Sunday 26 February 2017

๐Ÿ’เชฌเชšુเชญાเชˆ เชฐાเชตเชค๐Ÿ’

💐બચુભાઈ રાવત💐

February 27

                   🐰 ગુજરાતના  કલાવિવેચક બચુભાઈ પોપટભાઈ રાવતનો  જન્મ તા. ૨૭/૨/૧૮૯૮ના રોજ અમદાવાદમાં. તેમણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગોંડલમાં લીધું .

🤗ઈ.સ.૧૯૧૫ થી ૧૯૧૯ સુધી સંગ્રામજી હાઈસ્કૂલ, ગોંડલમાં શિક્ષક તરીકે જોડાયા.ઈ.સ.૧૯૨૦-૨૧માં સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય અને ઈ.સ.૧૯૨૨-૨૩માં નવજીવન પ્રકાશન મંદિરમાં સંપાદન-પ્રકાશન સહાયક તરીકે કામગીરી કરી હતી.

😊 ઈ.સ. ૧૯૨૪ થી ૧૯૪૨ સુધી રવિશંકર રાવળ સાથે ‘કુમાર’ના સહતંત્રીપદે રહ્યા.તેમણે ઈ.સ. ૧૯૩૦માં બુધસભાની સ્થાપના કરી.

👍ઈ.સ.૧૯૪૩ થી ૧૯૮૦ સુધી ‘કુમાર’ના તંત્રી તરીકે પંસદગી થઇ.ઈ.સ.૧૯૫૩માં મુંબઈ રાજ્ય લિપિ સુધારણા સમિતિમાં કામગીરી કરી.

✌ઈ.સ.૧૯૫૪માં જૂના મુંબઈ રાજ્યની વિધાનસભામાં ગવર્નર તરફથી છ વર્ષ માટે નિમણૂક થઇ. પહેલી ગુજરાતી મુદ્રક પરિષદના પ્રમુખ બન્યા.

😉ઈ.સ. ૧૯૬૫માં સુરતમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના તેવીસમા અધિવેશનમાં પત્રકાર વિભાગના પ્રમુખ તરીકે નિમણૂક થઇ.

😊ઈ.સ. ૧૯૪૮માં પત્રકારત્વ ક્ષેત્રે સેવા બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો અને

😊ઈ.સ.૧૯૭૫માં પદ્મશ્રીનો ખિતાબ પણ એનાયત થયો હતો. સક્રિય સાહિત્યિક સંપાદન અને પત્રકારત્વ દ્વારા ગાંધીયુગની સાહિત્યરુચિને સંસ્કારવામાં એમનું મૂલ્યવાન પ્રદાન છે.

😊‘ગુજરાતી ગ્રંથસ્થ ચિત્રકલા’માં કલાવિષયક લેખો અને કલાવિવેચન છે. ઉપરાંત એમણે ‘ગુજરાતી લિપિના નવા પરોઢનું નિર્માણ’ પુસ્તક પણ આપ્યું છે. ‘ટૂંકી વાર્તાઓ’ માં એમણે હિન્દીમાંથી ટૂંકીવાર્તાઓના કરેલા અનુવાદો સંચિત છે.

🙏૧૨મી જુલાઈ ૧૯૮૦ના દિવસે તેમનું અવસાન થયું.:                                                          

No comments:

Post a Comment