Thursday 22 December 2016

Ss6$2*પ્રકરણ - 8 આપણે ગુજરાતી*

✍ *જીકે એન્ડ જીકે*
*એચ.કે*✍
📚📚📚📚📚
*સામાજિક વિજ્ઞાન*  

 *_ધોરણ: 6_* 

 *_સત્ર: 2_*

*પ્રકરણ - 8 આપણે ગુજરાતી*

📂📂📂📂📂📂📂📂

1.ગુજરાતમાં કેટલી બોલીઓ છે ?

☑જવાબ: 8

2.આજે ગુજરાતમાં કયું ખાણું ખૂબ જ જાણીતું છે ?

☑જવાબ: કાઠિયાવાડી

3.ઉત્તર ગુજરાતમાં કઈ બોલી બોલાય છે ?

☑જવાબ: તળપદી

4.મધ્યગુજરાતમાં કઈ બોલી બોલાય છે ?

☑જવાબ: ચરોતરી

5.ગુજરાતમાં તહેવારોની શરૂઆત ક્યારથી થાય છે ?

☑જવાબ: અખાત્રીજથી

6.ક્યા ઉત્સવની ઉજવણી માટે ગુજરાત વિશ્વભરમાં પ્રસિદ્ધ છે ?

☑જવાબ: નવરાત્રિ

7.ગુજરાતમાં શામળાજી ખાતે ક્યો મેળો ભરાય છે ?

☑જવાબ: કાર્તિકી પૂનમનો

8.ગુજરાતમાં શિવરાત્રીનો મેળો ક્યા સ્થળે ભરાય છે ?

☑જવાબ: ભવનાથ

9.ભરવાડોનું કયું નૃત્ય તેમની આગવી ઓળખ ધરાવે છે ?

☑જવાબ: હૂડો

10.કચ્છ વિસ્તારના કેટલાક લોકો શામાં રહે છે ?

☑જવાબ: ભૂંગામાં

11.દક્ષિણ ગુજરાતમાં લોકો કઈ બોલી બોલે છે ?

☑જવાબ: સુરતી

12.ગુજરાતના પૂર્વ વિસ્તારની વનવાસી સ્ત્રીઓ શું ભીડે છે ?

☑જવાબ: કાછડો

13.ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે મેળા ભરાય છે, તેને શું કહેવામાં આવે છે ?

☑જવાબ: હાટ

14.સૌરાષ્ટ્રમાં કઈ બોલી બોલાય છે ?

☑જવાબ: કાઠિયાવાડી

15.કચ્છમાં કઈ બોલી બોલાય છે ?

☑જવાબ: કચ્છી

16.ગુજરાતીઓ વર્ષોથી વિશ્વમાં કઈ પ્રજા તરીકે જાણીતા છે ?

☑જવાબ: વેપારી

17.ભારતમાં ગુજરાતનું ભોજન શાના તરીકે પ્રખ્યાત છે ?

☑જવાબ: ગુજરાતી થાળી

18.દરિયાકિનારે વસતા લોકો ખોરાકમાં શાનો ઉપયોગ કરે છે ?

☑જવાબ: ભાત-માછલી

19.ગરબા ક્યા તહેવારમાં ગવાય છે ?

☑જવાબ: નવરાત્રિ

20.ગુજરાતની પ્રજાને શું પ્રિય છે ?

☑જવાબ: ઉત્સવ

21.ગુજરાતના સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં શું ખવાય છે ?

☑જવાબ: બાજરાનો રોટલો-શાકભાજી

22.આજે કયું ખાણું ખૂબ જ જાણીતું બન્યું છે ?

☑જવાબ: કાઠિયાવાડી

23.સુરતનું શું પ્રખ્યાત છે ?

☑જવાબ: ઊંધિયું-ઘારી

24.રંગોની પીચકારી એકબીજા ઉપર કયા તહેવારમાં છાંટવામાં આવે છે ?

☑જવાબ: હોળી-ધૂળેટી

25.કૃષ્ણ ભગવાનના જન્મની યાદમાં કયો તહેવાર ઉજવવામાં આવે છે ?

☑જવાબ: જન્માષ્ટમી

26.ભાઈને બહેન કયા તહેવારમાં રાખડી બાંધે છે ?

☑જવાબ: રક્ષાબંધન

27.કયા તહેવારમાં આકાશમાં રંગબેરંગી પતંગો ઉડાડવામાં આવે છે ?

☑જવાબ: ઉત્તરાયણ

28.પારસીઓનું નવું વર્ષ કયા તહેવાર તરીકે ઉજવાય છે ?

☑જવાબ: પતેતી

29.ખ્રિસ્તીઓનું નવું વર્ષ કયા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે ?

☑જવાબ: નાતાલ

30.ગુજરાતના સમજોમાં કયા દેશોના સમાજની ઘણી નવીન ટેક્નોલોજી અને આધુનિકતા લોકોએ અપનાવી છે ?

☑જવાબ: પશ્ચિમી દેશોના

31.આદિવાસીઓનું નૃત્ય કયું છે ?

☑જવાબ: આપેલા ત્રણેય

32.નીચેનામાંથી મુસ્લિમ ધર્મના લોકોનો કયો તહેવાર છે ?

☑જવાબ: મહોર્રમ

33.નીચેનામાંથી શીખ ધર્મના લોકોનો કયો તહેવાર છે ?

☑જવાબ: ગુરુનાનક જયંતિ

No comments:

Post a Comment