Wednesday, 11 January 2017

💐*વિવિધ તત્વોનુ કાર્ય:-*💐

*વિવિધ તત્વોનુ કાર્ય:-*

*1. નાઇટ્રોજન (N):-*
- વાનસ્પતિક વૃધ્ધિ
- એમિનો એસીડ, પ્રોટીન તથા ઉત્સેચકોના નિર્માણમા મદદરૂપ થાય છે.
- હરિતકણના નિર્માણ માટે

*2. ફોસ્ફોરસ (P):-*
- મુળ, ડાળીઓ તથા ફૂલના વિકાસ માટે
- ATP ના બંધારણમા
- થડના મજબુત વિકાસ માટે
- પ્રકાશસંષ્લેશણમા મહત્વનો રોલ

*3. પોટાશ (K):-*
- ફળના વિકાસ માટે
- ફળની ગુણવત્તા માટે
- રોગ પ્રતિકારકતા વધારે છે
- પર્ણરંધ્રો નુ નિયમન કરે છે
- નાઇટ્રોજનનુ ઉપાડ વધારે છે

*4. કેલ્શિયમ (Ca):-*
- કોષના બંધારણમા
- કોષ વિભાજન દ્વારા પાન-ફળની વૃધ્ધિ માટે
- શરૂઆતના મૂળના ઝડપી વિકાસ માટે

*5. મેગ્નેશીયમ (Mg):-*
- હરિતકણના બંધારણ માટે
- છોડના લીલાશ (રંગ) માટે
- ફોસ્ફેટ મેટાબોલીઝમમાં પણ મદદરૂપ થાય છે

*6. સલ્ફર (S):-*
- એમિનો એસીડના નિર્માણ માટે
- હરિતકણના નિર્માણ માટે
- તેલની ટકાવારી વધારવા માટે
- છોડની રોગપ્રતિકારકતા વધારે છે

*7. ઝિંક / જસત (Zn):-*
- ઓક્સિન અંત:સ્રાવનુ નિર્માણ કરી છોડની અગ્રકલિકાનો વિકાસ કરે છે
- ફુલ અને ફળના વિકાસ માટે
- ડ્ણા ના બંધારણમા મહત્વનો રોલ છે
- વધુ ઉત્પાદન ઝિંક વગર શક્ય નથી
- ફોસ્ફોરસ અને નાઇટ્રોજનનો ઉપાડ વધારે છે

*8. બોરોન (B):-*
- કોષના વિભાજન અને વિકાસ માટે
- છોડમા શર્કરાનુ પરિવહન કરે છે
- ફુલનુ ફલીનીકરણ વધારે છે
- ફળના વિકાસ માટે
- બોરોન છોડમા કેલ્શિયમનુ પરિવહન વધારે છે.

*9. કોપર / તાંબુ (Cu):-*
- પ્રકાશસંષ્લેસણ મા ખુબ જ મદદરૂપ
- કાર્બન એકત્રીકરણમા મદદરૂપ
- જમીનની ફુગ સામે રક્ષણ આપે છે

*10. લોહતત્વ (Fe):-*
- હરિતકણના નિર્માણ માટે મદદરૂપ
- રંગદ્રવ્યના નિર્માણ માટે
- ઉત્સેચકોના નિર્માણ માટે
- વિટામિન-A ના અને પ્રોટીનના નિર્માણ માટે

*11. મેંગેનિઝ (Mn):-*
- હરિતકણના નિર્માણ માટે
- નાઇટ્રોજનના મેટાબોલીઝમ માટે
- બીજની ઉગાઉશક્તિ વધારે છે.
- ફોસ્ફોરસ અને કેલ્શિયમની હાજરીમા ફળને પરિપક્વ બનાવે છે

*12. મોલિબ્ડેનમ (Mo):-*
- ઉત્સેચકીય પ્રક્રિયાને વેગ આપે છે
- એમિનો એસીડનુ નિર્માણ કરે છે
- રાયઝોબિયમ દ્વારા નાઇટ્રોજનનુ સ્થાપન કરે છે

*13. નિકલ (Ni):-*
- ઉત્સેચકીય પ્રક્રિયાને વેગવંત્તી બનાવે છે
- નાઇટ્રોજનના નિર્માણ માટે મદદરૂપ
- યુરીએઝ ઉત્સેચકની પ્રક્રિયા વધારે છે

*14. ક્લોરાઇડ (Cl):-*
- પ્રકાશસંશ્લેશણ માટે જરુરી

🙏🙏🙏🙏🙏🙏🙏

📇જાણો ઈડર શહેરનો ઈતિહાસ📇

📮👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📮

📇જાણો ઈડર શહેરનો ઈતિહાસ📇

👁‍🗨ગુજરાત દર્શન : ટેકરીઓના પેટાળમાં વસેલુ શહેર ઈડર👁‍🗨

💬〰અમદાવાદથી લગભગ ૮૦ કિ.મી,સંસ્થાન ના મધ્યભાગમાં,ચારે તરફ અરવલ્લી પર્વત ની ઊંચી ટેકરીઓ ના પેટાળમાં પ્રાચીન શહેર ઈડર વસેલુ છે.

💬〰પુરાણો માં મળી આવતા ઉલ્લેખો મુજબ અહી ઈલ્વન અને વાતાયી નામના બે અસુરો એ ત્રાસ વર્તાવ્યો હતો જેથી અગત્સ્થ ઋષીએ શાપ આપી બંને અસુરોનો નાશ કર્યો હતો.

💬〰 આ સમય દરમ્યાન આ ભૂમિ "ઈલ્વભૂમિ" તરીકે જાણીતી થઈ.

💬〰ત્યાર પછી અલગ અલગ રાજા ઓના રાજ્યકાળ દરમ્યાન અહીના ડુંગરો, ટેકરીઓ જે રાજ્યશાસન માટે કિલ્લા સમાન છે તેથી કદાચ આ પ્રદેશ પહેલા ઈલદુર્ગ નામથી જાણીતો બન્યો અને પછી ધીરે ધીરે ઈલદુર્ગ શબ્દ નું ટુંકા સ્વરૂપે આજે ઈડર નામથી જાણીતુ છે.

💬〰આજે તે રાજા રજવાડાઓ તો નથી રહ્યાં પણ હા તેમની યાદો જરૂર છે, જે આજે વર્ષો જુની હોવા છતાં પણ તેમની તેમ છે અને ખુબ જ સુંદર લાગે છે.

💬〰તેમનો ઇતિહાસ ખૂબ જ સુંદર છે.
💢ઇડરનો ઇતિહાસ 💢

💬〰વર્ષો પહેલાં આ પ્રદેશ માં વેણીવરછરાજ નામનો રાજા રાજ્ય કરતો હતો.

💬〰જેનો જન્મ ઈડર ના ડુંગરો માં થયેલો હતો.

💬〰આજે પણ ઈડરના ગઢ પર વેણીવરછરાજ કુંડ છે.

💬〰 વેણીવરછરાજ ની માતા હિમાલય ના ગઠવાલા તહેરી પ્રદેશમાં આવેલા શ્રીનગર ગામના રાજાની રાણી હતી.

💬〰જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે ગરજ નામનો યક્ષીરાજ તેને ઈડરના ડુંગરોમાં લાવ્યોં જ્યાં ઉચિત સમયે વેણીવરછરાજ નો જન્મ થયો.

💬〰વેણીવરછરાજે કેટલાક વર્ષ અહી રાજ કર્યુ એક દંતકથા પ્રમાણે વેણીવરછરાજ ના વિવાહ એક નાગ કન્યા સાથે થયા હતા.

💬〰ગુજરાતમાં સાબરકાંઠા જીલ્લામાં આવેલું ઇડર એક નાનકડું શહેર છે.

💬〰 આ શહેર 20 કિલોમીટરના એરીયામાં ફેલાયેલું છે.

💬〰જે રાજસ્થાનની અને સાબરકાંઠાની સરહદે આવેલું છે.

💬〰 આ શહેર ખાસ કરીને રમકડા બનાવવા માટે જાણીતું છે અને તેના મંદિરો માટે પણ.

💬〰ઇડરની અંદર રમકડાના બજારને ખરાડી બજાર કહેવામાં આવે છે.

💬〰 ઇડરની બહારની બાજુ રાણી તળાવ આવેલું છે.

💬〰એમ કહેવાય છે કે, આ તળાવમાં રાજા રજવાડાના સમયમાં રાણીઓ સ્નાન કરવા માટે આવતી હતી.

💬〰 તેની બાજુમાં જૈનોનું એક ખુબ જ સુંદ જે એવું દ્રશ્યમાન થાય છે કે જાણે કોઇ તળાવની વચ્ચે કોઇ મંદિર બનાવેલું હોય.

💬〰તેનું સૌદર્ય સાંજના સમયે ખુબ જ અલૌકિક લાગે છે.

💬〰આ શહેર અરવલ્લીની પર્વતમાળા વચ્ચે આવેલ છે.

💬〰તેથી આખા શહેરની આજુબાજું પથ્થરના ડુંગરો આવેલા છે અને તેની પર એક ડુંગર તો ખુબ જ પ્રખ્યાત છે જેનું નામ છે - ઇડરીયો ગઢ.

📇સમીર પટેલ 📇
📡જ્ઞાન કી દુનિયા📡

Tuesday, 10 January 2017

🏵🏵🏵 હરીન્દ્ર દવે 🏵🏵🏵

📮👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📮

🏵🏵🏵 હરીન્દ્ર દવે 🏵🏵🏵

📮જન્મઃ
〰૧૯/૯/૧૯૩૦

📮જન્મસ્થળઃ
〰 કચ્છનું ખંબરાગામ

📮પિતાઃ
〰જયંતિભાઇ દવે

📮વતનઃ
〰ભાવનગર(સૌરાષ્ટ્ર)

📮અભ્યાસઃ
〰 બી.એ –મુંબઇ યુનિવર્સિટી(ગુજરાતી સાથે)

📮વ્યવસાયઃ
〰 કર્તાઃ “ જનશક્તિ” દૈનિકના(૧૯૫૧ થી ૧૯૬૨ સુધી)
〰સંપાદકઃ “સમર્પણ”ના(૧૯૬૨ થી ૧૯૬૮)
〰તંત્રીઃયુસિસની મુંબઇ ઑફિસ(ગુજરાતી વિભાગ)માં

🏆પારિતોષિકઃ  
〰 રણજિતરામ સુવર્ણચંદ્રક(૧૯૮૨)
〰સાહિત્ય અકાદમી એવાર્ડ(૧૯૭૮)
〰દિલ્હીનો એવોર્ડ(૧૯૮૨)

📮સાહિત્ય પ્રદાનઃ📮

⭕કાવ્યસંગ્રહઃ
〰આસવ
〰મૌન
〰સમય
〰સૂર્યોયનિષદ
〰મનન
〰અર્પણ

⭕નવલકથાઃ
〰પળનાં પ્રતિનિબિંબ
〰અનાગત
〰માધવ કયાંય નથી
〰મુખવટો
〰ગાંધીની કાવડ
〰અગનપંખી
〰નિર્મોહી
〰સંગઅસંગ
〰વસિયત
〰લોહિનો રંગલાલ
〰સુખ નામનો પ્રદેશ
〰કૃષ્ણ અને માનવસંબંધ

⭕દીર્ઘનાટકઃ
〰યુગયુગ
〰સંધ્યાકાળે પ્રભાતફેરી

⭕ગઝલઃ
〰હયાતી

⭕નિબંધઃ
〰શબ્દ ભાતર સુધી
〰ઈશ્વરનીઆંખનું આંસુ
〰કથાયાત્રા
〰નીરવ સંવાદ
〰વેરાતું સ્વપ્ન ઘૂંટાતું સત્ય

⭕ વિવેચનઃ
〰મુશાયરાની કથા
〰ધ્યારામ
〰ગાલીબ
〰કવિ અને કવિતા
〰કલમની પાંખે

⭕અનુવાદઃ
〰પિંજરનું પંખી
〰ધરતીનાં છોરું
〰જયોતસદાયે જલે
〰પરિનિર્વાણ
〰ચરણ રૂકે ત્યાં
〰એકલાની પગદંડી
〰વાદળ વરસ્યાં નહી
〰શૈશવ અને બીજી વાતો

📡પ્રખ્યાત કાવ્ય📡

📽“  અમોને નજરું લાગી”

📽સોળ સજી શણગાર ગયા જયાં જરીક ધરતી બહાર અમો.

📽બે પાપણની વચ્ચેથી એક સરકી આવી સાપણ

📽ડંખી ગઇ વરણાગી……..

🙏🏻💐અવસાનઃ 💐🙏🏻
〰૨૯/૩/૧૯૯૫(મુંબઇ)માં

💬👁‍🗨સમીર પટેલ 👁‍🗨💬

Monday, 9 January 2017

💐સ્માર્ટ સિટી મિશન💐

💐સ્માર્ટ સિટી મિશન💐

🌻ભારત સરકારની આ એક શહેરી નવીનીકરણ અને પુનઃસંયોજન યોજના છે, જેનો ઉદ્દેશ્ય દેશના 109 (પેહલા 100 શહેરો માટે હતો) શહેરોનો વિકાસ એવી રીતે કરવાનો છે કે જેથી તે ટકાઉ અને નાગરિકોને અનુકૂળ બની રહે
કેન્દ્રિય શહેરી વિકાસ મંત્રાલય  હેઠળ આ યોજના આકાર પામી રહી છે.

🌻 ઉલ્લેખનીય છે કે, આ યોજના માટે ગુજરાતમાંથી કુલ 6 શહેરોની સ્માર્ટ સિટી મિશન  હેઠળ પસંદગી કરવામાં આવી છે.જેમાં 1) ગાંધીનગર  2) અમદાવાદ  3) સુરત  4) વડોદરા  5) રાજકોટ  6) દાહોદ નો સમાવેશ કરવામાં આવ્યો છે

🌻ચેન્નઈ,વારાણસી અને અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવામાં જાપાન મદદ કરશે.

🌻જાપાન સરકાર ભારતના 3 શહેરોને ભારતની ખુબજ મહત્વકાંશી યોજના ‘સ્માર્ટ સિટી’ હેઠળ વિકસાવવા સંમત થઈ ગઈ છે.ભારતના કુલ 15 શહેરોને વિવિધ દેશો દ્વારા સ્માર્ટ સિટી બનાવવા માટે કરાર કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે.

💐દેશનું નામ💐

🌻કયા સ્માર્ટ શહેર બનાવવામાં મદદ કરશે

😊અમેરિકા😊

વિશાખાપટ્ટનમ , અજમેર, અલ્હાબાદ

😉બ્રિટન😉

પુણે અમરાવતી , ઇંદૌર

😊ફ્રાંસ😊

ચંદીગઢ , પુદ્દુચેરી , નાગપૂર

😉જર્મની😉

ભુવનેશ્વર, કોઇમ્બતુર , કોચી

😊જાપાન😊

અમદાવાદ , વારાણસી , ચેન્નઈ

😘@kki

Sunday, 8 January 2017

💐14મો પ્રવાસી ભારતીય દિવસ💐

💐14મો પ્રવાસી ભારતીય દિવસ💐


🌺વર્તમાનમાં લગભગ 3.12 કરોડ ભારતીય લોકો સમગ્ર વિશ્વમાં વસેલા છે, ભારતના પ્રથમ ‘પ્રવાસી ભારતીય દિવસ’નું આયોજન જાન્યુઆરી 2003 માં દિલ્હી ખાતે થયું હતું. અત્યાર સુધી કૂલ 13 પ્રવાસી ભારતીય દિવસ ઉજવાઇ ગયા છે

🌺13મા પ્રવાસી ભારતીય દિવસનું આયોજન મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા તે વાતને 100 વર્ષ પૂર્ણ થતાં તેની યાદગીરી સ્વરૂપે જાન્યુઆરી 2015માં ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો

🌺સામાન્ય રીતે પ્રવાસી ભારતીય દિવસનું આયોજન દિલ્હીની બહાર એવા રાજ્યોની સાથે ભાગીદારી કરી  કરવામાં આવે છે જ્યાં પ્રવાસી ભારતીઓની સંખ્યા વધારે હોય

🌺આ સંમેલનના લીધે ખાસ કોઈ પરિણામ મેળવી શકાયું નથી આથી, આ એક પુનરાવર્તિત સંમેલન બની ગયું હતું

🌺આથી વિદેશમંત્રાલય દ્વારા આ સંમેલનને નવું સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, હવે પછીથી પ્રવાસી ભારતીય દિવસ 2 વર્ષમાં 1 વાર ઉજવવામાં આવશે

🌺14મો પ્રવાસી ભારતીય દિવસ સમારોહ કર્ણાટકના બેંગલુરુ ખાતે 7 જાન્યુઆરી થી 9 જાન્યુઆરી સુધી યોજાશે

🌺7 જાન્યુઆરી ના રોજ ‘યુવા પ્રવાસી ભારતીય દિવસ’નું ઉદઘાટન કેન્દ્રિય રમત ગમત મંત્રી વિજય ગોયલ અને વિદેશ રાજ્ય મંત્રી જનરલ વી.કે.સિંહ દ્વારા કરવામાં આવશે, સુરીનામના 36 વર્ષના ઉપ-રાષ્ટ્રપતિ ‘માઈકલ અશ્વિન અધીન’ સમારંભના વિશેષ અતિથિ બનશે

🌺યુવા પ્રવાસી ભારતીય કાર્યક્રમમાં યુવા પ્રવાસી ભારતીયોને ભારતની સંસ્કૃતિ અને વિરાસતની સાથે-સાથે સમકાલીન ભારત એમ બંને વિશે જાગરૂકતા વધારવા અને ભારતીય જડો સાથે તેમને જોડવા માટેના પ્રયત્ન કરવામાં આવશે

🌺ઉદઘાટન સત્ર ‘ભારતના પરીવર્તનમાં પ્રવાસી ભારતીય યુવાઓની ભૂમિકા’ વિષય પરથી કરવામાં આવશે

🌺‘ભારતને ઓળખો’ કાર્યક્રમ અંતર્ગત યુવા પ્રવાસી ભારતીય દિવસે કૂલ 160 યુવાઓ ભાગીદારી કરશે

🌺8 જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસના સંમ્મેલનનું ઉદઘાટન ભારતના વડાપ્રધાનશ્રી કરશે, પોર્ટુગલના પ્રધાનમંત્રીશ્રી ડૉ.એનટોનીયો કોસ્ટા ઉદઘાટન કાર્યક્રમના મુખ્ય અતિથિ બનશે.

Saturday, 7 January 2017

💐UPSCના નવા અધ્યક્ષ💐

શ્રી ડેવિડ આર. સિમ્લિહ –
💐UPSCના નવા અધ્યક્ષ💐

💥રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી દ્વારા ડેવિડ આર. સિમ્લિહની UPSC ના અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ
તેઓ ‘અલ્કા સિરોહી’નું સ્થાન લેશે

😊UPSC વિષે😊

💥UPSC નું ગઠન 1926માં શ્રેષ્ઠ અધિકારીઓની પસંદગી કરવાના હેતુસર કરવામાં આવ્યું
UPSC એ એક બંધારણીય સંસ્થા છે

✌ભારતના બંધારણમાં અનુચ્છેદ 315 થી 323માં સંઘ લોક સેવા આયોગ (UPSC-Union Public Service Commission) નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે

😉UPSC મા એક અધ્યક્ષ અને 10 સભ્યો હોય છે, જેમાંથી 50% સભ્યો  લોક સેવક (Civil Servant) હોય છે જેમની નિમણૂંક રાષ્ટ્રપતિશ્રી દ્વારા કરવામાં આવે છે

😘દરેક સભ્યનો સમયગાળો 6 વર્ષ અથવા 65 વર્ષ બેમાંથી જે વહેલા પૂર્ણ થાય
તેઓ તેમનુ રાજીનામું રાષ્ટ્ર્પતિશ્રીને સુપ્રત કરે છે
સુપ્રિમ કોર્ટ અને ચૂંટણી પંચની જેમ UPSC પણ સ્વાયત્ત અને સ્વતંત્ર સંસ્થા છે

💐 power of gk group💐

💐Current Update 💐

*UPADATE*

💥• વર્ષ 2016 માં હિંદી ભાષાના લેખક “નાસિરા શર્મા”ને સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

💥• નાસિરા શર્માને પોતાની હિંદી ઉપન્યાસ “પારિજાત” માટે પુરસ્કાર મળ્યો છે.

💥• લેફ્ટનન્ટ જનરલ બિપિન રાવતે 31 ડિસેમ્બર 2016 ના રોજ કાર્યભાર સંભાળ્યો છે.

💥• ભારતના અરુણાચલ પ્રદેશના “દોંગ” નામના ગામમાં દેશમાં પ્રથમવાર સૂર્યોદય થાય છે.

💥• ભારતના પુણે શહેરને સ્માર્ટ સીટી બનાવવા માટે “લાર્સન & ટુબ્રો કંપની” ને ભાગીદાર બનાવવામાં આવી છે.

💥• UPSC ના નવા ચેરમેન “ડેવિડ આર સીયેમ્લીહ” બન્યા છે.

💥ચીફ જસ્ટિસ તિરથસિંહ ઠાકુર   -તા-3-1-2017 ના રોજ રિટાયર થયા.

નવા ચીફજસ્ટિસ 44 માં નંબર ના
જે .અેસ. ખેહર 

તારીખ --04-01-2017 રોજ શપથ ગ્રહણ કર્યા.
પ્રણવ મુખર્જી એ શપથ ગ્રહણ કરાવ્યા

પ્રથમ શીખ ચીફ જસ્ટિસ બન્યા.