Thursday 23 March 2017

🏵વિશ્વ ક્ષય નિવારણ દિન 🏵

🌻👆🏿👆🏿 માર્ચ  ૨૪ 👆🏿👆🏿🌻

🏵વિશ્વ ક્ષય નિવારણ દિન 🏵

🥀પ્રતિ વર્ષ ૨૪મી માર્ચ ‘ વિશ્વ ક્ષય દિન’ તરીકે વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે.

🥀૨૪ માર્ચ ૧૮૮૨માં જર્મની વૈજ્ઞાનિક ડૉ. રોબર્ટ કોકએ ટી.બી.ના જંતુ શોધ્યા હતા. તેની યાદમાં આ દિવસ ઉજવાય છે.

🥀અગાઉના સમયમાં આજના સમય જેટલું વિજ્ઞાન વિકસ્યું નહોતું અને તબીબી વિજ્ઞાના પણ આજની કક્ષાએ કાર્યરત નહોતું. ત્યારે કેટલાક જીવલેણ રોગોમાં મોટી સંખ્યામાં માનવમૃત્યું થતાં હતા.

🥀એ સમયમાં જેના નામ માત્રથી ભયભીત થવાતું તેવો ચિંતાજનક રોગ ક્ષયનો હતો જેને ટી.બીના નામે ઓળખવામાં આવતો હતો.

🥀આજે વિજ્ઞાના ટેકનોલોજીના અતિ આધુનિક વિકાસની સાથે તબીબી નિદાન સારવારના ક્ષેત્રે પણ ઘણી સારી શોધો થઇ છે. અને માનવજીવનને વધુ સ્વાસ્થ્યપૂર્ણ  નીરોગી, સલામત, દીર્ઘાયુ બનાવવાની દિશામાં સિદ્ધિ મેળવી શકાઈ છે.

🥀લોકશિક્ષણની સાથે જનજાગૃતિ વધી છે. રોગ થતાં પહેલાની સાવચેતી અપનાવવામાં આવે છે. અને થયેલા ગંભીર રોગને શરૂઆતના તબક્કે જ યોગ્ય સારવાર આપી શકાય છે.

🥀 વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યૂ એચ ઓ (WHO)દ્વારા વિવિધ રોગોની જાગૃતિ માટે વિવિધ પ્રચાર પ્રસાર કરે છે.

🥀 આપણા દેશમાં પ્રત્યેક દિવસે દર દોઢ મીનીટે એક માનવીનું મૃત્યું ટી.બી.ને કારણે થાય છે. અને ૪૦,૦૦૦થી વધુ વ્યક્તિઓ ચેપ મલાગતાં દરરોજ ૫૦૦૦ લોકો આ રોગનો ભોગ બંને છે.

🥀આ કારણે આપણા દેશમાં દર વર્ષે રૂ. ૧૨,૦૦૦ કરોડનું આર્થિક નુકસાન થાય છે.

🥀સમગ્ર વિશ્વમાં આ રોગને ઉગતો જ ડામવા માટે જાગૃતિના પ્રસાર માટે, એના નિયંત્રણ માટે વિવિધ સ્તરે કાર્ય કરવામાં આવિ રહ્યું છે.

🥀 પ્રત્યેક વ્યક્તિ સમાજના, રાજ્ય,રાષ્ટ્રના જવાબદાર અંગ તરીકે આ દિશામાં જાગૃત બંને તો જ સાચા અર્થમાં વિશ્વ ક્ષય દિનની ઉજવણી સાર્થક બને.

🥀 આ રોગ સામે એક પ્રકારની લડતનું આંદોલન જગાવવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ આરોગ્ય તંત્ર દ્વારા આ અંગે ઘનિષ્ઠ કામગીરી કરવામાં આવે છે. અને વિવિધ પગલાં થકી આ રોગના ભોગ બનેલ વ્યક્તિઓને શોધી યોગ્ય સારવાર થકી તેમણે ક્ષયમુક્ત કરવામાં આવે છે.

🥀સરકારી આરોગ્ય સાથે સંકળાયેલ કર્મચારીઓ, તથા સ્વૈચ્છિક સંસ્થાઓ પોતાની નૈતિક જવાબદારીના ભાગરૂપે આ અભિયાનમાં જોડાયેલ છે.

🥀 ટી.બી.ની ગળફા તપાસ દ્વારા નિદાન અને ડોટ્સ પદ્ધતિની સારવાર બાબતે શ્રેષ્ઠ કામગીરી માટે *ગાંધીનગર* જિલ્લાએ આર.એન.ટી.સી.પી.ની કામગીરીમાં રાજ્ય કક્ષાનો એવોર્ડ એનાયત થયેલ છે.

🥀જાગૃત નાગરિક તરીકે આપણે પણ આસપાસમાં ક્યાંય પણ ક્ષયનો કોઈ દર્દી હોવાનું જણાય તો તેમના માટે યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવી આપણે સમાજની મોટી સેવા કરી શકીએ.

🎯સમીર પટેલ 🎯
🌺🏏જ્ઞાન કી દુનિયા 🏏🌺

No comments:

Post a Comment