Friday 30 December 2016

Sci7$1📮પ્રકરણ - 3 વનસ્પતિના અંગો📮

⚫વિજ્ઞાન અને ટેક્નોલોજી⚫
⚫ધોરણ: 7⚫
⚫સત્ર: 1⚫

📮પ્રકરણ - 3 વનસ્પતિના અંગો📮

🛍વનસ્પતિનું કયું અંગ વનસ્પતિને જમીન સાથે જકડી રાખે છે ?
✔ મૂળ

🛍નીચેનામાંથી ખોરાકનો સંગ્રહ કરતું મૂળ કયું છે ?
✔શક્કરિયું

🛍કઈ વનસ્પતિમાં અવલંબન મૂળ જોવા મળે છે ?
✔ શેરડી

🛍નીચેનામાંથી ખોરાકનો સંગ્રહ કરતું પ્રકાંડ કયું છે ?
✔આદું

🛍કોનું પ્રકાંડ ખોરાક બનાવવાનું કાર્ય કરે છે ?
✔ફાફડાથોર

🛍કોનું પ્રકાંડ પ્રકાંડસૂત્ર આરોહણનું કાર્ય કરે છે ?
✔ કારેલાં

🛍ફાફડાથોરમાં કયા અંગનું કંટકમાં રૂપાંતર થાય છે ?
✔ પર્ણ

🛍કોના પર્ણમાં ખોરાકનો સંગ્રહ થાય છે ?
✔ ડુંગળી

🛍કઈ વનસ્પતિના પર્ણનું કાંટામાં રૂપાંતર થાય છે ?
✔ ફાફડાથોર

🛍કોને વનસ્પતિનું રસોડું કહે છે ?
✔ પર્ણ

🛍વનસ્પતિનું કયું અંગ બાષ્પોત્સર્જનનું કાર્ય કરે છે ?
✔ પર્ણ

🛍વનસ્પતિનું શ્વસન અંગ કયું છે ?
✔ પર્ણ

🛍વનસ્પતિના કયા અંગમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા થાય છે ?
✔પર્ણ

🛍વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયા દરમિયાન કયો વાયુ મુક્ત કરે છે ?
✔ઑક્સિજન

🛍પ્રકાશસંશ્લેષણની ક્રિયા કોણ કરી શકે છે ?
✔લીલી વનસ્પતિ

🛍પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં કોની જરૂર નથી ?
✔ઑક્સિજન

🛍વૃક્ષોની આસપાસ ઠંડકનો અનુભવ થાય છે, તે વનસ્પતિની કઈ ક્રિયાને આભારી છે ?
✔બાષ્પોત્સર્જન

🛍વનસ્પતિના લીલા પર્ણોમાં કયું તત્ત્વ હોવાના કારણે પર્ણો લીલા રંગના દેખાય છે ?
✔ ક્લોરોફિલ

🛍કયો વાયુ ચૂનાના નીતર્યા પાણીને દૂધિયું બનાવે છે ?
✔કાર્બન ડાયૉક્સાઈડ

🛍વનસ્પતિનાં પર્ણમાં આવેલાં સૂક્ષ્મ છિદ્રોને શું કહે છે ?
✔ પર્ણરંધ્રો

😊સમીર પટેલ 😊
🎀🎀 ज्ञान की दुनिया 🎀🎀

No comments:

Post a Comment