Wednesday 21 December 2016

Std 6 $2 *પ્રકરણ - 1 પ્રાણીજગત*

*જીકે એન્ડ જીકે*
          *એચ.કે*

📚📚📚📚📚📚
*વિજ્ઞાન અને ટેક્નોલોજી*   

*ધોરણ: 6*         
*સત્ર:2*

*પ્રકરણ - 1 પ્રાણીજગત*

કુલ પ્રશ્નો: 36

📕📗📘📙
1.પ્રાણીઓના ખોરાકને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ?

✅જવાબ: ત્રણ

2.પ્રાણીઓના રહેઠાણને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ?

✅જવાબ: ત્રણ

3.પાણીમાં અને જમીન પર એમ બન્ને સ્થળે રહેતા પ્રાણીઓને શું કહે છે ?

✅જવાબ: ઉભયજીવી

4.આમાંથી કયુ પ્રાણી ઊડી શકે છે પણ તે પક્ષી નથી ?

✅જવાબ: ચામાચીડિયું

5.દરમાં રહે છે પણ પગ નથી ?

✅જવાબ: સાપ

6.હાડકાંવાળું પ્રાણી કયું છે ?

✅જવાબ: સાપ

7.કયું પ્રાણી હાડકાં વગરનું છે ?

✅જવાબ: વીંછી

8.કયું પ્રાણી બચ્ચાંને જન્મ આપે છે ?

✅જવાબ: ઉંદર

9.કયું પ્રાણી ઈંડા મૂકે છે ?

✅જવાબ: મગર

10.જીવજંતુ કયું છે ?

✅જવાબ: મચ્છર

11.આંચળવાળું પ્રાણી કયુ છે ?

✅જવાબ: સિંહ

12.પાણીમાં અને જમીન પર રહેતું પ્રાણી કયું છે ?

✅જવાબ: દેડકો

13.આઠ પગવાળું પ્રાણી કયું છે ?

✅જવાબ: કરોળિયો

14.મિશ્રાહારી પ્રાણી કયું છે ?

✅જવાબ: બિલાડી

15.કયા સજીવને કાન હોતા નથી ?

✅જવાબ: કાચીંડો

16.મનુષ્ય કયા વર્ગનું પ્રાણી છે ?

✅જવાબ: આંચળવાળા (સસ્તન)

17.વહેલ કયા વર્ગનું પ્રાણી છે ?

✅જવાબ: આંચળવાળા (સસ્તન)

18.કયું સસ્તન વર્ગનું પ્રાણી ઊડી શકે છે ?

✅જવાબ: ચામાચીંડીયું

19.કયું પક્ષી તણખલાં ગોઠવીને સુંદર ગૂંથ્ણીવાળો માળો બનાવે છે ?

✅જવાબ: સુગરી

20.કયું પક્ષી પાંદડાં સીવીને માળો બનાવે છે ?

✅જવાબ: દરજીડો

📚📚📚📚📚

21.કયા પ્રકારના પ્રાણીઓની આંખો અલ્પવિકસિત હોય છે ?

✅જવાબ: દરવાસી

22.માછલી કયા અંગ દ્વારા પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવે છે ?

✅જવાબ: ઝાલર

23.રાત્રે ખોરાકની શોધમાં બહાર નીકળે છે તેવાં પ્રાણીઓને શું કહે છે ?

✅જવાબ: નિશાચર

24.આકાશમાં ઊડનારાં હાડકાવાળાં પ્રાણીઓને કેવા પ્રાણીઓ કહે છે ?

✅જવાબ: ખેચર

25.પેટે સરકીને ચાલનાર પ્રાણી કયું છે ?

✅જવાબ: ગરોળી

26.વૃક્ષારોહી પ્રાણી કયું છે ?

✅જવાબ: ખિસકોલી

27.કયું પ્રાણી કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે ?

✅જવાબ: સમડી

28.લાંબી ડોકવાળું પ્રાણી કયું છે ?

✅જવાબ: જિરાફ

29.નિશાચર પ્રાણી કયું છે ?

✅જવાબ: ચામાચીડિયું

30.પેટે સરકીને ચાલતાં પ્રાણીઓ બીજા કયા નામે ઓળખાય છે ?

✅જવાબ: સરીસૃપ

31.આંચળવાળાં પ્રાણીઓ બીજા કયા નામે ઓળખાય છે ?

✅જવાબ: સસ્તન

32.છ પગવાળું પ્રાણી કયું છે ?

✅જવાબ: વંદો

33.આઠ પગવાળું પ્રાણી કયું છે ?

✅જવાબ: વીંછી

34.આઠ કરતા વધારે પગવાળું પ્રાણી કયું છે ?

✅જવાબ: કાનખજૂરો

35.પાંપણ વગરનું પ્રાણી કયું છે ?

✅જવાબ: ચકલી

36.પાંપણવાળું પ્રાણી કયું છે ?

✅જવાબ: વાંદરો

No comments:

Post a Comment