Monday 13 March 2017

🔆🔆રાજાધિરાજ🔆🔆

🏵👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🏵

🎯પુસ્તકનુંનામ   :-    રાજાધિરાજ
🎯લેખકનુંનામ     :-     કનૈયાલાલ માણેકલાલ મુનશી
🎯સાહિત્ય પ્રકાર  :-    ઐતિહાસિક નવલકથા

💐 ‘રાજાધિરાજ’ એ ગુજરાતી નવલકથાકાર કનૈયાલાલ મુનશી નવલકથા છે.

💐 જયસિંહદેવનો જૂનાગઢનો વિજય કૃતિનું મુખ્ય વસ્તુ છે.

💐ચાર ખંડમાં વિભક્ત આ નવલકથામાં જયસિંહ સિદ્ધરાજનો સોરઠવિજય અને લાટમાં જાગેલું બંડ એ બે મુખ્ય ઘટનાઓ સાથે સંબંધિત કથા ગૂંથાયેલી છે.

💐રા’ખેંગારે કરેલા અપમાનનું વેર લેવા પંદર વર્ષથી જૂનાગઢને ઘેરો નાખીને પડેલા જયસિંહ સિદ્ધરાજ આખરે દેશળ-વીશળે બતાવેલા ગઢના છૂપા માર્ગેથી હુમલો કરી જૂનાગઢ પર વિજય મેળવે છે, પણ એ વિજય પછીયે રાણકદેવી સાથે લગ્ન કરવાની તેની ઇચ્છા વણસંતોષાયેલી રહે છે.

💐રાણકદેવી કાકની મદદથી સતી થાય છે. આ કથાની સાથે સાથે કાકની ગેરહાજરીમાં લાટમાં થયેલા બંડની કથા પણ ગૂંથાતી આવે છે. લાટના બંડને પાટણની સેના દબાવી દે છે, પરંતુ કેદમાં સપડાયેલી મંજરી તેને મદદ પહોંચે તે પહેલાં મૃત્યુ પામે છે.

💐કાકના પાત્રનું અતિગૌરવ અને મહત્વની ઘટનાઓમાં એનું વર્ચસ્વ ‘ગુજરાતનો નાથ’ની જેમ અહીં પણ અનુભવાય છે.

💐અપ્રતીતિકર પણ રોમાંચક અને સાહસિક ઘટનાઓથી થતી કથારસની જમાવટ આ કૃતિનો નોંધપાત્ર વિશેષ છે.

💐વર્ણનાત્મકતા, પથરાટ અને કથનપ્રાધાન્યનું પ્રમાણ અહીં વધ્યું છે ને નાટ્યાત્મક પ્રસંગો ઘટયા છે.

💐રાણકનો સતી થવાનો અને મંજરીના મૃત્યુનો- બંને પ્રસંગ રસાવહ બન્યા છે.

💐પ્રબળ કાર્યવેગ ને રહસ્યમયતાનું અસરકારક નિરૂપણ કથાત્રયીને વાચનક્ષમ બનાવે છે.

💐ગાંધીયુગના આરંભે આવતી આ કૃતિઓમાં જીવનમૂલ્યોનો અભાવ વરતાય છે.

💐કૌતુકપ્રિયતા અને બૌદ્ધિકતાનું લેખકે કરેલું મિશ્રણ કારગત પુરવાર થયું છે. ત્રણે કૃતિઓ નાટ્યાત્મકતા ધરાવે છે.

🔊📿જ્ઞાન કી દુનિયા 📿🔊

No comments:

Post a Comment