Wednesday 21 December 2016

Std 6પ્રકરણ - 6 સ્થાનિક સરકાર (શહેર)

📚📚📚📚📚📚
*જીકે એન્ડ જીકે*
       *એચ.કે*

*સામાજિક વિજ્ઞાન*   

*ધોરણ: 6*
  
*સત્ર: 2*
પ્રકરણ - 6 સ્થાનિક સરકાર (શહેર)
 

✍👍✍
1.નગરપાલિકાના વડાને શું કહે છે ?

👉જવાબ: પ્રમુખ

2.નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારીને શું કહે છે ?

👉જવાબ: ચીફ ઑફિસર

3.મહાનગરપાલિકાના વડાને શું કહે છે ?

👉જવાબ: મેયર

4.મહાનગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારીને શું કહે છે ?

👉જવાબ: મ્યુનિસિપલ કમિશનર

5.15 હજારથી 5 લાખ સુધીની વસ્તીવાળા શહેરમાં કઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા વહીવટ કરે છે ?

👉જવાબ: નગરપાલિકા

6.5 લાખથી વધુ વસ્તીવાળા શહેરમાં કઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા વહીવટ કરે છે ?

👉જવાબ: મહાનગરપાલિકા

7.નગરપાલિકાના ચીફ ઑફિસરની નિમણૂક કોણ કરે છે ?

👉જવાબ: રાજ્ય સરકાર

8.મેયરની ચૂંટણી કેટલાં વર્ષે થાય છે ?

👉જવાબ: અઢી વર્ષે

9.મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કોણ કરે છે ?

👉જવાબ: રાજ્ય સરકાર

10.મહાનગરપાલિકાની સૌથી મહત્ત્વની સમિતિ કઈ છે ?

👉જવાબ: કારોબારી સમિતિ

11.કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા મહાનગરપાલિકાને આર્થિક સહાય કરે છે ?

👉જવાબ: વિશ્વબૅન્ક

12.હાલમાં ગુજરાતમાં મહાનગરો કેટલાં છે ?

👉જવાબ: આઠ

13.નીચેના શહેરોમાંથી ક્યા શહેરમાં નગરપાલિકા છે ?

👉જવાબ: દૂધરેજ

14.આ શહેરોમાંથી ક્યા શહેરમાં મહાનગરપાલિકા છે ?

👉જવાબ: અમદાવાદ

15.પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા નગરપાલિકાનું કેવું કામ છે ?

👉જવાબ: ફરજિયાત કાર્ય

16.જાહેર સ્નાનાગાર નગરપાલિકાનું કેવું કામ છે ?

👉જવાબ: મરજિયાત કાર્ય

17.નગરપાલિકાની ચૂંટણી કેટલા વર્ષે આવે છે ?

👉જવાબ: 5 વર્ષે

18.નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યોને સોગંદ કોણ લેવડાવે છે ?

👉જવાબ: કલેક્ટર

19.નગરપાલિકાનું અધ્યક્ષપદ કોણ સંભાળે છે ?

👉જવાબ: નગરપાલિકા પ્રમુખ

20.નગરપાલિકાનો બધો વહીવટ કોના નામે ચાલે છે ?

👉જવાબ: નગરપાલિકા પ્રમુખના

21.નગરપાલિકાએ ક્યાંની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે ?

👉જવાબ: શહેરની

22.કેટલા વર્ષની ઉંમરે નાગરિકને મત આપવાનો હક મળે છે ?

👉જવાબ: 18 વર્ષ કે તેથી વધુ

23.કેટલા વર્ષની ઉંમરે નાગરિકને સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો હક મળે છે?

👉જવાબ: 21 વર્ષ કે તેથી વધુ

No comments:

Post a Comment