Wednesday 21 December 2016

Ss6$2*પ્રકરણ - 7 શાંતિ અને અહિંસાનો સંગમ*

📚📚📚📚📚📚
*જીકે એન્ડ જીકે*
         *!!!!એચ.કે!!!!*
*સામાજિક વિજ્ઞાન*
*ધોરણ: 6* * સત્ર: 2*
*પ્રકરણ - 7 શાંતિ અને અહિંસાનો સંગમ*

✍✍✍✍✍
1.ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ક્યાં ઉપદેશ આપ્યો ?

✅જવાબ: સારનાથ

2.મહાવીર સ્વામી જૈન ધર્મના કેટલામાં તીર્થંકર ગણાય છે ?

✅જવાબ: 24માં

3.ઉપનિષદના વિચારોનો વિકાસ કોણે કર્યો ?

✅જવાબ: શંકરાચાર્યે

4.ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું ?

✅જવાબ: સિદ્ધાર્થ

5.સિદ્ધાર્થના પિતાનું નામ શું હતું ?

✅જવાબ: શુદ્ધોધન

6.સિદ્ધાર્થની પત્નીનું નામ શું હતું ?

✅જવાબ: યશોધરા

7.સિદ્ધાર્થ કયા કૂળનાં હતા ?

✅જવાબ: ક્ષત્રિય

8.સિદ્ધાર્થના પુત્રનું નામ શું હતું ?

✅જવાબ: રાહુલ

9.સિદ્ધાર્થના ગૃહત્યાગને શું કહેવાય છે ?

✅જવાબ: મહાભિનિષ્ક્રમણ

10.સિદ્ધાર્થને જ્ઞાન પ્રાપ્ત થયુ તે સ્થળ હાલમાં કયા નામે ઓળખાય છે ?

✅જવાબ: બોધિગયા

11.ગૌતમ બુદ્ધ કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા ?

✅જવાબ: કુશીનારા

12.મહાવીર સ્વામીનું મૂળ નામ શું હતું ?

✅જવાબ: વર્ધમાન

13.મહાવીરનો જન્મ ક્યા ઉપનગરમાં થયો હતો ?

✅જવાબ: કુંડગ્રામમાં

14.ગૌતમ બુદ્ધ કઈ ભાષામાં ઉપદેશ આપતા હતા ?

✅જવાબ: પાલિ

15.મહાવીરના માતાનું નામ શું હતું ?

✅જવાબ: ત્રિશલાદેવી

16.મહાવીરના પત્નીનું નામ શું હતું ?

✅જવાબ: યશોદા

17.મહાવીરના પુત્રીનું નામ શું હતું ?

✅જવાબ: પ્રિયદર્શના

18.મહાવીર સ્વામીએ કેટલાં વ્રત આપ્યાં છે ?

✅જવાબ: પાંચ

19.ગૌતમ બુદ્ધે જે ઉપદેશ આપ્યો તેના આધારે કયા ધર્મની સ્થાપના થઈ ?

✅જવાબ: બૌદ્ધ

20.મહાવીર સ્વામીના ઉપદેશને લીધે સમાજમાં શું બંધ થઈ ગયું ?

✅જવાબ: પશુહિંસા

*📁📂એય.કે📁📂*

21.લગભગ કેટલાં વર્ષ પહેલાં બૌદ્ધ ધર્મની સ્થાપના થઈ ?

✅જવાબ: 2500 વર્ષ

22.ગૌતમ બુદ્ધનો જન્મ કયાં થયો હતો ?

✅જવાબ: કપિલવસ્તુ પાસે લુમ્બિની વનમાં

23.ગૌતમ બુદ્ધની માતાનું નામ શું હતું ?

✅જવાબ: માયાવતી

24.સિદ્ધાર્થ કઈ પ્રજાના ગણરાજ્ય સાથે જોડાયેલા હતા ?

✅જવાબ: શાક્ય

25.સિદ્ધાર્થ શા માટે વનમાં જઈ તપ કરવાનું ઇચ્છતા હતા ?

✅જવાબ: જ્ઞાનપ્રાપ્તી માટે

26.ગૌતમ બુદ્ધને આ સંસાર કેવો લાગે છે ?

☑જવાબ: દુ:ખનો દરિયો

27.ગૌતમ બુદ્ધ શાની શોધમાં અનેક સ્થળોએ ફર્યા ?

✔જવાબ: સત્યની

28.ગૌતમ બુદ્ધને ક્યારે જ્ઞાન પ્રાપ્ત થયું ?

☑જવાબ: વૈશાખી પૂર્ણિમાએ

29.ગૌતમ બુદ્ધને કયા વૃક્ષની નીચે જ્ઞાન પ્રાપ્ત થયું ?

✔જવાબ: પીપળાના

30.ગૌતમ બુદ્ધે કેટલા વર્ષ સુધી અલગ અલગ સ્થળોએ પગપાળા ચાલીને ધર્મનો ઉપદેશ આપ્યો ?

☑જવાબ: 45 વર્ષ

31.ગૌતમ બુદ્ધ કેટલા વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા ?

☑જવાબ: 80 વર્ષની

32.જયારે ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે તેમની ઉંમર કેટલાં વર્ષની હતી ?

✔જવાબ: 36 વર્ષની

33.ગૌતમ બુદ્ધના મતે દુ:ખનું મુખ્ય કારણ કયું છે ?

☑જવાબ: તૃષ્ણા

34.ધાર્મિક ઉપદેશ આપવાનું કામ કરવામાં કયા સ્ત્રી વિચારકનો ઉલ્લેખ છે ?

☑જવાબ: ગાર્ગી

35.કોણ પોતાનો દિકરો મરી જવાથી ગૌતમ બુદ્ધ પાસે ગયા હતા ?

☑જવાબ: કિસા ગૌતમી

36.મહાવીર સ્વામીએ કેટલા વર્ષની ઉંમરે ઘર છોડી દીધું ?

✔જવાબ: 30 વર્ષની

37.મહાવીર સ્વામીએ કેટલા વર્ષ સુધી કઠોર તપ કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું ?

☑જવાબ: 12 વર્ષ

38.મહાવીર સ્વામીના પિતાનું નામ શું હતું ?

✔જવાબ: સિદ્ધાર્થ

39.મહાવીર સ્વામીના ઉપદેશથી શાનો મહિમા વધ્યો ?

☑જવાબ: અહિંસા

40.મહાવીર સ્વામીએ નીચેનામાંથી કયું વ્રત આપ્યું નથી ?

✔જવાબ: અસત્ય

41.બુદ્ધે કિસા ગૌતમીને અત્યાર સુધી કોઈના ઘરે એક પણ મરણ ન થયું હોય ત્યાંથી એક મુઠ્ઠી શું લાવવાનું કહ્યું ?

☑જવાબ: રાઈના દાણા

42.જૈન તથા બૌદ્ધ ભિક્ષુઓ ક્યાં રહેતા ?

✔જવાબ: સંઘો અને વિહારોમાં

No comments:

Post a Comment