતા કહીને પૂજન કરનારા લોકોએ સાલ્ક જેવા વિજ્ઞાનીઓ થકી માનવતા ઉજળી છે. આ રીતે ડો.જોનાસ સોકે વિશ્વને પોલીયોની રસીની ભેટ ધરીને માનવજાત ઉપર એક મોટો ઉપકાર કર્યો છે.

ડો.સાલ્કે છેલ્લા દિવસોમાં સાન ડિયેગો ખાતેની સંસ્થામાં રહીને  એચાઈવી એઇડ્સ માટેની રસી માટે વધુ રીસર્ચ કરવામાં ખુબ પ્રવૃત રહ્યા હતા. એમનું બાકી રહેલું કામ આ સંસ્થાના અન્ય વૈજ્ઞાનિકો ઉપાડી લીધું છે.

-- ☺
The-Dust Of-Heaven ✍

Tuesday, 11 April 2017

💐💐💐Sahitya Academy all 💐

💥 *અમદાવાદ* 💥

👉 ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. [૧૮૪૮]

👉 ગુજરાતી સાહિત્ય સભા. [ ૧૯૦૪]

👉 ગુજરાતી સાહિત્ય પરિષદ  [૧૯૦૫]

👉 *મોહિત*🙏

💥 *મુંબઈ*💥

👉 ફાર્બસ ગુજરાતી સભા

[ ૧૮૬૫]

👉 સાહિત્ય સંસદ.

👉ભારતીય વિધા ભવન
[ ૧૯૩૮]

*મોહિત*🙏

💥   *ગાંધીનગર* 💥

👉 ગુજરાતી સાહિત્ય અકાદમી  [૧૯૮૨]

💥 *સુરત* 💥

👉 નર્મદ સાહિત્ય સભા
[ ૧૯૨૩]

💥 *વડોદરા* 💥

👉 પ્રેમાનંદ  સાહિત્ય સભા  [ ૧૯૧૬]

💥💥💥💥💥💥

  *મોહિત*🙏


😘: 🀄 *ગુજરાત વર્નાકયુલર સોસાયટી ( ગુજરાત વિદ્યાસભા)*

⭕⭕⭕⭕⭕⭕⭕

*સ્થાપના* ➖26 ડિસેમ્બર1848

*સ્થળ*➖અમદાવાદ

*સ્થાપક*➖એલેકઝાન્ડર ફાર્બસ

*સામાયિક*➖બુધ્ધિપ્રકાશ

      ♨ *મેર ઘનશ્યામ*

😘: 🀄 *ગુજરાત સાહિત્ય પરિષદ*

⭕⭕⭕⭕⭕⭕⭕

*સ્થાપના*➖1905

*સ્થળ*➖અમદાવાદ

*સ્થાપક*➖ રણજિતરામ વાવાભાઈ મહેતા

*પ્રથમ અધિવેશનના અધ્યક્ષ*➖ગોવર્ધન ત્રિપાઠી

*સામાયિક*➖પરબ,, ભાષાવિમર્શ  *( ત્રિમાસિક)*

      ♨ *મેર ઘનશ્યામ*

😘: 🀄 *ગુજરાત સાહિત્ય સભા*

⭕⭕⭕⭕⭕⭕⭕

*સ્થાપના*➖1904

*સ્થાપક*➖રણજિતરામ વાવાભાઈ મહેતા

*મુખપત્ર*➖ઈ.સ.1928થી રણજિતરામ  સુવર્ણચન્દ્રક આપે છે.

     ♨ *મેર ઘનશ્યામ*

😘: 🀄 *ફાર્બસ સાહિત્ય સભા*

⭕⭕⭕⭕⭕⭕⭕

*સ્થાપના*➖1865

*સ્થળ*➖અમદાવાદ

*સ્થાપક*➖એલેકઝાન્ડર ફાર્બસ અને મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી

*સામાયિક*➖ફાર્બસ ગુજરાતી સભા *(ત્રિમાસિક)*

      ♨ *મેર ઘનશ્યામ*

😘: 🀄 *ગુજરાત સાહિત્ય અકાદમી*

⭕⭕⭕⭕⭕⭕⭕

*સ્થાપના*➖1982

*(ગુજરાત સરકાર દ્વારા)*

*સ્થળ*➖ગાંધીનગર

*સ્થાપક*➖હોદ્દાની રુએ શિક્ષણમંત્રી

*સામાયિક*➖શબ્દસૂષ્ટિ

*મુખપત્ર*➖ગૌરવ પુરસ્કાર, ,,,,,,,દર બે વર્ષે પ્રેમાનંદ ચક્ર

      ♨ *મેર ઘનશ્યામ*

😘: 🀄 *પ્રેમાનંદ સાહિત્ય સભા*

⭕⭕⭕⭕⭕⭕⭕

*સ્થાપના*➖1916

*સ્થળ*➖વડોદરા

*મુખપત્ર*➖ઈ.સ.1940 થી નર્મદ સુવર્ણ ચંદ્રક આપે છે.

    ♨ *મેર ઘનશ્યામ*

😘: 🀄 *નર્મદ સાહિત્ય સભા*

⭕⭕⭕⭕⭕⭕⭕

*સ્થાપના*➖1923

*સ્થળ*➖સુરત

*વિશેષતા*➖ગુજરાતી ભાષાના વિકાસ માટે કાર્ય કરે છે.

     ♨ *મેર ઘનશ્યામ*

🛡〰હનુમાન જયંતી 〰🛡

🎁👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎁

🛡〰હનુમાન જયંતી 〰🛡

📮હનુમાનજીનો જન્‍મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો, જેની આપણે હનુમાન જયંતી તરીકે ઉજવણી કરીએ છીએ.

📮શ્રી હનુમાન એટલે વીર પ્રાજ્ઞ, રાજનીતિમાં નિપુણ મુત્‍સદી, હનુમાન એટલે વકતૃત્‍વકળામાં નિપૂણ.

📮 હનુમાનજી વિદુત્રા બુધ્ધિ રાજનીતિ, માનસશાસ્‍ત્ર, તત્‍વસ્‍થાન સાહિત્‍ય વગેરે સર્વગુણોથી સં૫ન્‍ન હતા.

📮આવી કલિકાલ સર્વજ્ઞ વ્‍યકિત જેની ભકત હોય તે ગુરુને કોઈ વિપતિઓનો સામનો કરવો પડે ખરો? તેથી જ શ્રી રામની સફળતાઓમાં મરુતનંદન હનુમાનજીનો ફાળો અદ્વિતીય હતો.

📮તેઓ આવા સર્વગુણસંપન્‍ન હોવાં છતાં તેમનામાં લેશ માત્ર અભિમાનનો ભાવ નહોતો.

📮તેઓ તો હંમેશા શ્રી રામની ભકિતમાં મગ્‍ન રહેતાં. રામને હનુમાનજીનો ભેટો એવા સમયે થયો હતો જયાંરે તેઓ જીવનનાં સૌથી વધુ વિ૫ત્તિ કાળમાં હતા.

📮શ્રીરામે સીતાજીની શોધનું કપરું કાર્ય હનુમાનજીને સોંપ્‍યું હતું તે તેમણે બખૂબી નિભાવ્‍યું હતું.

🎁👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🎁

🌺હનુમાન જયંતી 🌺

🎁📮હનુમાન જયંતી એ ભારતીય ઉપખંડમાં ઉજવવામાં આવતો હિંદુ ધર્મના લોકોનો મહત્વનો તહેવાર છે.

🎁📮આ પર્વ ભારતમાં વિક્રમ સંવત/શક સંવત મુજબ ચૈત્ર સુદ પૂનમના રોજ મનાવવામાં આવે છે.

🎁📮આ શુભ દિવસને હનુમાનજીનો જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે.

🎁📮ધરાપર કદાચ કોક નગર અથવા ગામ એવુ હશે જ્યાં પવન કુમારનું નાનું-મોટું મંદિર અથવા મુર્તિ ન હોય.

🎁📮સત્ય તો એ છે કે મહાવીર હનુમાન ભારતના તન મન તેમજ પ્રાણમાં વ્યાપ્ત છે. અને સદાય આપણને શક્તિ, ભક્તિ,

🎁📮સમર્પણ, શ્રમ, નિશ્ચલસેવા, ત્યાગ, બલિદાન, વિગેરેની પ્રેરણા આપે છે. પરમ આદર્શ શ્રી હનુમાનજીનું જીવન પ્રકાશ-સ્થંભની જેમ આપણુ કલ્યાણ-માર્ગની નિશ્ચિત દિશા બતાવે છે.

🎁📮હનુમાનજીનું કોઇ અલગ અસ્તિત્વજ નથી. તેઓ શ્રી રામમય થઇ ગયા છે. પરમપ્રભુ શ્રીરામે જ્યારે પ્રશ્ન કર્યો કે તું કોણ છે? ત્યારે સ્વયં નિવેદન કર્યું – પ્રભો!

"देहबुद्धया तु दासोऽस्मि जीव बुद्धया त्वदाम्सकः। आत्मबुद्धया त्वमेवाऽहम् ईति मे निश्चिता मतिः॥"

દેહદૃષ્ટિથી તો હું આપનો દાસ છું જીવરુપથી આપનો અંશ તથા તત્વાર્થથી તો આપ અને હું એકજ છીએ આજ મારો મત છે.

🎁📮હનુમાનજીનું ચરિત્ર પરમ પવિત્ર અને મધુર તેમજ પરમ આદર્શ છે અને અદભુત્ત પણ છે.

🎁📮 હનુમાનજીની પરમ પુણ્યમયી માતા અંજના દેવી છે.

🎁📮પરંતુ તે “શંકર સુવન” “વાયુપુત્ર” અને “કેશરી નંદન” પણ કહેવાય છે.

🎁📮 અર્થાત –શિવ-વાયુ-અને -કેશરી તેમના પિતા છે.

🎁📮આ રહસ્યને સ્પષ્ટ કરવા માટે અનેક કથાઓ પુરાણોમાં જોવા મળે છે, કલ્પ ભેદથી દરેક સત્ય છે.

🎁📮 સ્વર્ગના અધિપતિ શચિપતિ ઇન્દ્રની રૂપગુણ સંપન્ન અપ્સરાઓમાં પુંજિકસ્થલા નામની એક પ્રખ્યાત અપ્સરા હતી. એકવાર તે અપ્સરાએ એક તપસ્વિ ઋષિની મશ્કરી કરી.

🎁📮ઋષિ તે સહન ન કરી શક્તા ક્રોધિત થયા અને શાપ આપ્યો “વાનરની જેમ તેં ચંચળ થઇ મારૂં અપમાન કર્યુ હોવાથી તું વાનરી બની જા.” ક્ર્મશઃ

🍏સમીર પટેલ 🍏
🛍જ્ઞાન કી દુનિયા 🛍

🎁👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎁

📮શ્રી રામને હનુમાનજી ઉપર પૂર્ણ વિશ્‍વાસ હતો. તેથી જ જયાંરે રાવણનાં ભાઈ વિભીષણનો સ્‍વીકાર કરવો કે ન કરવો તે ગડમથલમાં પડેલા શ્રીરામે સુગ્રીવનાં અભિપ્રાયને ઉવેખીને પણ હનુમાનજીના મંતવ્‍યનો સ્‍વીકાર કરેલો.

📮 કારણ કે શ્રીરામ હનુમાનજીને માત્ર એક ભકત તરીકે જ નહોતા નિહાળતા તેનામાં રહેલ માણસને પારખવાની અદભુત શકિતને પણ સમજતા હતા.

📮હનુમાનજીએ સીતાજીને અશોક વાટીકામાં આત્‍મહત્‍યાનાં માર્ગે જતા અટકાવ્‍યા હતા.

📮 તેઓ માત્ર એક વિદ્વાધાન જ નહિ, એક વીર સૈનિક પણ હતા. તેમનામાં કોઇપણ કાર્ય બુધ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હતી. તેથી તેઓએ એકલે હાથે રાવણની આખી લંકા સળગાવી નાખી હતી.

📮શ્રીરામના કોઈ પણ મહત્‍વનાં કાર્યો કે કટોકટીની ક્ષણોમાં હનુમાનજી હંમેશા સાથે જ હતા.

📮ઇન્‍દ્રજીતનાં બાણથી મરણશૈયા ઉપર પડેલા લક્ષ્‍મણને ઔષધી લાવીને હનુમાનજીએ જ બચાવેલા.

📮 રાવણનો યુધ્‍ધમાં નાશ થયો તે સમાચાર સીતાજીને આપ‍વા શ્રીરામ હનુમાનજીને જ મોકલે છે.

📮 શ્રી હનુમાનજીનાં આવા કાર્યોથી ગદગદ થયેલા શ્રીરામે રામાયણમાં એક જગ્‍યાએ કહયું છે, મારુતી તમારા મારા ઉપરનાં અસંખ્‍ય ઉપકારનો બદલો માત્ર પ્રાણ ન્‍યોછાવર કરીને પણ હું વાળી શકુ તેમ નથી.

📮 હનુમાન શંકરનાં ૧૧મા અવતાર હતા. જે સાત અમર મહાનુભાવો પૈકીનાં એક છે અને આ કળીયુગમાં હાજરા હજુર છે.

📮હનુમાનજીની બ્રહ્મચારી તરિકે ગણતરી થાય છે, તેમ છતાં તેમનો મકરધ્વજ નામે એક (પરોક્ષ) પૂત્ર હતો.

🎀જ્ઞાન કી દુનિયા 🎀

Monday, 10 April 2017

💐💐વર્ષા અડાલજા💐💐

Yuvirajsinh Jadeja:
🎂💐🎂💐🎂💐🎂💐🎂
વર્ષા અડાલજા

🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
🚩👧🏻જન્મ
એપ્રિલ – 10, 1940; મુંબાઇ
મૂળ વતન જામનગર

👪પિતા – ગુણવંતરાય આચાર્ય ; માતા – લલિતાબેન ; 👩‍👧મોટી બહેન – ઇલા આરબ
મહેતા

💏પતિ – મહેન્દ્ર ( લગ્ન – 1965, મુંબાઇ) ;
પુત્રીઓ – માધવી( કલાકાર), શિવાની ( એર હોસ્ટેસ)

📝અભ્યાસ📝
1960 – બી.એ ( ગુજરાતી, સંસ્કૃત)
1962 – એમ. એ. (સમાજશાસ્ત્ર)
અભિનયનો ડીપ્લોમા

🔗📎🖇
1961- 64 આકાશવાણીના મુંબઈ કેન્દ્રમાં પ્રવક્તા
📝1975- 77 ‘ સુધા’ ના તંત્રી
સંપાદન , લેખન

📍અગિયાર વર્ષની ઉમ્મરે ‘જાગતા રે’જો’  કોમેડી નાટકની નાયિકા તરીકે લટકાં મટકાં સાથે અભિનય કરી દાદ મેળવી!

📌પિતાની ‘રંગમંચ’ સંસ્થામાં નાની ઉમ્મરે વૃધ્ધાનો ભાગ સફળતાથી ભજવ્યો.

📌મોટા થયા બાદ કાકાની શશી , મૃચ્છકટિક, ઝેર તો પીધાં જાણી જાણી, પૂર્ણિમા જેવાં લબ્ધ પ્રતિષ્ઠ લેખકોના નાટકોમાં મુખ્ય નાયિકાના ભાગ ભજવ્યા.
📍પૂર્ણિમામાં કરુણ, પરાધીન નાચનારીની અદા જોઇ પિતા ગુ. આ. બેભાન થઇ ગયા અને તેમને પહેલો હાર્ટ એટેક આવ્યો. ‘
અગ્રેજી નાટકો Dolls’ House , Glass Managerie માં પણ મૂખ્ય પાત્રના ભાગ ભજવ્યા

📍પ્રવીણ જોશી જોડે ‘કૌમાર અસંભવમ્ ‘ માં પણ કામ કર્યું .

પત્રકારત્વ પણ કર્યું.

🚩સખા જેવા પિતાના અવસાનથી ઘેરો આઘાત જે જીવનભર રહ્યો.
રેડીયો પર એનાઉન્સર તરીકે, વાર્તાલાપ આપવાનાં
📺ટી .વી. ઉપર ‘જ્યોતિ’ સિરિયલમાં પિતાના જીવન પર આધારિત ‘ કોરી કિતાબ’ એપીસોડની પટકથા લખી હતી.
પિતાના લખેલા નાટક ‘અલ્લાબેલી’ માં અભિનય

🚩થોડોક વખત ‘સુધા’ અને ‘ફેમીના’ નું સંપાદન પણ કર્યું.

📃‘મુંબાઇ સમાચાર’ માં બ્યુટી કોલમ આપતાં હતાં
🗒‘દીદીની ડાયરી’ – બહુ જ લોક્પ્રિય કટારનાં લેખિકા
📋પહેલી પ્રકાશિત કૃતિ – ‘ શ્રાવણ તારાં સરવડાં’
📋તેમની શ્રેષ્ઠ કૃતિ ‘ હરિ મને આપો ને એકાદી એંધાણી’ – જેની છપાયેલી પુસ્તિકાના બળથી વડોદરા નજીકની રક્તપિત્તના દરદીઓ માટેની 🗓‘શ્રમમંદિર’ સંસ્થાને દસ લાખ જેટલી રકમનાં દાન મળ્યાં .

🗄પરિશ્રમને પ્રાધાન્ય આપતાં સર્જક
‘મારે પણ એક ઘર હોય’, ‘ગાંઠ છૂટ્યાની વેળા’, ‘અણસાર’ કૃતિઓથી કીર્તિ મળી

🏴બંદીવાન નવલકથાનું નાટ્ય રૂપાંતર ‘ આ છે કારાગર’ તરીke કર્યું – તેને ‘Theatre of cruelty’ નું બિરુદ મળ્યું !

📰મુખ્ય રચનાઓ – 25 પુસ્તકો📕

📘નવલકથાઓ – ગાંઠ છૂટ્યાની વેળા, શ્રાવણ તારાં સરવડાં, બંદીવાન, આતશ( વિયેટનામના યુધ્ધત્રસ્તોના અનુભવો આધારિત)

📗લઘુનવલ – મારે પણ એક ઘર હોય, રેતપંખી, ખરી પડેલો ટહૂકો, તિમિરના પડછાયા, એક પળની પરબ

📘રહસ્યકથા – પગલાં, પાંચ ને એક પાંચ, અવાજનો આકાર, છેવટનું છેવટ, પાછાં ફરતાં, નીલિમા મૃત્યુ પામી છે

📕વાર્તાસંગ્રહ – સાંજને ઉંબર, એ

📕નિબંધ – વાંસનો સૂર
અન્ય લઘુનવલો, રહસ્યકથાઓ, વાર્તાઓ વગેરે

🗄લાક્ષણિકતાઓ
નવલકથાને નાટકમાં રૂપાંતર કરવાનું ગમે.
ત્રસ્ત લોકોની મનોવેદનાને થીમ બનાવેલી ઘણી રચનાઓ
રહસ્યકથાઓમાં ‘પેરી મેસન’ નો પ્રભાવ

🎉🎉સન્માન🎉🎉

🏆સાહિત્ય અકાદમી એવોર્ડ ૧૯૯૫ - તેમની પ્રથમ નવલકથા 'અણસાર' માટે.

🏆સોવિયેટ લેન્ડ નેહરૂ એવોર્ડ (૧૯૭૬)

🏆ગુજરાતી સાહિત્ય પરિસદ એવોર્ડ (૧૯૭૨, ૧૯૭૫)

🏆ગુજરાતી સાહિત્ય એકેડમી એવોર્ડ (૧૯૭૭, ૧૯૭૯, ૧૯૮૦)

🏆કનૈયાલાલ મુનશી એવોર્ડ (૧૯૯૭)

🏆રણજિતરામ સુવર્ણચન્દ્રક (૨૦૦૫)
નંદશંકર મહેતા ચંદ્રક

🏅સરોજ પાઠક સન્માન

🏆ટૂંકી વાર્તાઓ માટે રામનારાયણ પાઠક એવોર્ડ

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

[महत्त्वपूर्ण अधिकारियों का मासिक वेतन]

सामान्य ज्ञान

[महत्त्वपूर्ण अधिकारियों का मासिक वेतन]

█ राष्ट्रपति- 1,50,000 रुपये

█ उपराष्ट्रपति- 1,25,000 रुपये

█ लोकसभा अध्यक्ष- 1,25,000 रुपये

█ राज्यपाल- 1,10,000 रुपये

█ सर्वोच्च न्यायालय के मुख्य न्यायाधीश-1,00,000 रुपये

█ सर्वोच्च न्यायालय के अन्य न्यायाधीश-90,000 रुपये

█ उच्च न्यायालय के मुख्य न्यायाधीश- 90,000रुपये

█ उच्च न्यायालय के अन्य न्यायाधीश- 80,000रुपये

█ नियंत्रक एवं महालेखा परीक्षक- 90,000 रुपये

█ मुख्य चुनाव आयुत्त्क- 90,000 रुपये

█ महान्यायवदी- 90,000 रुपय

🌴🌴🌴 જાણવા જેવું 🌴🌴🌴

👆👆👆👆👆👆👆👆👆👆👆

🌴🌴🌴 જાણવા જેવું 🌴🌴🌴

👁‍🗨ઉમેદ ભવન મહેલએ રાજસ્થાનનાં જોધપુર શહેરમાં આવેલ એક વિશ્વનું એક સૌથી મોટા નિજી નિવાસોમાંનું એક છે, જેમનું નામ દાદા મહારાજા ઉમેદ સિંહ પરથી રખાયું હતું. આ ઈમારતમાં ૩૪૭ ઓરડા છે, જે જોધપુરનાં રાજ પરિવારનો શાહી નિવાસ છે.

👁‍🗨આ મહેલ બાંધકામ સમયે ચિત્તર મહેલ કહેવતો કારણ કે તે ચિત્તરનામની ટેકરી પર આવેલો છે. આ મહેલનું બાંધકામ ૫૦૦૦ કારીગરોએ ૧૫ વર્ષ માટે કર્યું, જેની વિશેષતાએ છે કે મહેલના બાંધકામમાં પથ્થરોને જકડી રાખવા કોલ કે સિમેન્ટ વપરાયા નથી; આ પથ્થરો કોતરેલા છે જેનો એક છેડો બીજા છેડાને જકડી રાખે છે. તેમજ તેને એવી રીતે બાંધવામાં આવ્યો હતો, જેમાં દરેક સમયે ૨૩ અંશ સે. જેટલું તાપમાન જળવાય રહે.

  👁‍🗨  ઉમેદ સિંહ જાણતા હતા કે આ મહેલ તેમનાં પૂર્વજો માટે એક યોગ્ય શ્રધાંજલિ બનશે, પરંતુ તે અર્વાચીન પુરાતન મુલ્યવાન ઈમારત બનવું જોઈતું ન હતું. આ રાજા ૧૯મી સદીની જીવન પદ્ધતિના આદિ તેમજ વિકાસપ્રિય હોવાં છતાંય તે આધુનિક વિચારસરણી ધરાવતાં રાજાની ઓળખ હતું. હાલનાં તેમનાં માલિક મહારાજા ગજસિંહ છે, જેમણે આ મહેલને ત્રણ વિભાગમાં વહેચ્યો છે, આરામદાયક વૈભવી હોટલ- તાજ, રાજ પરિવારનું આવાસ અને પ્રજા માટે ખુલ્લું નાનું સંગ્રહાલય.

⚓R.K.....

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

Sunday, 9 April 2017

🛍છત્રપતિ શિવાજી🛍

🎁👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎁

🛍છત્રપતિ શિવાજી🛍

🛡〰ભારતના આઝાદીના પ્રથમ મરજીવા અને લોકશાહીના સફળ રાજ્યકર્તા છત્રપતિ શિવાજીનો જન્મ તા. ૧૦/૪/૧૬૨૭ના રોજ પૂનાથી દક્ષીણે શિવનેરી દુર્ગમાં મરાઠા ઉમરાવ શાહજી ભોસલે અને જીજાબાઇના ઘેર થયો હતો.

🛡〰દાદા કોડદેવે તેમનો ઉછેર કર્યો હતો.

🛡〰 દક્ષિણની ગરીબ ખડતલ પણ પીસાતી અને ઉપરાઉપરી લૂંટફાટથી ત્રાસેલી પ્રજાને તેમણે હૂફ અને રક્ષણ આપ્યું.

🛡〰પછીના સમયમાં એક રાજા તરીકે નહી પણ પિતા તરીકે તેમણે પોતાની પ્રજા પર વાત્સલ્યપૂર્ણ વ્યવહાર કર્યો. તેઓ સાહસિક લડવૈયા  હતા.

🛡〰પ્રજાને શાંતિ અને સમૃદ્ધિ આપ્યા. માતા  જીજાબાઇ અને સંત રામદાસે તેમના જીવનમાં  ઘણું આદરપૂર્વક સ્થાન આપ્યું.

🛡〰શિવાજી એ રાજ્યના ઉત્તમ વહીવટ માટે અષ્ટપ્રધાનમંડળની રચના કરી હતી.

🛡〰છઠ્ઠી જુન ૧૬૭૪ના રોજ રાયગઢમાં એમનો રાજ્યાભિષેક થયો અને સેનાપતિ શિવાજી ‘ છત્રપતિ’ બન્યા.

🛡〰 સ્વામી રામદાસ તેમના માર્ગદર્શક ગુરૂ હતા. સંત તુકારામનો તેમના પર ખૂબ પ્રભાવ પડ્યો હતો. તેઓ ચારિત્ર્યવાન રાજવી હતા.

🛡〰 તેમણે સિંહગઢ , તોરણા,રાજગઢ,કોડાણાના કિલ્લા જીતી મોગલ સેનાપતિની ઊંઘ હરામ કરી નાખી હતી.

🛡〰 એમણે આપેલી હિંમત, નૈતિક તાકાત, ભક્તિ અને સર્મપણ ભાવના આજે પણ યાદ રાખવા જેવા છે.

🛡〰પ્રજાની પાસેથી આકરું ત્રાસદાયક મહેસુલ ઉઘરાવતા અમલદારોને જોઈ તેમણે જમીન જાગીર બક્ષીસ આપવાનું બંધ કર્યું.

🛡〰રોકડ નાણું જ પગાર તરીકે આપતા. ખેડૂતોની સ્થિતિ એમના અમલમાં સારી અને સુધારી હતી.

🛡〰એક ઉત્તમ સેનાપતિ, રાષ્ટ્રભક્ત, સફળ વહીવટકર્તા અને માનવતાવાદી મહાપુરૂષ તરીકે છત્રપતિ શિવાજી સદાય યાદ રહેશે.

🛡〰તેમનું જીવન સાદું,સંયમી અને પરોપકારી બન્યું હતું. તેઓ ૫૩ વર્ષ જીવન જીવી ચોથી એપ્રિલ ૧૬૮૦માં અવસાન થયું.

📮સમીર પટેલ 📮
🏵🌻 જ્ઞાન કી દુનિયા 🌻🏵