Wednesday 21 December 2016

ðŸ”ŪāŠ­ાāŠ°āŠĪāŠĻું āŠŽંāŠ§ાāŠ°āŠĢðŸ”Ū

🔮ભારતનું બંધારણ🔮
🔃➖➖➖➖➖🔃

🎯ભારતના બંધારણની પૂર્વ ભૂમિકા 🎯

⚫ઈ સ 1935માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સૌ પ્રથમવાર ભારતનું બંધારણ ઘડવામાટે "બંધારણ સભા" રચવાની માંગણી કરવામાં આવી.

⚫ઈ.સ. 1938માં પંડિત જવાહરલાલ નહેરુએ જાહેર કર્યું કે ભારત દેશના પુખ્ત વયનાં નાગરિકો વડે ચૂંટાયેલા પ્રતિનિધિઓં દ્વારા અને બહારની કોઈ દખલગીરી વિના રચાયેલી બંધારણ સભા વડે રચાયેલું બંધારણ તૈયાર થવું જોઈએ.

⚫8 ઓગષ્ટ ઈ.સ. 1940માં ભારતના વાઈસરોય લીન્લીથીગોએ એક દરખાસ્ત મૂકી. જે મુજબ બ્રિટીશ સરકાર ભારતીયોને પોતાનું બંધારણ ઘડવાનો અધિકાર આપશે. આ દરખાસ્તને "ઓગષ્ટ ઓંફર" તરીકે ઓળખાય છે.

⚫આ દરખાસ્તમાં "પૂર્ણ સ્વરાજ"ની વાત ન હોવાથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આ દરખાસ્ત નો અસ્વીકાર થયો.

⚫ઈ.સ. 1946માં હિંદને પૂર્ણ સ્વરાજ આપવા અને હિન્દી નેતાઓ સાથે વાતાઘાટો કરવા કેબીનેટ મિશન ની નિમણુંક કરવામાં આવી.

🕵સમીર પટેલ 🕵
👁‍🗨👇🏿👇🏿આગળ વાંચો 👇🏿👇🏿👁‍🗨

🕵👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕵

⚫ભારતનું બંધારણ ⚫

📇ભારતના મૂળ બંધારણમાં કુલ 8 પરિશિષ્ટ હતા.

📇9મુ  પરિશિષ્ટ 1 (પહેલા) સુધારાથી અને 10(દસમું) પરિશિષ્ટ 52માં સુધારાથી તથા 11 અને 12મુ પરિશિષ્ટ 73 અને 74માં સુધારાથી દાખલ કરવામાં આવ્યું છે.

📇હાલ ભારતીય બંધારણમાં કુલ 12 પરિશિષ્ટ છે.

🔃🔃🔃🔃🔃🔃🔃🔃🔃

◼પરિશિષ્ટ 1:◼
📮ભારતના 29 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી છે. જેમાં નવા બનેલા તેલંગાના રાજ્ય સાથે.

◼પરિશિષ્ટ 2:◼
📮આમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના, રાજ્યસભાના અદ્યક્ષ અને લોકસભાના સ્પીકર તેમજ સર્વોચ અદાલતના અને વડી અદાલતના ન્યાયાધીશોના અને કંટ્રોલર અને ઓડીટર જનરલના પગારને લગતી જોગવાઈઓ છે.

◼પરિશિષ્ટ 3:◼
📮આમાં શપથ અને સોગન્દવિધીના નમુના છે.

◼પરિશિષ્ટ 4:◼
📮પ્રત્યેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને ફાળવવામાં આવેલી રાજ્યસભાની બેઠકો છે.

◼પરિશિષ્ટ 5: ◼
📮અનુસુચિત જાતી વિસ્તારનો વહીવટ અને અંકુશને લગતી બાબતો છે.

◼પરિશિષ્ટ 6:◼
📮આદિજાતી વિસ્તાર (Tribal) જેવા કે આસામ, ત્રિપુરા, મેઘાલય અને મિઝોરમના વહીવટ પ્રબંધો છે.

◼પરિશિષ્ટ 7:◼
📮કેન્દ્રની યાદી, રાજ્યની યાદી દ્વારા સત્તાની ફાળવણીની  અને સંયુક્ત યાદીના વિષયોની માહિતી છે.
📮જે મુજબ કેન્દ્રની યાદીમાં 99, રાજ્યની યાદીમાં 61 અને સંયુક્ત યાદીમાં 52 વિષયોનો વહીવટ વહેચવામાં આવ્યો છે.

◼પરિશિષ્ટ 8 :◼
📮22 માન્ય ભારતીય પ્રાદેશિક ભાષાઓની યાદી આપવામાં આવી છે.

◼પરિશિષ્ટ 9:◼
📮આર્ટીકલ 31 B હેઠળ જમીન, રેલ્વે, ઉદ્યોગ, ભૂમીકર વગેરેને લગતા અદાલતોના ક્ષ્રેત્ર બહારના કાયદારો અને  આદેશો છે.

◼પરિશિષ્ટ 10:◼
📮બંધારાના આર્ટીકલ 101, 102, 191 અને 192 સંબંધિત પક્ષ પલટા વિરોધી કાયદા આપવામાં આવ્યા છે.

◼પરિશિષ્ટ 11: ◼
📮પંચાયતો અને તેના આર્થિક વિકાસ અને સામાજિક ન્યાય અંગેના કુલ 29 વિષયોની યાદી આપવામાં આવી છે.

◼પરિશિષ્ટ 12: ◼
📮નગર પંચાયત, નગર પાલિકાઓ અને મહાનગર પાલિકાઓના વહીવટના 18 વિષયોની યાદી આપવામાં આવી છે.

💭👇🏿👇🏿 આગળ વાંચો 👇🏿👇🏿💭

📇👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📇

◼મૂળભૂત હકો કે અધિકારો ◼

📮સમાનતાનો અધિકાર
📮સ્વતંત્રતાનો અધિકાર
📮વાણી અને વિચારની સ્વતંત્રતા
📮શાંતિપૂર્વક, હથિયાર વિના એકઠા થવાની સ્વતંત્રતા
📮સંસ્થાઓ  કે સમુદાય રચવાની સ્વતંત્રતા
📮ભારતના કોઈ પણ વિસ્તારમાં હરવા-ફરવાની સ્વતંત્રતા
📮ભારતના કોઈ પણ વિસ્તારમાં વસવાટ કરવાની સ્વતંત્રતા
વ્યવસાય કે વેપાર ઉદ્યોગ કરવાની સ્વતંત્રતા
📮જીવન રક્ષાનો તેમજ અંગત સ્વાતંત્રયાનો અધિકાર
📮ધડપકડ અને અટકાયત સામેનો અધિકાર
📮શોષણ વિરોધી અધિકાર
📮ધાર્મિક સ્વાતંત્રયાનો અધિકાર
📮સંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર
📮બંધારણીય ઈલાજોનો અધિકાર

🕵સમીર પટેલ 🕵
👁‍🗨👇🏿👇🏿આગળ વાંચો 👇🏿👇🏿👁‍🗨

🍒🎄🎄🍒

🎍➖બંધારણ ➖🎍                                                               

🍓અભ્યાસ :- ૬૦

🍓કુલ અધિવેશન:-૧૧

🍓કુલ કેટલી બેઠકો:-૧૦૫

🍓કુલ ખર્ચ:-૬૪લાખ

🍓સમયગાળોન:-ર વર્ષ ૧૧ મહિના ૮ દિવસ (૧૦૯૩ દિવસ)

🍓ખરડા પર ચર્ચા:-૧૧૪ દિવસ
૨૬ નવેમ્બર કાયદા દિવસ

🍓બંધારણનો અમલ:- ૨૬ જાન્યુઆરી ૧૯૫૦

🍓૨૮૪ સભ્યોએ બંધારણનો સ્વીકાર કરતા હસ્તાક્ષર કર્યા.

🍓બંધારણ સભામાં ૧૨ મહિલાઓ

No comments:

Post a Comment