Wednesday 21 December 2016

⚫ભારતનાં બંધારણમાં આમુખ⚫

👁‍🗨👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👁‍🗨

⚫ભારતનાં બંધારણમાં આમુખ⚫

📇તૈયાર કરવાનો વિચાર સૌ પ્રથમ શ્રી એમ. એન. રોયને આવ્યો હતો અને ભારતનાં બંધારણનું આમુખ પંડિત જવાહરલાલ નહેરુએ તૈયાર કર્યું છે.
💭➖➖➖➖➖➖➖➖💭

🔮આમુખ (Preamble)🔮

📮"અમે ભારતનાં પ્રજાજનો, આથી ગંભીરતાપૂર્વક પ્રતિજ્ઞા લઈએ છીએ કે ભારત સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહીવાદી, પ્રજાસત્તાક રાજ્ય બને અને તેના બધા જ નાગરિકોને સામાજિક, રાજકીય,
અને આર્થિક ન્યાય મળે.

📮વિચાર, વાણી, ધર્મ, પૂજા અને માન્યતાની સ્વાધીનતા રહે. સર્વને સમાન તક અને મોભો પ્રાપ્ત થાય અને સર્વમાં એવી ભાઈચારાની ભાવના વધે ક જેથી વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની અખંડીતતા સિદ્ધ થઈ રહે."

📮ઉપરના આમુખમાં "સમાજવાદી", "બિનસાંપ્રદાયિક", અને "અખંડીતતા" જેવા શબ્દો 42માં બંધારણીય સુધારા દ્વારા ઈ.સ. 1976માં ઉમેરવામાં આવ્યા છે.

🔃સમીર પટેલ 🔃
◼👇🏿👇🏿આગળ વાંચો 👇🏿👇🏿◼

🔮👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🔮

◼ભારતીય  બંધારણ (સંક્ષિપ્ત રૂપ)◼

📮ભાગ 1: સંઘ  અને  તેનું કાર્યક્ષેત્ર
📮ભાગ 2: નાગરિકતાના અધિકારો
📮ભાગ 3: મૂળભૂત અધિકારો
📇🔃🔃🔃🔃🔃🔃🔃📇
✔અનુચ્છેદ 14: સમાનતાનો અધિકાર
✔અનુચ્છેદ 15: ધર્મ, મૂળ વંશ, જાતિ, લિંગ અથવા જન્મસ્થાનના આધારે વિભેદનો પ્રતિબંધ
✔અનુચ્છેદ 17: અસ્પૃશ્યતાનો અંત
✔અનુચ્છેદ 21: પ્રાણ અને દૈહિક સ્વતંત્રતાનું સંરક્ષણ
✔અનુચ્છેદ 21 A : શિક્ષાનો અધિકાર
✔અનુચ્છેદ 23: માનવના દુર્વ્યવહાર અને બાળશ્રમનો પ્રતિબંધ
✔અનુચ્છેદ 29: અલ્પસંખ્યક વર્ગોના હિતોનું રક્ષણ

📮 ભાગ 4: રાજ્યના નીતિ નિદેશક તત્વોને લગતી બાબતો
📇🔃🔃🔃🔃🔃🔃🔃📇
✔અનુચ્છેદ 40: ગ્રામ પંચાયતોનું ગઠન
✔અનુચ્છેદ 45: બાળકો માટે નિઃ શુક્લ અને અનિવાર્ય શિક્ષાની વ્યવસ્થા
✔અનુચ્છેદ 48: કૃષિ અને પશુપાલનનું સંગઠન
✔અનુચ્છેદ 48 ક : પર્યાવરણ સંરક્ષણ તથા સંવર્ધન અને વન્ય જીવોની રક્ષા

👁‍🗨સમીર પટેલ 👁‍🗨
🕵👇🏿👇🏿આગળ વાંચો 👇🏿👇🏿🕵

🕵👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕵

📮ભાગ 4: મૂળભૂત કર્તવ્યો/ મૂળભૂત ફરજો
✔અનુચ્છેદ 51 ક: ભારતીય નાગરિકોની મૂળભૂત ફરજો

📇કેબીનેટ મિશન મુજબ દર 10 લાખની વસ્તી દીઠ 1 પ્રતિનિધિ પ્રમાણે 296 પ્રતિનિધિ અને 93 રજવાડાઓ મળી કુલ 389 સભ્યોની બંધારણ સમિતિ રચાયી.

📇આમાંથી મુસ્લિમ લીગના 90 સભ્યોએ આ સભાનો બહિસ્કાર કરતા બંધારણ સભાના સભ્યોની સંખ્યા 299 થયી.

📇9 ડિસેમ્બર 1946માં બધારણ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે ડો. સચ્ચિદાનંદ સિન્હાની આગેવાની હેઠળ પહેલી બેઠક મળી અને ત્યાર બાદ 11 ડિસેમ્બર 1946માં મુખ્ય પ્રમુખ તરીકે ડો. રાજેન્દ્રપ્રસાદની વરણી કરવામાં આવી.

📇29 ઓગષ્ટ ઈ.સ. 1947 માં બંધારણ સમિતિની રચના કરવામાં આવી.

📇જેના અધ્યક્ષ ડો. ભીમરાવ આંબેડકરને બનાવવામાં આવ્યા અને એન. ગોપાલસ્વામી આયંગર, અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર, કનૈયાલાલ મુનશી, સૈયદ મુહમ્મદ સાદુલ્લા, ટી. માધવરાવનો સભ્યો તરીકે અને સર બેનીગલ નરસિંહરાવનો સલાહકાર તરીકે સમાવેશ થયો.

📇આ સમિતિએ ખુબ મહેનત કરીને 26 નવેમ્બર 1949માં ભારતનું બંધારણ ઘડવાનું કાર્ય પૂર્ણ કર્યું અને એટલે  જ  26મી નવેમ્બરને આપણે "કાયદા દિન" તરીકે ઉજવીએ છીએ.

🔃સમીર પટેલ 🔃
💭👇🏿👇🏿આગળ વાંચો 👇🏿👇🏿💭

No comments:

Post a Comment