Saturday, 20 May 2017

શ્રી અનિલ માધવ દવેનુ નિધન

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

શ્રી અનિલ માધવ દવેનુ નિધન

💐🐾💐🐾💐🐾💐🐾💐🐾

🎋અનિલ માધવ દવેજી પ્રતિબદ્ધ જાહેર સેવક તરીકે હંમેશા યાદ રહેશે. તેઓ પર્યાવરણના સંરક્ષણ માટે અતિ ઉત્સાહી હતા.

👉👉🇮🇳દવે ઈચ્છતા હતા કે, બની શકે તો તેમની યાદમાં માત્ર વૃક્ષો વાવવા અને નદીઓ બચાવવી.  અનિલ દવેના નિધનના પગલે MPમાં 2 દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
🇮🇳આજે દિલ્લી અને બધા રાજ્યની રાજધાનીની ઇમારતો ઉપર પર્યાવરણ મંત્રી અનિલ દવેના અવસાન નિમીતે રાષ્ટ્રિય ધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.

🎌🎌અનિલ માધવ દવેનો જન્મ 6 જુલાઈ 1956ના રોજ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં થયો હતો. તેમણે ઈન્દોરની કોલેજમાંથી એમ.કોમની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ સંઘ પ્રચારક હતા અને તેમણે લગ્ન કર્યા નહતા. વર્ષ 2009થી અનિલ માધવ રાજ્યસભાના સાંસદ હતા.

🚴🚴સાઈકલ સવારી કરીને સંસદમાં આવતાં અનિલ માધવ દવે.

🏠🏠તેઓ એક સારા પર્યાવરણવાદી હતાં અને તેમણે નર્મદા નદી માટે અભિયાન ચલાવ્યું હતું. અનિલ જાધવે પોતાના ભોપાલ સ્થિત ઘરનું નામ પણ 🏠‘નદીનું ઘર’🏡 રાખ્યું હતું અને તેને સંગ્રહાલયના રૂપમાં ખોલવામાં આવ્યું હતું.

🔐🔐🔐તેઓએ ગુજરાતના પર્યાવરણ પ્રશ્ને ખુબ સક્રિય રસ લીધો હતો. ઈકો સેન્સેટિવ ઝોન વટવા,
અંકલેશ્વર, વાપીના ક્રિટિકલ ઝોનની મંજુરી પણ ખુબ અંગત રસ લઈ ગુજરાતના પર્યાવરણના પ્રશ્નોમાં ગુજરાતને ખુબ મદદ કરી છે. ગુજરાત તેમનું ઋણ કદી ભુલી શકશે નહિ.🙏🙏

🎋રાજ્ય કક્ષાના પર્યાવરણ પ્રધાન અનિલ માધવ દવેનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તેઓ 61 વર્ષના હતા.

🎋અનિલ માધવ દવે મધ્યપ્રદેશના રાજ્યસભાના સદસ્ય હતા, ઉપરાંત RSS સાથે પણ તેઓ વર્ષોથી જોડાયેલા હતા.

🎋પર્યાવરણ પ્રધાન તરીકે અનિલ માધવ દવેના કાર્યકાળને 1 વર્ષ પણ પુરું થયું નહતું. પર્યાવરણ પ્રત્યે તેમનો પ્રેમ અનન્ય હતો.

📝📝📘📘તેમણે પર્યાવરણ બચાવવાની જાગરુકતા લાવવા અનેક પુસ્તકો પણ લખ્યા છે.

🌊🌊નર્મદા નદી બચાવવા માટે અનિલ માધવે ખૂબ કામ કર્યું હતું.

📝📝લોકસભા 2014ની ચૂંટણી પહેલા તેમણે શિવાજી ઉપર પણ પુસ્તક લખ્યું હતું.

🙏🙏💐💐નર્મદા કિનારે થશે અંતિમ સંસ્કાર🙏🙏💐💐

🎋દવેએ 23 જુલાઈ, 2013ના રોજ લખેલો એક લેટર સામે આવ્યો છે. જેમાં તેમણે લખ્યું છે, મારા અંતિમ સંસ્કાર બાંદ્રાભાન (હોશંગાબાદ)માં નર્મદા કિનારે કરવામાં આવે.

🌳🌴મારી યાદમાં કોઈ સ્મારક, પ્રતિયોગિતા, પુરસ્કાર, પ્રતિમા ન હોય. પરંતુ વૃક્ષો વાવવા અને નદી-તળાવોને બચાવવાની કોશિશ કરવામાં આવશે તો ખુશી થશે.

🐾🌱🐾આ દરમિયાન સીએમ શિવરાજ સિંહે કહ્યું છે કે દવેની ઈચ્છા મુજબ નર્મદા કિનારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

📮🎀 જ્ઞાન કી દુનિયા 🎀📮

Friday, 19 May 2017

🕉 *વિશ્વનો ત્રીજો સૌથી મોટો ‘હિંદુ ઘર્મ’*🕉

🕉 *વિશ્વનો ત્રીજો સૌથી મોટો ‘હિંદુ ઘર્મ’*🕉

👉🏿હિંદુ ઘર્મ દુનિયાનો સૌથી મોટો ત્રીજા નંબરનો ઘર્મ છે. પહેલા નંબર પર ક્રિશ્ચિયાનિટી (ખ્રિસ્તી) અને બીજા નંબરે ઇસ્લામ ઘર્મ આવે છે.

👉🏿એક અધ્યયન અનુસાર ભારતમાં બહુસંખ્યક હિંદુઓ રહે છે. ભારતને બધા પ્રમુખ ઘર્મનો દેશ માનવામાં આવે છે.

👉🏿 હિંદુ ધર્મના કોઈ સંસ્થાપક નથી. આ ઘર્મની સ્થાપના ક્યારે કરવામાં આવી તે અંગે પણ લોકોને જાણકારી નથી.

👉🏿દુનિયામાં ૧૩.૮ ટકા વસ્તી હિંદુ ઘર્મની છે.

👉🏿 હિંદુઓમાં માંસ ન ખાનાર ની સંખ્યા ફક્ત ૩૦ ટકા આસપાસ જ છે.

👉🏿૧૬૨.૬ હેક્ટર અર્થાંત ૪૦૧ એકર કરતા પણ વધુ જમીનમાં ફેલાયેલ હિંદુ મંદિર ‘અંગકોર વાટ’ કમ્બોડિયામાં આવેલ છે.

👉🏿 હિંદુ ઘર્મમાં લખવામાં આવેલ પુસ્તક ‘ઋગ્વેદ’ ૩૮૦૦ વર્ષ જુનું છે. આ ઉપરાંત આને સૌથી જુનું પુસ્તક માનવામાં આવે છે.

👉🏿 ભારતની તુલનામાં નેપાળમાં હિંદુઓની જનસંખ્યા વધારે છે. નેપાળમાં લગભગ ૮૧.૩ ટકા હિંદુઓ છે જયારે ભારતમાં ૮૦.૫ ટકા હિંદુઓ છે.

👉🏿 ભારતમાં ૨૦ એવા મંદિરો છે જે ૧૦૦૦ વર્ષ કરતા પણ જુના છે.

👉🏿 હિંદુ ઘર્મમાં જીવનનો લક્ષ્ય મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. એવી માન્યતા છે કે મોક્ષ બાદ આત્માને મૃત્યુ અને પુનર્જન્મના ચક્રથી મુક્તિ મળી જાય છે.

👉🏿 હિન્દુઓના મંદિરોમાં મોટાભાગે હળદર અને તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે. આ તત્વો વૈજ્ઞાનિક રૂપે શિયાળામાં બેસ્ટ એંટી બાયોટીક્સ સાબિત થઇ ચૂકેલ છે.

👉🏿 દુનિયામાં સૌથી વધારે વહેચાતા પુસ્તકમાંથી ‘કામસૂત્ર’ પુસ્તક એક છે.

👉🏿યોગ, પ્રાણાયામ, જ્યોતિષ, અંકજ્યોતિષ, હસ્તકલા અને વાસ્તુશાસ્ત્ર પ્રસિદ્ધ છે. આ બધું હિંદુઓની લાઈફસ્ટાઈલ નો જ એક ભાગ છે.

👉🏿હિંદુ ઘર્મમાં ૧૦૮ ને પવિત્ર માનવામાં આવે છે. તેથીજ માળાઓ માં ૧૦૮ મણકાઓ હોય છે.

👉🏿 હિંદુઓ માં ઉપવાસ ને વધારે મહત્વ આપવામાં આવે છે.

👉🏿હિંદુ એવો ઘર્મ છે જેમાં ઘન ની પૂજા કરવામાં આવે છે. આમાં ઘનની દેવી લક્ષ્મી અને કુબેર ની પૂજા કરવામાં આવે છે.

👉🏿ભારત સિવાય વિશ્વના ઘણા બધા દેશોમાં હિંદુ મંદિરો આવેલ છે.

👉🏿 હિંદુ, બોદ્ધ અને જૈન ઘર્મની માન્યતાઓ અનુસાર ‘સ્વસ્તિક’ ને શુભ પ્રતિક માનવામાં આવે છે.

🌍📚 *જ્ઞાન કી દુનિયા* 📚🌍

*સંસારની સૌથી લાંબી નદી નાઈલ*

*સંસારની સૌથી લાંબી નદી નાઈલ*

✔સંસારની સૌથી લાંબી નદી નાઈલ નદી છે, જે આફ્રિકા ખંડના સૌથી મોટા સરોવર વિક્ટોરિયામાંથી નીકળી વિસ્તૃત સહારા મરુસ્થલના પૂર્વીય ભાગમાંથી પસાર થઈ ઉત્તર દિશામાં ભૂમધ્યસાગરમાં મળી જાય છે.

✔આ નદી ભૂમધ્ય રેખાની નજીકમાં આવેલાં ભારે વર્ષા વાળાં ક્ષેત્રોમાંથી નિકળી દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશા તરફ ક્રમશઃ યુગાન્ડા, ઇથિયોપિયા, સૂદાન તેમ જ મિસ્ર વગેરે દેશોમાં થઇને વહેતાં વહેતાં લાંબી ખીણ બનાવે છે. જેની બંન્ને બાજુએ ભૂમિ પતલી પટ્ટી જેવા રુપમાં શસ્યશ્યામલા દેખાય છે.

✔આ પટ્ટી સંસારનું સૌથી વિશાળ મરૂદ્યાન છે. નાઈલ નદીનો ખીણ પ્રદેશ એક સાકડી પટ્ટી જેવા આકારનો છે, જેના મહત્તમ પહોળા ભાગની પહોળાઇ ૧૬ કિલોમીટર કરતાં અધિક નથી, કયાંક-કયાંક તો આ ખીણ પ્રદેશની પહોળાઇ ૨૦૦ મીટર કરતાં પણ ઓછી જોવા મળે છે.

✔ નાઈલ નદીની ઘણી સહાયક નદીઓ આવેલી છે, જેમાં શ્વેત નાઈલ નદી તેમ જ નીલી નાઈલ નદી મુખ્ય છે.

✔પોતાના મુખ પ્રદેશ પાસે આ નદી ૧૬૦ કિલોમીટર લાંબો તથા ૨૪૦ કિલોમીટર પહોળાઇ ધરાવતો વિશાળ ત્રિકોણ પ્રદેશ બનાવે છે. 

✔આ ખીણ પ્રદેશનો સામાન્ય ઢાળ દક્ષિણ દિશા તરફથી ઉત્તર દિશા તરફનો છે. મિસ્રની પ્રાચીન સભ્યતાનો વિકાસ આ નદીના ખીણ પ્રદેશમાં થયો હતો.

✔આ નદી પર મિસ્ર દેશનો પ્રસિદ્ધ અસ્વાન બંધ બનાવવામાં આવેલો છે.

🌍📚 *જ્ઞાન કી દુનિયા* 📚🌍

🛣🏞 *ગુજરાત રાષ્ટ્રીય ધોરી માર્ગ

🛣🏞 *ગુજરાત રાષ્ટ્રીય ધોરી માર્ગ (Gujarat National Highway)*

🚘🚖 ભારતમાં નેશનલ હાઇવે (Gujarat National Highway) ની ઓળખને વધુ સરળ બનાવવા કેન્દ્ર સરકારે અમેરિકન પધ્ધતિ અપનાવી છે.

🚘🚖ઉતર ભારતથી દક્ષીણ ભારત જતા હાઇવે ને ‘બેકી’ નંબરો અને પૂર્વ ભારત થી પશ્વિમ ભારત જતા હાઇવેને ‘એકી’ નંબરો ફાળવવામાં આવ્યા છે.

🚘🚖રાજ્યમાંથી પસાર થતા અગત્યના રાષ્ટ્રીય ધોરી માર્ગ નીચે પ્રમાણે છે
➖▫➖▫➖▫➖▫➖▫
🛣રાજ્યમાંથી પસાર થતા ધોરી માર્ગ (Gujarat National Highway)👇

🛣 ધોરીમાર્ગ નામ ➖જૂનો નંબર➖નવો નંબર 👇

▪ગાંધીધામ-કંડલા ➖8 A➖ 141

▪દાંડી હેરીટેજ રૂટ ➖228➖ 64

▪દાહોદ-ઝાલોદ-બાંસવાડા ➖113 ➖56

▪પોરબંદર-જેતપુર-રાજકોટ-બામણબોર, બામણબોર-મોરબી-સામખીયારી, સામખીયારી-રાઘનપુર, રાઘનપુર-પાલનપુર-આબુ રોડ ➖8 B, 8 A, 15, 14 ➖27

▪બામણબોર-લીંબડી-સરખેજ-અમદાવાદ-નારોલ, ગોધરા-દાહોદ-ઇન્દોર➖ 8 A, 59➖ 47

▪ભાવનગર-સોમનાથ-દ્વારકા➖ 8 E ➖51

▪રાઘનપુર-વાવ-થરાદ ➖15➖ 68

▪શામળાજી-અમદાવાદ-વડોદરા-સુરત-વલસાડ-મનોર➖ 8➖ 48

▪સરખેજ-ગાંધીનગર-ચિલોડા ➖8 C➖ 147

▪સામખીયારી-ગાંધીધામ-માંડવી-નલિયા-નારાયણ સરોવર ➖8 A➖ 41

▪સોમનાથ-જુનાગઢ-જેતપુર➖ 8 D➖ 52

▪હજીરા-સુરત-બારડોલી-વ્યારા-ઉચ્છલ-મહારાષ્ટ્ર બોર્ડર ➖6 ➖53

➖➖➖➖Ⓜ➖➖➖➖➖

🎯🏹 માનસિંહજી ગોહિલ

✔ *જગન્નાથ પૂરી મંદિર*

☝🏿☝🏿☝🏿☝🏿☝🏿☝🏿☝🏿☝🏿

✔ *જગન્નાથ પૂરી મંદિર*

👉🏿જગન્નાથ પૂરીનું મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહી મંદિરનું ભવ્ય નિર્માણ કોઈને પણ મંત્રમુગ્ધ કરે દે છે.

👉🏿 આ મંદિરની ઊંચાઈ ૨૧૪ ફૂટ છે. આ મંદિરના શીર્ષ પર લાગેલ સુદર્શન ચક્રને જોતા જ એવો અનુભવ થશે કે તે તમારી સામે જ લાગેલું છે.

👉🏿અહી મંદિરની ટોચ પરનો ધ્વજ હમેશા હવાની વિપરીત દિશામાં જ લહેરાતો હોય છે.

👉🏿તમે કોઈ પણ વિમાનો કે પક્ષીને મંદિરની ઉપર ઉડતા ન જોય શકો.

👉🏿 જગન્નાથ પૂરી મંદિરના મુખ્ય ગુંબજનો પ્રકાશ દિવસે પડતો દેખાતો નથી.

👉🏿જગન્નાથ પૂરી મંદિરના રસોઈઘરને દુનિયામાં સૌથી મોટું રસોઈઘર માનવામાં આવે છે. મંદિરમાં રસોઈ માટે ૭ વાસણોને એક બીજા ઉપર મુકવામાં આવે છે અને રસોઈને લાકડા ઉપર જ બનાવવામાં આવે છે.

👉🏿 મંદિરના સિંહદ્વારમાં પહેલા પગે પ્રવેશ કરતા જ તમે બહારનો કોઈપણ અવાજ ને ન સાંભળી શકો. જયારે તમે મંદિરની બહાર પગ રાખો છે ત્યારે જ તમે અવાજ સાંભળી શકો છે.

👉🏿દરરોજ દિવસ આથમતા મંદિરની ઉપર રહેલ ધ્વજને ઉન્ધો કરીને બદલવામાં આવે છે.

👉🏿 મંદિરમાં રસોઈ માટીના બનાવેલા વાસણોમાં બનાવાય છે જગન્નાથ પૂરી મંદિરમાં જગન્નાથ ભગવાનને થાળ જમાડવા માટે મહાપ્રસાદ ના નિર્માણ હેતુ ૫૦૦ પ્રકારની રસોઈ અને ૩૦૦ લોકો એકસાથે કામ કરે છે.

🌍📚 *જ્ઞાન કી દુનિયા* 📚🌍

.(વિશ્વ મ્યુઝિયમ દિવસ)*

*૧૮/૦૫/૨૦૧૭..............(વિશ્વ મ્યુઝિયમ દિવસ)*
• ફોર્બ્સ મેગેઝિન દ્રારા બહાર પાડેલી ૨૫ નામોની ગ્લોબલ ગેમ ચેન્જરની યાદીમાં ભારતના મુકેશ અંબાણી પ્રથમ નંબરે...
★માર્ચ મહિનામાં થયેલ સર્વે મુજબ વિશ્વના અબજોપતિમાં ૩૩ માં ક્રમે તેમજ ભારતિય અબજોપતિમાં પ્રથમ (ટોપર) ક્રમે હતા.

Thursday, 18 May 2017

Madhav Dave નું નિધન💐🌹💐🌹

*💥Shocking News💥*

*કેન્દ્રીય વન અને પર્યાવરણ રાજ્યમંત્રી Anil Madhav Dave નું નિધન💐🌹💐🌹*

👉જન્મ-6 જુલાઇ 1956
              ઉજ્જૈન, મધ્ય પ્રદેશ
👉નિધન-18 મે 2017
               નવી દિલ્હી

✍🏻ભારતીય જનતા પાર્ટી ના નેતા અને હાલમા કેન્દ્રીય મંત્રી તરીકે સેવા આપતા અનિલ માધવ દવે નુ આજરોજ 60 વર્ષની ઉમરે નિધન થયુ